If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીને

પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ટેબલનો ઉપયોગ કરીને પ્રમાણિત કોષ પોટેન્શિયલની ગણતરી કરવાનું ઉદાહરણ.  Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તેઓ એ અહીં આપણને આ પ્રક્રિયા આપી છે અને તેઓ પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માંગે છે આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીને તે કરી શકે અહીં આ પ્રથમ અર્ધ પ્રક્રિયા જોઈએ તમે અહીં જોઈ શકો કે જો તમે સિલ્વર આયનમાં ઇલેક્ટ્રોનને ઉમેરો તો તમને ઘન સિલ્વર મળે ઇલેક્ટ્રોનને મેળવવું એ રિડક્શન છે આમ અહીં આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે હવે જો આપણે આ જમણી બાજુએ લખેલી પ્રક્રિયાને જોઈએ તો આપણે અહીં જોઈ શકીએ કે આ સિલ્વર અયાનનો રિડક્શન થઇ રહ્યું છે અહીં આ સિલ્વર આયર્નનો ઘન સિલ્વરમાં રિડક્શન થઇ રહ્યું છે તો આપણે અહીં આ રિડક્શન અર્ધ પ્રક્રયાને લખીશું તે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે આપણી પાસે Ag + છે એટલે કે સિલ્વર આયન અને તેમાં આપણે ઇલેક્ટ્રોનને ઉમેરી રહ્યા છીએ જેનાથી આપણને ઘન સિલ્વર મળશે ઘન સિલ્વર જો આપણે આ અર્ધ પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો તે ધન 0 .80 વોલ્ટ થશે આના બરાબર 0 .80 વોલ્ટ હવે આ પ્રક્રિયામાં બીજું શું થઇ રહ્યું છે તે જોઈએ આપણે ઘન સ્વરૂપમાં રહેલા ઝીંકને ઝીંક 2 + આયનમાં ફેરવી રહ્યા છીએ તમે ઘન સ્વરૂપમાં રહેલા ઝીંકને ઝીંક 2 + આયનમાં કઈ રીતે ફેરવી શકો જો આપણે ઘન ઝીંકને ઝીંક 2 + આયનમાં ફેરવવું હોય તો અહીં બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે માટે ઇલેક્ટ્રોન ગુમાવવું એ ઓક્સિડેશન છે તેથી જો આપણે આ અર્ધ પ્રક્રિયાને જોઈએ તો અહીં આ અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે લખવામાં આવે છે અહીં ઝીંક 2 + આયનની રિડક્શન થઇ રહ્યું છે તે બે ઇલેક્ટ્રોન મેળવે છે અને પછી ઘન ઝીંકમાં ફેરવાય છે આપણે તેને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે લખી શકીએ અહીં તેને રિડક્શન તરીકે આપ્યું છે પરંતુ આપણે તેને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે લખવા માંગીએ તેથી આપણે ફક્ત આને ઉલટું કરીશુ આપણે અહીં ઘન ઝીંકથી શરૂઆત કરીશું અને પછી આ ઘન સ્વરૂપે રહેલા ઝીંકનું રૂપાંતરણ Zn2 + આયર્નમાં થાય છે અને તે કરવા તે બે ઈલેક્ટ્રોન ગુમાવે છે આમ ઇલેક્ટ્રોનને ગુમાવવું એ ઓક્સિડેશન છે તો હવે આપણે ઓક્સિડેશન માટે પ્રમાણિત પોટેન્શિયલ શોધવું પડશે તેના માટે આપણે ફરીથી આ ટેબલને જોઈ શકીએ અહીં આ અર્ધ પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0 .76 વોલ્ટ છે પરંતુ આપણે આ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે લખી આપણે તેને ઉલટાવીને લખી માટે આપણે આ પોટેન્શિયલની નિશાની નેગેટિવથી પોઝિટિવ કરીશું તેથી રિડક્શન માટે જો પોટેન્શિયલ -0 .76 હોય તો ઓક્સિડેશન માટે પોટેન્શિયલ + 0 .76 થાય આમ આ અર્ધ પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 .76 વોલ્ટ થશે હવે આપણે મોલની વાત કરીશું તેના માટે આપણે આ પ્રક્રિયા જોઈએ અહીં આપણી પાસે સિલ્વર આયર્નના બે મોલ છે જેનું રૂપાંતરણ ઘન સિલ્વરના બે મોલમાં થઇ રહ્યું છે જો આપણે નીચેની પ્રક્રિયા જોઈએ તો અહીં એક મોલ સિલ્વર આયર્નનું રૂપાંતરણ એક મોલ ઘન સિલ્વરમાં થઇ રહ્યું છે માટે આપણે આ બધાનો ગુણાકાર બે સાથે કરીશું આપણને બે મોલ સિલ્વર આયનની જરૂર છે ત્યાર બાદ તેમાં બે મોલ ઇલેક્ટ્રોનને ઉમેરીશું જેનાથી આપણને બે મોલ ઘન સિલ્વર મળે હવે કદાચ તમે એમ કહો કે આપણે આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને પણ બે વડે ગુણવું જોઈએ પરંતુ આપણે એવું કરીશું નહીં કારણ કે તેના વિશે આપણે અગાઉના વિડીઓમાં વાત કરી ગયા છીએ વોલ્ટેજ એ ખુબ જ અગત્યનો ગુણધર્મ છે તમે સિલ્વરના એક મોલ બનાવો અથવા સિલ્વરના બે મોલ બનાવો પરંતુ તેનાથી વોલ્ટજ બદલાતો નથી વોલ્ટેજમાં કોઈ ફેરફાર થતો નથી માટે આપણે વોલ્ટેજ ને 0 .8 વોલ્ટ જ રહેવા દઈશું હવે અહીં આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે તેથી આપણે પૂર્ણ પ્રક્રિયા મેળવવા આ બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરી શકીએ જો આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરીએ તો આપણને અહીં સંપૂર્ણ પ્રક્રિયા મળશે હવે અહીં ઝીંક જે બે ઈલેક્ટ્રોન ગુમાવે છે તે જ સમાન ઇલેક્ટ્રોન સિલ્વર આયર્ન મેળવે છે માટે આ બંને કેન્સલ થઇ જશે તેથી ડાબી બાજુ આપણી પાસે 2 Ag + વત્તા ઘન ઝીંક બાકી રહે 2 Ag + બે સિલ્વર આયન + ઘન સ્વરૂપમાં રહેલો ઝીંક અને હવે આપણે જમણી બાજુ નીપજને જોઈએ આપણી પાસે નીપજ તરીકે ઘન સ્વરૂપે રહેલા સિલ્વરણના બે મોલ અને zn2 + આયન બાકી રહે ઘન સ્વરૂપે રહેલા બે સિલ્વર + zn2 + આયન નોંધો કે અહીં આ જ આપણી પ્રક્રિયા છે આપણે અત્યારે આ જે પ્રક્રિયા શોધી તે અહીં પ્રશ્નમાં આપેલી પ્રક્રિયાને સમાન છે આ આપણી સંપૂર્ણ પ્રક્રિયા છે પરંતુ તેઓ આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો જણાવી રહ્યા છે તો આપણે આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કઈ રીતે શોધી શકીએ તેને કઈ રીતે શોધી શકાય તેની વાત આપણે અગાઉના વિડિઓમાં કરી ગયા હતા માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ આપણે સંપૂર્ણ પ્રક્રિયા કઈ રીતે પ્રાપ્ત કરી તમે તેના વિશે વિચારી શકો આપણે સંપૂર્ણ પ્રક્રિયા મેળવવા રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સરવાળો કર્યો તેથી જો આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલને શોધવું હોય તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનો સરવાળો કરવો પડે માટે આપણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલનો સરવાળો કરીએ તેથી આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળશે માટે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ બરાબર અહીં આ 0 .80 વોલ્ટ છે 0 .80 વોલ્ટ + 0 .76 વોલ્ટ જેના બરાબર આપણને ધન 1 .56 વોલ્ટ મળશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આ થાય પોટેન્શિયલ ધન મળે છે તેનો અર્થ એ થાય કે અહીં આ પ્રક્રિયા સ્વયંસ્ફૂરિત છે આમ પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ આ રીતે કરી શકાય