If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આવર્ત કોષ્ટકમાં ઓક્સિડેશન અવસ્થાનું વલણ

મુખ્ય સમૂહ તત્વો માટે સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં વલણ.  સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જોઈએ કે આપણે તત્વના આવર્ત કોષ્ટકને જોઈને ઓક્સિડેશન અવસ્થાના કેટલાક સામાન્ય વલણ મેળવી શકીએ કે નહિ તો સૌ પ્રથમ આપણે આલ્કલી ધાતુઓ વિશે વાત કરીશું હું અહીં તેની ફરતે એક બોક્સ બનાવી રહી છું આપણે હાઇડ્રોજન વિશે પછી વાત કરીએ કારણ કે હાઇડ્રોજન એક વિશિષ્ઠ ઉદાહરણ છે આપણે જોઈ ગયા હતા કે સમૂહ 1 ના તત્વો આલ્કલી ધાતુઓ છે અને આપણે એ હકીકત જાણીએ છીએ કે તે એટલા બધા વિધુત ઋણમાંય હોતા નથી તેમની પાસે એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે અને તેઓ તે ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃદ્ધિ ધરાવે છે તેઓ ખુબ જ સારા આયનીય બંધ બનાવી શકે છે તેથી જયારે તેઓ અણુ સ્વરૂપે હોય જયારે તેઓ બંધ બનાવે ત્યારે તેમનું ઓક્સિડેશન થાય છે એટલે કે તેઓ એક ઇલેક્ટ્રોન આપી દેય છે તેથી જો તેમના ઓક્સિડેશન આંકની વાત કરીએ તો સામાન્ય રીતે તે +1 છે હવે જો આપણે એક સમૂહ જમણી બાજુએ જઈએ એટલે કે જો આપણે સમૂહ 2 ની વાત કરીએ તો તેઓ આલ્કલાઈન અર્થ ધાતુઓ છે તેમની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 2 હોય છે અને તેઓ પણ એટલા બધા વિધુત ઋણમય નથી તેથી તેઓ આંશિક રીતે કે સંપૂર્ણ રીતે પોતાના બે ઇલેક્ટ્રોનનું દાન કરે છે તેથી સામાન્ય રીતે તેમનો ઓક્સિડેશન આંક +2 છે તેમના માટે બે ઇલેક્ટ્રોનનું દાન કરવું સરળ છે કારણ કે તેઓ એટલા બધા વિધુત ઋણમય નથી જો તેમને તેમની અષ્ટક પૂર્ણ કરવી હોય તો તમને બાકીના છ ઇલેક્ટ્રોન મેળવવા પડે જે તેમના માટે અઘરું છે હવે આપણે આવર્ત કોષ્ઠકની બીજી બાજુએ જઈએ આપણે આ હેલોજન સમૂહની વાત કરીએ તેમની વિધુત ઋણતા ઘણી જ વધારે હોય છે તમે તેમને આવર્ત કોષ્ટકની જમણી બાજુએ જોઈ શકો જો આપણે અષ્ટક પૂર્ણ કરવાની વાત કરીએ તો તેઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ માત્ર એક જ ઇલેક્ટ્રોન દૂર છે માટે સામાન્ય રીતે તેમનું ઓક્સિડેશન થાય છે જો તેમના ઓક્સિડેશન આંકની વાત કરીએ તો તે -1 છે હું અહીં સામાન્ય રીતે એવા શબ્દનો ઉપયોગ કરી રહી છું કારણ કે હંમેશા એ પ્રમાણેની પરિસ્થિતિ હશે નહિ ત્યાં આનાથી વિપરીત પરિસ્થિતિ પણ હોઈ શકે પરંતુ જો આપણે સામાન્ય નિયમની વાત કરીએ તો તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવાનું પસંદ કરે છે હવે આપણે એક સમૂહ ડાબી બાજુ આવીએ એટલે કે આપણે આ સમૂહ 6 ની વાત કરીએ જેનો ખુબ જ પ્રખ્યાત તત્વ ઓક્સિજન આવેલું છે મેં કહ્યું તે પ્રમાણે કંઈકનું ઓક્સિડેશન કરવું એટલે કે કંઈકની સાથે એવું કરવું જે ઓક્સિજન કરે છે ઓક્સિડેશન એટલે તેની પાસેથી ઇલેક્ટ્રોન લઇ લેવા અહીં આ બંને સમૂહનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિજન એ ખુબ જ સારો ઓક્સિડેશન કરતા છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો સામાન્ય રીતે ઓક્સિજન ઈલેક્ટ્રોન લઇ લેય છે તે સામાન્ય રીતે બે ઇલેક્ટ્રોન લેવાનું પસંદ કરે છે માટે તેનો ઓક્સિડેશન આંક -2 છે એટલે કે તેનો વીજભાર 2 ઇલેક્ટ્રોન જેટલો ઘટે છે સામાન્ય રીતે આનું રિડક્શન થાય છે અને સામાન્ય રીતે આનું ઓક્સિડેશન થાય છે હવે જો આપણે સમૂહ 5 ના તત્વો વિશે વાત કરીએ જેની ફરતે હું અત્યારે બોક્સ બનાવી રહી છું તો તેમનો ઓક્સિડેશન આંક -3 છે આમ તમે અહીં સામાન્ય વલણ જોઈ શકો જેમ જેમ તમે આવર્ત કોષ્ટકની મધ્ય તરફ આગળ વધતા જાઓ તેમ તેમ તમને ઓક્સિડેશન આંકમાં ભિન્નતા જોવા મળે છે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે હાઇડ્રોજન એક વિશિષ્ઠ તત્વ છે મેં હાઇડ્રોજનને બાજુ પાર રાખ્યું છે કારણ કે તેની પાસે ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય છે માટે તમે કદાચ કહી શકો કે તે 0 ઇલેક્ટ્રોન મેળવવા માટે આ એક ઇલેક્ટ્રોનનું દાન કરી શકે તે હાઇડ્રોજન માટેની યોગ્ય રચના થશે પરંતુ તમે તેને હેલોજન તરીકે પણ વિચારી શકો તેથી તમે હાઇડ્રોજનને આલ્કલી ધાતુ તરીકે વિચારી શકો તેમજ જો આપણે સૈધ્ધાન્તિ રીતે વિચારીએ તો તમે આ હાઇડ્રોજનને અહીં પણ મૂકી શકો કારણ કે તેના પ્રથમ કોષમાં બે ઇલેક્ટ્રોન મેળવવા માટે તેને ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે તેથી હાઇડ્રોજનને આ બંને જગ્યાએ વિચારી શકાય તેથી હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 અથવા -1 પણ હોય શકે હવે તેને ઉદાહરણ તરીકે સમજવા આપણે એક પરિસ્થિતિ લઈએ જ્યાં હાઇડ્રોજન ઓક્સિડેશન કર્તા તરીકે કામ કરે છે તેનું એક ઉદાહરણ લિથિયમ હાઈડરાઇડ છે લિથિયમ હાઈડરાઇડ આ લિથિયમ હાઈડરાઇડ એક એવી પરિસ્થિતિ છે જેમાં હાઇડ્રોજનની વિધુત ઋણતા વધારે છે લિથિયમ એટલો બધો વિધુત ઋણમય તત્વ નથી તેથી લિથિયમ પોતાના એક ઇલેક્ટ્રોનનો સરળતાથી દાન કરશે અને હાઇડ્રોજન લિથિયમનું ઓક્સિડેશન કરશે લિથિયમ હાઇડ્રોજનનું રિડક્શન કરશે હાઇડ્રોજન એ એવું તત્વ છે જે લિથિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન લઇ લેશે પરિણામે લિથિયમ પરનો ઓક્સિડેશન આંક +1 છે તેમજ હાઇડ્રોજન પરનો ઓક્સિડેશન આંક -1 છે ફરીથી હું અહીં આ સંજ્ઞાઓને સ્પષ્ટ બનાવવા મંગુ છું લિથિયમનું હાઇડ્રોજન વડે ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજનનું લિથિયમ વડે રિડક્શન થાય છે હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જેમાં હાઇડ્રોજન બીજો ભાગ ભજવે છે એટલે કે તેમાં તે રિડક્શન કર્તા છે આપણે ઉદાહરણ તરીકે હાઇડ્રોક્સાઇડ લઈએ આપણે હાઇડ્રોક્સાઇડ આયન વિશે વિચારીએ જેમાં તમારી પાસે હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે પાણીનો અણુ હાઇડ્રોજન પ્રોટોન ગુમાવે છે પરંતુ તેની પાસે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હોય છે ત્યારે આપણને આ હાઇડ્રોક્સાઇડ આયન મળે છે તેની પાસે -1 જેટલું વીજભાર છે હવે હું તમને આ દોરીને બતાવીશ જેથી તમને તે વધુ સારી રીતે સમજાય તો આ એક એવી પરિસ્થિતિ છે જેમાં ઓક્સિજન પાસે 1 ,2 ,3 ,4 ,5 અને 6 ઇલેક્ટ્રોન હોય છે જયારે તે પાણી સ્વરૂપે હોય ત્યારે તમારી પાસે બે હાઇડ્રોજન કંઈક આ પ્રમાણે હોય છે હવે અહીં ઇલેક્ટ્રોનની આ જોડ સહસંયોજક બંધ વડે જોડાયેલી હોય છે તેવી જ રીતે અહીં આ જોડ પણ હવે જો આને હાઇડ્રોક્સાઇડ આયનની વાત કરીએ તો ઓક્સિજન અહીં આ બંને ઇલેક્ટ્રોનને લઇ લેય છે પરિણામે તે હવે કંઈક આ પ્રમાણે દેખાય આ ઓક્સિજન છે તેની પાસે 1 ,2 ,3 ,4 અને હવે આ જોડના પણ ઇલેક્ટ્રોન હશે એટલે કે આ બે ઇલેક્ટ્રોન બીજો હાઇડ્રોજન સહસંયોજક બંધ સાથે આ પ્રમાણે જોડાયેલો છે હવે આ જે હાઇડ્રોજન છે તે ફક્ત હાઇડ્રોજન પ્રોટોન છે અને અહીં આનો વીજભાર ઋણ છે અહીં આ આખાની પાસે -1 જેટલો વીજભાર છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઓક્સિજન હાઇડ્રોજન કર્તા વધારે વિધુત ઋણમય છે તેથી ઓક્સિજન હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઇ લેય છે હવે જો આપણે એવી કલ્પના કરીએ કે અહીં આ સહસંયોજક બંધની જગ્યાએ આયનીય બંધ છે તો હાઇડ્રોજન સંપૂર્ણ રીતે તેનું એક ઇલેક્ટ્રોન ગુમાવી દેય છે પરિણામે તેની ઓક્સિડેશન અવસ્થા +1 થાય ઓક્સિજન વડે તેનું ઓક્સિડેશન થાય છે જો આપણે ઓક્સિજન વિશે વિચારીએ તો તે સંપૂર્ણ રીતે એક ઇલેક્ટ્રોન મેળવી લેય છે અને સહ સંયોજક બંધની જગ્યાએ આયનીય બંધ તરીકે વિચારીએ તો તે સંપૂર્ણ રીતે બે ઇલેક્ટ્રોન મેળવી લેય છે પરિણામે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થશે જયારે તમે ઓક્સિડેશન આંક અને આયનીય વીજભાર માટે સંજ્ઞા લખો ત્યારે હંમેશા સંખ્યા પછી નિશાનીને લખો આ બે ઉદાહરણ બતાવવાનો હેતુ એ હતો કે હાઇડ્રોજન પાસે -1 અથવા +1 જેટલો ઓક્સિડેશન આંક હોઈ શકે પરંતુ અહીં કંઈક બીજી રસપ્રત બાબત પણ થઇ રહી છે અણુમાં આવેલા બંને પરમાણુઓનો ઓક્સિડેશન આંક લઈએ અને જો તેમનો સરવાળો કરીએ તો આપણને આખા અણુનો વીજભાર મળે છે જો તમે +1 લો અને -1 લો તે બંનેનો સરવાળો કરો તો તમને 0 મળશે જે સંપૂર્ણ રીતે સાચું છે કારણ કે લિથિયમ હાઈડરાઇડ તટસ્થ છે અને તેની પાસે કુલ વીજભાર નથી તેવી જ રીતે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 ને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા 2 - છે જો આપણે તે બંનેનો સરવાળો કરીએ તો આપણને -1 જેટલો વીજભાર મળે -1 જેટલો વીજભાર અને તે તદ્દન સાચું છે તમે અહીં -1 વીજભારને જોઇ શકો