મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 17
Lesson 1: પ્રક્રિયા વેગ અને વેગ નિયમવેગ અચળાંકના એકમ
વેગ અચળાંક, k, નો એકમ એકંદર પ્રક્રિયાના ક્રમ પર આધાર રાખે છે. શૂન્ય-ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ M/s છે, પ્રથમ-ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ 1/s છે, અને દ્વિતીય-ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ 1/(M·s) છે. Yuki Jung દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વીડિયોમાં દર અચળાંક એટલે કે રેટ કોન્સ્ટેટનો ઉપયોગ કેવી રીતે શોધી શકાય તેના વિશે વાત કરીશું આપણે શરૂ કરીએ તે પહેલા તમારે બે બાબતો જાણવી જરૂરી છે કે અહીં આ k પાસે એકમ છે રસાયણ વિજ્ઞાનમાં હંમેશા અચાનક માટે તે સાચું હોતું નથી પરંતુ k માટે તે સાચું છે અને યાદ રાખવા માટે બીજી બાબત એ છે કે આ દર અચળાંક k નો એકમ દર અચળાંક k નો એકમ દરના નિયમ પર આધાર રાખે છે તે દરના નિયમ પર આધાર રાખે છે તો આપણે અહીં આ બીજી બાબત પર ધ્યાન આપીશું દરના નિયમ નો ઉપયોગ કરીને k માટેનો નિયમ તરવીશું અને તે ખૂબ જ સરળ છે કારણ કે જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે kનો એકમ શું આવશે તે તમારે યાદ રાખવાની જરૂર નથી તો આપણે સૌથી સામાન્ય એવા દરના ત્રણ નિયમ પર ધ્યાન આપીશું જે તમે મોટે ભાગે મારા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં જુઓ છો આપણે શૂન્ય પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા પર ધ્યાન આપીશું અહીં આ બધા ક્રમ એટલે કે ઓર્ડર છે હવે આપણે આ દરેક કામ માટે કેના એકમની તારવણી કરીશું અહીં તેનો એકમ લખીએ સૌપ્રથમ આપણે શૂન્ય ક્રમ જોઈએ શૂન્ય ક્રમ ની પ્રક્રિયા માટે દર નો નિયમ કંઈક આ રીતે આવશે દર બરાબર k ગુણ્યા પ્રક્રિયક Aની સાંદ્રતાઅને તેની 0 ઘાત અને આપણે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત લઈએ તો તેનો જવાબ 1 જ આવશે માટે દર બરાબર દર અચળાંક k આના બરાબર k થશે અને દરનો એકમ હંમેશા સમાન જ રહે છે દરનો એકમ હંમેશા મોલાર પ્રતિ સેકેંડ જ આવે છે હવે તમે એકમને સંખ્યા તરીકે વિચારી શકો જો તમારી પાસે અહીં બરાબરની નીશાની હોય તો બરાબરની નીશાનીની બંને બાજુએ તેમના એકમ પણ એક સમાન હોવા જોઈએ તેઓ એક બીજા સાથે બંધ બેસતા હોવા જોઈએ આપણી પાસે અહીં દર બરાબર k છે માટે k નો એકમ પર મોલાર પ્રતિ સેકેંડ જ હોવો જોઈએ આમ આ આપણને જણાવે છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે દર અચળાંકનો એકમ મોલાર પ્રતિ સેકેંડ છે આપણે પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આ જ સમાન રીતનો ઉપયોગ કરીને k નો એકમ શોધી શકીએ હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાત કરીએ તેના માટે દરનો નિયમ કંઈક આ પ્રમાણે છે દર એટલે કે રેટ બરાબર દરનો અચળાંક k ગુણ્યાં પ્રક્રિયાકની સાંદ્રતા અને તેની એક ઘાત આપણે હમણાં જ વાત કરી કે દરનો એકમ હંમેશા મોલાર પ્રતિ સેકેંડ જ રહે છે અને અહીં આ સાંદ્રતાનો એકમ હંમેશા મોલાર હોય છે આપણે જાણીએ છીએ કે k ગુણ્યાં પ્રક્રિયાકની સાંદ્રતાનો એકમ મોલાર પ્રતિ સેકેંડ થવો જોઈએ આપણી પાસે અહીં સમીકરણોની બંને બાજુએ મોલાર છે આપણે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આપણી પાસે 1 /s જમણી બાજુ નથી તે આપણને જણાવે છે કે અહીં k નો એકમ 1 /s છે માટે અહીં k નો એકમ 1 /s અહીં એકમ શોધવા આપણે બીજી રીતનો ઉપયોગ પણ કરી શકીએ જો તમે આ પ્રકારની ગણતરીની સાથે પરિચિત ન હોવ તો આપણે આ દરના નિયમના સમીકરણને ફરીથી ગોઠવી શકીએ તેના માટે આપણે સમીકરણની એક બાજુએ k લખીએ અને બીજી બાજુએ બાકીનું બધું k = દર ભાગ્યા પ્રક્રિયાક A ની સાંદ્રતા મેં ફક્ત અહીં સમીકરણની બંને બાજુએ પ્રક્રિયાક A ની સાંદ્રતા વડે ભાગાકાર કર્યો હવે આપણે જાણીએ છીએ કે આ બંનેની વચ્ચે બરાબરની નીશાની છે માટે બંને બાજુના એકમ સમાન થવા જોઈએ તેથી આપણે દરના એકમનો સાંદ્રતાના એકમ વડે ભાગાકાર કરીને k નો એકમ શોધી શકીએ અહીં દરનો એકમ મોલાર પ્રતિ સેકેંડ છે અને પ્રક્રિયાકની સાંદ્રતાનો એકમ મોલાર છે માટે આ મોલાર કેન્સલ થઇ જશે અને આપણી પાસે ફક્ત 1 /s બાકી રહે આમ આ k નો એકમ શોધવાની એકદમ સરળ રીતે છે તમે સંખ્યાઓ સાથે જે રીતે કામ કરો છો તેજ રીતે એકમ સાથે પણ કામ કરી શકો અને તમારે ફક્ત એ ખાતરી કરવાની જરૂર છે કે બરાબરની નીશાની ની બંને બાજુએ તેઓ એક સમાન આવે અને હવે આપણે અંતે દ્વિતીય ક્રમ માટે જોઈશું માટે દ્વિતીય ક્રમ એટલે કે સેકેંડ ઓર્ડર તેના માટે દરનો નિયમ કંઈક આ પ્રમાણે આવે દર બરાબર k ગુણ્યાં પ્રક્રિયાક A ની સાંદ્રતાનો વર્ગ ફરીથી દરનો એકમ મોલાર પ્રતિ સેકેંડ આવે પરંતુ હવે અહીં આપણી પાસે સાંદ્રતાનો વર્ગ છે માટે અહીં તેનો એકમ મોલારનો વર્ગ થાય આમ મોલારનો વર્ગ ગુણ્યાં કંઈક બરાબર મોલાર પ્રતિ સેકેંડ થવું જોઈએ તેથી આપણે અહીં k ના એકમ માટે અહીં 1 /s લખવું પડશે કારણ કે જયારે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે એ વાતની ખાતરી કરવાની જરૂર છે કે આપણને બંનેના છેદમાં સેકેંડ મળે અને અંશમાં આપણને ફક્ત M જ જોઈએ છે માટે અહીંથી આ એક M કેન્સલ થઇ જવો જોઈએ તેના માટે આપણે અહીં છેદમાં જ M લખીશું માટે જો આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની વાત કરીએ તો તેના માટે k નો એકમ મોલર 1 ના છેદમાં મોલાર સેકેંડ થાય અહીં આ એકમ 1 ના છેદમાં મોલાર સેકેંડ આમ આ ત્રણ ખુબ જ સામાન્ય નિયમ છે જે તમે મૉટે ભાગે રસાયણ વિજ્ઞાનના વર્ગમાં જોશો કેટલીક વાર તમારી પાસે એવી પ્રક્રિયાઓ પણ હોઈ શકે જેનું ક્રમ શૂન્ય પ્રથમ કે દ્વિતીય ન હોય પરંતુ કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ શોધવા તમે હંમેશા દરના નિયમનો ઉપયોગ કરી શકો