If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બહુસંયોજક આયન સાથે આયનીય સંયોજનનું નામ આપવું

કોબાલ્ટ (III) સલ્ફાઇડનું ઉદાહરણ આપીને, બહુસંયોજક આયન ધરાવતા આયનીય સંયોજનનું નામ આપવું.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી આપણી પાસે આયનીક સંયોજન નું સૂત્ર છે આ વીડિઓ માં આપણે એ બાબત ને શું કહેવાય તે સમજીએ આપણે જાણીએ છીએ કે તેમાં કોબાલ્ટ અને સલ્ફર નું સમાવેશ થાય છે પરંતુ તેનું નામ કરણ કઈ રીતે થશે પરંપરાગત પદ્ધતિ અનુસાર કેટાયન ને પ્રથમ લખવામાં આવે છે હવે અહી આવર્ત કોષ્ટક માં કોબાલ્ટ એ d વિભાગમાં આવેલું તત્વ છે d વિભાગના તત્વો અટપટા હોય છે કારણ કે તેનું આયનીકરણ કઈ રીતે થાય તે આપણે ખરેખર જાણતા નથી આમ આ કેટાયાન છે માટે આ ધન આયન થશે પરંતુ આપણે કોબાલ્ટ તત્વ પર કેટલું વીજભાર છે તે જાણતા નથી હવે આપણે nin ને સમજીએ એટલે કે સલ્ફર વિશે વિચારીએ અને nin તરીકે સલ્ફાઈડ થશે આપણે તેની નીચે લીટી કરીએ આવર્ત કોષ્ટક માં સલ્ફર અહી છે અને તે આ સમુહમાં આવેલું તત્વ છે આ સમૂહના તત્વો બે ઈલેક્ટ્રોન મેળવવાની વૃદ્ધિ ધરાવે છે અને આમ કરવા થી અષ્ટક પૂર્ણ થાય છે ઉદાહરણ તરીકે ઓક્સિજન તે બે ઈલેક્ટ્રોન મેળવે છે આમ સલ્ફાઈડ nin કઈક આમ જ દેખાશે સલ્ફર અને જયારે તેનું આયાનીકરણ થશે તેનાપર -2 જેટલો વીજભાર લાગશે જેમ કે ઓક્સિજન અથવા આ સમુહમાં આવતા દરેક તત્વો તેઓ 1 અને 2 ઈલેક્ટ્રોન મેળવે છે અને પછી તેની બાહ્ય કક્ષા નિષ્ક્રિય વાયુઓ જેવી થઇ જાય છે જેમ કે આર્ગોન એટલે કે તેની બાહ્ય કક્ષામાં 8 ઈલેક્ટ્રોન હોય છે અને આ ઉપરથી આપને જાણી શકીએ કે કોબાલ્ટ પર કેટલો વીજભાર હશે કારણ કે અહી આપણી પાસે 3 સલ્ફાઈડ છે અને દરેક સલ્ફાઈડ એ -2 વીજભાર ધરાવે છે અને એવા કુલ ૩ સલ્ફાઈડ છે આમ અહી તેનું કુલ વીજભાર -6 થશે હવે જુઓ કે આપણી પાસે 2 કોબાલ્ટ છે આપણી પાસે અહી 2 કોબાલ્ટ છે હવે આપણે આ -6 વીજભાર ને કોબાલ્ટ માટે સંતુલિત કરવાનું છે અને તેનું કુલ વીજભાર +6 થવું જોઈએ એટલે કે દરેક પાસે +3 જેટલો વીજભાર હોવો જોઈએ જો દરેક પાસે +3 જેટલો વીજભાર હશે તો તે બંનેના થઈને કુલ વીજભાર +6 થશે આમ અહીનું કુલ વીજભાર એ +6 થશે આમ કોબાલ્ટ બાજુ +6 અને સલ્ફર બાજુ -6 વીજભાર થશે હવે આપણે તેના ઉપરથી નામ આપી શકીએ આપણે આ સંયોજનને કોબાલ્ટ 3 તેનું નામ અહી લખીશું કોબાલ્ટ અને 3 ને રોમન પદ્ધતિ અનુસાર લખીએ કોબાલ્ટ 3 સલ્ફાઈડ કોબાલ્ટ 3 સલ્ફાઈડ તમે કહેશો કે આ રીતે કેટાયન વીજભાર અહી લખવામાં આવતું નથી આપણે અહી 3 એટલા માટે લખ્યું છે કારણ કે કોબાલ્ટ ઘણા બધા વીજભાર ધરાવે છે માટે તેને બહુપરમાણ્વીય આયન તરીકે ઓળખવામાં આવે છે જો કોઈ તત્વ પ્રથમ સમુહમાં હોય તો તેના પર ધન 1 વીજભાર લાગે છે તેજ પ્રમાણે જો કોઈ દ્વિતીય સમૂહમાં હોય તો તેના પર ધન 2 વીજભાર લાગે છે જો તેઓ હેલાઈડ સમૂહના તત્વ હોય તો તેના પર ઋણ 1 વીજભાર લાગે છે પરંતુ અહી d વિભાગના તત્વો ઘણી બધી રીતે આયનીકરણ પામે છે માટે આપણે તેના પર કેટલો વીજભાર લાગે છે તે શોધવું પડે છે અને આપણે અહી તેનું નામ લખ્યું કોબાલ્ટ 3 સલ્ફાઈડ તમને બીજા આયનીક સંયોજનોમાં બીજા વધુ કોબાલ્ટના આયન મળી શકે છે તમે તેને કોઈ પણ રીતે વિચારી શકો છો જો કોબાલ્ટ પાસે ધન 3 વીજભાર હોય તો તમે આ સંયોજનના નામ પરથી તેનું અણુસૂત્ર લખી શકો તથા અણુસૂત્ર પરથી તેનું નામ પણ લખી શકો.