મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 6: મૂળભૂત બીજગણિતની પદાવલીના વ્યવહારુ કોયડાઓ લખવામૂળભૂત પદાવલીના વ્યવહારુ કોયડા લખવા
પરિસ્થિતિના વર્ણનને વ્યવહારુ કોયડામાં દર્શાવતી ચલ ધરાવતી સરળ પદાવલીઓ કેવી રીતે લખવી તે શીખો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
હવે આપણે પદાવલિને લખવાના કેટલાક વધુ ઉદાહરણ જોઈએ જે આપણને વ્યવહારુ કોયડા ઉકેલવામાં મદદ કરી શકે, હિલેરીએ ૪૮ ચોકલેટ ચિપ કૂકી અને વાય સુગરની કૂકી બનાવી, હિલેરીએ કુલ કેટલી બનાવી તમારા જવાબને પદાવલિના સ્વરૂપમાં લખો તો આપણે અહીં ૪૮ ચોકલેટ ચિપ કૂકીમાં વાય જેટલી સુગરની ફૂકીને ઉમેરીશું, કુલ શબ્દ એટલે સરવાળો, જો તેણે બે સુગરની કૂકી બનાવી હોય તો ૪૮ + ૨ ,૫૦ થાય એટલે કે તેણે કુલ ૫૦ જેટલી કૂકી બનાવી, જો તેણે ૧૦૦ સુગરની કૂકી બનાવી હોય તો ૧૦૦ + ૪૮, ૧૪૮ થાય એટલે કે તેણે કુલ ૧૪૮ જેટલી કૂકી બનાવી હવે આપણે જવાબ ચકાસીએ અને વધુ એક ઉદાહરણ જોઈએ,ગીતા ભોજન સમારંભની તૈયારી કરી રહી છે તેની પાસે ૩૦૦ ખુરશીઓ છે અને તેને ટી ટેબલના પ્રમાણમાં સમાનરૂપે વિભાજિત કરે છે તેણી દરેક ટેબલ પર કેટલી ખુરશીઓ રાખશે તમારો જવાબ પદાવલિ ના સ્વરૂપમાં લખો, તો ગીતા પાસે અહીં ૩૦૦ ખુરશીઓ છે અને તેને તે ટી જેટલા ટેબલમાં એક સમાન રૂપે વિભાજિત કરે છે તો આપણે અહીં તેના માટે ભાગાકાર કરીશું, ૩૦૦ ભાગ્યા ટી ,ગીતા ૩૦૦ જેટલી ખુરશીઓને ટી જેટલા ટેબલમાં એક સમાન રૂપે વિભાજિત કરે છે માટે અહીં દરેક ટેબલ પર આટલી ખુરશીઓ હશે, જવાબ ચકાસીએ અને હવે બીજું એક ઉદાહરણ જોઈએ નિકોલસ ગ્રેનાલા બાર માટે ૧૦ ડોલરનું બિલ ચૂકવે છે જેની ફક્ત પી ડોલર કિંમત છે નિકોલસે કેશિયર પાસેથી કેટલો વધારો મેળવ્યો તમારો જવાબ પદાવલી સ્વરૂપે લખો આપણે અહીં કેટલો વધારો મેળવ્યો એ શોધવાનો છે તેના માટે આપણે ૧૦ ડોલર માંથી પી ડોલર બાદ કરવા પડશે ૧૦ ઓછા પી લખીશું જો અહીં કિંમત ૭ ડોલર હોય તો તેને વધારાના ત્રણ ડોલર મળે આપણે જવાબ ચકાસીએ કેમલ તેના સોકર ટીમનું સંચાલન કરે છે તેણીને દરેક ખેલાડી માટે ચાર પ્રેક્ટિસ જર્સી ઓર્ડર કરવા પડે છે વાય ખેલાડીઓ છે તેણીએ કેટલા પ્રેક્ટિસ જર્સી ઓર્ડર કરવા પડશે તમારા જવાબને પદાવલિ સ્વરૂપે લખો, દરેક ખેલાડીને ચાર પ્રેક્ટિસ જર્સી ની જરૂર છે અને આપણી પાસે અહીં વાય ખેલાડીઓ છે એટલે કે આપણે ચાર અને વાય નો ગુણાકાર કરવો પડશે જો ત્યાં ચાર ખેલાડીઓ હોય તો આપણને ૧૬ પ્રેક્ટિસ જર્સીની જરૂર પડે કારણ કે દરેક ખેલાડીને ચાર જર્સીની જરૂર છે આપણે જવાબ ચકાસીએ, આશા છે કે તમને આ પ્રકારના પ્રશ્નો સમજાઈ ગયા હશે તો તમે તેને વધારે મહાવરો કરી શકો