If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અસામાન્ય ઓક્સિજન ઓક્સિડેશન અવસ્થા

હાઇડ્રોજન પેરોક્સાઇડ, H₂O₂, અને હાઇડ્રોજન ડાયફ્લોરાઇડ, OF₂ માં ઓક્સિડેશન આંક નક્કી કરવો.  સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે અહીં 2 જુદા જુદા અણુઓ છે અહીં આ હાયડ્રોજન પેરોક્સાઈડ છે આપણે તેને પેરોક્સાઈડ એટલા માટે કહીએ છે કારણકે અહીં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ છે અને આ અણુ ઓક્સિજન ડાયફલોરાઇડ છે જ્યાં ઓક્સિજન 2 જુદા જુદા ફ્લોરિન સાથે બંધથી જોડાયેલો છે હું ઇચ્છુ છું કે તમે વિડિઓ અટકાવો તત્વો ના આ આવર્તકોષ્ટક નો આ ઉપયોગ કરો તમને અહીં આ આવર્તકોષ્ટકમાં વિદ્યુત ઋણતા પણ આપવામાં આવેલી છે આ વિદ્યુતરૂણતા પોઉલીના માપકર્મ ના આધારે આપવામાં આવી છે પૉઉલી જે ખુબજ પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા આ માહિતીનો ઉપયોગ કરીને તેમજ ઓક્સિડેશન અવસ્થા વિષે તમે જે જાણો છો તેનો ઉપયોગ કરીને આ સંયોજનમાં રહેલા જુદા જુદા ઘટકો ની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન સંખ્યા શોધવાનું પ્રયત્ન કરો તમે વિડિઓ અટકાવીને જાતે કરો તમે કદાચ અનુભવ્યું હશે કે અહીં કંઈક રસપ્રદ થય રહીયુ છે આપણે અગાવ વાત કરી ગયા છીએ તે પ્રમાણે ઓક્સિજન પાસે 2 વેલેન્સ ઈલેક્ટ્રોન હોય છે તેને અંતિમકોષ પૂર્ણ કરવા માટે 2 ઈલેક્ટ્રોન ની જરૂર હોય છે તેથી તે બીજા તત્વો પાસેથી 2 ઈલેક્ટ્રોન મેળવવા ની વૃત્તિ ધરાવે છે માટે તેની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન સંખ્યા અથવા ઓક્સિડેશન આંક -2 છે તે ખુબજ વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે અને બાકીના તત્વો સાથે તેનું ખુબજ ઝડપથી ઓક્સિડેશન થઈ જાય છે પરંતુ અહીં રસપ્રદ બાબત એ છે કે ઓક્સિજન તેના કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ સાથે બંધ થી જોડાયેલો છે આ હાયડ્રોજન પેરોક્સાઈડ છે તેમાં ઓક્સિજન હાયડ્રોજન સાથે જોડાયેલો છે તે ફક્ત સંપૂર્ણ રીતે હાયડ્રોજન સાથેજ જોડાયેલો નથી પરંતુ અહીં તે ઓક્સિજન સાથે પણ જોડાયેલો છે અને આ બંને એક સમાન વિદ્યુત ઋણતા ધરાવતા હશે તો હવે આ બંને ઘટકની ઓક્સિડેશન અવસ્થા શુ થાય ? હાયડ્રોજન ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે અને તેની પાસે આંશિક ધન વીજભાર હોય છે કારણકે ઈલેક્ટ્રોન વધારે સમય આ ઓક્સિજન ની આસપાસ પસાર કરે છે પરંતુ જયારે આપણે ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરીએ ત્યારે આપણે આંશિક વીજભાર પર ધ્યાન આપતા નથી આપણે તેને સહસંયોજક બંધ અથવા આયનિક બંધ તરીકે લઈએ છીએ જો તમારે કોઈક ને ઈલેક્ટ્રોન આપવા હોય તો તમે તે ઈલેક્ટ્રોન ઓક્સિજન ને આપશો જેના કારણે અહીં તેની ઓક્સિડેશન અવસ્થા -1 થશે જયારે હાયડ્રોજન પાસેથી ઈલેક્ટ્રોન દૂર થાય છે માટે તેની ઓક્સિડેશન અવસ્થા ધન 1 આવે હવે તેજ સમાન બાબત આ ઓક્સિજન અને આ હાયડ્રોજન માટે પણ સાચી છે અને આ એક એવું ઉદાહરણ છે જેમાં ઓક્સિજન ની ઓક્સિડેશન અવસ્થા -2 નથી પરંતુ તે -1 છે માટેજ તે રસપ્રદ બને છે હવે જયારે આપણે ઓક્સિજન ડાયફલોરાઇડ ને જોઈએ ત્યારે તે વધુ રસપ્રદ બને છે તે વધારે રસપ્રદ શા માટે છે કારણકે આ આખા અવર્તકોષ્ટક માં ફ્લોરિન જ એક એવું તત્વ છે જે ઓક્સિજન કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે માટે જો તમારે આ બંને પરમાણુ માંથી કોઈ એક ને ઈલેક્ટ્રોન આપવા હોય તો તમે તે ઈલેક્ટ્રોન ફ્લોરિન ને આપશો માટે દરેક ફ્લોરિન ની ઓક્સિડેશન અવસ્થા -1 થશે હવે જો આપણે ઓક્સિજન વિષે વિચારીએ તો તે અહીં ઈલેક્ટ્રોન આવી રહીયુ છે તેથી જયારે આપણે તેની ઓક્સિડેશન અવસ્થા વિષે વાત કરીએ તો તે હવે ધન 2 થાય જયારે આપણે ઓક્સિડેશન અવસ્થા લખીએ છીએ ત્યારે આ રીતે સુપરસ્ક્રીપટ માં લખીએ છીએ આપણે સામાન્ય રીતે નિશાની ને સંખ્યા ની આગળ લખીએ છીએ અહીં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2 છે ઓક્સિજન જે સામાન્ય રીતે બીજી બાબતો નું ઓક્સિડેશન કરે છે પરંતુ અહીં ઓક્સિજનનું ફ્લોરિન વડે ઓક્સિડેશન થાય છે આમ આ એક અફવાદ છે મોટા ભાગના અણુઓ માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આંક -2 હોય છે પરંતુ જો ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે જોડાયેલો હોય અથવા જો ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાયેલો હોય ફ્લોરિન જે આખા આવર્તકોષ્ટક માં ફક્ત એકજ એવું તત્વ છે જે ઓક્સિજન કરતા વધારે વિદ્યુતઋણતા ધરાવે છે તો ઓક્સિજન ની ઓક્સિડેશન અવસ્થા -2 રહેશે નહિ