મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 17
Lesson 3: આર્હેનિયસ સમીકરણ અને પ્રક્રિયા ક્રિયાવિધિઉદ્દીપકના પ્રકાર
ઉદ્દીપક શું છે? ઉત્સેચક, ઍસિડ-બેઈઝ ઉદ્દીપક, અને વિષમાંગ (અથવા સપાટીય) ઉદ્દીપનના ઉદાહરણનો સમાવેશ.
મુખ્ય બાબતો
- ઉદ્દીપક એવો પદાર્થ છે જે પ્રક્રિયામાં ભાગ લીધા વિના પ્રક્રિયાનો વેગ વધારવા ઉમેરવામાં આવે છે.
- ઉદ્દીપક સામાન્ય રીતે સક્રિયકરણ ઊર્જા ઘટાડીને અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ બદલીને પ્રક્રિયાની ઝડપ વધારે છે.
- ઉત્સેચકો પ્રોટીન છે જે જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે કામ કરે છે.
- ઉદ્દીપકના સામાન્ય પ્રકારમાં ઉત્સેચકો, ઍસિડ-બેઈઝ ઉદ્દીપક, અને વિષમાંગ (અથવા પૃષ્ઠ) ઉદ્દીપકનો સમાવેશ થાય છે.
પરિચય: પ્રયોગ વડે રાસાયણિક ગતિકી
તમારું મગજ ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ચાલે છે. ગ્લુકોઝનું ઓક્સિડેશન નીચેની સંતુલિત રાસાયણિક પ્રક્રિયા વડે દર્શાવી શકાય:
આ પ્રક્રિયા વગર, રસાયણવિજ્ઞાનનો અભ્યાસ ઘણો અઘરો છે. સદનસીબે, ઓક્સિડેશન પ્રક્રિયા 25, degrees, start text, C, end text આગળ ઉષ્મીય રીતે થાય છે કારણકે delta, start text, G, end text, degrees, is less than, 0.
આપણે શા માટે પ્રયત્ન ન કરીએ? કોઈ ખોરાક શોધો જે સારો અને ગળ્યો હોય. કેટલોક ઓક્સિજન વાયુ ઉમેરો (દા.ત. તેને હવામાં ખુલ્લો રાખો). શું થાય છે?
શું તમે મુક્ત થતી ઉષ્મા ઊર્જા નોંધી? પાણીનું નિર્માણ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના વિસ્ફોટ?
સંભાવનાઓ છે, સૂકી દરાખ થોડું વધારે સુકાવા કરતા બીજું કાંઈ કરતી નથી. તેમછતાં, ગ્લુકોઝનું ઓક્સિડેશન એ તરફેણ કરતી પ્રક્રિયા છે, એવું કહી શકાય કે પ્રક્રિયાનો વેગ ઘણો જ ધીમો છે.
પ્રક્રિયાનો વેગ નીચેના પરિબળ પર આધાર રાખે છે:
- સક્રિયકરણ ઊર્જા
- તાપમાન: જો તમે સૂકી દરાખને ઊંચા તાપમાને ગરમ કરો, તો તે કદાચ આગ પકડશે અને ઓક્સિડેશન પામે
આ બંને પરિબળ નજીકથી સંબંધ ધરાવે છે: પ્રક્રિયાનું તાપમાન વધારતા પ્રક્રિયક અણુઓની ગતિઊર્જા વધે છે. આ એ સંભાવના વધારે છે કે તેઓ પાસે સક્રિયકરણ અવરોધને દૂર કરવા માટે પૂરતી ઊર્જા હશે.
તમારું શરીર ગ્લુકોઝના ઓક્સિડેશન માટે આ પ્રશ્ન કઈ રીતે ઉકેલે છે? તમારા શરીરનું તાપમાન 25, degrees, start text, C, end text કરતા વધુ હોતું નથી, તેથી આ પ્રક્રિયા તમારા શરીરમાં સતત કઈ રીતે થાય છે?
જૈવિક તંત્ર ઓક્સિડેશન પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપક નો ઉપયોગ કરે છે જેથી તે નીચા તાપમાને ઝડપી વેગથી થઈ શકે. આ આર્ટિકલમાં, આપણે ઉદ્દીપક શું છે, અને જુદા જુદા પ્રકારના ઉદ્દીપક વિશે વાત કરીશું.
ઉદ્દીપક શું છે?
ઉદ્દીપક એવો પદાર્થ છે જે પ્રક્રિયામાં ભાગ લીધા વિના પ્રક્રિયાનો વેગ વધારવા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે તે નીચેના વડે કામ કરે છે
- સંક્રાંતિ અવસ્થાની ઊર્જા ઘટાડે છે, આમ સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે, અને/અથવા
- પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલે છે. આ સંક્રાંતિ અવસ્થાની પ્રકૃતિ (અને ઊર્જા) પણ બદલે છે.
ઉદ્દીપક બધી જ જગ્યાએ છે! ઘણી જૈવરાસાયણિક પ્રક્રિયાઓ, જેવી કે ગ્લુકોઝનું ઓક્સિડેશન, ઉત્સેચકો પર ઘણું આધાર રાખે છે, જે ઉદ્દીપક તરીકે વર્તતા પ્રોટીન છે.
ઉદ્દીપકના સામાન્ય પ્રકારમાં ઍસિડ-બેઈઝ ઉદ્દીપક, અને વિષમાંગ (અથવા પૃષ્ઠ) ઉદ્દીપકનો સમાવેશ થાય છે.
ઉદાહરણ: કાર્બનિક એનહાઈડ્રેઝ
ઉત્સેચક કાર્બનિક એનહાઈડ્રેઝ કાર્બોનિક ઍસિડ બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ left parenthesis, start text, C, O, end text, start subscript, 2, end subscript, right parenthesis અને પાણી left parenthesis, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, right parenthesis ની પ્રતિવર્તી પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે. જ્યારે શરીરમાં
start text, C, O, end text, start subscript, 2, end subscript ની સાંદ્રતા ઘણી વધારે હોય, ત્યારે કાર્બનિક એનહાઈડ્રેઝ નીચેની પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે:
રુધિર અને પેશીઓમાં કાર્બોનિક ઍસિડની સાંદ્રતાનું નિયમન કરીને, ઉત્સેચક શરીરમાં start text, p, H, end text ને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
કાર્બનિક એનહાઈડ્રેઝ ખુબ જ ઝડપી ઉત્સેચક તરીકે જાણીતું છે, જેનો પ્રક્રિયા વેગ 10, start superscript, 4, end superscript અને 10, start superscript, 6, end superscript પ્રક્રિયા પ્રતિ સેકન્ડની વચ્ચે છે. આ ઉદ્દીપ્ત ન કરાયેલી પ્રક્રિયાની સરખામણીમાં વધુ સુંદર છે, જેની પાસે વેગ ~0, point, 2 પ્રક્રિયા પ્રતિ સેકન્ડ છે. આ વેગમાં ~10, start superscript, 5, end superscript, minus, 10, start superscript, 7, end superscript નો વધારો છે.
નીચેની આકૃતિ કાર્બોનિક ઍસિડ બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા માટે ઉર્જા આકૃતિ બતાવે છે. ઉદ્દીપક સાથેની પ્રક્રિયા ભૂરી રેખા વડે બતાવી છે, ઉદ્દીપ્ત ન થયેલી પ્રક્રિયા લાલ રેખા વડે દર્શાવેલી છે.
ઉદ્દીપક પ્રક્રિયા માટે સંક્રાંતિ અવસ્થાની ઊર્જા ઘટાડે છે. સંક્રાંતિ અવસ્થા ઊર્જા અને પ્રક્રિયક ઊર્જા વચ્ચેનો તફાવત સક્રિયકરણ ઊર્જા છે, તેથી સંક્રાંતિ અવસ્થા ઊર્જા ઘટાડતા સક્રિયકરણ ઊર્જા ઓછી થાય છે.
નોંધો કે પ્રક્રિયક અને નિપજની ઊર્જાઓ ઉદ્દીપ્ત અને ઉદ્દીપ્ત ન થયેલી પ્રક્રિયાઓ માટે સમાન છે. તેથી, પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી એકંદર ઊર્જા, delta, start text, H, end text, start subscript, start text, r, x, n, end text, end subscript, જયારે તમે ઉત્સેચક્ને ઉમેરો ત્યારે બદલાતી નથી. આ ખુબ જ મહત્વની બાબત દર્શાવે છે: પ્રક્રિયાની રાસાયણિક ગતિકી, દા.ત, પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાના ઉષ્માગતિશાસ્ત્ર સાથે સીધા સંબંધિત નથી.
ઍસિડ-બેઇઝ ઉદ્દીપક
ઍસિડ ઉદ્દીપનમાં, ઉદ્દીપક સામાન્ય રીતે start text, H, end text, start superscript, plus, end superscript આયન છે. બેઈઝ ઉદ્દીપનમાં, ઉદ્દીપક સામાન્ય રીતે start text, O, H, end text, start superscript, minus, end superscript આયન છે.
પ્રક્રિયાનું ઉદાહરણ જે ઍસિડ વડે ઉદ્દીપ્ત થાય છે એ સુક્રોઝનું જળવિભાજન છે, જેને ખાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુક્રોઝ એ બે સરળ શર્કરા (અથવા મોનોસેક્કેરાઇડ્સ), ગ્લુકોઝ અને ફ્રૂકટોઝનું સંયોજન છે. ઍસિડ અથવા સુક્રેઝ જેવા ઉત્સેચકના ઉમેરા સાથે, સુક્રોઝનું નીચેની પ્રક્રિયાઓની શ્રેણી વડે ગ્લુકોઝ અને ફ્રૂકટોઝમાં વિભાજન કરી શકાય.
પ્રથમ તબક્કામાં, સુક્રોઝ પ્રોટોન ધરાવતો સુક્રોઝ બનાવવા માટે start text, H, end text, start superscript, plus, end superscript સાથે (લાલમાં) પ્રક્રિયા કરે છે. પ્રોટોન ધરાવતો સુક્રોઝ start text, H, end text, start superscript, plus, end superscript આપવા માટે પાણી (ભૂરામાં) સાથે પ્રક્રિયા કરે છે, ગ્લુકોઝનો એક અણુ અને ફ્રુક્ટોઝનો એક અણુ એકંદર પ્રક્રિયાને નીચે મુજબ લખી શકાય:
start text, H, end text, start superscript, plus, end superscript પ્રક્રિયક અને નીપજ બંને બાજુએ એકસમાન જથ્થામાં દેખાય છે, તેથી તેનો ઉપયોગ પ્રક્રિયા દરમિયાન થતો નથી. તેથી, ઉદ્દીપક એકંદર પ્રક્રિયાની પ્રક્રિયક અને નીપજ બાજુએ દેખાતો નથી.
વિષમાંગ અને પૃષ્ઠ ઉદ્દીપક
વિષમાંગ ઉદ્દીપક એવા ઉદ્દીપક છે જે પ્રક્રિયક કરતા જુદી અવસ્થામાં હોય છે. ઉદાહરણ તરીકે, ઉદ્દીપક ઘન અવસ્થામાં હોઈ શકે જ્યારે પ્રક્રિયક પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોઈ શકે.
વિષમાંગ ઉદ્દીપકનું એક ઉદાહરણ ગેસોલીન અથવા ડીઝલ-કારમાં ઉદ્દીપક કન્વર્ટર છે. ઉદ્દીપક કન્વર્ટરમાં સંક્રાંતિ ધાતુ ઉદ્દીપકને ઘન અવસ્થાના આધાર પર મૂકવામાં આવે છે. ઘન-અવસ્થાનો ઉદ્દીપક કારમાંથી નીકળતા વાયુ સાથે સંપર્કમાં આવે છે, બહાર નીકળતા ધુમાડામાં પ્રદૂષકોમાંથી ઓછી ઝેરી નીપજ બનાવવા માટે પ્રક્રિયાનો વેગ વધારે છે જેમ કે કાર્બન મોનોક્સાઈડ અને ન બળેલું બળતણ.
ઉદ્દીપક કન્વર્ટર એ પૃષ્ઠ ઉદ્દીપક નું પણ ઉદાહરણ છે, જ્યાં પ્રક્રિયક અણુઓ નીપજ બનાવવા ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે એ પહેલા તેનું પૃષ્ઠ ઘનમાં શોષણ થાય છે. પૃષ્ઠ-ઉદ્દીપ્ત પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકો સાથે સંપર્કમાં રહેલા ઉદ્દીપકના સપાટીના ક્ષેત્રફળ સાથે વધે છે. તેથી, ઉદ્દીપક કન્વર્ટરની અંદર ઘન આધાર પાસે સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે, તેથી તે છિદ્રાળુ મધપૂડા જેવું દેખાય છે.
વિષમાંગ અને પૃષ્ઠ ઉદ્દીપકનું બીજું ઉદાહરણ પ્લાસ્ટિક (અથવા પોલિમર) બનાવવા માટે થતી પ્રક્રિયા છે જેમ કે પોલીઇથિલિન આ ઉદ્દીપકોને ઝિગ્લર-નાટ્ટા ઉદ્દીપક કહેવામાં આવે છે, અને પ્લાસ્ટિકની થેલીથી દહીંના કપ બધું જ બનાવવા માટે તેમનો ઉપયોગ થાય છે. સંક્રાંતિ ધાતુ ઉદ્દીપક વાયુ અથવા દ્રાવણ અવસ્થામાં શરૂઆતના પદાર્થ (મોનોમર) સાથે પ્રક્રિયા કરે એ પહેલા આધાર પર જોડાય છે.
પ્રક્રિયકો વાયુ અવસ્થામાં છે, તેમછતાં નીપજ પોલિમર ઘન હોઈ શકે. આ પ્રક્રિયાને પોપકોર્ન બનાવવાને સમાન જ જોઈ શકાય: ન ફૂટેલા મકાઈના દાણા ઘન આધાર પર ઉદ્દીપક જેવા છે. વાયુમય મોનોમર ઘન નીપજ પોલિમરનું સ્તર બનાવવા માટે પ્રક્રિયા કરે છે જે ઉદ્દીપકની સપાટી પર બંધાય છે, જે પોલિમર "પોપકોર્ન" બને છે. રસાયણવિજ્ઞાનminusતે જાદુ જેવું છે!
સારાંશ
- ઉદ્દીપક એવો પદાર્થ છે જે પ્રક્રિયામાં ભાગ લીધા વિના પ્રક્રિયાનો વેગ વધારવા ઉમેરવામાં આવે છે.
- ઉદ્દીપક સામાન્ય રીતે સક્રિયકરણ ઊર્જા ઘટાડીને અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ બદલીને પ્રક્રિયાની ઝડપ વધારે છે.
- ઉત્સેચકો પ્રોટીન છે જે જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે કામ કરે છે.
- ઉદ્દીપકના સામાન્ય પ્રકારમાં ઉત્સેચકો, ઍસિડ-બેઈઝ ઉદ્દીપક, અને વિષમાંગ (અથવા પૃષ્ઠ) ઉદ્દીપકનો સમાવેશ થાય છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.