મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 9
Lesson 3: ઘનઆયનીય ઘન
આયનીય ઘન સ્થિતવિદ્યુત બળ વડે એકસાથે જોડાયેલા કેટાયન અને એનાયનનો બનેલો છે. આ આંતરક્રીયાની પ્રબળતાને કારણે, આયનીય ઘન મજબૂત, બટકણું હોય છે, અને ગલનબિંદુ ઊંચા હોય છે. આયનીય ઘન વિદ્યુતના અવાહકો છે સિવાય કે જ્યારે તેમના આયન ગતિ કરતા હોય, જેમ કે જ્યારે ઘન પીગળેલો અથવા દ્રાવણમાં ઓગળેલો હોય. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અગાઉના વિડિઓમાં મેં કેટલાક નિર્બળ આંતર આણ્વીય બળ અથવા તત્વની રચના વિશે વાત કરી હતી સૌથી નબળું બળ લંડન વિસર્જન બળ છે આ વિડિઓમાં હું ખુબ જ મજબૂત રચનાથી શરૂઆત કરીશ અને તે સહ સંયોજક તંત્ર છે જેને આપણે કો વેલેન્ટ નેટવર્ક કહીએ છીએ પરંતુ તે પહેલા હું તમને સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ શબ્દની વ્યાખ્યા આપીશ ત્યારે તમારી પાસે ઘન પદાર્થ હોય ત્યારે તમે તેને સ્ફટિક કહી શકો સ્ફટિક બનાવતા અણુઓ નિયમિત સુસંગત ભાતમે હોય છે અને આપણે અહીં આકાર વિનાના ઘન પદાર્થની વિરુદ્ધમાં તેના વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં બધી જ અનિયમિત હોય છે જુદા જુદા પદાર્થોની સાંદ્રતા જુદી જુદી હોય છે જુદા જુદા આયનો જુદા જુદા અણુઓની સાંદ્રતા જુદી જુદી હોય છે જો આપણે સ્ફટિકની વાત કરીએ તો તે એક નિયમિત રચના છે બરફ એ સ્ફટિક છે કારણ કે જો તમે પાણીમાં તાપમાનને નીચું કરો તો તેમાં રહેલા હાઇડ્રોજન બંધ સ્ફટિક બનાવે છે તે નિયમિત રચના બનાવે છે પરંતુ જો આપણે બધા જ સ્ફટિકની રચના વિશે વાત કરીએ તો તેમાંથી સૌથી મજબૂત સહસંયોજક તંત્ર છે જો તેનું સૌથી સારું ઉદા આપવું હોય તો તે હીરો છે સહ સંયોજક તંત્રમાં કાર્બન પાસે હંમેશા 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે તેથી તેને હંમેશા 4 ઇલેક્ટ્રોન વધારે જોઈએ છીએ તેથી કાર્બન વધારાના બીજા ચાર કાર્બન સાથે બંધ બનાવે છે કંઈક આ પ્રમાણે તે બીજા ચાર કાર્બન સાથે આ પ્રમાણે બંધ બનાવે છે ત્યાર બાદ તે કાર્બન વધારાના 3 કાર્બન સાથે બંધ બનાવે જે કંઈક આ પ્રમાણે આવશે તેવી જ રીતે અહીં આ કાર્બન વીજ ત્રણ કાર્બન સાથે બંધ બનાવે કંઈક આ રીતે તે જ પ્રમાણે અહીં આ કાર્બન અને અહીં આ કાર્બન હીરાની રચના આ પ્રમાણે હોય છે અને આ સૌથી મજબૂત રચના એટલા માટે છે કારણ કે તમે અહીં આ હીરાને એક એનું તરીકે જોઈ શકો કારણ કે અહીં આ બધા ખરેખર સહ સંયોજક બંધ છે તે બધા કો વેલેન્ટ બોન છે તેઓ અહીં ઇલેક્ટ્રોનની વહેંચણી કરે છે જો આપણે બધા જ આણ્વીય બંધની વાત કરીએ તો અહીં આ સૌથી વધારે મજબૂત હોય છે તમે અહીં જોઈ શકો કે જો આ આખો જ ઘન પદાર્થ કાર્બનના તંત્રનો બનેલો હોય તો તમારી પાસે તેનું ખુબ જ વધારે ગલન બિંદુ હશે તેથી જ હીરો ઘણો મજબૂત હોય છે અને તેને પીગળવું ખુબ જ અઘરું છે હવે આપણે બીજા પ્રકારના ઘન પદાર્થ વિશે વાત કરીશું અને તે આયનીય સ્ફટિક છે માટે આયનીય સ્ફટિક આયનિક સ્ક્રિતલ અને બીજું ધાત્વીય સ્ફટિક એટલે કે મેટાલિક ક્રિસ્ટલ હવે આપણે સૌથી સામાન્ય આયનીય સંયોજનની વાત કરીએ ધારો કે મારી પાસે સોડિયમ અને ક્લોરીન છે સોડિયમ ક્લોરાઇડ બનતી વખતે શું થાય છે તે ધ્યાનમાં રાખો સોડિયમ અહીં છે તે એક સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે માટે તે ઇલેક્ટ્રોન ગુમાવવાની ખુબ વધારે વૃદ્ધિ ધરાવે છે જયારે ક્લોરીન અહીં છે તે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે માટે તેની પાસે ઇલેક્ટ્રોન મેળવવાની વૃદ્ધિ ઘણી વધારે હોય છે તેથી સોડીયામ પોતાના એક ઇલેક્ટ્રોનનું દાન ક્લોરીનને કરે છે ક્લોરીન રન વિધુતભારિત થાય છે સોડિયમ ધન વિધુતભારિત થાય છે અને તેઓ એક બીજાની તરફ આકર્ષાય છે પરિણામે અહીં આ સોડિયમ ધન વિધુતભારિત થાય ક્લોરીન રન વિધુતભારિત થાય અને હવે આપણે તેમની રચનાની વાત કરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાય બધા જ સોડિયમ આયર્ન આ પ્રમાણે હશે જે ધન વિધુતભારિત છે તેઓ કંઈક આ પ્રમાણે ગોઠવાયેલા હશે અને બધા જ ક્લોરાઇન આયર્ન ઋણ વિધુતભારિત હશે જે કંઈક આ પ્રમાણે ગોઠવાયેલા હશે વાસ્તવમાં તેમની રચના આ પ્રમાણે હશે નહિ પરંતુ તમને તેનો ખ્યાલ આવી ગયો હશે એક આયર્ન ધન હોય છે અને બીજો આયર્ન ઋણ હોય છે તેઓ એક બીજાની તરફ આકર્ષાય છે માટે અહીં તેમની વચ્ચેનો બંધ ખુબ જ મજબૂત હોય છે તેમની પાસે ખુબ જ વધારે ઉત્કલન બિંદુ હોઈ શકે જો તમારી પાસે મીઠાનો એક ટુકડો હોય જો તમે તેને હથોડીથી તોડો તો તમને તેની એક મોટી સ્લાઈસ જોવા મળશે કારણ કે તમે આમાંના એક બંધને ખુબ જ ઝડપથી તોડી રહ્યા છો જયારે તમે કોઈ પણ બાબત સ્થૂળ સ્તરે કરો જેમ કે કંઈક કાપવું તો તમે મૂળભૂત રીતે તેના પરમાણ્વીય બંધને તોડી રહ્યા છો તેથી તેમના પરમાણ્વીય બંધની પ્રબળતા તમને જણાવે છે કે કંઈક કેટલું મજબૂત છે હવે આપણે ધાત્વીય સ્ફટિક વિશે ઘણી વાતો કરી ગયા ધાતુઓ તેમના ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાનું પસંદ કરે છે ધારો કે આપણી પાસે આયર્નના ઘણા બધા પરમાણુઓ છે અહીં આ બધા આયર્નના પરમાણુઓ છે જેને હું આ પ્રમાણે દર્શાવી રહી છું અહીં આ બધા આયનના પરમાણુઓ છે તેમના ઇલેક્ટ્રોન આસપાસ ગતિ કરતા હોય છે અહીં આ બધા તેમના ઇલેક્ટ્રોન છે કંઈક આ પ્રમાણે અને આ બધા જ ઇલેક્ટ્રોન તેમની આસપાસ મુક્ત રીતે વહન કરતા હોય છે જેના પરિણામે તેઓ ઇલેક્ટ્રોનનું એક વાદળ બનાવે છે જે ઋણ વિધુતભારિત હોય છે અને તે વિધુતનું ખુબ જ સારું સુવાહક હોય છે આયર્ન તેમના ઇલેક્ટ્રોનને મુક્ત રીતે વાહન થવા dey છે પરિણામે આ આયર્ન ધન વિધુતભારિત હોય છે તે થોડું વધારે ધન વિધુતભારિત હોય છે કોઈક વખત ધાત્વીય બંધ આયનીય બંધ કરતા વધારે મજબૂત હોય છે અને કોઈક વખત તેઓ મજબૂત હોતા નથી આપણે સખ્ત ધાતુઓની યાદી બનાવી શકીએ અને તેવી જ રીતે આપણે નરમ ધાતુઓની પણ યાદી બનાવી શકીએ સોનુ એ નરમ ધાતુ છે જો તમારી પાસે શુદ્ધ સોનુ હોય 24 કેરેટ ગોલ્ડ તમારી પાસે સ્ક્રુ દ્રૈવાર અને હથોડી હોય જો તમે તેને હથોડી વડે મારો તો તમને સોનામાં ખાંચો પડેલો જોવા મળશે આમ તે આયનીય સ્ફટિક જેટલું બળદ હોતું નથી તમે તેને જેમ ઈચ્છઓ તેમ વળી શકો છો તે થોડું નરમ હોય છે જો આપણે અમુક સખ્ત ધાતુની વાત કરીએ તો તે એટલી બધી બારડ હોતી નથી કેટલીક ધાતુઓને વળી શકાય છે હવે અહીં આ બધા બંધ ઘણા મજબૂત હોય છે પરિણામે તેમનું ઉત્કલન બિંદુ વધારે હોય છે જો તમે મીઠાનું સ્ફટિક લો તેને ગરમ કરો તો તમારે તેને ઘણી બધી ઉષ્મા આપવી પડશે જો તમને અગાઉના વિડિઓમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ યાદ હોય તો તેની પાસે ફક્ત દ્વિ ધ્રુવ દ્વિ ધ્રુવ બળ હોય છે પરંતુ અહીં રસપ્રત બાબત એ છે કે જ્યાં સુધી તેઓ પાણીમાં ન ઓગળે ત્યાં સુધી તેમનું ઉત્કલન બિંદુ વધારે હોય છે આયનીય સ્ફટિક પાણીમાં ઓગળી શકે અને જયારે તેઓ પાણીમાં ઓગળે છે ત્યારે આયનીય દ્વિ ધ્રુવ બંધ બનાવે છે હવે તેનો અર્થ શું થાય આયનીય દ્વિ ધ્રુવ અથવા આપણે તેને ધ્રુવીય બંધ એટલે કે પોલાર બોન્ડ પણ કહી શકીએ તેઓ પાણીમાં શા માટે ઓગળે છે તેનું કારણ કંઈક આ પ્રમાણે છે આપણે પાણીના અણુની વાત કરીએ જેના વિશે આપણે અગાઉ ઘણી બધી વખત વાત કરી ગયા છીએ ઓક્સિજન આંશિક ઋણ વિઘુતભર ધરાવે છે અને હાઇડ્રોજન આંશિક ધન વિઘુતભર ધરાવે હવે જયારે તમે સોડિયમ અને ક્લોરાઇડના આયર્નને પાણીમાં મુકો ત્યારે સોડિયમ આયર્ન દ્વિ ધ્રુવના આ ઋણ છેડા તરફ આકર્ષાય અને ઋણ વિઘુતભર ક્લોરાઇડ આયર્ન હાઇડ્રોજન તરફ આકર્ષાય પરિણામે તેઓ પાણીમાં ઓગળે છે તે બંને હજુ પણ એક બીજાની સાથે આકર્ષાયેલા રહે છે પરંતુ તે પાણીના બે જુદા જુદા છેડાઓ સાથે પણ આકર્ષાયેલા હોય છે પરિણામે તેઓ પાણીમાં ઓગળી શકે હવે જો આપણે આયનીય સ્ફટિકની વાત કરીએ તો તેઓ વિધુતના સારા સુ વાહક નથી આ અસ્વસ્થમાં ઘણા બધા વિઘુતભરો ગતિમાન હોઈ શકે નહિ પરંતુ અહીં આપણી પાસે ઘણા બધા વિધુત ભારિત કણો હોય છે તેઓ ગતિ કરી શકે જેના કારણે તમે સોડિયમ ક્લોરાઇડને જયારે પાણીમાં નાખો ત્યારે તે સુ વાહક બને છે હું તમને ફક્ત દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ સમજાવવા માંગતી હતી તો હવે જયારે તમે આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વને જુઓ ત્યારે તેમની પાસે વધારે ઉત્કલન બિંદુ છે ઓછું ઉત્કલન બિંદુ છે તેઓ મજબૂત છે કે તેઓ મજબૂત નથી તે તમને સમજાઈ જશે આપણે ફક્ત અહીં આંતર આણ્વીય બળ કેટલું મજબૂત છે તે જ જોવાનું છે જો આખી રચના ફક્ત એક જ અણુ હોય તો તે ખુબ જ વધારે મજબૂત હશે બીજી બાજુ જો તમે નિયોન વિશે વાત કરો અહીં આ બધા નિયોનના પરમાણુઓ છે જે કંઈક આ રીતે છે તો તેમની વચ્ચે લંડન વિસર્જન બળ લંડન ડિફરજં ફોર્સ ખુબ જ ઓછો હોય છે વાયુઓ મૉટે ભાગે કુદરતી અવસ્થામાં હોય છે પરંતુ જો તમે તેને ખુબ જ વધારે ઠંડુ કરો તો તમને તે કદાચ પ્રવાહી અવસ્થામાં મળી શકે પરંતુ તેના સિવાય બાકીનું બધું જ આ બંને અવસ્થાની વચ્ચે હોય છે