મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 7
Lesson 4: ઇલેક્ટ્રોનીય રચના- ઉમદા વાયુ રચના
- પ્રથમ આવર્ત માટે ઇલેક્ટ્રોનીય રચના
- બીજા આવર્ત માટે ઇલેક્ટ્રોનીય રચના
- ત્રીજા અને ચોથા આવર્ત માટે ઇલેક્ટ્રોનીય રચના
- 3d સંક્રાંતિ ધાતુ માટે ઇલેક્ટ્રોનીય રચના
- ઇલેક્ટ્રોનીય રચના
- અનુચુંબકીય અને પ્રતિચુંબકીય
- સંયોજકતા ઈલેક્ટ્રોન અને આયનીય સંયોજનો
- ફોટોઈલેક્ટ્રોન સ્પેકટ્રોસ્કોપી
- ફોટોઈલેક્ટ્રોન સ્પેકટ્રોસ્કોપી
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
3d સંક્રાંતિ ધાતુ માટે ઇલેક્ટ્રોનીય રચના
આઉફબાઉ સિદ્ધાંત અનુમાન લગાવે છે કે 4s કક્ષક હંમેશા 3d કક્ષકો પહેલા ભરાય છે, પણ આ મોટા ભાગના તત્વો માટે સાચું નથી! Sc પછી, 3d કક્ષકો ખરેખર 4s કક્ષકો કરતા ઊર્જામાં ઓછી છે, જેનો અર્થ થાય કે ઈલેક્ટ્રોન 3d કક્ષકમાં સૌપ્રથમ દાખલ થાય છે. આ વિડીયોમાં, આપણે 3d સંક્રાંતિ ધાતુઓ માટે બધી જ ઇલેક્ટ્રોનીય રચનાની ચર્ચા ઊંડાણમાં કરીશું.
. Jay દ્વારા નિર્મિત.વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે પોટેશિયમ અને કેલ્શિયમની ઇલેક્ટ્રોનીય રચના શું આવે તે અગાઉ જોઈ ગયા છીએ પરંતુ આપણે તેને ફરીથી ઝડપથી જોઈશું કારણ કે આપણે D કક્ષકો વિશે કઈ રીતે વિચારીએ છીએ તેને તે અસર કરે છે જો આપણે પોટેશિયમની વાત કરીએ તો તે આવર્ત કોષ્ટકમાં ચોથા આવર્તમાં જોવા મળે છે આપણે અહીં ઉંડા વાયુનો ઉપયોગ કરીને તેની ઇલેક્ટ્રોનીય રચના લખી શકીએ તેના માટે આપણે અગાઉના આવર્ત પર જઈશું તે આવર્તનો ઉંડા વાયુ આર્ગોન છે તેથી આર્ગોનને અહીં આપણે બ્રેકેટમાં લખીશું આ પ્રમાણે આર્ગોન પાસે 18 ઇલેક્ટ્રોન હોય છે અને પોટેશિયમ પાસે 19 ઇલેક્ટ્રોન હોય છે આમ પોટેશિયમ પાસે આર્ગોન કરતા એક ઇલેક્ટ્રોન વધારે હોય છે તેથી આપણે તે વધારાના ઇલેક્ટ્રોનને 4s કક્ષકમાં એટલે કે 4s ઓરવીટાળમાં મુકીશું કારણ કે પોટેશિયમ માટે આ 3d કક્ષકો કરતા 4s કક્ષક ઓછી ઉર્જાનું છે પરિણામે આપણે ઉર્જામાં વધારો કરીએ છીએ અને ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં જાય છે તેથી ઉંડા વાયુનું ઉપયોગ કરીને પોટેશિયમ માટેની ઇલેક્ટ્રોનિયા રચના બ્રેકેટમાં આર્ગોન 4s1 છે હવે જો આપણે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમ પાસે પોટેશિયમ કરતા એક ઇલેક્ટ્રોન વધારે છે પરિણામે તે ઇલેક્ટ્રોન પણ 4s કક્ષકમાં જાય અને તમે અહીં ભ્રમણની જોડ જોઈ શકો તેથી કેલ્શિયમ માટે ઇલેક્ટ્રોનીય રચના બ્રેકેટમાં આર્ગોન 4s2 આવે હવે આપણે આ આયર્ન વિશે વિચારીએ કેલ્શિયમ 2 + આયર્ન જયારે આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે વાત કરીએ ત્યારે તેનો અર્થ એ થાય કે આપણે તટસ્થ પરમાણુ વિશે વાત કરી રહ્યા છીએ એટલે કે તેની પાસે સમાન સંખ્યામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે એટલે કે તેની પાસે 20 ઇલેક્ટ્રોન અને 20 પ્રોટોન છે જો તે બે ઇલેક્ટ્રોન ગુમાવે તો તે કેલ્શિયમ આયર્ન બને છે હવે તેનો પરિણામી વીજભાર ધન 2 છે કેલ્શિયમ જે બે ઇલેક્ટ્રોનને ગુમાવીને કેલ્શિયમના આયર્નમાં રૂપાંતરિત થાય છે તે બે ઇલેક્ટ્રોન અહીં છે તે બે ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં આવેલા છે તે 4s કક્ષકમાં રહેલા ઈલેક્ટ્રોન છે તેથી જો આપણે કેલ્શિયમ 2 + આયર્નની ઇલેક્ટ્રોનીય રચના વિશે વાત કરીએ તો તે આર્ગોનની ઇલેક્ટ્રોનીય રચનાને સમાન જ થાય તેથી પોટેશિયમ માટે એક વાર આર્ગોનની જેમ જ રચના પ્રાપ્ત થઇ જાય ત્યાર બાદ આપણે એક ઇલેક્ટ્રોન વિશે વિચારવાની જરૂર છે અને તેવી જ રીતે કેલ્શિયમ માટે એક વાર આર્ગોનની રચના પ્રાપ્ત થઇ જાય ત્યાર બાદ આપણે બે ઇલેક્ટ્રોન વિશે વિચારવાની જરૂર છે હવે જો આપણે તેના પછીના તત્વ વિશે વાત કરીએ તો તે સ્કેન્ડિયમ છે પરિણામે જયારે સ્કેન્ડિયમ વિશે વિચારીએ ત્યારે તે એકવાર આર્ગોનની રચના પ્રાપ્ત કરી લેય તેના પછી આપણે ત્રણ ઇલેક્ટ્રોન વિશે વિચારવાની જરૂર છે હવે આપણે d કક્ષક વિશે વિચારવું પડશે સેન્ડિયમ પછીના બધા જ તત્વો માટે ઇલેક્ટ્રોનીય રચના થોડી જટિલ છે કારણ કે હવે ઉર્જા બદલાય છે પરિણામે જયારે તમે સ્કેન્ડિયમ સુધી પહોંચો ત્યારે અહીં આ બંને કક્ષકોની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછી જોવા મળે છે તેમ છતાં 4s કક્ષકની ઉર્જા 3d કક્ષકની ઉર્જા કરતા વધારે હોય છે આપણે ફરીથી ઉર્જામાં થતા વધારા વિશે વાત કરીએ છીએ તો હવે આપણી પાસે 3 ઇલેક્ટ્રોન છે આપણે તે ઇલેક્ટ્રોનને ક્યાં મુકીશું જો તમે ઉર્જાના સ્ટારને બરાબર સમજી લીધો હોય તો તમે વિચારશો કે આપણે અહીં હુંડના નિયમનું પાલન કરી શકીએ તમે એવું વિચારશો કે આપણે આ ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં મૂકી શકીએ હવે આપણે તેની જોડ બનાવીશું નહિ આપણે સ્કેન્ડિયમ માટે ઇલેક્ટ્રોનને આ પ્રમાણે મુકીશું માટે સ્કેન્ડિયમાની ઇલેક્ટ્રોન રચના 3d3 થાય પરંતુ તે ઇલેક્ટ્રોનીય રચના સાચી નથી ખરેખર અહીંથી આ બે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતા સ્તરમાં જશે તે બે ઇલેક્ટ્રોન આ પ્રમાણે 4s કક્ષકમાં ગોઠવાય પરિણામે ઇલેક્ટ્રોનીય રચના 4s2 3d1 થાય ઇલેક્ટ્રોનીય રચના 4s2 3d1 થાય અથવા તમે 3d14s2 પણ લખી શકો માટે 3d1 4s2 અને તેની આગળ આર્ગોન આ બંને માંથી કોઈ પણ રચના સાચી છે અહીં આ થોડું વિચિત્ર છે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષકોમાં કેમ ગયા આની સમજૂતી સરળ નથી તે બે ઇલેક્ટ્રોનમાટે આ વધુ ઉર્જા હોઈ શકે પરંતુ જો આપણે આ આખા સ્કેન્ડિયમ પરમાણુની વાત કરીએ તો તેના માટે આ વધારે ઉર્જા હોવી જોઈએ નહિ અહીં બીજા બધા પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડશે ઉદા તરીકે ન્યુક્લિયરના વીજભારમાં થતો વધારો સ્કેન્ડિયમ પાસે કેલ્શિયમ કરતા એક પ્રોટોન વધારે છે આ સિવાય પણ ત્યાં બીજા બધા ઘણા પરિબળો છે જેની આપણે આ વિડિઓમાં વાત કરીશું નહિ ફરીથી તેની સમજૂતી સરળ નથી પરંતુ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનીય રચના આ પ્રમાણે આવે હવે આપણે તે કઈ રીતે જાણી શકીએ 4s કક્ષકની ઉર્જા 3d કક્ષક કરતા વધારે છે એવું આપણને કઈ રીતે ખબર પડે આયનીકરણના પ્રયોગ પરથી આપણે તે જાણી શકીએ અહીં સ્કેન્ડિયમનું તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી રહ્યો છે તો તેની એક્ટ્રોનીય રચના બ્રેકેટમાં આર્ગોન 4s1 3d1 થશે ફરીથી તમે અહીં 3d1 4s1 પણ લખી શકો હવે આયન બનાવવા આપણે તે ઇલેક્ટ્રોન ક્યાંથી ગુમાવ્યો આપણે તે ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી ગુમાવ્યો અહીં આ 4s1 છે અને આ 4s1 છે આમ આપણે 4s કક્ષક માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું અને તે યોગ્ય છે કારણ કે 4s કક્ષક વધુ ઉર્જા ધરાવે છે કારણ કે જયારે પણ તમને આયનીકરણમાં ઇલેક્ટ્રોનને ગુમાવો ત્યારે તમે હંમેશા એવા જ ઇલેક્ટ્રોનને ગુમાવો છો જેની ઉર્જા વધારે હોય આયર્ન બનાવવા તે એલ્ક્ટ્રોનને દૂર કરવું વધારે સરળ છે આમ 4s કક્ષકની ઉર્જા 3d કક્ષક કરતા વધારે હોય છે તમે તમારા પુસ્તકમાં પણ આના વિશે વધારે સમજૂતી જોશો નહિ અને તેનું કદાચ મુખ્ય કારણ એ છે કે અહીં ઇલેક્ટ્રોનીય રચના જ મહત્વની છે પરીક્ષામાં તમને ફક્ત સ્કેન્ડિયમ જેવા તત્વોની ઇલેક્ટ્રોનીય રચના જ પુછાય છે તેથી જો તમે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખવા માંગતા હોવ તો સૌ પ્રથમ આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન શોધો જો તમે તેના માટે ઊંડા વાયુનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તેની આગળ આવેલા આવર્તમાં ઊંડા વાયુને શોધો જે અહીં આર્ગોન છે ત્યાર બાદ 4s1 4s2 3d1 આમ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનીય રચના આર્ગોન 4s2 3d1 આવશે પરંતુ અહીં તે બતાવે છે કે 3d કક્ષક 4s કક્ષક પછી ભરાય છે કારણ કે તેની ઉર્જા વધારે હશે પરંતુ તે સાચું નથી ઇલેક્ટ્રોનીય રચના લખતી વખતે તમે કદાચ તે પ્રમાણે વિચારી શકો પરંતુ વાસ્તવમાં એવું બનતું નથી હવે આપણે બીજા તત્વો વિશે પણ વિચારવાની જરૂર છે અહીં આ સ્કેન્ડિયમ માટે હતું આવર્ત કોષ્ટકમાં સ્કેન્ડિયમ પછીનું તત્વ ટાઇટેનિયમ છે જો તમને પરીક્ષામાં ટાઇટેનિયમની ઇલેક્ટ્રોનીય રચના પુછાય તો તમે સૌ પ્રથમ આર્ગોન વિશે વિચારો તેથી આપણે ટીટાનિયમ માટે આર્ગોનને બ્રેકેટમાં લખીશું ત્યાર બાદ 4s1 4s2 3d1 અને 3d2 આમ 4s2 3d2 તમે 3d અને 4s ની અદ્દલ બદલી પણ કરી શકો ફરીથી અહીં આ દર્શાવે છે કે 3d કક્ષક 4s કક્ષક પછી ભરાય છે પરંતુ આ સાચું નથી તમને ફક્ત આનાથી સાચું જવાબ મળશે તો હવે આપણે બીજા તત્વો વિશે વાત કરીએ આપણે સ્કેન્ડિયમ અને ટાઇટેનિયમ વિશે વાત કરી ગયા સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનીય રચના આર્ગોન 4s2 3d1 છે 4s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે અને 3d કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન જો આપણે ટાઇટેનિયમની વાત કરીએ તો તે 4s2 3d2 છે તમે અહીં આ બંનેની અદ્દલ બદલી પણ કરી શકો હવે જયારે d કક્ષકમાં બીજું ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે આપણે તેને બીજી કક્ષકમાં ઉમેરીયે છીએ આપણે અહીં ભ્રમની જોડ બનાવતા નથી આપણે અહીં હુંડના નિયમનો પાલન કરીએ છીએ હવે ત્યાર પછીનું તત્વ વેનેડિયમ છે વેનેડિયમમાં એક ઇલેક્ટ્રોન વધારે આવશે આપણે તે વધારાના ઇલેક્ટ્રોનને d કક્ષકમાં મુકીશું પરંતુ આપણે તેને ab કક્ષકમાં મુકીશું નહિ જે પહેલેથી ભરાયેલી હોય આપણે તેને અહીં આ ત્રીજી d કક્ષકમાં મુકીશું આપણે હુંડના નિયમનો પાલન કરીએ છીએ પરંતુ જો હવે તમે તેના પછીના તત્વ પર જાઓ તો તમને એક વિચિત્ર બાબત જોવા મળશે તેના પછીનું તત્વ ક્રોમિયમ છે ક્રોમિયમ પાસે વેનેડિયમ કરતા એક ઇલેક્ટ્રોન વધારે હોય છે તો તમે કદાચ એવું વિચારી શકો કે આપણે તે વધારાના ઇલેક્ટ્રોનને 3d કક્ષકમાં મૂકીએ અને આપણી ઇલેક્ટ્રોનીય રચના આ થશે માટે તમને કદાચ થશે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના 4s2 3d4 છે પરંતુ આપણે અહીં તે મેળવતા નથી અહીં તેની ઇલેક્ટ્રોનીય રચના 4s1 3d5 છે અહીં 4s કક્ષક માંથી એક ઇલેક્ટ્રોન બાકી રહેલી એક 3d કક્ષકમાં જશે અને આપણને ક્રોમિયમ માટે આ પ્રકારની ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત થાય આ રીતે વિચારવું સરળ છે પરંતુ વાસ્તવમાં આવું થતું નથી વાસ્તવમાં જયારે પરમાણુની રચના થાય ત્યારે ઉર્જાના સ્તર જુદા જુદા હોય છે પરંતુ જયારે તમે ઇલેક્ટ્રોનીય રચના લખો ત્યારે આ 4s માનો એક ઇલેક્ટ્રોન ખાલી રહેલી 3s કક્ષકમાં જાય છે એવું તમે વિચારી શકો ઘણા loko એવું કહે છે કે અહીં આ અર્ધ ભરાયેલી d પેટા કક્ષકો ખુબ જ વધારે સ્થાયી હોય છે અને તે કદાચ ક્રોમિયમ માટે સાચું પણ હોઈ શકે પરંતુ તે હંમેશા સાચું હોતું નથી માટે આ એક સારી સમજૂતી નથી તેની સાચી સમજૂતી ખુબ જ અઘરી છે હવે પછીનું તત્વ મેન્ગેનીઝ છે મેન્ગેનીઝ પાસે ક્રોમિયમ કરતા એક ઇલેક્ટ્રોન વધારે છે જો આપણે ક્રોમિયમની વાત કરીએ તો તેની પાસે 6 ઇલેક્ટ્રોન હતા હવે મેન્ગેનીઝ પાસે 7 ઇલેક્ટ્રોન છે હવે અહીં આ ઇલેક્ટ્રોનીય રચના અપેક્ષિત છે તમે કહી શકો કે આ 4s1 4s2 3d1 3d2 3d3 3d4 અને 3d5 તેને ઇલેક્ટ્રોનીય રચના 4s2 3d5 છે આમ અહીં આ તે જ પ્રમાણે છે જે પ્રમાણે આપણે અનુમાન કર્યું હતું ત્યાર પછીનું તત્વ આયર્ન છે માટે અહીં 3d6 આવશે આયર્નની ઇલેક્ટ્રોનીય રચના તે જ પ્રમાણે છે આર્ગોન 4s2 3d6 અને હવે તમે અહીં ભ્રમનની જોડ જોઈ શકો આપણે ઇલેક્ટ્રોનીય રચનાના અગાઉના વિડિઓમાં તે જોઈ ગયા હતા હવે ત્યાર પછીનું તત્વ કોબાલ્ટ છે માટે 3d7 4s2 3d7 તમે અહીં ઉમેરાયેલો ઇલેક્ટ્રોન જોઈ શકો તે ભ્રમણની જોડ બનાવે છે ત્યાર બાદ નિકાલ પણ તે જ પ્રમાણે આવશે 3d8 તમે અહીં એક વધુ ઉમેરાયેલો ઇલેક્ટ્રોન જોઈ શકો તે ભ્રમણ જોડ બનાવે છે પરંતુ હવે તમે એક વિચિત્ર બાબત જોશો નિકાલ પછીનું તત્વ કોપર છે જો આપણે નિકાલની ઇલેક્ટ્રોનીય રચનામાં એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો તે 4s2 3d9 થાય પરંતુ આપણને અહીં તે પ્રમાણે દેખાતું નથી તેમ જ તે ઉમેરાયેયુલું ઇલેક્ટ્રોન અહીં આવે પરંતુ આપણને અહીં તે પ્રમાણે દેખાતું નથી આપણે અહીંથી આ ઇલેક્ટ્રોનને લઈએ છીએ અને ત્યાર બાદ તેને અંતિમ d કક્ષકમાં મૂકીએ છીએ આ પ્રમાણે જેના કારણે આપણને અહીં સંપૂર્ણ ભરાયેલી d પેટા કક્ષક મળે છે માટે કોપર ખુબ જ સ્થાયી છે એવું કહી શકાય અને તે કદાચ કોપર માટે સાચું પણ હોય આપણને અહીં 4s કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન જોવા મળે છે અને તેથી તેની ઇલેક્ટ્રોનીય રચના 4s1 3d 10 છે ત્યાર બાદ આપણે ઝીંક વિશે વિચારીએ કોપર કરતા એક ઇલેક્ટ્રોન તેની પાસે વધારે છે તેથી અહીં આ 4s2 થશે 4s2 ત્યાર બાદ 3d1 2 3 4 5 6 7 8 9 10 માટે 4s2 3d10 અથવા 3d10 4s2 તેની આગળ આર્ગોન આવશે આમ આ તેની સાચી ઇલેક્ટ્રોનીય રચના છે અને તમે અહીં જોઈ શકો કે 4s કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે અને 3d કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી છે અહીં આ વિષય થોડો અઘરો છે પરંતુ આશા છે કે શું થઇ રહ્યું છે તેનો તમને ખ્યાલ આવ્યો હશે