If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રથમ-ક્રમની પ્રક્રિયા માટે માહિતીની આલેખન

સુરેખ સંબંધ જોવા માટે પ્રથમ-ક્રમ વેગ માહિતીના આલેખનુ ઉદાહરણ, અને ઢાળ પરથી વેગ અચળાંક k ની ગણતરી કરવી.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે માહિતીનો આલેખ કઈ રીતે દોરી શકાય તે જોયીયે સાયક્લોપ્રોપેનનું પ્રોપેનમાં રૂપાંતરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ભાગ A માં તેવો આપણે કહે છે કે આપેલી માહિતીનો ઉપયોગ કરીને બતાવો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેવોએ અહીં આપણને માહિતી આપી છે હવે તમે અહીં જોય શકો કે જેમ જેમ સમય વધે છે તેમ તેમ સાયક્લોપ્રોપેનની સાંદ્રતામાં ઘટાડો થાય રહ્યો છે અને તે યોગ્ય છે કારણ કે સાયક્લોપ્રોપેનનું રૂપાંતરણ પ્રોપેનમાં થાય છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જો આપણે એવું સાબિત કરવું હોય તો આપણે સંકલિત દરના નિયમનો ઉપયોગ કરવો પડશે અગાઉના વિડીઓમાં આપણે જોય ગયા હતા કે A ની સાંદ્રતાનો નેચરલ લોગ બરાબર માઈનસ KT વત્તા A ની પ્રારંભિક સાંદ્રતાનું નેચરલ લોગ આપણા ઉદાહરણમાં એ સાયક્લોપ્રોપેન છે તેથી આપણે દરનો નિયમ આ રીતે લખી શકીયે સાયક્લોપ્રોપેનની સાંદ્રતા એટલેકે C3 H6 ની સાંદ્રતાનું નેચરલ લોગ બરાબર માઈનસ KT વત્તા સાયક્લોપ્રોપેનની પ્રારંભિક સ્નાદ્રતાનું નેચરલ લોગ આપણે અગાઉના વિડીઓમાં એ પણ જોય ગયા હતા કે અહીં આ સંકરણ Y બરાબર MX વત્તા સ્વરૂપ્નું છે જો આપણે Y અક્ષ પર સાયક્લોપ્રોપેનની સાંદ્રતાના નેચરલ લોગ લઈએ અને X અક્ષ પર સમયને લઈએ તો આપણને તેનો આલેખ સીધી રેખા મેળવી જોયીયે અને જો તે રીતે હોય તો આપણે કહી શકીયે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તે પરિસ્થિતિમાં રેખાનો ઢાલ બરાબર માઈનસ K થશે એટલેકે દળ અચળાંકનું ઋણ અને Y અંતહખંડ બરાબર સાયક્લોપ્રોપેનની પ્રારંભિક સાંદ્રતાનો નેચરલ લોગ હવે જો આપણે આલેખ દોરવો હોય ત ઓઆપણે સાયક્લોપ્રોપેનની સાંદ્રતાનું નેચરલ લોગ શોધવું પડે અત્યારે આપણી પાસે સાયક્લોપ્રોપેનની ફક્ત સાંદ્રતા જ છે પરંતુ આલેખ દોરતા પહેલા આપણે આ બધી સંખ્યાઓનું નેચરલ લોગ શોધવું પડે હવે તે શોધવા આપણે કેલ્કયુલેટરનો ઉપયોગ કરીશું ૦.૦૯૯ નું નેચરલ લોગ બરાબર નેચરલ લોગ ઓફ ૦.૦૯૯ અને તેના બરાબર આપણે માઈનસ ૨.૩૧ મળે અહીં આ માઈનસ ૨.૩૧ થાય હવે આ ૦.૦૭૯ નું નેચરલ લોગ શોધીયે નેચરલ લોગમાં ૦.૦૭૯ અને તેના બરાબર આપણે માઈનસ ૨.૫૩ મળે અહીં આ માઈનસ ૨.૫૩ ત્યાર બાદ ૦.૦૬૫ લઈએ ફરીથી કેલ્કયુલેટર લઈએ નેચરલ લોગમાં ૦.૦૬૫ અને તેના બરાબર આપણે માઈનસ ૨.૭૩ મળે અહીં આ માઈનસ ૨.૭૩ અને હવે અંતે ૦.૦૫૪નું નેચરલ લોગ ૦.૦૫૪નું નેચરલ લોગ અને તેના બરાબર આપણને માઈનસ ૨.૯૨ મળે અહીં આ માઈનસ ૨.૯૨ થાય હવે આપણે સાયક્લોપ્રોપેનની સાંદ્રતાના નેચરલ લોગને Y અક્ષ પર લઈશું અને આ સમયને X અક્ષ પર તમે અહીં નીચેની તરફ X જોય શકો જે કંઈક આ પ્રમાણે છે અહીં X અક્ષ પર સમય આપેલો છે અને Y અક્ષ પર સાયક્લોપ્રોપેનની સાંદ્રતાનું નેચરલ લોગ હવે આપણે આ તામાં બિંદુઓને આલેખમાં દર્શાવીએ જયારે સમય ૦ સેકન્ડ હશે ત્યારે તેની સાષ્ન્દ્રતાનું નેચરલ લોગ માઈનસ ૨.૩૧ છે અહિઆ ૦ છે આ માઈનસ ૨ છે આ માઈનસ ૨.૧ માઈનસ ૨.૨ અને આ માઈનસ ૨.૩ માટે માઈનસ ૨.૩૧ લગભગ અહીં આવે હું તેને સ્કેલ મુજબ નહિ દોરતી પરંતુ તમને તે સમજાય જશે હવે જયારે સમય ૩૦૦ સેકન્ડ હોય ત્યારે માઈનસ ૨.૫૩ જયારે ૩૦૦ સેકન્ડ હોય કૅઇક આ પ્રમાણે ત્યારે તે માઈનસ ૨.૫૩ છે જે લગભગ આ થશે માટે આ બિંદુ હવે જયારે ૬૦૦ સેકન્ડ હોય ત્યારે માઈનસ ૨.૭૩ જયારે ૬૦૦ સેકન્ડ હોય કંઈક આ પ્રમાણે તો અહીં આ માઈનસ ૨.૫ છે આ માઈનસ ૨.૬ અને આ માઈનસ ૨.૭ માટે તે બિંદુ લગભગ અહીં આવે ત્રીજું બિંદુ કંઈક આ પ્રમાણે આવે અને જયારે સમય ૯૦૦ સેકન્ડ હોય ત્યારે તે માઈનસ ૨.૯૨ છે જયારે સમય ૯૦૦ સેકન્ડ હોય ત્યારે તે ૨.૯૨ છે ફરીથી હું અહીં સ્કેલ પ્રમાણે નથી દોરતી તેથી આ બિંદુ હવે આપણે આ બધાજ બિંદુઓને જોડાવાનો પ્રયત્ન કરીયે અને જોયીયે કે આપણે સીધી રેખા મળે છે કે નહિ તમામ બિંદુઓને જોડાતા તમે અહીં જોય શકો કે આપણને લગભગ સીધી રેખા મળે છે આ અહીં બધાજ બિંદુઓ આ સીધી રેખા પર આવેલા છે માટે કહી શક્ય કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે આપણે આપેલી માહિતીનો ઉપયોગ કરીને આલેખ દોર્યો અને આપણે Y બરાબર MX વત્તા સ્વરૂપ્ની રેખા મળી અને આપણને સીધી રેખા મળી અને આપણે સાબિત કર્યું કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આમ ભાગ A પૂર્ણ થયો હવે આપણે ભાગ B જોયીયે જેમાં આપણે વેગ અચલાંકનાં મૂલ્યની ગણતરી કરવાની છે ફરીથી આ સમીકરણ જોઈશું તમે અહીં આ સમીકરણમાં જોય શકો કે રેખાનો ઢાળ M છે અને આ બરાબર માઈનસ K છે અને રેખાનો ઢાળ બરાબર વેગ અચળાંકનું ઋણ આપણે ફરીથી આલેખને જોયીયે અહીં આ રેખાનો ઢાળ આ રેખાનો ઢાળ માઈનસ K છે અને તેને સોઢાવની ઘણી બધી રીતો છે એક રીત ડેલ્ટા Y ના છેદમાં ડેલ્ટા X છે તેથી ઢાળ બરાબર Y માં થતો ફેરફાર ભાગ્ય X માં થતો ફેરફાર જો તમે આલેખ પરનો આ બિંદુ લો અને પછી બિંદુ આ લો તો તમે આ બિંદુઓનો ઉપયોગ કરીને આ રેખાનો ઢાળ શોધી શકો અહીં આ ડેલ્ટા Y થશે અને અહીં આ ડેલ્ટા X થાય અને આ ઢાળનો એકમ એકના છેદમાં S આવે એકના છેદમાં સેકન્ડ આપણે દરના નિયમનો ઉપયોગ કરીને પણ આ એકમ શોધી શકીયે પ્રક્રિયાનો દર બરાબર દર અચળાંક ગુણ્યાં સાયક્લોપ્રોપેનની સાંદ્રતાની એક ઘાત કારણકે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે હવે આ પ્રક્રિયાના વેગનો એકમ મોલાર પ્રતિ સેકન્ડ છે બરાબર K અને આ સાંદ્રતાનો એકમ મોલાર છે તેની એક ઘાત બંને બાજુએથી મોલાર કેન્સલ થાય જશે અને પછી પરિણામે આપણને K નો એકમ એકના છેદમાં સેકન્ડ મળે આ તમે કોઈ પણ રીતે વિચારી શકો હવે આપણે આ આલેખનો ઉપયોગ કરીને ઢાલનું મૂલ્ય શોધીશું નહિ કારણકે મેં અહીં આ આલેખને આઠ વડે દોર્યો છે તેથી ઢાલની કિંમત શોધવા કેલ્કયુલેટરનો ઉપયોગ કરીયે તો અહીં આપણે કેલ્કયુલેટર લઈએ તેના માટે હું અહીં સ્ટેટમાં જઈશ અને ત્યાર પછી એડીટમાં જયારે સમય ૦ હોય ત્યારે આપણે નેચરલ લોગ માઈનસ ૨.૩૧ મળે છે હવે જયારે સમય ૩૦૦ સેકન્ડ હોય ત્યારે આપણે નેચરલ લોગ માઈનસ ૨. ૫૩ અમલ છે હવે જયારે સમય ૬૦૦ સેકન્ડ હોય ત્યારે આપણને નેચરલ લોગ માઈનસ ૨.૭૩ મળે છે જયારે સમય ૯૦૦ સેકન્ડ હોય ત્યારે આપણને નેચરલ લોગ માઈનસ ૨.૯૨ મળે છે અને હવે આપણે ફરીથી સ્ટેટમાં જઈશું જેમાં કેલ્શિમાં આપણને અહીં લિનિયરલીગરીશન જોયીયે માટે આઠ દબાવીએ એન્ટર માટે હવે તમે B કિંમત જોય શકો B એ આપનો ઢાળ છે અને તેની કિંમત આપણને માઈનસ ૬.૭૬ ગુણ્યાં ૧૦ ની માઈનસ ૪ ઘાત મળે છે તું ને અહીં લખીશ માઈનસ ૬.7 ગુણ્યાં ૧૦ ની માઈનસ ૪ ઘાત અને તેના બરાબર માઈનસ K આના બરાબર માઈનસ K તેથી K બરાબર ૬.7 ગુણ્યાં ૧૦ ની માઈનસ ૪ ઘાત તેનો એકમ એકના છેદમાં S આવે આમ આપણે વેગ અચલાંકનાં મૂલ્યની ગણતરી કરી આમ આપણે માહિતીનો ઉપયોગ કરીને એ બતાવ્યું કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે રેખાનો ઢાળ શોધીને તેના વેગ અચળાંકનું મૂલ્ય શોધ્યું