If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અથડામણ સિદ્ધાંત

અથડામણ સિદ્ધાંત જણાવે છે કે અણુઓ પ્રક્રિયા કરવા માટે અથડાવા જ જોઈએ. મોટા ભાગની પ્રક્રિયાઓ માટે, અથડામણનો થોડો જ ભાગ પ્રક્રિયા ઉત્પન્ન કરે છે. અથડામણને સફળ બનાવવા માટે, પ્રક્રિયક અણુઓ સક્રિયકરણ ઊર્જાને દૂર કરવા પૂરતી ઊર્જા સાથે અને નીપજમાં કોઈ પણ નવા બંધ બનાવવા યોગ્ય દિકવિન્યાસમાં અથડાવા જ જોઈએ. Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સંઘાત સિદ્ધાંત વિશે વિચારવા આપણે આ પ્રક્રિયા પર ધ્યાન આપીએ અહીં આપણી પાસે પરમાણુ A છે જે દ્વીપરમાણ્વીય અણુ B C સાથે પ્રક્રિયા કરીને બીજો દ્વીપરમાણ્વીય અણુ A B અને C નીપજ તરીકે આપે છેસંઘાત સિદ્ધાંત પ્રમાણે અણુઓ એક બીજા સાથે સંઘાત પામતા હોવા જોઈએ સંઘાત સિદ્ધાર્થ પ્રમાણે અણુઓ આંતર ક્રિયા કરવા સંઘાત પામતા હોવા જોઈએ તેથી અહીં આ ઉદામાં પ્રકિયા થવા માટે પરમાણુ એ અણુ B C સાથે સંઘાત પામતો હોવો જોઈએ ત્યાર બાદ અસરકારક સંઘાત માટે તેની પાસે અવકાશમાં યોગ્ય દિકવિન્યાસ હોવો જોઈએ ધારો કે આ પ્રક્રિયામાં પાસે અણુ BC છે આ પ્રમાણે અને તે પરમાણુ A સુધી આદિકવિન્યાસમાં પહોંચે છે અહીં આપણે A અને B વચ્ચે નવો બંધ બનાવી રહ્યા છીએ માટે આ દિકવિન્યાસ યોગ્ય છે માટે પ્રક્રિયા થવા માટે આ સંઘાત આજ પ્રમાણે થવું જોઈએ હવે જો આ અણુ BC વિરુદ્ધ દિશામાં જતો હોય અહીં આપણી પાસે પરમાણુ A છે અને અણુ BC આ પ્રમાણે છે પરમાણુ C એ પરમાણુ A તરફ જાય છે તો અહીં પ્રક્રિયા થશે નહિ આ પ્રક્રિયા થવા માટેનો અયોગ્ય દિકવિનીયસ છે માટે અહીં આ ખોટું છે આમ સંગત થતો હોવો જોઈએ પરંતુ તે સંઘાત પાસે યોગ્ય દિકવિન્યાસ હોવો જોઈએ અને પછી અંતે સંઘાત પાસે પૂરતી ઉર્જા હોવી જોઈએ જો તેની પાસે પૂરતી ઉર્જા ન હોય તો અણુઓ અથવા પરમાણુઓ એક બીજા પાસેથી ફક્ત પસાર થઇ જશે જો તમારી પાસે પૂરતી ઉર્જા હોય તો સંઘાત પામતા અણુઓ ખુબ જ પ્રબળતાથી કંપન અનુભવે છે જેના કારણે અણુઓ વચ્ચે રહેલો બંધ તૂટી શકે તો હવે આપણે આ દોરવાનો પ્રયત્ન કરીએ આપણે અહીં પ્રક્રિયાક માટેની કેટલીક ઉર્જાથી શરૂઆત કરીએ છીએ તેથી અહીં આપણે પ્રક્રિયાક એટલેકે રિએક્ટર્સ માટેની ઉર્જા દોરીશું આપણી પાસે અહીં પરમાણુ A છે અને અણુ BC છે આ પ્રમાણે આ સમય આગળની કુલ ઉર્જા 20 કિલો જુલ પ્રતિ મોલ છે હવે જ્યારે અણુઓ અને પરમાણુઓ સંઘાત અનુભવે ત્યારે તેમને પૂરતી ઉર્જાની જરૂર હોય છેB અને C વચ્ચે રહેલા બંધને તોડવા માટે તે મને પૂરતી ઉર્જાની જરૂર હોય છે આ પણે અહીં આ બંધને તોડવાનો પ્રયત્ન કરી રહ્યાંછી એ તો આપણે આ આલેખમાં તે ઉર્જાને શોધી શકીએ આપણે અહીં 20 કિલો જુલ પ્રતિમોલ થી શરૂઆત કરીએ છીએ અને અહીં આગળની ઉર્જા 60 છે તેથી પ્રક્રિયા થવા માટે આપણને આટલી ઉર્જની જરૂર છે આપણે તે ઉર્જાને સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટીવેશન એનર્જી કહીએ છીએ જેને E સબ a તરીકે દર્શાવવામાં આવે છે માટે અહીં આ સક્રિયકરણ ઉર્જા છે સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટીવેશન એનર્જી અને સક્રિયકરણ ઉર્જા મહત્વની છે કારણ કે તેન્યુનતમ ઉર્જાનો જથ્થો છે જે રસરાણિક પ્રક્રિયાની શરૂઆત માટે જરૂરી છે આપણે અહીં જોઈ શકીએ કે આપણે અહીં 60 કીલોં જુલ પ્રતિ મોલ મેળવવાની જરૂર છે અહીં આ જે બિંદુ છે તે 60 કિલો જુલ પ્રતિ મોલ છે આપણે 20 થીશરૂઆત કરીએ છીએ 60 - 20 = 40 તેથી અહીં આ પ્રક્રિયા માટે આ આકૃતિ પ્રમાણે સક્રિયકરણ ઉર્જા ધન 40 કિલો જુલ પ્રતિ મોલ છે ધન 40 કિલોજુલ પ્રતિમોલ આમ સંઘાત માટેની જરૂરી ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધારે હોવી જોઈએ અહીં આપણને ઉપરસંક્રાંતિ અવસ્થા મળે છે તેથી હું અહીં આ પ્રક્રિયા માટે શક્યસંક્રાંતિ અવસ્થા દોરીશ અહીં A અને B ની વચ્ચે નવા બંધનું થઇ રહ્યું છે પરંતુ તેજ સમયે P અને C ની વચ્ચે બંધ છે અને અહીં આપણે તેને સંક્રાંતિ અવસ્થા કહીશું સંક્રાંતિ અવસ્થા તમે જોઈ શકો કે મેં અહીં આંશિક બંધ દર્શાવ્યા છે B અને C વચ્ચે રહેલો બંધ તૂટે છે અને તે જ સમાન સમયે A અને Bની વચ્ચે બંધનું નિર્માણ થાય છે હવે આપણે સમાન એક પરિસ્થિતિનો કરીએ ધારો કે અહીં આ એક ટેકરી છે અને અહીં એક બોલ છે બોલ અહીં ટેકરી ની બાકી જેં મુકેલો છે હવે જો માટે બોલને ટોચ પર લઇ જવો હોય તો ઉર્જાની જરૂર પડે ધારો કે પાસે પૂરતી ઉર્જા છે તેથી હું આ બોલ ને અહીં સુધી ધક્કો છું આપણે ધારી લઈએ કે હવે બોલ પૂરતી ઉર્જા નથી જેથી તે અહીં આ ટેકરીની બીજી બાજુએ ગબડી શકે તેથી બોલ પાછો એજ બાજુ એ ગબડીને તેના શરૂઆત ના સ્થાન પર આવશે અણુઓ પાસે ઉર્જા ન હોય અને તેઓ એકબીજાની આસપાસ પસાર થયા કરે આ તેનું એક ઉદા છે પરંતુ જો હવે તમારી પાસે પૂરતી ઉર્જા હોય તો કંઈક આ પ્રકારની સ્થિતિ થાય બોલ અહીં છે અને હવે તમારી પાસે બોલને આ ટેકરી ની ટોચ સુધી લઇ જવા માટે પૂરતી ઉર્જા છે તો હવે અહીં આ બોલ ટોચ પરથી બીજી બાજુએ ગબડી શકે બોલ ગબડીને અહીં ટેકરીની નીચે છે તમે અહીંના નિર્માણ વિશે વિચારી શકો જો આપણે આ પ્રક્રિયામાં નીપજ ની વાત કરીએ તો આપણી પાસે દ્વીપરમાણ્વીય અણુ AB છે હું તેને અહીં દોરીશ આપણી પાસે દ્વીપરમાણ્વીય અણુ AB છે અને તેની સાથે સાથે C છે તો અહીં આ આપણી નીપજ છે અને આની પજની ઉર્જા દર્શાવે છે હવે આપણે આ આકૃતિમાં નીપજ માટેની ઉર્જા શોઘી શકીએ અહીં આ નીપજ છે અને તે માટેની ઉર્જા કેટલી છે આપણે અહીં તેને શોધી શકીએ અને જો તમે તેને જુઓ તો તમને તે કંઈક આ પ્રમાણે દેખાય તે 10 કિલો જુલ પ્રતિ મોલ છે આ આકૃતિમાં નીપજ માટેની ઉર્જા 10 કીલોં જુલ પ્રતિમોલ છે આ ઉદામાં નીપજ માટેની ઉર્જા પ્રક્રિયાક માટેની ઉર્જા કરતા ઓછી છે આપણે 20 કિલોજુલ પ્રતિમોલથી શરૂઆત કરી હતી અને 10 કિલોજુલ પ્રતિમોલ પર પૂરું કર્યું તેથી આપણે ઉર્જાનો તફાવત એટલે કે ઉર્જાનો ફેરફાર શોધી શકીએ નીપજની ઉર્જા ઓછા પક્રિયાકની ઉર્જા અહીં નીપજની ઉર્જા 10 કિલોજુલ પ્રતિમોલ છે અને પ્રક્રિયાકની ઉર્જા 20 કીલોંજુલ પ્રતિમોલ છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી માટે ઉર્જામાં થતો ફેરફાર બરાબર -10 કિલોજુલ પ્રતિમોલ થાય -10 કિલોજુલ પ્રતિમોલ માટે આપણે અહીં આકૃતિમાં ઉર્જામાં થતો ફેરફાર જોઈ શકીએ અહીં આ ઉર્જામાં થતો ફેરફાર છે અને તે ફેરફાર ઋણ છે હું તેને અહીં લખીશ ઉર્જા માં થતો ફેરફાર ઋણ છે માટે આ પ્રક્રિયા ઉષમાક્ષેપક છે અહીં ઉષ્મા ઉત્પ્ન્ન થાય છે યાદ રાખો કે જયારે બંધ તૂટે ત્યારે તે ઉર્જા લેય છે અને જયારે નવા બંધનું નિર્માણ થાય ત્યારે તે ઉર્જા આપે છે અહીં આ પ્રક્રિયામાં આપણને ઉર્જા મળી રહી છે તેથી આ આકૃતિ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટેની ઉર્જાની આકૃતિ છે તો હવે અહીં આપણે બીજી પ્રક્રિયા વિશે વિચારીએ અહીં આ નીચે પ્રક્રિયાક ની ઉર્જા છે માટે અહીંઆ પ્રક્રિયાક એટલે કેરેકટન્સની ઉર્જા છે અને તે 20 કીલોંજુલ પ્રતિ મોલ છે આપણે જાણીએ છીએ કે અહીં આ બિંદુ સંક્રાંતિ અવસ્થા આગળની ઉર્જા દર્શાવે છે અને તે ઉર્જા 80 કીલોં જુલ પ્રતિ મોલ છે હવે અહીં આ બંને ઉર્જા વચ્ચે જે તફાવત છે તે આ પણી સક્રિયકરણ ઉર્જા છે તે સક્રિયકરણ ઉર્જા EA દર્શાવે છે તે 80 -20 60 થશે માટે અહીં સક્રિયકરણ ઉર્જા 60 કિલો જુલ પ્રતિ મોલ છે જે આપણને અહીં સુધી લઇ જાય છે ત્યારબાદ અહીં આની પજની ઉર્જા છે તેની પજની ઉર્જા દર્શાવે છે હવે તમે અહીં આ પ્રક્રિયા માટે જોઈ શકો કે નીપજની ઉર્જા પ્રક્રિયાકની ઉર્જા કરતા વધારે છે તમે અહીં જોઈ શકો કે નીપજની ઉર્જા 40 કિલો જુલ પ્રતિમોલ છે તો ઉર્જામાં તફાવત કેટલો છે ફરીથી અહીં ઉર્જામાં થતો ફેરફાર બરાબર નીપજની ઉર્જા ઓછા પ્રક્રિયાકની ઉર્જા અહીંની પજની ઉર્જા 40 કિલો જુલ પ્રતિ મોલ છે અને પ્રક્રિયાકની ઉર્જા20 કિલો જુલ પ્રતિ મોલ છે તે આપણને ઉર્જામાં થતો તફાવત આપે અને તેના બરાબર ધન 20 કિલો જુલ પ્રતિ મોલ થાય અહીં ઉર્જામાં તફાવત ધન 20 કિલો જુલ પ્રતિ મોલ છે જો આપણે આકૃતિમાં જોઈએ તો અહીં ઉર્જામાં થતો તફાવત આ થશે અને અહીં ઉર્જાનો તફાવત ધન છે ઉર્જાનો તફાવત ધન છે જે દર્શાવે છે કે અહીં આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો આગઉનું ઉદા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું હતું જ્યાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી જયારે અહીં આ ઉદા ઉષ્મા શોષક પ્રક્રિયાનું છે ઉષ્મા શોષક પ્રક્રિયા જ્યાં ઊષ્માનો શોષણ થાય છે