If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોયડો: પરમાણ્વીય વજનની ગણતરી

પરમાણ્વીય દળ પરથી પરમાણ્વીય વજન અને કાર્બનના સમસ્થાનિકની ટકાવારીની ગણતરી કઈ રીતે કરી શકાય. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે જાણીએ છીએ કે કાર્બન 12 એ પૃથ્વી પરનો સૌથી સામાન્ય સમસ્થાનિક છે પૃથ્વીપર 98.89% કાર્બન એ કાર્બન 12 છે તથા આપણે એ પણ જાણીએ છીએ કે તેનું પરમાણ્વીય દળ 12 amu એટલે કે એટોમિક માસ યુનિટ છે પૃથ્વી પર ફક્ત આજ કાર્બનનો સમસ્થાનિક નથી ઘણા બધા સમસ્થાનિકો પૃથ્વી પર આવેલા છે ત્યારબાદ સૌથી વધુ પ્રચલિત સમસ્થાનિક કાર્બન 13 છે પૃથ્વી પરના કુલ કાર્બનમાં કાર્બન 13 નું પ્રમાણ 1.11% છે અને પ્રયોગ દ્વારા તેનું પરમાણ્વીય દળ શોધવામાં આવ્યું જે 13.0034 amu છે અહી આ બંને સંખ્યા એ પરમાણ્વીય દળ એટલે કે એટોમિક માસ દર્શાવે છે આ વિડીઓ માં જો આપણને આવર્ત કોષ્ટક આપવામાં આવે તો પરમાણ્વીય વજન કઈ રીતે શોધાય તે શીખીશું અહી આ એ પરમાણ્વીય વજન છે પરમાણ્વીય વજન એટોમિક વેટ અને આ કઈ રીતે આવ્યું પરમાણ્વીય દળ અને પરમાણ્વીય વજનના વીડિઓમાં આપણે જોયું હતું કે એકજ તત્વના જુદા જુદા સમસ્થાનિક ના પરમાણ્વીય દળ ની શરેરાશ એ આ પરમાણ્વીય વજન દર્શાવે છે આશરે 12.01 એ આ બંનેના દળનું શરેરાશ છે અને તે આપણે બંને કઈ રીતે સામાન્ય છે તે પરથી નક્કી કર્યું હતું હવે આપણે 98.89% ગુણ્યા 12 કરીશું આપણે આ ટકાને દશાંશ સ્વરૂપે લખી શકીએ 0.9889 ગુણ્યા 12 + હવે આપણે આ બંને નો ગુણાકાર કરીએ 0.0111 ગુણાય 13.0034 હવે આના બરાબર શું થાય તેના માટે આપને કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ અહી આપને ગણતરી કરીએ (0.9889 ગુણ્યા 12) કૌંસ ને પૂરો કરીએ + ફરીથી કૌંસ માં (0.0111 ગુણ્યા 13.0034 ) કોંસ ને પૂર્ણ કરીએ અને આ બંને નો સરવાળો કરીએ તો આપણને આ જવાબ મળે બે દશાંશ સ્થળ શુધી જવાબ લખીશું તો તે આશરે કઈંક આ પ્રમાણે થશે તેના બરાબર આશરે 12.01 આમ પરમાણ્વીય દળની શરેરાશ આ મળે છે હવે વિચારો કે કાર્બન 12 અને કાર્બન ૧૩ વચ્ચે શું તફાવત છે કાર્બન 12 જે અહીં છે તેમાં 6 પ્રોટોન આવેલા હોય છે કાર્બનના આ બંને સમસ્થાનિકોમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ આ બંને વચ્ચે નો તફાવત એ છે કે તેમાં ન્યુટ્રોન ની સંખ્યા જુદી જુદી હોય છે આમાં 6 ન્યુટ્રોન આવેલા હોય છે જયારે અહીં 1 ન્યુટ્રોન વધુ એટલે કે 7 ન્યુટ્રોન આવેલા હોય છે જો તમે બંને ના પરમાણ્વીય દળ જુઓ તો તમને જણાશે કે અહીં આના કરતા આનું પરમાણ્વીય દળ 1.0034 જેટલું વધારે છે આના ઉપરથી તમે કહી શકો કે જો આપણે એક ન્યુટ્રોન ને ઉમેરીએ વત્તા 1 ન્યુટ્રોન એટલે કે જો આપણે 1 ન્યુટ્રોન ને ઉમેરીએ તો આશરે તેનું પરમાણ્વીય દળ આટલા એકમ અથવા તો આટલા amu જેટલું થશે ચોક્કસ પરમાણ્વીય દળ જેટલું નહિ પરંતુ તે આશરે 1 પરમાણ્વીય દળ એકમ અથવા આટલા amu જેટલું થશે અને આજ બાબત પ્રોટોન માટે પણ લાગુ પડી શકાય હવે તમને સમજાયું હશે કે પરમાણ્વીય દળ કે જે દળ અને પરમાણ્વીય વજન જે પૃથ્વી પરના તે તત્વના સમસ્થાનિકોનુ છે તેની સરેરાશ લેવાથી મળે છે અને પછી ગણતરી પરથી તમે ન્યુટ્રોનનું આશરે દળ શોધી શકો.