If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બ્રોનસ્ટેડ-લૉરી ઍસિડ અને બેઈઝ

ઍસિડ અને બેઇઝની બ્રોનસ્ટેડ-લૉરી વ્યાખ્યામાં, ઍસિડ પ્રોટોન (H⁺) દાતા છે, અને બેઇઝ પ્રોટોન ગ્રાહી છે. જ્યારે બ્રોનસ્ટેડ-લૉરી એસિડ પ્રોટોન ગુમાવે, સંયુગ્મ બેઈઝ બને છે. સમાન રીતે, જ્યારે બ્રોનસ્ટેડ-લૉરી એસિડ પ્રોટોન મેળવે, સંયુગ્મ ઍસિડ બને છે. બ્રોનસ્ટેડ-લૉરી એસિડ (અથવા બેઇઝ) અને તેનો સંયુગ્મ બેઇઝ (અથવા ઍસિડ) ને સંયુગ્મ ઍસિડ-બેઇઝ જોડ કહેવામાં આવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમે રોજીંદા જીવનમાં એસિડ નામ સાભળ્યું હશે આપણે આ વિડીઓમાં એસિડની વ્યવહારિક વ્યાખ્યા જોઈશું સૌથી વધારે ઉપયોગમાં લેવાની એસિડની વ્યાખ્યાને સમજીશું ભવિષ્યના વિડીઓમાં આપણે આના સિવાયની એસિડની બીજી વ્યાખ્યા પણ જોઈશું આપણે બ્રોનસ્ટેડ અને લોરીની એસિડને બેઇઝ માટેની વ્યાખ્યા જોઈએ આ બ્રોનસ્ટેડનું ચિત્ર છે અને આ લોરીનું ચિત્ર છે તેઓએ 1920માં એસિડ અને બેઇઝની વ્યાખ્યા આપી હતી આપણે બ્રોનસ્ટેડ લોરીની એસિડ અને બેઇઝ માટેની વ્યાખ્યાઓ જોઈએ એસિડ એ પ્રોટોન અથવા પ્રોટોન લખવાને બદલે આપણે હાઇડ્રોજન આયન દાતા પણ લખી શકીએ શામાટે પ્રોટોન અને હાઇડ્રોજન આયન સમાન બાબત છે હાઇડ્રોજનના સામાન્ય સમસ્થાનિકના ન્યુક્લીયસમાં પ્રોટોન હોય છે તેમાં ન્યુટ્રોન હોતા નથી જો તે તટસ્થ હોયતો ઈલેક્ટ્રોન તેની આસપાસ ગતિ કરે ઈલેક્ટ્રોન તેની કક્ષાની ફરતે ગતિ કરે પરંતુ જો તે આયાનીકરણની પ્રક્રિયામાં ભાગ લે તો આ ઈલેક્ટ્રોન દુર થાય અને જો આ ઈલેક્ટ્રોન દુર થાય તો ફક્ત પ્રોટોન જ બાકી રહે માટે પ્રોટોન અને H+ આયન એ સમાન બાબત છે તેથી અહી આ એસિડ છે હવે બેઇઝ એટલે શું વ્યાખ્યા પ્રમાણે બેઇઝએ પ્રોટોન અથવા હાઇડ્રોજન આયન મેળવનાર થશે પ્રોટોન અથવા હાઇડ્રોજન આયન મેળવનાર આપણે તેને ઉદાહરણ લઈને સમજીએ એક પ્રબળ એસિડ આપણે જાણીએ છીએ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે જેમાં હાઇડ્રોજન ક્લોરીન સાથે સહસંયોજક બંધ બનાવે છે અને તે વધુ ત્રણ ઈલેક્ટ્રોનની જોડ ધરાવે છે તેની પાસે ઈલેક્ટ્રોનની ત્રણ જોડ હશે આ પ્રમાણે આપણે હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ લઈએ જેને આ પ્રમાણે લખી શકાય તેનો અર્થ એમ થાય કે પાણીમાં ઓગળેલું દ્રાવણ હવે આપણે પાણીનો અણુ લઈએ અહી પાણીનો અણુ લઈએ જે કઈક આ પ્રમાણે આવશે જેમાં ઓક્સિજન બે હાઇડ્રોજન સાથે બંધથી જોડાયેલ છે અને અહી પાણી એ પ્રવાહી અવસ્થામાં છે તો હવે આનું શું થશે આગળ મેં કહ્યું હતું તે પ્રમાણે આ પ્રબળ એસિડ છેતે પ્રોટોનનું દાન કરશે તે વાસ્તવિકમાં હાઇડ્રોજનનું દાન કરે પરંતુ હાઇડ્રોજનમાં ઈલેક્ટ્રોન હોવા જોઈએ નહિ ઈલેક્ટ્રોનની આ બંને જોડ અહી ક્લોરીન સાથે જોડાશે અને આ હાઇડ્રોજન આયન કારણ કે તેમાંથી ઈલેક્ટ્રોન દુર થયું છે તે પાણીના અણુ સાથે જોડાશે સાચા દ્રાવણમાં તેઓ જનતા ન હોય કે શું કરવાનું છે પરંતુ તેઓ એક બીજાની પાસેથી ગતિ કરતા હોય છે અને તેના આધારે તેઓ બંધથી જોડાય છે અહી આ ઈલેક્ટ્રોનની જોડ આ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાશે હવે આપણે અહી તીર દોરીએ કારણ કે આ પ્રક્રિયા જમણી બાજુ થશે આપણને અહી ક્લોરીન ઈલેક્ટ્રોનની ત્રણ જોડ ધરાવતો મળશે જે અહી પહેલા હતું અને હવે તે અહી બે ઈલેક્ટ્રોન પણ ધરાવે એટલે કે તે એક વધુ ઈલેક્ટ્રોન મેળવે છે હવે તે ઋણ વીજભાર ધરાવે અને ક્લોરાઈડ nin બને હવે આપણે આ પાણીના અણુ વિશે વિચારીએ તે કઈક આ રીતે મળશે અહી ઓક્સિજન પરમાણું એ બે હાઇડ્રોજન સાથે જોડાયેલા હશે અને હવે આ ઈલેક્ટ્રોનની જોડ એ આ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે જે કઈક આરીતે આવશે આ પ્રમાણે અને તે આ બંને હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે અને આ બે ઈલેક્ટ્રોન અહી આ પ્રમણે જોવા મળશે આ પાણીનો અણુ એ પ્રોટોન મેળવે છે આ હાઇડ્રોજનમાં ઈલેક્ટ્રોન ન હતા અને જો તે પ્રોટોન મેળવે તો તેધન વિભારિત બને આમ હાઇડ્રોક્લોરિક એસિડને પાણીમાં નાખતા આ પાણીના અણુને પ્રોટોનનું દાન કરે હવે એસિડ અને બેઇઝ શું થશે અહી આ હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડ થશે અને ત્યાર બાદ આ પાણી એ બેઇઝ થશે પાણીએ એસિડ અથવા બેઇઝ બંને રીતે મળી શકે હવે આપણી પ્રક્રિયા જમણી બાજુ થઇ રહી છે અહી ક્લોરાઈડ પ્રોટોન મેળવીને ઋણ આયન બને છે જયારે એસિડ તેના પ્રોટોનને દાન કરે તો અહી તેને HCl નો અનુબધ્ધ બેઇઝ કહેવાય અહી આ HCl નો અનુબધ્ધ બેઇઝ થશે અને તેવી જ રીતે અહી આ અનુબધ્ધ એસિડ થશે તે હાઇડ્રોનિયમ આયન છે અને તે ઈલેક્ટ્રોન વિનાના હાઇડ્રોજનનું દાન કરે છે માટે તે H2O નો પાણીનો અનુબધ્ધ એસિડ થશે આપણે જોઈશું કે પાણી એસિડ અને બેઇઝ બંને રીતે મળી શકે આમ આપણને બ્રોનસ્ટેડ લોરીની એસિડ અને બેઇઝ માટેની વ્યાખ્યા મળી તેને પાણીમાં નાખતા આપણને હાઇડ્રોનિયમ આયન મળે છે અમુક વાર તેને આ રીતે પણ દર્શાવાય છે હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ લેતા આપણને પ્રોટોન અથવા હાઇડ્રોજન આયન જલીય દ્રાવણમાં મળશે + જલીય દ્રાવણમાં ક્લોરાઈડ nin મળે જલીય દ્રાવણમાં ક્લોરાઈડ nin મળે અહી આ ખોટું નથી પરંતુ આપણે આ હાઇડ્રોજન આયન વિશે સમજીએ તે અગત્યનું છે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન આયાનને જલીય દ્રાવણમાં લેતા તે જાતે જોડાશે નહિ તે પાણી સાથે જોડાઈને હાઇડ્રોનિયમ આયન આપે આ આપણને સાહજિક ખ્યાલ મળે આ હાઇડ્રોનિયમ આયન પ્રોટોનના વિરુદ્ધ મળે કારણ કે તે જલીય દ્રાવણમાં છે પાણીના દ્રાવણ માટે પાણીના અણુ સાથે સંયોજાઈને હાઇડ્રોનિયમ બનાવે તેથી મેં અહી આ પ્રમાણે દર્શાવ્યું છે.