જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

કોયડો: ઍસિડ-બેઇઝ અનુમાપન વડે દ્રાવ્ય સાંદ્રતા નક્કી કરવી

દ્રાવણમાં ઍસિડ અથવા બેઈઝની સાંદ્રતા પ્રબળ બેઇઝ અથવા પ્રબળ ઍસિડ સાથે અનુમાપન વડે નક્કી કરી શકાય છે. આ વિડીયોમાં, આપણે દ્રાવણમાં HCl ની સાંદ્રતાની ગણતરી કરવા માટે Ba(OH)₂ (પ્રબળ બેઇઝ) સાથે HCl (પ્રબળ ઍસિડ) ના અનુમાપન પરથી માહિતીનો ઉપયોગ કરીશું. Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે અનુંમાપનનો વધુ એક પ્રશ્ન જોઈશું અને અહીં આપણે એસિડ દ્રાવણની સાંદ્રતા શોધવા માંગીએ છીએ આપણી પાસે અહીં HCl ના 20 મીની લીટર છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવાને બદલે આપણે અહીં બેરિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ આપણને એસિડનું સંપૂર્ણં તટસ્થીકરણ કરવા માટે બેરિયમ હાઇડ્રોક્સાઇડના 0 .0 154 મોલાર દ્રાવણના 27 .4 મિલી મીટરની જરૂર છે તો આપણે જે જાણીએ છીએ તેનાથી શરૂઆત કરીએ આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા જાણીએ છીએ તે 0 .0 154 મોલાર છે 0 .0 154 મોલાર આપણે એ પણ જાણીએ છીએ કેમોલારીટી બરાબર મોલ પ્રતિ લીટર થાય માટે 0 .0154 બરાબર આપણે અહીં મોલને x ધારી લઈએ અને આપણી પાસે અહીં 27 .4 મિલી લીટર છે જેને આપણે લીટરમાં ફેરવીએ તો તે 0 .0274 લીટર થાય અહીં x એ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મોલ છે અને હવે આપણે તેની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું 0 .0154 ગુણ્યાં 0 .0274 અને તેના બરાબર આપણને 4 .21 ગુણ્યાં 10 ની -4 ઘાત મળે તેથી x = 0 .000 422 અને તે બેરિયમ હાઇડ્રોક્સાઇડના મોલ છે BaOH ત્વાંશ ના મોલ હવે આપણે તટસ્થીકરણની પ્રક્રિયાનું સમીકરણ લખીશું આપણી પાસે બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે અને પછી તેની પ્રક્રિયા HCl સાથે થાય છે તો આપણને નીપજ તરીકે શું મળે અહીં H અને oH વચ્ચે પ્રક્રિયા થઇને આપણને પાણી મળશે બેરિયમ એ Ba2 + છે અને આ ક્લોરીન એ Cl માં માઇનસ છે તેથી Ba2 + અને Cl - અહીં આ બંનેનો ક્રોશ ગુણાકાર કરીએ અને પરિણામે આપણને બીજી નીપજ BaCl 2 મળશે બેરિયમ ક્લોરાઇડ હવે આપણે આ તટસ્થીકરણની પ્રક્રિયાના સમીકરણની સંતુલિત કરીએ આપણે ક્લોરીનથી શરૂઆત કરીએ સમીકરણની જમણી બાજુ આપણી પાસે બે ક્લોરીન છે જયારે અહીં ડાબી બાજુ એક જ ક્લોરીન છે તેથી આપણે અહીં 2 વડે ગુણીશું હવે હાઇડ્રોજનને જોઈએ સમીકરણની ડાબી બાજુ આપણી પાસે આ બે હાઇડ્રોજન અને આ બે હાઇડ્રોજન એટલે કે કુલ 4 હાઇડ્રોજન છે અને સમીકરણની જમણી જમણી બાજુ ફક્ત બે જ હાઇડ્રોજન છે તેથી આપણે અહીં તેને 2 વડે ગુણીએ હવે આપણી પાસે સમીકરણની બંને બાજુ 4 હાઇડ્રોજન છે આમ આપણે આપણા સમીકરણને સંતુલિત કર્યું છે હવે બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl ના મોલનો ગુણોત્તર જોઈએ તમે અહીં સમીકરણમાં જોઈ શકો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડના દરેક એક મોલ માટે આપણી પાસે HCl ના બે મોલ છે આપણે અનુંમાપનમાં કેટલા મૂળ બેરિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ તે આપણે હમણાં જ શોધ્યું આપણે 0 .00042 મોલનો ઉપયોગ કરીએ છીએ માટે આપણે આના કરતા બે ગણા વધારે મોલનો ઉપયોગ HCl માટે કરીએ તો આપણે અહીં આ સંખ્યાને બે વડે ગુણીશું પરિણામે આપણને HCl ના મોલ મળશે અથવા તમે અહીં સમપ્રમાણતા વિશે પણ કરી શકો આપણી પાસે બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl છે તેમના મોલનો ગુણોત્તર 1 /2 છે બરાબર હવે આપણી પાસે બેરિયમ હાઇડ્રોક્સાઇડના 0 .000422 મોલ છે અને આપણે HCl ના મોલને x કહીશું આપણે અહીં આ સંખ્યાને બે વડે ગુણવાની જરૂર છે માટે X = 0 .000844 મોલ અહીં આટલા HCl ના મોલ છે હવે આપણે X ની દ્રાવણની સાંદ્રતા શોધવાની જરૂર છે આપણે અહીં શેનાથી શરૂઆત કરીએ છીએ આપણે HCl ના 20 મિલી લીટરથી શરૂઆત કરીએ છીએ જો આપણે તેને લીટરમાં ફેરવીએ તો તે 0 .0 200 લીટર થાય આપણે HCl ના મોલ પણ જાણીએ છીએ હવે આપણે HCl ની સાંદ્રતા ગણી શકીએ HCl ની સાંદ્રતા બરાબર HCl ના મોલ જે 0 .000844 છે HCl ના આટલા મોલ છે ભાગ્યા HCl નો કદ જે 0 .0200 લીટર થાય 20 મિલી લીટર બરાબર 0 .0200 લીટર હવે આપણે સાંદ્રતા શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ 0 .000844 ભાગ્યા 0 .02 અને તેના બરાબર આપણને 0 .0422 મળે આના બરાબર 0 .0422 અને તેનો એકમ મોલાર આવે આમ એસિડ દ્રાવણની સાંદ્રતા આટલી છે હવે જો તમે Mv = Mv નું ઉપયોગ કરો તો શું થાય જે આપણે અગાઉના વિડિઓમાં જોયું હતું હું તેને અહીં લખીશ MV = MV જે અહીં આ ડાબી બાજુનું MV એ બેઇઝની મોલારીટી ગુણ્યાં બેઇઝનું કદ છે અને આ જમણી બાજુનું MV એ એસિડની મોલારીટી ગુણ્યાં એસિડનું કદ છે હવે આપણી પાસે પ્રશ્નમાં બેઇઝની મોલારીટી 0 .0154 મોલાર છે અને તેનું કદ 27 .4 મિલી લીટર છે બરાબર એસિડની મોલારીટી તે આપણે શોધવાની છે જેને આપણે x કહીશું અને એસિડનું કદ 20 મિલી લીટર છે આ પ્રમાણે હવે આપણે અહીં x શોધી શકીએ અને તે શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું 0 .0154 ગુણ્યાં 27 .4 ભાગ્યા 20 અને તેના બરાબર આપણને 0 .0211 મળે x = 0 .0211 મોલાર હવે તમે અહીં જોઈ શકો કે આપણને જવાબ ખોટો મળે છે આ રીતે આપણને જે જવાબ મળ્યો તેના કરતા આ જવાબ અડધો છે આ રીતનો ઉપયોગ કરીને જો તમારે સાચો જવાબ મેળવવો હોય તો તમારે આનો ગુણાકાર 2 સાથે કરવો પડે જો આપણે આ x નો ગુણાકાર 2 સાથે કરીએ તો આપણને સાચો જવાબ મળે 0 .0422 મોલાર વિધાર્થીઓ ઘણી વખત આમ કન્ફ્યુઝન અનુભવે છે કે તેઓ એ શું કરવું જોઈએ તમે તેના માટે રાસાયણિક પ્રક્રિયા જોઈ શકો પરંતુ તે પણ થોડું કન્ફ્યુઝિંગ લાગે છે માટે હંમેશા તમે આ રીતનો ઉપયોગ કરી શકો નહિ જો તમે તેને સારી રીતે સમજતા હોવ તો જ તમે આ સમીકરણનો ઉપયોગ કરો જયારે મોલ ગુણોત્તર 1 જેમ 1 ન આપ્યો હોય ત્યારે આપણે અગાઉઆ રીત કરી તમે તે રીત પ્રમાણે કરો અને તેનાથી તમને સાચો જવાબ મળશે