If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બીજી સંયોગીકરણ પ્રક્રિયા સમતોલિત કરવી

ઈથેન, C₂H₆ ની સંયોગીકરણ પ્રક્રિયાને સંતુલિત કરવી .

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે બીજું એક અસંતુલિત સમીકરણ છે અહી ઇથેલીન ના બદલે અહી ઈથેન છે c2H6 દરેક ઈથેન ના અણુમાં 2 કાર્બન અને 6 હાઇડ્રોજન પરમાણું છે આ ઈથેન ગેસ છે અને તે ઓક્સિજન ના અણુ સાથે ગેસ સ્વરૂપમાં પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઈડ ગેસ સ્વરૂપમાં અને પાણી પ્રવાહી સ્વરૂપમાં મળે છે અગાઉ વીડિઓમાં જોયા પ્રમાણે આ રાસાયણિક સમીકરણ સંતુલિત નથી આપણે તે કઈ રીતે કહી શકીએ ડાબી બાજુ અહી બે કાર્બન છે અને જમણી બાજુ એક કાર્બન છે ડાબી બાજુ 6 હાઇડ્રોજન અને જમણી બાજુ 2 હાઇડ્રોજન છે અહી ડાબી બાજુ 2 ઓક્સિજન છે અને જમણી બાજુ 2 + 1 એટલે કે 3 ઓક્સિજન છે અહી એક પણ ઘટક સંતુલિત નથી ઇથેલીન ના ઉદાહરણમાં જોયા એ પ્રમાણે જયારે તમે આ રીત ના ઘણા બધા અણુ રાસાયણિક પ્રક્રિયામાં આપેલહોય આપણે કાર્બન અથવા હાઇડ્રોજનની સંખ્યાને અસર ન થાય તે રીતે ઓક્સિજન ની સંખ્યાને બદલી શકીએ સૌપ્રથમ આપણે કાર્બન અને હાઇડ્રોજનને સંતુલિત કરીએ કારણ કે તેની અસર ઓક્સિજન પર થશે જો હું અહી સંખ્યા બદલીશ તો ઓક્સિજન ની સંખ્યા માં ફેરફાર થશે અહી ડાબી બાજુ ઓક્સિજનના બે પરમાણું છે આથી આપણે તેને છેલ્લે આખા રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે લઈશું અગાઉના વીડિઓ માં આપણે કાર્બન થી સરુઆત કરી હતી આજે હાઇડ્રોજન ને લઇ શરુ કરીએ ડાબી બાજુ 6 હાઇડ્રોજન છે અને જમણી બાજુ 2 હાઇડ્રોજન છે જો આપણને 6 હાઇડ્રોજન જોઈતા હોય તો 2 ને 3 વડે ગુણવં પડે આથી પાણીના 3 અણુમાં 2 હાઇડ્રોજન પરમાણું મળે કુલ 6 હાઇડ્રોજન પરમાણું મળે હવે કાર્બનને લઈએ ડાબી બાજુ 2 કાર્બન છે જમણી બાજુ કેટલા કાર્બન હોવા જોઈએ અહી 1 કાર્બન ડાયોક્સાઈડ ના અણુ ના બદલે 2 કાર્બન ડાયોક્સાઈડ ના અણુ હોવા જોઈએ હવે ઓક્સિજન ને સંતુલિત કરીએ અત્યારે ડાબી બાજુ 2 ઓક્સિજન છે પરંતુ જમણીબાજુ કેટલા છે અહી 2 ગુણ્યા 2,4 ઓક્સિજન મળે અને આ પાણીના 3 અણુ દરેક માં 1 ઓક્સિજન પરમાણું છે આથી 3 ગુણ્યા 1 = 3 થાય જમણી બાજુએ કુલ 7 ઓક્સિજન પરમાણું મળે અને ડાબી બાજુ માત્ર 2 છે અહી આપણે કેટલા વડે ગુણવં પડે જેથી 7 મળે 2 ગુણ્યા શું કરીએ તો 7 મળે 2 ગુણ્યા 3.5 કરીએ તો 7 મળે અહી આપણે આ રીતે કરીએ છીએ 2 ગુણ્યા કઈંક = 7 અહી 4 + 3 = 7 છે આથી 3.5 વડે ગુણવં પડે હવે રાસાયણિક સમીકરણ ની બંને બાજુ 7 ઓક્સિજન ના પરમાણું છે 3.5 લખવું પ્રમાણિત નથી આપણી પાસે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ હવે કઈ રીતે આપણે દરેક અણુ ના આગળ નો સહગુણક પૂર્ણ સંખ્યા મળે આપણે દરેક સહગુણક ને 2 વડે ગુણીએ આ આપણને 7 મળશે આ 2 થશે આ 4 થશે આ 6 થશે આપણે ફરીથી રસાયણિક સમીકરણ લખીએ આ ઈથેન + ઓક્સિજન અણુ આ નીપજ આ નીપજ કાર્બન ડાયોક્સાઈડ + પાણી અહી પહેલા 1 હતું 1 ને 2 વડે ગુણીએ તો 2 મળે 3.5 ને 2 વડે ગુણીએ તો 7 મળે 2 ને 2 વડે ગુણીએ તો 4 મળે અને 3 ને 2 વડે ગુણીએ તો 6 મળે આપણે આ સંતુલિત કરી લીધું અહી આપણે સંતુલિત કરી લીધું હતું પરંતુ સહગુણક પૂર્ણ સંખ્યા હતી નહિ અને પછી બધાને 2 વડે ગુણતા આપણને સહગુણક પૂર્ણ સંખ્યા મળે.