If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આર્હેનિયસ ઍસિડ અને બેઇઝ

ઍસિડ અને બેઈઝની આર્હેનિયસ વ્યાખ્યાઓ.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એસિડ અને બેઇઝનો સૌપ્રથમ આધુનિક ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક સ્વાન્ટ આહેર્નીયસ અને તે 1903 માં ત્રીજા નોબેલ પ્રાઈઝ જીતનાર ઉમેદવાર હતા તેમને એસિડ અને બેઇઝની વ્યાખ્યા આ પ્રમાણે આપી એસિડ એટલે કઈક એવું જેને જલીય દ્રાવણમાં મુકતા તે હાઇડ્રોજન પ્રોટોન્સ H+ અથવા પ્રોટોનની સંદ્રતામાં વધારો કરે અને તે પાણીનું દ્રાવણ છે હવે તમે બેઇઝ વિશે વિચારી શકો બેઇઝ એટલે એવું કઈક કે જે પ્રોટોનની સંખ્યામાં ઘટાડો કરે અથવા બીજી રીતે લખીએ તો જલીય દ્રાવણમાં હાઇડ્રોકસાઈડની સંદ્રતામાં વધારો કરે હવે આપણે કેટલાક ઉદાહરણ લઈએ પ્રબળ આહેર્નીયસ એસિડ અથવા બીજી વ્યાખ્યા મુજબ પ્રબળ એસિડએ હાઇડ્રોક્લોરિક એસીડ થશે હાઇડ્રોક્લોરિક એસીડ HCl આપણે તેને જલીય દ્રાવણમાં મુકીએ જો તેને જલીય દ્રાવણમાં મુકીએ તો હાઇડ્રોજન અને ક્લોરીન તરત છુટા પડશે તે ડાબેથી જમણી તરફ જશે અહી ક્લોરીનના હાઇડ્રોજન સાથેના બે ઈલેક્ટ્રોન સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય છે હાઇડ્રોજનઈલેક્ટ્રોન લીધા વિના દુર થશે તેથી આપણને હાઇડ્રોજન પ્રોટોન મળે અને ક્લોરીન તે ઈલેક્ટ્રોન મેળવશે તેમાં ઈલેક્ટ્રોન હતા અને 1 ઈલેક્ટ્રોન હાઇડ્રોજન પાસેથી મેળવીને ઋણ આયન બનાવે તેથી આપણને Cl- મળે અને તેઓ બંને હજુ પણ જલીય દ્રાવણમાં છે તેઓ બંને જલીય દ્રાવણમાં છે અને તે પાણીમાં ઓગળેલ છે તમે અહી જોઈ શકો આપણે અહી હાઇડ્રોજન આયનની સંખ્યામાં વધારો કરીએ છીએ આ રીતની ધણી પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા હાઇડ્રોજન પ્રોટોન તેની જાતે જ પાણીમાં રહેતા નથી તે પાણીના અનુ સાથે બંધથી જોડાઈને હાઇડ્રોનિયમ બનાવે બીજીરીતે કહીએ તો હાઇડ્રોક્લોરિક એસિડ જે પાણીમાં ઓગળેલ છે + પાણીનો અણુ +H2O જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ અહી તે હાઇડ્રોજન આયનને બદલે પાણીના અણુ સાથે જોડાયેલ છે માટે આપણને અહી H3O મળે H3O જે પાણીનો અણુ છે તે હાઇડ્રોજન આયન મેળવે છે તે પ્રોટોન છે તેમાં ઈલેક્ટ્રોન હોતા નથી તેથી તે ધન આયન ધરાવે છે આપણને અહી જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ મળે +ક્લોરાઈડ આયન અથવા તે ઋણ આયન બનાવે છે જેને nin કહેવાય ક્લોરાઈડ nin અને તે પણ જલીય દ્રાવણમાં મળે અહી HCl માં ક્લોરીન બધા જ ઈલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજને ઈલેક્ટ્રોન લીધા વિના મુક્ત કરે છે માટે હાઇડ્રોજન પ્રોટોન પાણીના પાણીના અણુ વડે સંયોજાઈને હાઇડ્રોનિયમ બનાવે વ્યાખ્યા પ્રમાણે આપણે કહી શકીએ કે તે હાઇડ્રોજન પ્રોટોનની સંખ્યામાં વધારો કરે છે અથવા હાઇડ્રોનિયમ આયનની સંખ્યામાં વધારો કરે હાઇડ્રોનિયમ આયન તેથી આહેર્નીયસની વ્યાખ્યા પ્રમાણે હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ બને હાઇડ્રોક્લોરિક એસિડ HCl એ પ્રબળ એસિડ બનશે હવે આહેર્નીયસની એસિડ બેઇઝની વ્યાખ્યા પ્રમાણે પ્રબળબેઇઝ શુંથાય એ સોડીયમ હાઇડ્રોકસાઈડ થાય સોડીયમ Na અને હાઇડ્રોકસાઈડ ઓક્સિજન હાઇડ્રોજન સાથે બંધથી જોડાયે છે તેને આ પ્રમાણે સમજી શકાય ઓક્સિજન હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે તેમાં ત્રણ ત્રણ જોડ ઈલેક્ટ્રોન છે તે બીજા તત્વ પાસેથી મેળવેલા ઈલેક્ટ્રોન છે માટે તે ઋણ વીજભાર ધરાવે છે અને સોડીયમ આયન જે ઈલેક્ટ્રોન ગુમાવે છે તે ધન વીજભારીત થશે તે અહી ઓક્સિજનને ઈલેક્ટ્રોન આપી ઓક્સિજનને ઋણ અને સોડીયમને ધન બનાવે પછી બંને એક બીજા સાથે આકર્ષાઈને આયનીક બંધ બનાવે આમ સોડીયમ હાઇડ્રોકસાઈડ આયનીક બંધ બનાવે કારણ કે સોડીયમ એ ધન વીજભારીત છે અને હાઇડ્રોકસાઈડ એ ઋણ વીજભારીત છે અને તે જલીય દ્રાવણ છે આપણે સોડીયમ હાઇડ્રોકસાઈડને જલીય દ્રાવણમાં નાખીએ તો ધન વીજભારીત સોડીયમ આયન મળે ધન વીજભારીત સોડીયમ આયન મળે જે જલીય દ્રાવણમાં હશે અને હાઇડ્રોકસાઈડ nin સાથે જોડાયેલા હશે હાઇડ્રોકસાઈડ nin OH- તે હજુ પણ જલીય દ્રાવણમાં છે અહી આ સંયોજન છુટું પડે છે તે ઋણ વીજભારીત છે અને તે પાણીમાં ઓગળે છે માટે સોડીયમ હાઇડ્રોકસાઈડને પાણીમાં નાખતા તે તેની સંદ્રતા માં વધારો કરે આમ આહેર્નીયસની એસિડ બેઇઝ વ્યાખ્યા પ્રમાણે પ્રબળ આહેર્નીયસ બેઇઝ NaOH થશે NaOH એ પ્રબળ બેઇઝ થશે તમે આ જ પ્રમાણે બ્રોન્સ્તદ લોરી એસિડ બેઇઝની વ્યાખ્યા અને લુઇઝ એસિડ બેઇઝની વ્યાખ્યા વિશે વિચારો