મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 5
Lesson 1: સંતુલિત રાસાયણિક સમીકરણોસંતુલિત રાસાયણિક સમીકરણની આકૃતિથી સમજ
સંતુલિત રાસાયણિક સમીકરણને પ્રક્રિયક અને નીપજના બંધારણીય સૂત્ર સાથે સંબંધિત કરવું.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવાના ઘણા બધા ઉદાહરણ જોયા હવે આપણે આ સમીકરણ ને સંતુલિત કરીએ આપણે કાર્બન થી શરુ કરીએ અહીં પ્રક્રિયાક ની બાજુએ 2 કાર્બન આપેલા છે આ ઇથિલિન છે તેથી નીપજ ની બાજુ આપણે 2 કાર્બન જોઈએ પરંતુ નીપજ ની બાજુ ફક્ત એક જ કાર્બન છે તેથી આપણે તેની આગળ 2 લખીએ અને આ 2 દરેક ઇથિલિન ના અણુ માટે છે હજુ આ સમીકરણ સંતુલિત નથી થયું અહીં કાર્બન ડાઈઓક્સાઈડ ના 2 અણુ મળે હવે તમને વિચાર આવશે કે શા માટે અહીં આખા કાર્બન ડાઈઓક્સાઈડ માટે 2 મુકવામાં આવે છે શા માટે આપણે અહીં સબસ્ક્રીપટ તરીકે અહીં 2 ન મૂકી શકીએ કારણકે તે અણુ ને બદલે છે તે કાર્બન ડાઈઓક્સાઈડ ન રહે તે c2o2 બને છે જે વાસ્તવ માં શક્ય નથી જો આપણે આ રીતે કરીએ તો આપણે પ્રક્રિયા માં ફેરવાર કરી રહ્યા છે જયારે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ તેના પહેલા રાસાયણિક પ્રક્રિયા કઈ દર્શાવે જેના વડે કઈ મળી શકે જયારે આ અસંતુલિત હોય ત્યારે અહીં અણુ ની સંખ્યાના સ્વરૂપમાં અહીં સાચી સંખ્યા ન હોય તેથી આપણે અણુની સંખ્યામાં ફેરફાર કરવો પડે આપણે અણુ ના ઘાતક ને ન બદલી શકીએ તેથી આપણે આ સબસ્ક્રીપટ ને બદલી શકીએ નહિ આપણે તેને બીજી રીતે વિચારીએ આપણે આ અણુ ને દર્શાવીએ ઇથિલિન કઈ આ પ્રમાણે મળશે અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે અને દરેક કાર્બન 2 હાઇડ્રોજન સાથે બંધ થી જોડાય છે તે કંઈક આ પ્રમાણે થશે 2 કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે હવે અહીં આ o2 નું બંધારણ દોરીએ o2 અણુ નું બંધારણ કઈ આ રીતે મળશે ઓક્સિજન ઓક્સિજન ની સાથે દ્વિબંધ થી જોડાય છે ત્યાર બાદ કાર્બન ડાઈઓક્સાઈડ માટે અહીં કાર્બન બંને ઓક્સિજન સાથે દ્વિબંધ થી જોડાશે આ પ્રમાણે અને અંતે પાણીને દર્શાવીએ પાણીમાં ઓક્સિજન એ 2 હાઇડ્રોજન સાથે બંધ થી જોડાય અહીં + સાઈન મૂકીએ આ પ્રમાણે દર્શાવીએ જો આપણે અહીં સબસ્ક્રીપટ તરીકે 2 લખીએ તો આપણે આ બંધારણ ને બદલી રહ્યા છીએ એટલે કે આપણે અણુ ને બંધારણ ને બદલી રહ્યા છે આપણે અહીં કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કરવા માંગીએ છે પરંતુ ઇથિલિન ના દરેક અણુ નો ઉપયોગ કરીને કેટલા કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કરી શકાય જો અહીં 2 કાર્બન હોય તો અહીં પણ 2 કાર્બન હોવા જોઈએ આપણે તેનું બંધારણ બદલવા નથી માંગતા તેથી આપણે અહીં તેની આગળ 2 લખીએ આપણને 2 અણુ મળે અથવા વધુ સારી રીતે સમજવું હોઈ તો અહીં એકક બીજો અણુ દોરીએ કંઈક આ પ્રમાણે આ રીતે હવે અહીં આપણી પાસે 2 સંતુલિત કાર્બન છે 2 પ્રક્રિયક બાજુ અને 2 નીપજ બાજુ હવે હાઇડ્રોજન વિષે વિચારીએ અહીં આપણી પાસે 4 હાઇડ્રોજન છે પરંતુ અહીં આપણી પાસે 2 જ હાઇડ્રોજન છે જો આપણી પાસે અહીં પાણી ના 2 અણુ હોય તો શું થાય? પાણી ના 2 અણુ આપણે વધુ એક પાણી ના અણુ લઈએ આ પ્રમાણે તો આપણે અહીં દર્શાવીએ છે કે આ 2 છે અને આ પણ 2 છે હવે આપણે ઓક્સિજન ને સંતુલિત કરીએ અહીં આ બાજુ 2 ઓક્સિજન છે અને અહીં આ બાજુ 12345 આને 6 ઓક્સિજન છે ડાબી બાજુ એટલે પ્રક્રિયાક બાજુ 6 ઓક્સિજન લાવવા માટે આપણને તેના 3 અણુ જોઈએ તેથી આ બીજો અણુ અને આ ત્રીજો અણુ આમ આપણે આ સમીકરણ ને સંતુલિત કર્યું અહીં 2 કાર્બન છે અહીં તેની બંને બાજુ 2 કાર્બન છે એક અહીં ઇથિલિન માં છે અહીં બંને બાજુ 2 કાર્બન છે બંને બાજુ 4 હાઇડ્રોજન છે અહીં ઇથિલિન માં છે અને અહીં પાણી માં છે અને પછી બંને બાજુ 6 ઓક્સિજન છે અહીં કેટલાક કાર્બન ડાઈઓક્સાઈડ માં છે કેટલા પાણી માં છે અને અહીં ઓક્સિજન અણુ માં છે આપણે અણુ નું વાસ્તવિક બંધારણ બદલ્યું નથી આપણે માત્ર અણુ ની સંખ્યા જ બદલી છે જે આ અણુ સૂત્ર આગળ સહગુણક તરીકે લખ્યા છે