If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :9:44

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

પરમાણ્વીય ક્રમાંક ને Z વડે દર્શાવવામાં આવે છે અને તે પરમાણુ ના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ની સંખ્યા ને દર્શાવે છે તમે આવર્ધકોષ્ટક માં પરમાણુ પ્રમાણ શોધી શકો આપણે આ વિડિઓ માં હાઇડ્રોજન વિષે વાત કરીશું અને હાઇડ્રોજન માટે હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક એક છે હાઇડ્રોજન પરમાણુ ના કેન્દ્ર માં એક પ્રોટોન છે તટસ્થ પરમાણુમાં પ્રોટોન ની સંખ્યા એ ઈલેક્ટ્રોન ની સંખ્યા ને સમાન મળે કારણકે તટસ્થ પરમાણુમાં કોઈ વીજભાર હોતો નથી ધન વીજભારિત પ્રોટોન એ ઋણ વીજભારિત ઈલેક્ટ્રોન ને સંતુલિત કરે હવે આપણે હાઇડ્રોજન નો પરમાણુ દોરીએ આપણે જાણીએ છે કે હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક એક છે તેથી તેના પરમાણુ કેન્દ્ર માં એક પ્રોટોન હશે પરમાણુ કેન્દ્ર માં એક પ્રોટોન અને એક ઈલેક્ટ્રોન કારણકે આપણે તટસ્થ પરમાણુ વિષે વાત કરી રહ્યા છે હું એક ઈલેક્ટ્રોન ને આ રીતે પરમાણુ કેન્દ્ર ની બહાર દોરી રહી છું અને બોહર નું મોડલ બનાવ છું વાસ્તવિક માં પરમાણુ આ રીતે દેખાશે નહિ પરંતુ આ રીતે તમે વધારે સારી રીતે સમજી શકો આ હાઇડ્રોજન નો એક સમસ્થાનિક છે અને તેને પ્રોટિયમ કહેવાય છે પ્રોટિયમ સમસ્થાનિક કોઈ એક તત્વ નો પરમાણુ છે જે અહીં હાઇડ્રોજન છે તેના પરમાણુ કેન્દ્ર માં ન્યુટ્રોન ની સંખ્યા જુદી જુદી હોય છે હવે આપણે હાઇડ્રોજન ના બીજા સમસ્થાનિક વીશે વાત કરીએ જેને ડ્યુટેરિયમ કહેવામાં આવે છે ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ એ હાઇડ્રોજન જ છે તેને તેના પરમાણુ માં એક પ્રોટોન હોવો જોઈએ આ પ્રમાણે અને તેની બહાર 1 ઈલેક્ટ્રોન તે આ પ્રમાણે દેખાશે પરંતુ સમસ્થાનિક ની વ્યાખ્યા પરથી કોઈ એક તત્વ ના પરમાણુ માં ન્યુટ્રોન ની સંખ્યા બદલાઈ છે પ્રોટિયમ ના પરમાણુ કેન્દ્ર માં 0 ન્યુટ્રોન હતા ડ્યુટેરિયમ માં એક ન્યુટ્રોન છે આપણે ડ્યુટેરિયમ ના એક ન્યુટ્રોન ને દોરીએ અને ન્યુટ્રોન માટે બ્લુ કલર નો ઉપયોગ કરીશું ડ્યુટેરિયમ માં એક ન્યુટ્રોન છે અને ડ્યુટેરિયમ નું દળ પ્રોટિયમ ના દળ કરતા વધારે છે તેથી સંસ્થાનીકો ના દળ જુદા જુદા હોય છે કારણકે તેમાં ન્યુટ્રોન ની સંખ્યા જુદી જુદી હોય છે તેમાં પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન ની સંખ્યા સમાન છે પરમાણુ કેન્દ્ર માં એક ન્યુટ્રોન છે અને તે અગત્યનું છે કારણકે જો તમે પ્રોટોનની સંખ્યા બદલો તો તમે તત્વને બદલો છો પરંતુ આપણે અહીં તેના વિષે ચર્ચા નથી કરી રહ્યા આપણે કોઈ એક તત્વ ના પરમાણુ વિષે વાત કરી રહ્યા છે ડ્યુટેરિયમ હજુ પણ હાઇડ્રોજન જ છે અને તે સમસ્થાનિક છે અને પછી છેલ્લે સમસ્થાનિક ટ્રિટિયમ છે ટ્રિટિયમ ટ્રિટિયમ ના પરમાણુ કેન્દ્ર માં એક પ્રોટોન હશે અને બહાર એક ઈલેક્ટ્રોન તે કંઈક આ રીતે દેખાશે અહીં તે ન્યુટ્રોન ની સંખ્યા ને આધારે જુદો પડશે ટ્રિટિયમ માં બે ન્યુટ્રોન છે હવે તેના ન્યુક્લિયસ માં બે ન્યુટ્રોન દોરીએ જે કંઈક આ પ્રમાણે આવશે તે હાઇડ્રોજન નો સમસ્થાનિક છે આપણે જુદા જુદા સમસ્થાનિક ને કઈ રીતે જુદા પાડી શકીએ આપણે સમસ્થાનિક ને દર્શાવવા માટે નિશાની નો ઉપયોગ કરીએ અહીં પ્રોટિયમ માટે તત્વ એટલે કે હાઇડ્રોજન નો h અને તેની નીચે પરમાણુ ક્રમાંક લખીએ અહીં સબસ્ક્રીપટ માં પરમાણુ ક્રમાંક લખીએ જે એક થશે કારણકે ન્યુક્લિયસ માં એક પ્રોટોન છે અને પછી સુપરસ્ક્રીપટ માં દર ક્રમાંક લખીએ હવે આપણે દળ ક્રમાંક જોઈએ દળ ક્રમાંક એ ન્યુક્લિયસ માં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ની સંયુક્ત સંખ્યા છે અને તેને a વડે દર્શાવી શકાય માટે A એ દળ ક્રમાંક છે અને તેના બરાબર પ્રોટોન ની સંખ્યા જેને Z વડે દર્શાવવા માં આવે છે વત્તા ન્યુટ્રોન ની સંખ્યા તેથી A = Z + ન હવે પ્રોટિયમ માટે જોઈએ તેના ન્યુક્લિયસ માં એક પ્રોટોન છે અને 0 ન્યુટ્રોન છે તેથી 1 + 0 = 1 થશે આપણે અહીં દળ ક્રમાંક માટે લાલ કલર નો ઉપયોગ કરીએ અહીં એક લખીએ અને તેવી જ રીતે પરમાણુ ક્રમાંક માટે જુદા કલરનો ઉપયોગ કરીએ આ રીતે અહીં સબસ્ક્રીપટ માં Z છે પરમાણુ ક્રમાંક અને સુપરસ્ક્રીપટ માં A દળ ક્રમાંક આ નિશાની દ્વારા પ્રોટિયમ સમસ્થાનિક ને દર્શાવી શકાય હવે ડ્યુટેરિયમ માટે જોઈએ તે હાઇડ્રોજન હોવા થી અહીં h મૂકીએ અહીં ન્યુક્લિયસ માં એક પ્રોટોન છે તેથી આપણે પરમાણુ ક્રમાંક એક લખીએ અને સુપરસ્ક્રીપટ માં દળ ક્રમાંક લખીએ તે પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા છે અહીં ન્યુક્લિયસ માં જોઈએ તો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે તેથી 1 + 1 = 2 થાય આપણે અહીં સુપરસ્ક્રીપટ માં 2 મૂકીએ અને પછી ટ્રિટિયમ માટે જોઈએ તે હજુ પણ હાઇડ્રોજન જ છે અહીં ન્યુક્લિયસ માં એક પ્રોટોન છે પરમાણુ ક્રમાંક એક થશે તેથી આપણે અહીં એક લખીએ અને પછી પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા નો સરવાળો કરીએ તો તે 3 થશે 1 પ્રોટોન વત્તા 2 ન્યુટ્રોન તેના બરાબર 3 થાય આ ટ્રિટિયમ ની નિશાની છે આ દરેક હાઇડ્રોજન ના સમસ્થાનિક છે અને આ નિશાનીઓ વડે તેમને જુદા પાડી શકાય હવે આપણે અમુક ઉદાહરણ લઈને સમજીએ અહીં કાર્બન લઈએ તેના સબસ્ક્રીપટ માં 6 અને સુપરસ્ક્રીપટ માં 12 મૂકીએ હવે તેની પાસે પ્રોટોન, ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોન કેટલા છે સૌપ્રથમ આપણે પ્રોટોન વિષે વિચારીએ આપણે જાણીએ છે કે સબસ્ક્રીપટ માં પરમાણુ ક્રમાંક લખાઈ અને પરમાણુ ક્રમાંક બરાબર પ્રોટોન ની સંખ્યા તેથી કાર્બન પરમાણુ માં 6 પ્રોટોન છે તેથી અહીં 6 પ્રોટોન જો આ કાર્બન નો તટસ્થ પરમાણુ હોય તો પ્રોટોન ની સંખ્યા બરાબર ઈલેક્ટ્રોન ની સંખ્યા મળે જો ત્યાં 6 પ્રોટોન હોય તો ઈલેક્ટ્રોન ની સંખ્યા પણ 6 થાય તેથી 6 ઈલેક્ટ્રોન હવે આપણે ન્યુટ્રોન કઈ રીતે શોધી શકીએ આપણે જે સૂત્ર જોયું તે લખીએ દળ ક્રમાંક બરાબર પરમાણુ ક્રમાંક વત્તા ન્યુટ્રોનની સંખ્યા અહીં દળ ક્રમાંક 12 છે તેના બરાબર 6 વત્તા ન્યુટ્રોન ની સંખ્યા તેથી ન્યુટ્રોન ની સંખ્યા બરાબર 12 ઓછા 6 તેથી 6 ન્યુટ્રોન મળે આપણને અહીં 6 ન્યુટ્રોન મળે દળ ક્રમાંક માંથી પરમાણુ ક્રમાંક ને બાદ કરવામાં આવે તો તમને પરમાણુ માં રહેલા ન્યુટ્રોન ની સંખ્યા મળે વધુ એક લઈને સમજીએ અહીં આ કાર્બન છે સુપરસ્ક્રીપટ માં 13 લખીએ અને જો આપણે તેનો સમસ્થાનિક લઈએ તો પરમાણુ ક્રમાંક સમાન મળે તમે પરમાણુ ક્રમાંક બદલો તો તમે તત્વ ને બદલો છો તેથી આ પરમાણુ ના ન્યુક્લિયસ માં 6 પ્રોટોન છે 6 પ્રોટોન અને જો આ તટસ્થ પરમાણુ હોય તો ઈલેક્ટ્રોન ની સંખ્યા પણ સમાન જ થશે તેથી 6 ઈલેક્ટ્રોન અને અંતે ન્યુટ્રોન કેટલા હશે દળ ક્રમાંક માંથી પરમાણુ ક્રમાંક ને બાદ કરીએ એટલે કે આપણે 13 માંથી 13 ને બાદ કરીએ 13 - 6 = 7 માટે અહીં પરમાણુ માં 7 ન્યુટ્રોન છે હવે જો આપણે આ સમસ્થાનિક ને બીજી રીતે દર્શાવવું હોઈ તો તે કંઈક આ પ્રમાણે થશે તત્વ નું નામ જે અહીં કાર્બન છે -(હાયફન) દળ ક્રમાંક જે અહીં 13 છે આમ કાર્બન 13 અને તેને હાયફન (-) નોટેશન આ રીતે હાયફન નોટેશન તરીકે ઓળખવામાં આવે છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ યુરેનિયમ લઈએ યુરેનિયમ નો પરમાણુ ક્રમાંક 92 છે અને આ સમસ્થાનિક નો દળ ક્રમાંક 235 છે 235 યુરેનિયમ ના પરમાણુ માં પ્રોટોન, ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોન કેટલા હશે ફરી એક વાર પ્રોટોન માટે પરમાણુ ક્રમાંક 92 છે તેથી તેમાં 92 પ્રોટોન હશે તટસ્થ પરમાણુ માં ઈલેક્ટ્રોન ની સંખ્યા એ પ્રોટોન ની સંખ્યાને સમાન થાય તેથી ત્યાં બનું ઈલેક્ટ્રોન હશે અને અંતે ન્યુટ્રોનની સંખ્યા ને શોધીએ આપણે દળ ક્રમાંક માંથી પરમાણુ ક્રમાંક ને બાદ કરીએ તેથી 235 - 92 કરીએ તો આપણને 143 મળે માટે અહીં 143 ન્યુટ્રોન છે