If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અને બેઈઝ

મુખ્ય બાબતો

  • બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ કોઈ પણ પદાર્થ છે જે પ્રોટોન—H+ દાન કરવાની ક્ષમતા ધરાવે છે.
  • બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ કોઈ પણ પદાર્થ છે જે પ્રોટોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે, જેમાં H+ સાથે બંધ બનાવવા માટે અબંધકારક ઈલેક્ટ્રોનયુગ્મની જરૂર હોય છે.
  • પાણી ઉભયગુણધર્મી છે, જેનો અર્થ થાય કે તે બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અને બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ બંને તરીકે વર્તી શકે.
  • પ્રબળ ઍસિડ અને બેઈઝનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ વિયોજન થાય છે, જયારે નિર્બળ ઍસિડ અને બેઈઝનું આંશિક જ થાય છે.
  • બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડનો સંયુગ્મ બેઇઝ ઍસિડ પ્રોટોનનું દાન આપે પછી બને છે. બ્રોનસ્ટેડ-લૉરી બેઈઝનો સંયુગ્મ ઍસિડ બેઇઝ પ્રોટોન સ્વીકારે પછી બને છે.
  • સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડમાં બે પદાર્થો પાસે સમાન આણ્વીય સૂત્ર હોય છે સિવાય કે ઍસિડ પાસે સંયુગ્મ બેઇઝની સરખામણીમાં વધારાનો H+ હોય છે.

પરિચય

માછલી બજાર જ્યાં ઘણી બધી માછલીઓ અને પૅક કરેલી માછલીઓને બરફ પર મૂકી છે.
સીફુડ સંયોજનો ધરાવે છે એમાઈન બનાવવા તેમનું વિભાજન થઈ શકે, જે "માછલીવાળી" ગંધ સાથેના નિર્બળ બેઇઝ છે. Image credit: from pixabay, CC0 public domain
આર્હેનિયસ ઍસિડ અને બેઇઝ પરના અગાઉના આર્ટીકલ માં, આપણે શીખ્યા કે આર્હેનિયસ ઍસિડ કોઈ પણ પદાર્થ હોઈ શકે જે જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધારે છે અને આર્હેનિયસ બેઇઝ કોઈ પણ પદાર્થ હોઈ શકે જે જલીય દ્રાવણમાં OH ની સાંદ્રતા વધારે છે. આર્હેનિયસ સિદ્ધાંતની મુખ્ય મર્યાદા એ છે કે આપણે ઍસિડ-બેઇઝની વર્તણુક ફક્ત પાણીમાં જ દર્શાવી શકીએ. આ આર્ટીકલમાં, આપણે વધુ વ્યાપક બ્રોનસ્ટેડ-લૉરી સિદ્ધાંત જોઈશું, જે બહોળા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયાઓ પર લાગુ પાડી શકાય.

ઍસિડ અને બેઈઝની બ્રોનસ્ટેડ-લૉરી સિદ્ધાંત

બ્રોનસ્ટેડ-લૉરી સિદ્ધાંત રાસાયણિક પદાર્થો વચ્ચે પ્રોટોનના સ્થળાંતરના સંદર્ભમાં ઍસિડ-બેઇઝ આંતરક્રિયાઓ દર્શાવે છે. બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ કોઈ પણ પદાર્થ છે જે પ્રોટોન, H+ નું દાન કરી શકે, અને બેઇઝ એ કોઈ પદાર્થ છે જે પ્રોટોનને સ્વીકારી શકે. રાસાયણિક બંધારણના સંદર્ભમાં, તેનો અર્થ થાય કે બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ જેનું H+ તરીકે વિયોજન થાય છે. પ્રોટોન સ્વીકારવા માટે, બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ પાસે પ્રોટોન સાથે નવો બંધ બનાવવા માટે ઓછામાં ઓછો એક અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ હોવો જોઈએ.
બ્રોનસ્ટેડ-લૉરી વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને, ઍસિડ-બેઇઝ પ્રક્રિયા એ કોઈ પણ પ્રક્રિયા છે જેમાં પ્રોટોનનું ઍસિડથી બેઈઝમાં સ્થળાંતર થાય છે. આપણે કોઈ પણ દ્રાવકમાં, તેમજ વાયુ અવસ્થામાં ઍસિડ-બેઇઝ પ્રક્રિયાઓની ચર્ચા કરવા બ્રોનસ્ટેડ-લૉરી વ્યાખ્યાઓનો ઉપયોગ કરી શકીએ ઉદાહરણ તરીકે, ઘન એમોનિયમ ક્લોરાઈડ, NH4Cl(s) બનાવવા માટે હાઇડ્રોજન ક્લોરાઈડ વાયુ, HCl(g), સાથેની, એમોનિયા વાયુ, NH3(g), ની પ્રક્રિયાને ધ્યાનમાં લો..
NH3(g)+HCl(g)NH4Cl(s)
નીચે બતાવ્યા મુજબ, પ્રક્રિયકો અને નીપજોની લુઈસ રચનાનો ઉપયોગ કરીને પણ આ પ્રક્રિયાને દર્શાવી શકાય:
એમોનિયાની લુઈસ રચના—અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ સાથેનો નાઇટ્રોજન જે 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે—વત્તા હાઈડ્રોક્લોરીક ઍસિડની લુઈસ રચના એમોનિયમ ક્લોરાઇડ બનાવે છે.
આ પ્રક્રિયામાં, HCl પોતાના પ્રોટોનનું દાન—ભૂરામાં બતાવેલું—NH3 ને કરે છે. તેથી, HCl બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ તરીકે કામ કરે છે. NH3 પાસે અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ છે, જે પ્રોટોન સ્વીકારવા ઉપયોગી છે, તેથી NH3 બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ છે.
નોંધો કે આર્હેનિયસ સિદ્ધાંત મુજબ, ઉપરની પ્રક્રિયા ઍસિડ-બેઇઝ પ્રક્રિયા થશે નહિ કારણકે તે પાણીમાં H+ અથવા OH બનાવતા નથી. તેમછતાં, રસાયણવિજ્ઞાનમાંNH4Cl બનાવવા માટે HCl થી NH3 સુધી પ્રોટોનનું સ્થળાંતરજલીય અવસ્થામાં જે કઈ થાય છે એને ઘણું સમાન છે.
આ વ્યાખ્યાઓ સાથે વધુ પરિચય મેળવવા માટે, કેટલાક વધુ ઉદાહરણ જોઈએ.

બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અને બેઇઝને ઓળખવા

નાઇટ્રિક ઍસિડ અને પાણી વચ્ચેની પ્રક્રિયામાં, નાઇટ્રિક ઍસિડ, HNO3, પ્રોટોનનું દાન—ભૂરામાં બતાવેલું—પાણીને કરે છે, તેથી બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ તરીકે વર્તે છે.
HNO3(aq)+H2O(l)H3O+(aq)+NO3(aq)
પાણી નાઇટ્રિક ઍસિડ પાસેથી પ્રોટોન સ્વીકારીને H3O+ બનાવે છે, તેથી પાણી બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ તરીકે વર્તે છે. આ પ્રક્રિયા નીપજના નિર્માણની વધુ તરફેણ કરે છે, પ્રક્રિયાના તીરને ફક્ત જમણી બાજુ જ દોરવામાં આવે છે.
હવે પાણીમાં એમોનિયા, NH3 ને સમાવતી પ્રક્રિયાને જોઈએ.
NH3(aq)+H2O(l)NH4+(aq)+OH(aq)
આ પ્રક્રિયામાં, પાણી તેનો એક પ્રોટોન એમોનિયાને આપે છે. પ્રોટોન ગુમાવ્યા પછી, પાણી હાઈડ્રોક્સાઇડ, OH બને છે. આ પ્રક્રિયામાં પાણી પ્રોટોનનો દાતા છે, તેથી તે બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ તરીકે વર્તે છે. એમોનિયા પાણી પાસેથી પ્રોટોન સ્વીકારીને એમોનિયમ આયન, NH4+ બનાવે છે. તેથી, એમોનિયા બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ તરીકે વર્તે છે.
અગાઉની બે પ્રક્રિયામાં,આપણે જોયું કે પાણી બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ—નાઇટ્રિક ઍસિડ સાથેની પ્રક્રિયામાં—અને બ્રોનસ્ટેડ-લૉરી એસીડ—એમોનિયા સાથેની પ્રક્રિયામાં. બંને તરીકે વર્તે છે. પ્રોટોનનું દાન અને સ્વીકારવાની આ ક્ષમતાને કારણે, પાણી ઉભયગુણધર્મી અથવા એમ્ફીપ્રોટીક તરીકે ઓળખાય છે, તેનો અર્થ થાય કે તે બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અથવા બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ કોઈ પણ તરીકે કામ કરી શકે.

પ્રબળ અને નિર્બળ ઍસિડ: વિયોજન થાય, કે વિયોજન ન થાય?

પ્રબળ ઍસિડનું જલીય દ્રાવણમાં તેના ઘટક આયનોમાં સંપૂર્ણ વિયોજન થાય છે. નાઇટ્રિક ઍસિડ એ પ્રબળ ઍસિડનું ઉદાહરણ છે. હાઇડ્રોનિયમ, H3O+, અને નાઇટ્રેટ, NO3, આયન બનાવવા તેનું પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે. પ્રક્રિયા થઈ ગયા પછી, ત્યાં દ્રાવણમાં કોઈ પણ અવિયોજીત HNO3 અણુ જોવા મળતો નથી.
વિપરીત રીતે, નિર્બળ ઍસિડનું તેના ઘટક આયનોમાં સંપૂર્ણ વિયોજન થતું નથી. નિર્બળ ઍસિડનું ઉદાહરણ એસિટિક ઍસિડ, CH3COOH છે, જે વિનેગરમાં હાજર હોય છે. એસિટિક ઍસિડ હાઇડ્રોનિયમ અને એસિટેટ આયન, CH3COO બનાવવા માટે પાણીમાં આંશિક વિયોજીત થાય છે:
CH3COOH(aq)+H2O(l)H3O+(aq)+CH3COO(aq)
નોંધો કે આ પ્રક્રિયામાં, આપણી પાસે બંને દિશામાં જતો એરો છે: . આ બતાવે છે કે એસિટિક ઍસિડનું વિયોજન ગતિશીલ સંતુલન છે જ્યાં એસિટિક ઍસિડ અણુઓની અસરકારક સાંદ્રતા હશે જે તટસ્થ CH3COOH અણુઓ તરીકે તેમજ વિયોજીત આયન, H+ અને CH3COO ના સ્વરૂપમાં હાજર હોય છે.
ડાબી બાજુ: હાઈડ્રોક્લોરીક ઍસિડનું મોટું સ્વરૂપ, જ્યાં પ્રોટોન અને ક્લોરાઈડ આયન તરીકે ઍસિડનું સંપૂર્ણ વિયોજન થાય છે. જમણી બાજુ: હાઈડ્રોફ્લોરીક ઍસિડનું મોટું સ્વરૂપ જે બતાવે છે કે હજુ પણ હાઈડ્રોફ્લોરીક ઍસિડ, HF, તેના કુદરતી અણુ સ્વરૂપમાં જ છે, જ્યારે કેટલાક પ્રોટોન અને ફ્લોરાઈડ આયન તરીકે વિયોજન પામે છે.
પ્રબળ ઍસિડનું જલીય દ્રાવણ, ડાબી બાજુ, અને નિર્બળ ઍસિડનું, જમણી બાજુ. (a) હાઈડ્રોક્લોરિક ઍસિડ પ્રબળ ઍસિડ છે જેનું પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે. (b) હાઈડ્રોફ્લોરિક ઍસિડ નિર્બળ ઍસિડ છે જેનું પ્રોટોન અને ફ્લોરાઈડ આયનમાં આંશિક વિયોજન થાય છે.
સામાન્ય પ્રશ્ન છે કે, "કંઈક પ્રબળ અથવા નિર્બળ ઍસિડ છે એવું તમે ક્યારે જાણી શકો?" આ સારો સવાલ છે! ટૂંકો જવાબ છે કે ત્યાં ફક્ત થોડા જ પ્રબળ ઍસિડ છે, અને બાકીના બધાને જ નિર્બળ ઍસિડ ગણવામાં આવે છે. એકવાર આપણે સામાન્ય પ્રબળ ઍસિડ સાથે પરિચિત થઈ જઈએ, પછી આપણે રસાયણવિજ્ઞાનના પ્રશ્નોમાં પ્રબળ અને નિર્બળ ઍસિડને સરળતાથી ઓળખી શકીએ.
નીચેનું ટેબલ કેટલાક સામાન્ય પ્રબળ ઍસિડની યાદી બતાવે છે.

સામાન્ય પ્રબળ ઍસિડ

નામસૂત્ર
હાઈડ્રોક્લોરિક ઍસિડHCl
હાઈડ્રોબ્રોમિક ઍસિડHBr
હાઈડ્રોઆયોડિક ઍસિડHI
સલ્ફ્યુરિક ઍસિડH2SO4
નાઇટ્રિક ઍસિડHNO3
પરક્લોરિક ઍસિડHClO4

પ્રબળ અને નિર્બળ બેઇઝ

પ્રબળ બેઇઝ એવો બેઇઝ છે જેનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય છે. પ્રબળ બેઈઝનું ઉદાહરણ સોડિયમ હાઈડ્રોક્સાઇડ, NaOH છે. પાણીમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સંપૂર્ણ વિયોજન થઈને સોડિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન આપે છે:
NaOH(aq)Na+(aq)+OH(aq)
આમ, જો આપણે પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવીએ, તો આપણા અંતિમ દ્રાવણમાં ફક્ત Na+ અને OH જ હાજર હશે. આપણે કોઈ પણ અવિયોજીત NaOH ની અપેક્ષા રાખતા નથી.
ચાલો હવે પાણીમાં એમોનિયા, NH3, ને જોઈએ. એમોનિયા નિર્બળ બેઇઝ છે, તેથી પાણીમાં તેનું આંશિક આયનીકરણ જ થશે:
NH3(aq)+H2O(l)NH4+(aq)+OH(aq)
કેટલાક અમોનિયા અણુઓ પાણી પાસેથી પ્રોટોન સ્વીકારીને એમોનિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન બનાવે છે. ગતિશીલ સંતુલનમાં પરિણમેં છે, જેમાં એમોનિયા અણુઓ સતત પાણી સાથે પ્રોટોનની અદલાબદલી કરે છે, અને એમોનિયમ આયન સતત હાઇડ્રોક્સાઇડને પ્રોટોનનું દાન કરે છે. દ્રાવણમાં મુખ્ય ઘટક આયનીકરણ ન પામેલો એમોનિયા, NH3, છે કારણકે એમોનિયા થોડા પ્રમાણમાં જ પાણીને પ્રોટોન વિનાનું કરશે.
સમૂહ 1 અને સમૂહ 2 હાઇડ્રોક્સાઇડ ધરાવતા સામાન્ય પ્રબળ બેઇઝ.
તટસ્થ નાઇટ્રોજન-ધરાવતા સંયોજનો જેમ કે એમોનિયા, ટ્રાયમિથાઈલએમાઇન, પિરિમીડીન ધરાવતા સામાન્ય પ્રબળ બેઇઝ.

ઉદાહરણ 1: હાઇડ્રોજન ફોસ્ફેટ સાથે ઍસિડ-બેઇઝ પ્રક્રિયા લખવી

હાઇડ્રોજન ફોસ્ફેટ, HPO42, નિર્બળ બેઇઝ તરીકે વર્તી શકે, અથવા જલીય દ્રાવણમાં નિર્બળ ઍસિડ તરીકે વર્તી શકે.
પાણીમાં નિર્બળ બેઇઝ તરીકે વર્તતા હાઇડ્રોજન ફોસ્ફેટની પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ શું છે?
હાઇડ્રોજન ફોસ્ફેટ બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ તરીકે વર્તે છે, તેથી પાણી બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ તરીકે વર્તતો હોવો જોઈએ. આનો અર્થ થાય કે પાણી હાઈડ્રોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે પ્રોટોનનું દાન કરશે હાઇડ્રોજન ફોસ્ફટમાં પ્રોટોનનો ઉમેરો H2PO4 ના નિર્માણમાં પરિણમે:
HPO42(aq)+H+(aq)H2PO4(aq)
આ ઉદાહરણમાં હાઇડ્રોજન ફોસ્ફેટ નિર્બળ બેઇઝ તરીકે કામ કરે છે, તેથી પ્રક્રિયા પ્રતિવર્તી છે એવું બતાવવા માટે આપણે આપણી એકંદર પ્રક્રિયામાં સંતુલન તીર, , બતાવવાની જરૂર છે. આ પાણીમાં નિર્બળ બેઇઝ તરીકે વર્તતા હાઇડ્રોજન ફોસ્ફેટની પ્રક્રિયા માટે નીચેનું સંતુલિત સમીકરણ આપે:
HPO42(aq)+H2O(l)H2PO4(aq)+OH(aq)
હાઇડ્રોજન ફોસ્ફેટ જેવું કંઈક ઍસિડ અથવા બેઇઝ તરીકે વર્તે એ આપણે કઈ રીતે જાણી શકીએ? ટૂંકો જવાબ છે કે જયારે વિવિધ પ્રક્રિયાઓ શક્ય હોય, જુદી જુદી સંતુલન પ્રક્રિયાઓ પાસે જુદા જુદા સંતુલન અચળાંક પણ હોય છે. કયું સંતુલન તરફેણ કરશે એ દ્રાવણની pH અને દ્રાવણમાં બીજા કયા ઘટકો છે એના પર આધાર રાખે છે. જ્યારે આપણે બફર અને અનુમાપન વિશે શીખીશું ત્યારે આ પ્રશ્નને વધુ ઊંડાણમાં જોઈશું!
ખ્યાલ ચકાસણી: જો હાઇડ્રોજન ફોસ્ફેટ જલીય દ્રાવણમાં નિર્બળ ઍસિડ તરીકે કામ કરે તો આપણું સંતુલિત સમીકરણ કેવું દેખાશે?

સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડ

હવે આપણી પાસે બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અને બેઇઝની સમજ છે, આપણે આ આર્ટીકલમાં અંતિમ સંકલ્પના વિશે ચર્ચા કરી શકીએ: સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડ. બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ-બેઇઝ પ્રક્રિયામાં, બેઇઝ પ્રોટોન સ્વીકારે પછી સંયુગ્મ ઍસિડ બને છે. વિપરીત રીતે, ઍસિડ તેના પ્રોટોનનું દાન કરે પછી સંયુગ્મ બેઇઝ બને છે. સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડમાં બે ઘટકો પાસે એકસમાન આણ્વીય સૂત્ર હોય છે સિવાય કે ઍસિડ પાસે સંયુગ્મ બેઇઝની સરખામણીમાં H+ વધારે છે.

ઉદાહરણ 2: પ્રબળ ઍસિડનું વિયોજન

પાણી સાથે પ્રક્રિયા કરતા પ્રબળ ઍસિડ HCl ને ફરીથી ધ્યાનમાં લઈએ:
HCl(aq)+H2O(l)H3O+(aq)+Cl(aq)
          ઍસિડ            બેઇઝ              ઍસિડ           બેઇઝ
આ પ્રક્રિયામાં, HCl પાણીને પ્રોટોનનું દાન કરે છે; તેથી, HCl બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ તરીકે કામ કરે છે. HCl પોતાના પ્રોટોનનું દાન કરી લે પછી, Cl આયન રચાય છે; આમ, ClHCl નો સંયુગ્મ બેઇઝ છે.
સંયુગ્મ જોડ 1=HCl અને Cl
પાણી HCl પાસેથી પ્રોટોન સ્વીકારે છે, તેથી પાણી બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ તરીકે વર્તે છે. જ્યારે પાણી પ્રોટોન સ્વીકારે, ત્યારે H3O+ રચાય છે. તેથી, H2O નો સંયુગ્મ ઍસિડ H3O+ છે.
સંયુગ્મ જોડ 2=H2O અને H3O+
આપણી પ્રક્રિયામાં સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડ એક બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અને એક બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ ધરાવે છે; ઍસિડ અને બેઇઝ એક જ પ્રોટોન વડે જુદા પડે છે. એ સામાન્ય રીતે સાચું હશે કે બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અને બેઇઝ બે સંયુગ્મ ઍસિડ-બેઈઝ જોડ ધરાવશે.

ઉદાહરણ 3: નિર્બળ બેઈઝનું આયનીકરણ

પાણીમાં નિર્બળ બેઇઝ એમોનિયાની પ્રક્રિયાને ધ્યાનમાં લો:
NH3(aq)+H2O(l)NH4+(aq)+OH(aq)
          બેઇઝ            ઍસિડ            ઍસિડ             બેઇઝ
આ પ્રક્રિયામાં એમોનિયા પાણી પાસેથી પ્રોટોન સ્વીકારે છે, અને તેથી તે બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ તરીકે કામ કરે છે. પાણી પાસેથી પ્રોટોન સ્વીકારતા, એમોનિયા NH4+ બનાવે છે. તેથી, NH4+ એમોનિયાનો સંયુગ્મ ઍસિડ છે.
સંયુગ્મ જોડ 1=NH3 અને NH4+
પાણી, એમોનિયાને પ્રોટોનનું દાન કરીને, બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ તરીકે વર્તે છે. પાણી પોતાના પ્રોટોનનું દાન એમોનિયાને કરે એ પછી, OH રચાય છે. તેથી, પાણીનો સંયુગ્મ બેઇઝ OH છે.
સંયુગ્મ જોડ 2=H2O અને OH
એમોનિયા નિર્બળ બેઇઝ છે, તેથી એમોનિયમ આયન હાઇડ્રોક્સાઇડને ફરી પાછું પ્રોટોનનું દાન કરીને એમોનિયા અને પાણી ફરીથી બનાવી શકે. આમ, ગતિશીલ સંતુલન અસ્તિત્વ ધરાવે છે. આ નિર્બળ ઍસિડ અને બેઇઝ ધરાવતી પ્રક્રિયાઓ માટે હંમેશા સાચું છે.

સારાંશ

  • બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ કોઈ પણ પદાર્થ છે જે પ્રોટોન—H+ દાન કરવાની ક્ષમતા ધરાવે છે.
  • બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ કોઈ પણ પદાર્થ છે જે પ્રોટોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે, જેમાં H+ સાથે બંધ બનાવવા માટે અબંધકારક ઈલેક્ટ્રોનયુગ્મની જરૂર હોય છે.
  • પાણી ઉભયગુણધર્મી છે, જેનો અર્થ થાય કે તે બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અને બ્રોનસ્ટેડ-લૉરી બેઇઝ બંને તરીકે વર્તી શકે.
  • પ્રબળ ઍસિડ અને બેઈઝનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ વિયોજન થાય છે, જયારે નિર્બળ ઍસિડ અને બેઈઝનું આંશિક જ થાય છે.
  • બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડનો સંયુગ્મ બેઇઝ ઍસિડ પ્રોટોનનું દાન આપે પછી બને છે. બ્રોનસ્ટેડ-લૉરી બેઈઝનો સંયુગ્મ ઍસિડ બેઇઝ પ્રોટોન સ્વીકારે પછી બને છે.
  • સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડમાં બે પદાર્થો પાસે સમાન આણ્વીય સૂત્ર હોય છે સિવાય કે ઍસિડ પાસે સંયુગ્મ બેઇઝની સરખામણીમાં વધારાનો H+ હોય છે.

મહાવરો 1: ઍસિડ-બેઇઝ પ્રક્રિયાઓને ઓળખવી

બ્રોનસ્ટેડ-લૉરી સિદ્ધાંતને આધારે, નીચેનામાંથી કઈ ઍસિડ-બેઇઝ પ્રક્રિયાઓ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

મહાવરો 2: સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડ ઓળખવા

હાઈડ્રોફ્લોરીક ઍસિડ, HF, નિર્બળ ઍસિડ છે જેનું નીચેના સમીકરણ મુજબ પાણીમાં વિયોજન થાય છે:
HF(aq)+H2O(l)H3O+(aq)+F(aq)
આ પ્રક્રિયામાં HF નો સંયુગ્મ બેઇઝ કયો છે?
કોઈ એક જવાબ પસંદ કરો: