મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 જીવ વિજ્ઞાન (ભારત)
શ્વસનતંત્રનું પુનરાવર્તન
મુખ્ય શબ્દ
પદ | અર્થ |
---|---|
શ્વસનતંત્ર | શરીરની રચના શરીર અને બાહ્ય પર્યાવરણ વચ્ચે વાયુઓની આપલે માટે જવાબદાર છે |
કંઠનળી (ગળું) | નલિકા નાક/મોં થી અન્નનળી સાથે જોડાયેલ હોય છે |
શ્વાસવાહિની (અવાજનું ખાનું) | નલિકા કંઠનળી અને શ્વાસનળી વચ્ચેની જગ્યા બનાવે છે |
શ્વાસનળી | નલિકા કંઠનળી થી ફેફસાની શ્વાસવાહિની ને જોડે છે |
શ્વાસવાહિની | પેશીઓની શાખાઓ શ્વાસનળી માંથી નીકળે છે |
નાની શ્વાસવાહિની | હવાનો માર્ગ જે શ્વસની થી લંબાઈ છે |
વાયુકોષ્ઠ | ફેફસાનું બંધારણ જ્યા વાયુઓની આપલે થાય છે |
ઉરોદરપટલ | છાતીના સ્નાયુઓ જે ફેફસાની નીચે હોય છે અને શ્વાસ/ઉચ્છવાસમાં સહાય કરે છે |
શ્વસનતંત્ર
શારીરિક શ્વસન ક્રિયામાં બે મહત્વના ભાગ હોય છે: બાહ્ય શ્વસન અને આંતરિક શ્વસન. બાહ્ય શ્વસન, જે શ્વાસ તરીકે પણ ઓળખાય છે, તેમાં હવાને ફેસામાં ભરવી (શ્વાસ) અને હવાને વાતાવરણમાં બહાર કાઢવી(ઉચ્છવાસ). આંતરિક શ્વસન દરમિયાન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઇડ કોષ અને શ્વસવાહીની ની વચ્ચે આપલે થાય છે.
શ્વસન નાક અથવા મોં થી શરુ થાય છે, જ્યા ઓક્સિજનયુક્ત હવા કંઠનળી, શ્વાસનળી, અને શ્વાસવાહીની માં જતા પહેલા અંદર લેવામાં આવે છે. શ્વાસવાહીનીના શ્વસની માં બે ભાગ પડે છે, દરેક ફેફસા સાથે જોડાયેલ છે. દરેક શ્વસની બે નાની શ્વસની માં વિભાજીત હોય છે, અને તેના કરતા પણ વધુ નાની નલિકા શ્વસની માં વિભાજીત હોય છે. શ્વસની ના અંતે હવાના કોષ આવેલા છે જેને વાયુકોષ્ઠ કહે છે, અને તેમાં વાયુઓની આપલે થાય છે.
શ્વસનનું સૌથી અગત્યનું બંધારણ ઉરોદરપટલ છે. જયારે ઉરોદરપટલ સંકોચાય છે, ત્યારે તે સીધું અને ફેફસા વિકોચન પામે છે, અને હવાને ફેફસામાં ભરે છે. જયારે તે સામાન્ય પરિસ્થિતિમાં આવે, ત્યારે હવા બહાર નીકળે છે, અને ફેફસાને સામાન્ય બનાવે છે.
સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો
- શારીરિક શ્વસન અને કોષીય શ્વસન સમાન નથી. લોકો ઘણીવાર "શ્વસન" શબ્દનો ઉપયોગ કોષીય શ્વસન માટે કરે છે, જેમાં કોષીય પ્રક્રિયામાં કાર્બોહાઈડ્રેટનું ઉર્જામાં રૂપાંતર થાય છે. બંને સબંધિત છે,પરંતુ સમાન નથી.
- આપણે માત્ર ઓક્સિજનને અંદર લેતા નથી અથવા ઉચ્છવાસમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ કાઢતા નથી. ઘણીવાર "ઓક્સિજન" અને "હવા" શબ્દો અંદરોઅંદર બદલાય છે. હવા જેને આપણે અંદર લઈએ છીએ તેમાં ઓક્સિજન બહાર હવા કાઢીએ તેના કરતા વધુ હોય છે, અને ઉચ્છવાસમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ કરતા વધુ હોય છે. જો કે, ઓક્સિજન એ આપણે શ્વાસ લઈએ તેમાં જોવા મળે છે. (આથી, હવામાં ઓક્સિજન કરતા વધુ નાઇટ્રોજન છે!)
- શરીરમાં ઓક્સિજનના વહન માટે માત્ર શ્વસનતંત્ર કાર્યરત નથી. શરીરને ઓક્સિજન મળે તે માટે શ્વસનતંત્ર પરિવહન તંત્ર સાથે મળીને કાર્ય કરે છે. શ્વસનતંત્રમાંથી ઓક્સિજન અંદર એવામાં આવે છે જે શ્વસવાહીનીમાં જાય છે જેમાં ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓ અને કોષોમાં વહે છે..
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.