If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :7:50

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે બફરમાં pH બફરમાં pH અને pKa વચ્ચેના સંબંધ વિશે વાત કરીશું આપણે આ વિડિઓમાં હેન્ડરશન હસલબેગ સમીકરણના સંધર્ભમાં તેમના વિશે વાત કરીશું આપણે હેન્ડરશન હસલબેગ સમીકરણ વિશે વાત કરીએ તે પહેલા બફરનો અર્થ શું થાય તેનો ઝડપથી પુનરાવર્તન કરી લઈએ હું એવી ધરી લાઉ છું કે તમને હેન્ડરશન હસલબેગનું સમીકરણ યાદ હશે જો તમને તે યાદ ન હોય તો આપણે અગાઉના વિડિઓમાં તેના વિશે વાત કરી હતી આપણે તે વિડિઓમાં તેની તારવણી પણ કરી હતી તો બફર કંઈક એવું છે જે જલીય દ્રાવણનો સમાવેશ કરે છે સામાન્ય રીતે તે નિર્બળ એસિડનો પણ સમાવેશ કરે છે જેને આપણે HA તરીકે દર્શાવીએ છીએ સંતુલિત પરિસ્થિતિમાં નીપજ બાજુએ આપણને H3O + મળશે અને તેની સાથે સાથે એસિડનો સંયુગ્મ બેઇઝ A - મળશે આપણે આ પ્રક્રિયાને એસિડનું વિયોજન એટલે કે HA ના વિયોજન તરીકે લખી છે અહીં આ પ્રક્રિયા સંતુલનમાં છે તેથી આપણે Ka ની પદાવલિ લખી શકીએ જે સંતુલન અચળાંક છે Ka = H3O + ની સાંદ્રતા ગુણ્યાં A - ની સાંદ્રતા તે આખાના છેદમાં નિર્બળ એસિડ HA ની સાંદ્રતા આપણે આ પદાવલિમાં પાણીનો સમાવેશ કરતા નથી કારણ કે તે શુદ્ધ પ્રવાહી છે માટે આપણે હંમેશા ધરી લઈશું કે તેની સાંદ્રતા 1 છે હવે આ Ka ના સમીકરણને આધારે હેન્ડરશન હસલબેગના સમીકરણને તારવી શકીએ જે આપણે અલગ વિડિઓમાં કર્યું છે હેન્ડરશન હસલબેગ સમીકરણ કંઈક આ પ્રમાણે છે pH = pKa + log ઓફ A - ભાગ્યા HA જ્યાં HA નિર્બળ એસિડ છે અને A - આ નિર્બળ એસિડનો સંયુગ્મ બેઇઝ છે તમે અહીં જોઈ શકો કે આ નિર્બળ એસિડ અને તેના સંયુગ્મ બેઇઝને આ રીતે સંબંધિત કરી શકાય અહીં નિર્બળ એસિડ પાસે આ H વધારે છે હવે આપણે જુદી જુદી માહિતીઓ મેળવવા માટે આ હેન્ડરશન હસલબેગના સમીકરણને ગોઠવીને ફરીથી લખી શકીએ આ પ્રકારનું પ્રશ્ન તમે ઘણી વખત જોશો તમને કદાચ બફરની pH શોધવાનો ઘણી વખત પુંછાઇ શકે જો તમે pKa નું મૂલ્ય A -ની સાંદ્રતા અને HA ની સાંદ્રતા જાણતા હોવ તો બફરની pH શોધી શકો હેન્ડરશન હસલબેગના સમીકરણ પરથી તમે બીજી બાબત પણ જાણી શકો અને તે A - તેમજ HA વચ્ચેનો સંબંધ છે ઘણી વખત તમે એ જાણવા માંગો છો કે તમારા દ્રાવણમાં શું છે તમે કદાચ તમારા દ્રાવણ સાથે શું કરવા માંગો છો તેના આધારે તમે તેમાં કઈ પણ ઉમેરી શકો છો કદાચ તમે તેમાં કોઈ એસિડ ઉમેરવા માંગો છો અથવા કોઈ બેઇઝ ઉમેરવા માંગો છો તો તેના માટે દ્રાવણમાં શું થઇ રહ્યું છે તે જાણવું જરૂરી છે હેન્ડરશન હસલબેગના સમીકરણની મદદથી તે ઝડપથી અને સરળતાથી કરી શકાય છે તેના માટે આપણે આ ગુણોત્તર શોધવા આ સમીકરણને ફરીથી ગોઠવીને લખીશું સૌ પ્રથમ આપણે pKa ને સમીકરણની બંને બાજુથી બાદ કરીશું તેથી PH - pKa = લોગ ઓફ A - ભાગ્યા HA આ પ્રમાણે હવે આપણે આ સમીકરણ માંથી log ને દૂર કરવા માંગીએ છીએ તેથી સમીકરણની બંને બાજુને ઘાતાંક તરીકે લઈશું જેનો આધાર 10 હોય તેથી તેને આ પ્રમાણે લખીશું ડાબી બાજુ આ પ્રમાણે લખી શકાય અને જમણી બાજુ આ log દૂર થઇ જશે માટે A - ના છેદમાં HA હવે આ સમીકરણ આપણને શું જણાવે આ સમીકરણ આપણને A - અને HA ની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે તે આપણને એ પણ જણાવે છે કે અહીં આ બંને બાબતો PH અને pKa ના કદ સાથે સંબંધિત છે માટે આપણે આ સમીકરણ પરથી અમુક બાબતો તારવી શકીએ આપણે કહી શકીએ કે pH વિરુદ્ધ pKa આ સંબંધ આપણને A - છેદમાં HA જણાવે છે જે એક ગુણોત્તર છે પરંતુ પછી આપણે તેને HA વિરુદ્ધ HA વિરુદ્ધ A - ના સાપેક્ષ કદ સાથે સંબંધિત કરી શકીએ હવે આપણે અહીં આ ત્રોણેય જુદી જુદી બાબતો માટે શક્ય એટલી બધી જ પરિસ્થિતિઓ વિશે વિચારીશું આપણે સૌથી સરળ પરિસ્થિતિથી શરૂઆત કરીશું જે pH = pKa છે જયારે pH અને pKa નું મૂલ્ય સમાન થાય તો આપણને અહીં 10 ની 0 ઘાત મળશે કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપણને 1 આપે છે તેથી તેનો અર્થ એ થાય કે ગુણોત્તર બરાબર 1 મળે હવે જો આ બંનેનો ગુણોત્તર 1 હોય તો તેનો અર્થ એ થાય કે આપણને HA ની સાંદ્રતા બરાબર A - ની સાંદ્રતા મળશે આ યાદ રાખવા માટેની ખુબ જ જરૂરી બાબત છે જયારે પણ તમારી પાસે બફર હોય તેમજ દ્રાવણની pH એ બફરના pKa ને સમાન થતું હોય તો તમે તરત જ કહી શકો કે એસિડની સાંદ્રતા એ તેના સંયુગ્મ બેઇઝની સાંદ્રતાને સમાન છે આ ફક્ત બફર માટે જ નહિ પરંતુ અનુંમાપન માટે પણ સાચું છે જો તમને અનુંમાપનના કોઈ એક બિંદુ આગળ HA ની સાંદ્રતા A - ની સાંદ્રતાને સમાન મળે તો આપણે તે બિંદુને અર્ધ સમતુલ્ય બિંદુ એટલે કે હાફ ઇકવીવેલેન્સ પોઇન્ટ કહી શકીએ જો તમે અનુંમાપન વિશે જાણતા ન હોવ તો તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આ એક ખુબ જ અગત્યનો યાદ રાખવા જેવો સંબંધ છે હવે આપણી પાસે આ બંનેની હજુ બીજી બે સખ્યતાઓ બાકી છે PH > pKa હોઈ શકે અને બીજી શક્યતા એ છે કે pH < pKa હોઈ શકે હવે જયારે pH નું મૂલ્ય pKa કરતા વધારે હોય તો આપણને અહીં 10 ની ઘાત તરીકે ધન સંખ્યા મળશે અને જો આપણને આ ધન સંખ્યા મળે તો તેનો અર્થ એ થાય કે આ ગુણોત્તરનું મૂલ્ય એક કરતા વધારે છે હવે જો આપણે A - અને HA નો ગુણોત્તર 1 કરતા વધારે મળતો હોય તો તેનો અર્થ એ થશે કે A - ની સાંદ્રતા એટલે કે અંતની સાંદ્રતા એ HA ની સાંદ્રતા કરતા વધારે છે આમ જો તમે PH નું મૂલ્ય જાણતા હોવ અને તમે એ પણ જાણતા હોવ કે pH નું મૂલ્ય pKa ના મૂલ્ય કરતા વધારે છે તો તમે એવું કહી શકો કે તમારી પાસે એસિડ કરતા તેનો સંયુગ્મ બેઇઝ વધારે છે હવે અંતિમ પરિસ્થિતિ વિશે વાત કરીએ જો pH નું મૂલ્ય pKa ના મૂલ્ય કરતા નાનું હોય તો અહીં તમને 10 ની ઋણ ઘાત મળશે કારણ કે આપણે મોટી સંખ્યાને નાની સંખ્યા માંથી બાદ કરી રહ્યાં છીએ અને તેનો અર્થ એ થાય કે આપણને આ ગુણોત્તર A - અને HA નો ગૉનોત્તર 1 કરતા નાનો મળે છે તેનો અર્થ એ થાય કે છેદ HA ની સાંદ્રતા એ ખરેખર અંશની સાંદ્રતા એટલે કે A - ની સાંદ્રતા કરતા વધારે છે આમ આપણે હેન્ડરશન હસલબેગના સમીકરણનો ઉપયોગ કરીને તેમજ PH અને pKa વચ્ચેના સંબંધનો ઉપયોગ કરીને એસિડ અને તેના સંયુગ્મ બેઇઝની સાંદ્રતા વચ્ચે શું સંબંધ છે તે કહી શકીએ તે એક બીજાને સમાન છે કે તે બંને માંથી કોણ વધારે છે તે કહી શકીએ તમે તેને ખુબ જ સરળતાથી તારવી શકો પરંતુ એ યાદ રાખવું ખુબ જરૂરી છે કે જો pH અને pKa નું મૂલ્ય સમાન હોય તો એસિડ અને તેના સંયુગ્મ બેઇઝની સાંદ્રતા એક સમાન હશે