If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2015 AP રસાયણવિજ્ઞાન free response 3b

અનુમાપનમાં સમતુલ્ય બિંદુ વિશે માહિતી ઉપયોગ કરીને નિર્બળ બેઇઝની સાંદ્રતાની ગણતરી. From 2015 AP રસાયણવિજ્ઞાન free response 3b. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સમતુલ્ય બિંદુ સુધી પહોંચવા માટે 1 .25 મોલાર હાઈડ્રોક્લોરિક એસિડના કુલ 29 .95 મિલી લીટરની જરૂર છે સ્ટોક દ્રાવણમાં પોટેશિયમ સોરબેટની સાંદ્રતાની ગણતરી કરો જયારે આ પ્રમાણેનું બ્રેકેટ આપ્યું હોય ત્યારે આપણે સાંદ્રતા વિશે વાત કરી રહ્યા છીએ એમ સમજવું તો સૌ પ્રથમ સમતુલ્ય બિંદુ એટલે કે ઇકવીવેલેન્સ પોઇન્ટ શું છે તે યાદ કરી લઈએ સમતુલ્ય બિંદુ એ એક એવું બિંદુ છે જ્યાં બધા જ પોટેશિયમ સોરબેટએ અનુંમાપનની પદ્ધતિ વડે એસિડ સાથે પ્રક્રિયા કરી લીધી હોય છે આપણે હમણાં જ ચોખ્ખા આયાનીકરણની જમણી બાજુ મળેવી તેના વિશે વિચારવાની બીજી રીત આ પ્રમાણે છે આપણે અહીં પ્રક્રિયા કરી રહ્યા છીએ પોટેશિયમ સોરબેટના દરેક મોલને આપણે સોર્બિક એસિડમાં ફેરવવા માંગીએ છીએ આપણે તેમાં હાઈડ્રોક્લોરિક એસિડના મોલ ઉમેરી રહ્યા છીએ માટે સમતુલ્ય બિંદુ વિશે વિચારવાની એક રીત આ પ્રમાણે છે જો હું હાઈડ્રોક્લોરિક એસિડના ચોક્કસ સંખ્યાના મોલ ઉમેરો તો પોટેશિયમ સોરબેટના તે તદ્દન સંખ્યાના મોલ મળવા જોઈએ જેનાથી આપણે શરૂઆત કરી હતી આપણી પાસે મૂળભૂત રીતે પોટેશિયમ સોરબેટના જેટલા મોલ છે આપણે તેટલી જ સંખ્યાના મોલ હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરી રહ્યા છીએ તો તેઓ સંપર્ણ રીતે એક બીજા સાથે કેન્સલ થઇ જશે જો આપણે હાઈડ્રો ક્લોરીક એસિડના મોલની સંખ્યા શોધી શકીએ તો આપણે કહી શકીએ કે સમતુલ્ય આપણને હાઈડ્રોક્લોરિક એસિડના આટલા મોલની જરૂર તેનો અર્થ એ થાય કે સ્ટોક દ્રાવણમાં પોટેશિયમ સોરબેટના કેટલા મોલ હશે અને પછી આપણે તેનો ઉપયોગ તેની સાંદ્રતા શોધવા માટે કરી શકીએ તો સૌ પ્રથમ એ વિચારીએ કે અહીં હાઈડ્રોક્લોરિક એસિડના કેટલા મોલ છે માટે સૌ પ્રથમ હું અહીં Hcl લખીશ આપણને 29 .95 મિલી લીટર આપેલું છે તો આપણે તેને લીટરમાં ફેરવીએ કારણ કે જો આપણને સાંદ્રતા મોલારીટીમાં આપી હોય તો તે મોલ પ્રતિ લીટર હોવું જોઈએ માટે આપણે એ વાતની ખાતરી કરવી પડે કે આપણા એકમ સાચા છે હવે આપણને આ લીટરમાં જોઈએ છીએ એટલે કે આપણને અંશમાં લીટર જોઈએ છીએ અને છેદમાં મિલી લીટર જોઈએ છીએ જેથી આ બને કેન્સલ થઇ શકે 1 લીટર બરાબર 1000 મિલી લીટર જો તમે મિલી લીટરને લીટરમાં ફેરવવા માંગતા હોવ તો તમે 1000 વડે ગુણી શકો અથવા 1 /1000 વડે ભાગી શકો આમ આ આપણને હાઈડ્રોક્લોરિક એસિડના દ્રાવણનો કુલ જથ્થો લીટરમાં આવશે જેને આપણે આ દ્રાવણમાં ઉમેરીએ છીએ હવે તેના બરાબર કેટલા મોલ થાય તેની ગણતરી કરીએ માટે હું અહીં આનો ગુણાકાર મોલારીટી સાથે કરીશ ગુણ્યાં 1 .25 હવે અહીં M લખવાને બદલે હું મોલ પ્રતિ લીટર લખીશ હવે આના બરાબર શું થાય તેની ગણતરી કરવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ 29 .95 ભાગ્યા 1000 હવે તેનો ગુણાકાર 1 .25 સાથે કરીએ જેનાથી આપણને આ જવાબ મળે અહીં આપણી પાસે ત્રણ અર્થ સૂચક અંક છે માટે આના બરાબર 0 .0374 અને તમે જોઈ શકો કે અહીં એકમ પણ કામ કરશે આ મિલી લીટર અને આ મિલી લીટર કેન્સલ થઇ જશે તેવી જ રીતે આ બંને લીટર પણ કેન્સલ થઇ જાય અને આપણી પાસે મોલ બાકી રહે પરંતુ યાદ રાખો કે અહીં આ મોલ હાઈડ્રોક્લોરિક એસિડના છે માટે જયારે તેઓ એમ કહે કે 1 .25 મોલાર Hcl ના કુલ 29 .95 મિલી લીટરની જરૂર છે ત્યારે તેનો અર્થ એવો થાય કે તેઓ હાઈડ્રોક્લોરિક એસિડના આટલા મોલ ઉમેરી રહ્યા છીએ અને તેનો અર્થ એ થાય કે આપણા દ્રાવણ પાસે પોટેશિયમ સોરબેટના પ્રારંભમાં આટલા મોલ હતા તો હવે આપણે પોટેશિયમ સોરબેટની મૂળભૂત સાંદ્રતા શોધી શકીએ પોટેશિયમ સોરબેટની સાંદ્રતા KC6 H7O2 = સ્ટોક દ્રાવણમાં પોટેશિયમ સોરબેટના જેટલા મોલથી આપણે શરૂઆત કરી હતી તે સંખ્યા જેના બરાબર આ જ થશે 0 .0 374 મોલ ભાગ્યા હવે આપણા મૂળભૂત દ્રાવણનું મૂળભૂત કદ કેટલું છે વિધાર્થી 45 ml સ્ટોક દ્રાવણનું અનુંમાપન કરે છે આપણી પાસે અહીં 4 અર્થ સૂચક અંક છે આમ સ્ટોક દ્રાવણનું પ્રારંભમાં કદ 45 ml છે તો આપણે તેને લીટરમાં ફેરવીએ યાદ રાખો કે આપણને અહીં સાંદ્રતા મોલારીટીમાં આપી છે એટલે કે આપણને મોલ પ્રતિ લીટર જોઈએ છીએ 45 મિલી લીટર બરાબર 0 .045 હું અહીં 00 લખી શકું કારણ કે આપણી પાસે ચાર અર્થ સૂચક અંક છે લીટર અને હવે તેના બરાબર શું થાય મેં ફક્ત અહીં 100 વડે ભાગાકાર કર્યું 45 મિલી એ એક લીટરનું 45 સહસ્ત્રૌણષ થશે તો આના બરાબર શું થાય તેના માટે આપણે કેલ્ક્યૂઈલેટરનો ફરીથી ઉપયોગ કરીએ આપણી પાસે અંશ તરીકે આ જવાબ પહેલથી છે માટે આપણે તેનો ભાગાકાર 0 .045 સાથે કરીશું જો આપણે કેલ્ક્યુલેટરમાં આ બંને 0 લખીએ તો પણ તેનું કોઈ મહત્વ નથી માટે આપણને આપણો જવાબ કંઈક આ પ્રમાણે મળશે હવે અહીં અર્થ સૂચક અંક કેટલા છે અહીં અર્થ સૂચક અંક 3 છે માટે 0 .832 આના બરાબર 0 .832 મોલ પ્રતિ લીટર અથવા આપણે તેને 0 .832 મોલાર પણ કહી શકીએ આમ આપણા સ્ટોક દ્રાવણમાં પોટેશિયમ સોરબેટની પ્રારંભિક સાંદ્રતા 0 .832 મોલાર હતી