If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્વ બીજગણિત

એક ચલ સાથે પદાવલિની કિંમત શોધવી

ચલો ધરાવતી પદાવલીની ગણતરી કિંમત મુકવી (અથવા "લખવી")તરીકે ઓળખાતી તકનીકનો ઉપયોગ કરીને કેવી રીતે કરવી તે શીખો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

t=1 t=8 અને t=10 માટે નીચેના પદની કિંમત શોધો નીચે એક પદાવલી આપેલ છે 5t+3 અથવા 5 ગુણ્યા t વત્તા 3 ચાલોતો પહેલા t=1 માટે વિચારીએ t=1 માટે આ સમીકરણ થશે 5 ગુણ્યા t ની કિંમત 1 વત્તા 3 આપણે ગાણિતિક ક્રિયાઓના ક્રમ વિશે જાણીએ છીએ તે મુજબ સરવાળો કરતા પહેલા ગુણાકાર ની ક્રિયા કરીશું માટે 5 ગુણ્યા 1 બરાબર 5 વત્તા 3 બરાબર 8 ચાલો હવે t=8 માટે ગણતરી કરીએ આમ t=8 હોય ત્યારે આ પદ થશે 5 ગુણ્યા 8 વત્તા 3 5 ગુણ્યા 8 બરાબર 40 વત્તા 3 બરાબર 43 હવે છેલ્લી કિંમત માટે ગણતરી કરીએ t=10 t=10 લેતા પદાવલીમાં કિંમત મુકીએ 5 ગુણ્યા 10 વત્તા 3 t ના સ્થાને તેની કિંમત મૂકી 10 હવે 5 ગુણ્યા 10 બરાબર 50 વત્તા 3 50 વત્તા 3 બરાબર મળે 53 આમ t ની દરેક કિંમત માટે પદ ની કિંમત આપણે મેળવી લીધી