If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :10:44

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડિઓમાં બફર કેપેસીટી એટલે કે બફર ક્ષમતા વિશે વાત કરીશું આ બફરનો એક ગુણધર્મ છે અને તે આપણને જણાવે છે કે pH બદલાય એ પહેલા તમે કેટલું એસિડ અથવા બેઇઝ ઉમેરી શકો pH બદલાય તે પહેલા pH માં ઘણો ફેરફાર થાય તે પહેલા જેમ બફર ક્ષમતા વધે જેમ બફર ક્ષમતા એટલે કે બફર કેપેસીટી વધે તેમ તમે વધુ એસિડ અથવા બેઇઝ ઉમેરી શકો વધારે એસિડ અથવા બેઇઝ ઉમેરી શકો હવે અહીં આ શું કહેવા માંગે છે તે સમજવા એક ઉદા જોઈએ અહીં આપણે જે ઉદા જોવા જઈ રહ્યાં છીએ તેમાં એસિટિક એસિડ બફરનો ઉપયોગ કરીશું જો આપણે એસિટિક એસિડની વાત કરીએ તો તે CH3COOH છે તેને આપણે સામાન્ય રીતે HA તરીકે દર્શાવીએ છીએ અને અહીં આ જલીય છે અહીં આ પ્રક્રિયા પ્રતિગામી થશે અને આ પ્રક્રિયાના અંતે આપણને H+ આયર્ન અને CH3C00 માઇનસ આયર્ન એટલે કે એસિટેડ આયન મળે આપણે આને સામાન્ય રીતે A- તરીકે દર્શાવીએ છીએ અને અહીં આ બંને નીપજ પણ જલીય દ્રાવણમાં આવે આ પ્રમાણે હવે જો આપણે આ એસિટિક એસિડ માટે Ka ના મૂલ્યની વાત કરીએ તો તે 1 .8 ગુણ્યાં 10 ની -5 ઘાત છે જો આપણે આ મૂલ્યનું જો આપણે આ મૂલ્યનું નેગેટિવ લોગ લઈએ તો આપણને pKa નો મૂલ્ય મળે અને તે પણ આપણા માટે ઉપયોગી છે તેથી એસિડિક એસિડ માટે pka નું મૂલ્ય 4 .74 થાય તેના પરથી આપણે એસિટિક એસિડના વલણની ઘણી બધી માહિતી મેળવી શકીએ જો આપણે એસિડિક એસિડના વલણનું અનુમાન લગાવવું હોય તો આપણને અંતે HA અને A માઇનસના ગુણોત્તરની જરૂર પડે આપણે અહીં એવા બફર વિશે વાત કરીશું જ્યાં A - અને HA નો ગુણોત્તર આ બંનેનો ગુણોત્તર 1 .82 થાય હવે આ ગુણોત્તરને આધારે આપણે pH ની ગણતરી કરી શકીએ તો આપણે કઈ પણ કરીએ તે પહેલા પ્રારંભિક pH નિંગનારી કરી શકાય આપણે કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઇઝને ઉમેરીએ તે પહેલા અહીં આ પ્રારંભિક pH ની ગણતરી કરવા હેન્ડરસન હસલબેગ સમીકરણનો ઉપયોગ કરી શકીએ તે માટેનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે pH = pKa + log ઓફ A - ની સાંદ્રતા એટલે કે એસિટેડ આયનની સાંદ્રતા ભાગ્યા HA ની સાંદ્રતા એટલે કે એસિટિક એસિડની સાંદ્રતા જો તમે આ સમીકરણ વિશે જાણતા ન હોવ અથવા તમારે જાણવું હોય કે તે ક્યાંથી આવ્યું તો મેં તેના પર એક આખો વિડિઓ બનાવ્યો છે તમે તે વિડિઓ જોઈ શકો આ વિડિઓમાં આપણે ફક્ત આ સૂત્રનો ઉપયોગ જ કરીશું હવે આપણે આ સમીકરણમાં કિંમત મૂકી શકીએ અહીં pKa નું મૂલ્ય 4 .74 છે 4 .74 + લોગ ઓફ 1 .82 જે A - અને HA નો ગુણોત્તર છે જો તમે આ ગણતરી કરો તો તમને pH = 5 .00 મળશે હવે આપણે બે જુદા જુદા બફરને જોઈશું તે બને બફર એસિટિક એસિડ અને એસિટેડ વડે બનાવવામાં આવ્યા છે હું તેમને બફર 1 અને બફર 2 કહીશ જો આપણે બફર 1 ની વાત કરીએ તો અહીં A - અને HA નો ગુણોત્તર 1 .82 છે એટલે કે તેની પ્રારંભિક pH 5 થશે હવે આપણે કઈ પણ કરીએ તે પહેલા આપણે કઈ પણ ઉમેરીએ તે પહેલા આ H - ની સાંદ્રતા 0 .9 મોલાર છે અને તેવી જ રીતે HA ની સાંદ્રતા 0 .49 મોલાર છે 0 .49 મોલાર હવે આપણે આની સરખામણી બીજા બફર સાથે કરીશું જેને આપણે બફર 2 કહીશું અહીં A - અને HA નો ગુણોત્તર એક સમાન છે પરંતુ હવે આ બંનેની સાંદ્રતા બફર 1 ની સાંદ્રતા કરતા 10 ઘણી નાની છે માટે હવે A - ની સાંદ્રતા 0 .090 મોલાર થાય અને HA ની સાંદ્રતા 0 .049 મોલાર થાય હવે અહીં આ બંને બફરની પ્રારંભિક pH 5 .00 છે તેઓ આટલી pH થી શરૂઆત કરે છે પરંતુ હવે આપણે જોઈશું કે જો એક લીટર બફરમાં જો એક લીટર બફરમાં 0 .04 મોલ 0 .04 મોલ પ્રબળ બેઇઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે પ્રબળ બેઇઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે તો આ બંને બફરની PH કેટલી બદલાય છે આપણે જાણીએ છીએ કે અહીં આ બફર છે તે PH માં થતા ફેરફારને અવરોધે છે પરંતુ અહીં શું થઇ રહ્યું છે તેના વિશે વિચારીએ જો આપણે NaOH ને ઉમેરીએ તો ત્યાં કઈ પ્રક્રિયા થાય જયારે તમે આ પ્રબળ બેઇઝને ઉમેરો ત્યારે તેનું વિયોજન થશે પરિણામે આપણને oH - આયન મળે હવે આ oH - આયન બફરમાં રહેલા એસિડ સાથે પ્રક્રિયા કરે અહીં આપણો એસિડ CH3 COOH છે જે એસિટિક એસિડ છે આપણે હંમેશા એ ધારીએ છીએ કે પ્રબળ બેઇઝ પ્રતિગામી પ્રક્રિયા કરતો નથી એટલે કે જયારે આપણે નિર્બળ એસિડ સાથે કામ કરીએ ત્યારે આપણે આ એક જ બાજુનો એરો દર્શાવીશું હવે અહીં આ જે H છે તે oH - સાથે આકર્ષાય પરિણામે આપણને પાણી H20 મળે અને આપણી પાસે CH3 Coo - એસિટિડ આયન બાકી રહે જે બેઇઝ છે તમે અહીં જોઈ શકો કે આ હાઇડ્રોજસાઇડ આયર્ન એસિડ સાથે 1 જેમ 1 ના ગુણોત્તરથી પ્રક્રિયા કરે છે અને તે અહીં બેઇઝનું નિર્માણ કરે છે તો હવે આપણે આ માહિતીનો ઉપયોગ કરીને જયારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના 0 .04 મોલ ઉમેરવામાં આવે ત્યારે શું થાય તે શોધી શકીએ તે અહીં આ એસિડ સાથે પ્રક્રિયા કરશે તેનો અર્થ એ થાય કે હવે આ એસિટિક એસિડની સાંદ્રતા 0 .04 મોલાર જેટલી ઘટે છે તેથી હવે આ એસિડની નવી સાંદ્રતા 0 .45 મોલાર થાય આ બેઇઝની સાંદ્રતા વિશે શું કહી શકાય યાદ રાખો કે જયારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે અહીં આપણને વધારે બેઇઝ મળે છે તેથી A - ની સાંદ્રતા વધશે તે 0 .04 મોલર જેટલી વધશે પરિણામે હવે A - ની નવી સાંદ્રતા 0 .94 મોલર થાય હવે અહીં આ બંને આપણી અંતિમ pH છે તેથી હવે pH નું મૂલ્ય શોધવા આપણે ફરીથી આ કિંમતને ઇંદર્શન હસલબેગના સમીકરણમાં મૂકી શકીએ તેથી પ્રથમ બફરની pH = pKa જે 4 .74 છે + લોગ ઓફ A - ની સાંદ્રતા જે હવે 0 .94 મોલાર છે ભાગ્યા HA ની સાંદ્રતા જે 0 .45 મોલર છે જો તમે આ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેર્યા પછીની pH મળે અને તેના બરાબર 5 .06 થાય તમે જોઈ શકો કે તેની pH વધી રહી છે તેની pH 0 .06 જેટલી વધે છે અને તે યોગ્ય છે કારણ કે જો તમે બેઇઝને ઉમેરો તો દ્રાવણ વધારે બેઝિક થાય પરિણામે તમારી pH વધવી જોઈએ પરંતુ અહીં pH એટલી બધી બદલાશે નહિ કારણ કે આ બફર છે હવે તેની સરખામણી આ બીજા બફર સાથે કરીશું આપણે હવે બીજા બફરમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 0 .04 મોલને ઉમેરવા જઈ રહ્યા છીએ એસિટિક એસિડની સાંદ્રતામાં 0 .04 મોલર જેટલો ઘટાડો થાય 0 .04 મોલાર માટે હવે તેની નવી સાંદ્રતા 0 .009 મોલર છે હવે આ જ સમાન પ્રક્રિયા વડે બેઇઝની સાંદ્રતામાં વધારો થશે કારણ કે જયારે એસિડ પ્રક્રિયા કરે ત્યારે તે વધારે સંયુગ્મ બેઇઝનું નિર્માણ કરે પરિણામે આપણે A - ની સાંદ્રતામાં 0 .04 મોલરને ઉમેરી શકીએ અને હવે આપણને A - ની નવી સાંદ્રતા 0 .13 મોલર મળે હવે આપણે હેન્ડરસન હસલબેગ્સ સમીકરણનો ઉપયોગ કરીને આ બીજા બફરની pH શોધી શકીએ માટે pH2 = pKa જે 4 .74 છે + લોગ ઓફ 0 .13 મોલર ભાગ્યા 0 .009 મોલર જો તમે આની ગણતરી કેલ્ક્યુલેટરમાં કરો તો તમને આ ભાગનું મૂલ્ય 1 .16 મળે અને પછી તેમાં pKa નું મૂલ્ય ઉમેરીએ તો આપણને pH = 5 .09 મળે હવે આ બફર 1 ની સરખામણીમાં બફર 2 ની pH માં વધારે ફેરફાર જોવા મળે છે તેની pH 0 .06 જેટલી વધવાને બદલે હવે તે 0 .09 જેટલી વધે છે તેથી જો હવે આપણે આ બંને બફરની બફર કેપેસિટીની સરખામણી કરવી હોય તો આપણે કહી શકીએ કે એક સમાન જાતતથો ઉમેરવામાં આવ્યો તેમ છતાં આ બફર 1 ની pH માં ઓછો ફેરફાર થાય છે પરિણામે કહી શકાય કે આ બફર 1 ની બફર કેપેસીટી એટલે કે બફર ક્ષમતા વધારે છે તમે અહીં આ ગુણોત્તર A - અને HA ની સાંદ્રતાનો ગુણોત્તર ઓછું નથી ઇચ્છતા પરિણામે સામાન્ય નિયમ એ છે સામાન્ય નિયમ એ છે કે તમને HA ની સાંદ્રતા અને A - ની સાંદ્રતા લગભગ ૦ .10 મોલર અને 1 .0 મોલરની વચ્ચે જોઈએ તમને આ બંને સાંદ્રતા આ બંનેની વચ્ચે જોઈએ તેથી આ નિયમનો ઉપયોગ કરીને તમે બફર બનાવી શકો ત્યાં pH બદલાય તે પહેલા તમારે એસિડ અથવા બેઇઝને ઉમેરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી