If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિષમીકરણ

હાઇડ્રોજન પેરોક્સાઇડનાં વિઘટન માટે ઓક્સિડેશન અવસ્થા આપવી, વિષમીકરણ પ્રક્રિયા. . Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મોટા ભાગની રેડોક્સ પ્રક્રિયામાં એકનું ઓક્સિડેશન થાય છે અને બીજાનું રિડક્શન થાય છે પરંતુ કેટલીક રેડોક્સ પ્રક્રિયાઓ એવી છે જેમાં એક જ પ્રક્રિયામાં એક જ તત્વનું ઓક્સિડેશન પણ થઇ શકે અને રિડક્શન પણ થઇ શકે આપણે આવી પ્રક્રિયાઓને વીશમીકરણ પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ આપણી પાસે અહીં ખુબ જ જાણીતું ઉદા છેતે હાઇડ્રોજન પેરોક્સાઈડનું વિઘટન છે અહીં ડાબી બાજુએ આપણી પાસે હાઇડ્રોક્સાઇડ પેરોક્સાઈડ છે હવે જ્યારે તમે તેમાં પોટેશિયમ આયોડાઇડને ઉમેરો ત્યારે તેનું રૂપાંતરણ પાણી અને ઓક્સિજનમાં થાય છે આપણે આ પ્રક્રિયામાં આ બધાની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન અંક વિશે વિચારીએ આપણે પાણી અને ઓક્સિજનના અણુથી શરૂઆત કરીશું ઓક્સિડેશન અવસ્થા આપવાની રીતો ઘણી બધી છે પરંતુ સૌથી સરળ રીત સામાન્ય નિયમોને યાદ રાખવાની છે જે તમે કોઈ પણ કેમેસ્ટ્રી બુકમાં જોઈ શકો જ્યારે તમારી પાસે પાણીમાં ઓક્સિજન હોય ત્યારે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય છે જયારે આપણી પાસે ઓક્સિજન હોય જે અહીં છે ત્યારે તેની ઓક્સિડેશન અવસ્થા 0 હોય છે અને અહીં આપણી પાસે ડાબી બાજુ હાઇડ્રોજન પેરોક્સાઈડ છે જે થોડું વિચિત્ર ઉદાહરણ છે તે એક અપવાદ છે જેમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે તમે આ રીતે તેને યાદ રાખી શકો અથવા ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવાની બીજી રીતો પણ છે જેમાં તમે ડોટ બંધારણ દોરીને તેની વિધુત ઋણતા વિશે વિચારી શકો આપણે ફરીથી પાણીના અણુ સાથે શરૂઆત કરીએ આપણે જાણીએ છીએ કે આ બંધમાં બે ઇલેક્ટ્રોન હોય છે તો આપણે તે બે ઇલેક્ટ્રોનને દર્શાવીશું આ પ્રમાણે તેવી જ રીતે આ બંધમાં પણ બે ઇલેક્ટ્રોન હોય છે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન એ હાઇડ્રોજન કરતા વધારે વિધુત ઋણતા ધરાવે છે જો તમે તે રીતે વિચારતા હોવ તો અહીં આ તત્વના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જશે આપણે તેને આયનીય બંધ તરીકે લઇ શકીએ તે આયનીય બંધ નથી તેમ છતાં તમે અહીં જોઈ શૉ કે તે બધા જ ઇલેક્ટ્રોન હવે ઓક્સિજન પાસે છે ઓક્સિજન પાસે સામાન્ય રીતે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે અને અહીં તેની આસપાસ 8 ઇલેક્ટ્રોન છે માટે 6 - 8 = -2 થાય આમ આપણને અહીં તે જ સંખ્યા મળે છે જે આપણે અહીં લખીએ પરંતુ જો તમે વિધુત ઋણતાનું ઉપયોગ કરીને ઓક્સિડેશન અવસ્થા વિશે વિચારો તો તમને તે સમજવામાં વધારે મદદરૂપ થઇ શકે હવે આપણે ઓક્સિજનના અણુમાં રહેલા ઓક્સિજન વિશે વિચારીએ ફરીથી આપણે આ બંધને જોઈએ દરેક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય છે અને આપણી પાસે અહીં દ્વિ બંધ છે અહીં ઓક્સિજન સીધોજ બીજા ઓક્સિજનની સાથે બંધ વડે જોડાયેલો છે અને આ બંનેની વિધુત ઋણતા પણ એક સમાન છે માટે આપણે આ બધા ઈલેક્ટ્રોનને વહેંચવા પડશે ઓક્સિજન પાસે અહીં 4 ઇલેક્ટ્રોન છે માટે દરેક ઓક્સિજન બે ઇલેક્ટ્રોન મેળવે તેથી હવે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કંઈક આ પ્રમાણે વહેંચાશે હવે તેની પાસે 6 ઇલેક્ટ્રોન છે 6 ઓછા આના 6 ઇલેક્ટ્રોન જેના બરાબર 0 થાય આમ આની ઓક્સિડેશન અવસ્થા 0 છે જે આપણે અહીં મેળવી હતી હવે આપણે આ હાઇડ્રોજન પેરોક્સાઈડ વિશે વિચારીએ ફરીથી દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન દોરીએ કંઈક આ પ્રમાણે દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન છે હવે આપણે સૌ પ્રથમ આ ડાબી બાજુનો ઓક્સિજન વિશે વિચારીએ જો ઓક્સિજન અને હાઇડ્રોજનની સરખામણી કરીએ તો ઓક્સિજન વધારે વિધુત ઋણતા ધરાવે છે માટે ઓક્સિજન આ બધા જ ઇલેક્ટ્રોન લઇ લેય છે હવે આ બંને ઓક્સિજનની વચ્ચે બંધ છે તેઓ સીધા જ એક બીજાની સાથે બંધ વડે જોડાયેલા છે તે બંનેની વિધુત ઋણતા પણ સમાન છે તેથી અહીં આ ઇલેક્ટ્રોન સરખા ભાગે વહેંચાઈ જશે અને આપણને કંઈક આ રીતે જોવા મળે અહીં 6 ઇલેક્ટ્રોન છે ઓછા જો તમે આ ઇલેક્ટ્રોનને ગણો તો તે 7 થશે માટે આના બરાબર -1 આમ હાઇડ્રોજન પેરોક્સાઈડમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 છે આમ અહીં બંને રીતે યાદ રાખવું ખુબ ઉપયોગી છે પરંતુ આ રીતનું ડોટ બંધારણ ઘણી વખત વધારે ઉપયોગી સાબિત થઇ શકે હવે આપણી પાસે ઓક્સિડેશન અવસ્થા છે માટે આપણે તેનું નિરીક્ષણ થોડી સારી રીતે કરી શકીએ તમે અહીં જોઈ શકો કે આપણી પાસે ડાબી બાજુ એક ઓક્સિજન છે અને તે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 છે હવે આ ઓક્સિજનનો પરમાણુ O2 ઓક્સિજનના કોઈ પણ એક પરમાણુમાં રૂપાંતરિત થાય છે અને તેની ઓક્સિડેશન અવસ્થા -1 માંથી 0 થાય છે ઓક્સિજન -1 થી 0 પર જાય છે અહીં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થામાં વધારો થઇ રહ્યો છે માટે વ્યાખ્યા પરથી કહી શકાય કે અહીં ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે આમ અહીં આ ઓક્સિડેશનનું ઉદાહરણ છે તમે ફક્ત અહીં આ સંખ્યાઓ ઉપર ધ્યાન આપો -1 થી 0 થાય છે તે વધે છે માટે ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે હવે અહીં બીજું શું થઇ રહ્યું છે તેના વિશે વિચારીએ આપણે ડાબી બાજુના ઓક્સિજનથી શરૂઆત કરીએ જેની ઓક્સિડેશન અવસ્થા -1 છે અને હવે આ ઓક્સિજનનું પરમાણુ બીજા એક ઓક્સિજનના પરમાણુમાં ફેરવાય છે જેની ઓક્સિડેશન અવસ્થા -2 છે અને તે પાણીમાં રહેલો ઓક્સિજન છે તમે અહીં જોઈ શકો કે ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય છે -1 થી તે -2 પર જાય છે અને ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડાનો અર્થએ થાય કે અહીં રિડક્શન થઇ રહ્યું છે અહીં ઓક્સિજનનું રિડક્શન થાય છે આમ તમે અહીં જોઈ શકો કે એક જ પ્રક્રિયામાં ઓક્સિજનનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે આપણે આ પ્રકારની પ્રક્રિયાઓને વીશમીકરણ પ્રક્રિયા કહીશું