મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 16
Lesson 3: પ્રમાણિત કોષ પોટેન્શિયલઅગત્યના ગુણધર્મ તરીકે વોલ્ટેજ
અર્ધ પ્રક્રિયા માટે ગીબ્સ મુક્ત ઊર્જામાં થતો ફેરફાર અને વોલ્ટેજની ગણતરી કરીને વોલ્ટેજ અગત્યનો ગુણધર્મ છે એવું બતાવવું.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જયારે તમે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સાથે કામ કરી રહીઆ હોવ ત્યારે વોલ્ટેજ એ ખુબજ અગત્ય નો ગુણધર્મ છે એ સમજવું જરૂરી છે અને આ વિડિઓના અંતમાં તમે સમજી જસો કે ખુબજ અગત્ય નો અર્થ શું થાય આપણે ઉદાહરણ તરીકે આ પ્રથમ અર્ધ પ્રક્રિયા નો ઉપયોગ કરીશુ અહીં સિલ્વર આયન નું સિલ્વર ધાતુ માં રેડુંક્સન થઈ રહીયુ છે માટે આપણી પાસે AG +છે વત્તા ઈલેક્ટ્રોન જે આપણને સિલ્વર ધાતુ આપે છે આ અર્ધ પ્રક્રિયા માટે પ્રમાણિત રેડુંક્સન પોટેન્સિઅલ ધન 0.8 વોલ્ટ છે હવે આપણે મુક્ત ઉર્જા માં થતો પ્રમાણિત ફેરફાર ગણવાની શરૂઆત કરીએ અગાવ ના વિડિઓ પરથી આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે વોલ્ટેજ હોઈ તો આપણે મુક્ત ઉર્જા માં થતો પ્રમાણિત ફેરફાર એટલે કે ડેલ્ટા GO ની ગણતરી કરી શકીએ તેથી આ અર્ધપ્રક્રિયા બરાબર -N યાદ રાખો કે અહીં N એ ઇલેક્ટ્રોનના મોલ ની સંખ્યા છે અને આપણી પાસે ઇલેક્ટ્રોનના એક મોલ છે માટે આપણે સમીકરણ માં એક મોલ લખીસું આ પ્રમાણે ત્યારબાદ F જે ફૅરૅડેનો અચનાક છે અને તેનો મૂલ્ય 96,500 કુલંબ પ્રતિ મોલ છે તે ઈલેક્ટ્રોન નાએક મોલનો વીજભાર છે હવે તેનો ગુણાકાર આપણે વોલ્ટ સાથે કરીશુ જેની કિંમત 0.80 વોલ્ટ છેમાટે 0.80 પરંતુ હું અહીં વોલ્ટ લખવા ની જગ્યાએ જુલ પ્રતિ કુલંબ લખીશ જેથી આપણા એકમ કેન્સલ થઈ શકે માટે અહીં મોલ ની સંખ્યા કેન્સલ થઈ જશે અને કુલંબ પણ કેન્સલ થઈ જશે અને આપણને આપણો જવાબ જુલ ના સંદર્ભ માં મળે અને તે ઋણ હશે હવે તે શું થાય તેની ગણતરી કરીએ માટે 1 ગુણ્યાં 96500 ગુણ્યાં 0.80 જેના બરાબર આપણને આ મળે પરંતુ આપણો જવાબ ઋણ માં છે તેથી આના બરાબર લગભગ -77 કિલોજુલ આમ સિલ્વર ધાતુ ના એક મોલ માટે મુક્ત ઉર્જા માં થતો પ્રમાણિત ફેરફાર -77 કીલોંજુલ છે હવે જો આપણે સિલ્વરના 2 મોલ બનાવ માંગતા હોયે તો તો આપણે આ અર્ધપ્રક્રિયામાં બધાંનોજ ગુણાકાર 2 વડે કરવો પડે માટે 2 AG + આયન સિલ્વર આયર્ન ના 2 મોલ વત્તા 2 ઈલેક્ટ્રોન અને તેનાથી આપણને 2 મોલ સિલ્વર ધાતુ મળે હવે જો આપણે સિલ્વર ધાતુ ના 2 મોલ બનાવવા માંગતા હોઈએ તો મુક્ત ઉર્જા માં થતો પ્રામાણિક ફેરફાર શું થાય આપણને અહીં 2મોલ મળે છે એક મોલ સિલ્વર ધાતુ ના ઉત્પાદન માટે મુક્ત ઉર્જા માં થતો ફેરફાર -77 કીલોંજુલ છેતેથી આપણે આ સંખ્યા નો ગુણાકાર 2 સાથે કરવો પડે માટે -77 કીલોંજુલ ગુણ્યાં 2 જેનાથી આપણને -154 કીલોજયુલ મળશે આમ જયારે સિલ્વર ધાતુ ના 2 મોલ જોઈતા હોઈ ત્યારે મુક્ત ઉર્જા માં થતો ફેરફાર આટલો થશે આમ આ મુક્ત ઉર્જા ને આપણે ખુબજ અગત્ય નો ગુણ ધર્મ કહીએ છીએ તમે અહીં કેટલા સાથે કામ કરી રહીઆ છો તેના પર તે આધાર રાખે છે આપણે અહીં ઇલેક્ટ્રોન ના 2 મોલ સાથે કામ કરી રહીઆ છીએ અને તેનાથી આપણને સિલ્વર ધાતુના 2 મોલ મળે છે તેથી આપણે મુક્ત ઉર્જામાં થતા ફેરફાર ને તે પ્રમાણે બદલવી પડે હવે આ વોલ્ટેજ વિષે શુ કહી શકાય આપણી પાસે હવે મુક્ત ઉર્જા માં થતો પ્રમાણિત ફેરફાર છે તેથી આપણે વોલ્ટેજ માટે ઉકેલવા આ સમીકરણનો ફરીથી ઉપયોગ કરીએ મુકતઉર્જા માં થતા પ્રમાણિત ફેરફાર તરીકે આપણે -154 કીલોંજુલ લઈશુ આપણે ડેલ્ટા G 0 ની આ કિંમત મુકીશુ પરંતુ આપણે તેને જુલ માં લખીસું તેના બરાબર 154000 આપણી પાસે અહીં માયનસ ની નિશાની છે તેથી માયનસ ત્યારબાદ N ની કિંમત લખીએ હવે આપણી પાસે ઈલેક્ટ્રોન ના મોલની સંખ્યા 2 છે તેથી 2 મોલ ત્યારબાદ આપણે તેનો ગુણાકાર ફેરેડે ના અચણાક સાથે કરીશુ તેથી 96500 કુલંબ પ્રતિ મોલ આપ્રમાણે અને હવે આપણે તેનો વોલ્ટેજ શોધવા માંગીએ છીએ અને હવે તે શોધવા આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ 154000 ભાગ્યા 2 ફરીથી આપણે તેનો ભાગાકાર 96500 સાથે કરીએ તેનાથી આપણને જવાબ આપ્રમાણે મળે જો આપણે તેને નજીક ની સંખ્યા માં ફેરવીએ તો તેના બરાબર 0.80 થાય માટે અહીં વોલ્ટેજ બરાબર 0.80 વોલ્ટ આપણને સિલ્વરના 1 મોલ બનાવવા માટે જેટલા વોલ્ટેજ ની જરૂર હતી તેટલોજ વોલ્ટેજ સિલ્વરના 2 મોલ બનાવા માટે જોઈશે હું તેને હાયલાયત કરીશ આપણને સિલ્વરના 2 મોલ બનાવવા માટે ૦.80 વોલ્ટ ની જરૂર છે અને સિલ્વરના એક મોલ ને બનાવવા માટે જે વોલ્ટેજ જોઈએ છે આ તેને સમાન જ છે આમ વોલ્ટેજ ખુબજ અગત્ય નો ગુણધર્મ છે કારણકે તે એક સમાન રહે છે તમે કેટલા સિલ્વર બનાવી રહીઆ છો તે અગત્ય નો નથી તમે કેટલા ઈલેક્ટ્રોન નો ઉપયોગ કરી રહીઆ છો એ અગત્ય નું નથી તેનો વોલ્ટેજ સમાન રહે છે અને તે યાદ રાખો ખુબ મહત્વ નો છે જયારે તમે પ્રમાણિત રિડક્શન પોટેન્શલ કરી રહીઆ હોવ અને તમે અર્ધપ્રક્રિયાને 2 વડે ગુણો ત્યારે તમે વોલ્ટેજ ને 2 વડે ગુણતા નહીં કારણકે વોલ્ટેજ 1 સમાન રહે છે