મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 જીવ વિજ્ઞાન (ભારત)
પરિવહનતંત્રનું પુનરાવર્તન
મુખ્ય શબ્દ
પદ | અર્થ |
---|---|
પરિવહનતંત્ર | શરીરની રચના રુધિર,પોષકદ્રવ્યો,અને શરીરનો કચરો બહાર કાઢવા માટે જવાબદાર છે |
કાર્ડિયાક | હૃદયને લગતું |
ફુપ્ફુસ | ફેફસાને લગતું |
ધમની | રક્તવાહિનીઓ જે રુધિરને હ્દય થી શરીરના ભાગો સુધી પહોંચાડે છે |
Vein | રક્તવાહિનીઓ જે રુધિરને વિવિશ અંગોમાંથી હૃદય સુધી પહોંચાડે છે |
મહાધમની | મોટાભાગની ધમની રુધિરને પદ્દતિસર પરિવહનતંત્ર સુધી પહોંચાડે છે |
કેશિકાઓ | નાની રુધિરવાહીની જે પોષકદ્રવ્યોની આપલે કરે છે |
કર્ણક | હૃદયનું ઉપરનું ખંડ |
ક્ષેપક | હૃદયનું નીચેનું ખંડ |
પરિવહનતંત્ર
પરિવહનતંત્ર એ રુધિર,રુધિરવાહિનીઓ અને હૃદય થી બનેલું તંત્ર છે. આ તંત્ર શરીરમાં પેશીઓ સાથે ઓક્સિજન અને બીજા પોષકદ્રવ્યો,અંત:સ્ત્રાવોનું પરિવહન અને નાકમાં કચરને બહાર કાઢે છે.
હૃદય
હૃદય એ વિશિષ્ટ સ્નાયુઓની પેશીના બનેલુ છે જે પરિવહનતંત્રમાં પંપની જેમ કામ કરે છે.
મનુષ્યનું હૃદય ચાર ખંડોમાં વિભાજીત છે. તેમાં હદની બંને બાજુ એક કર્ણક અને એક ક્ષેપક આવેલું છે. કર્ણક રુધિર મેળવે છે અને ક્ષેપક રુધિરને મોકલે છે.
મનુષ્યનું પરિવહનતંત્ર ઘણાબધા પરિપથ ધરાવે છે.
- ફુપ્ફુસ પરિપથ હૃદય અને ફેફસા વચ્ચે રુધિરનો પ્રવાહ મોકલે છે.
- દૈહિક પરિપથ શરીર થી તરફ અને દૂર રુધિરનું વાહન કરાવે છે.
- ચક્રીય પરિપથ જે રુધિર હૃદયને મોકલે છે (નીચેની આકૃતિમાં દર્શાવેલ નથી).
રુધિર અને રક્તવાહિનીઓ
હૃદયથી મળતું રુધિર રક્તવાહિનીઓ દ્વારા આખા શરીરમાં મોકલાય છે. ધમનીઓ હૃદયથી દૂર રુધિરને કેશિકાઓમાં મોકલે છે અને ઓક્સિજન (અને બીજા પોષકદ્રવ્યો) પેશીઓ અને કોષોને મોકલે છે.એકવાર ઓક્સિજન દૂર થાય, રુધિર પાછું ફેફસામાં જાય, જ્યા તેમાં ઓક્સિજનયુક્ત રુધિર બને છે અને શિરાઓ મારફતે હૃદયમાં પહોંચે છે.
દૈહિક પરિપથની મુખ્ય ધમની મહાધમની છે જેમાંથી ધમનીઓનીકળે છે જે રુધિરને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે.
સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો
- ધમનીઓ સામાન્ય રીતે ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે અને શિરાઓ સામાન્ય રીતે ઓક્સિજનવિહીન રુધિરનું વહન કરે છે. આ ઘણા વખતે સાચું બને છે. જો કે, ફુપ્ફુસ ધમનીઓ અને શિરાઓને આ નિયમ લાગુ પડતો નથી. ફુપ્ફુસ શિરાઓ ઓક્સિજનયુક્ત રુધિર હૃદય સુધી પહોંચે છે અને ફુપ્ફુસ ધમનીઓ ઓક્સિજનવિહીન રુધિર હૃદયથી દૂર મોકલે છે.
- રુધિર હંમેશા લાલ હોય છે. જયારે આપણે ચામડી પરથી જોઈએ ત્યારે શિરાઓ ભૂરી દેખાય છે, અમુક લોકોને લાગે છે કે ઓક્સિજનવિહીન રુધિર ભૂરું દેખાય છે. જો કે, આ બાબત નથી ! રુધિર માત્ર ભૂરું દેખાય છે કારણકે પેશીઓ પ્રકાશને શોષે છે અને આપણી આંખને તે રંગ દેખાય છે. તેમ છતાં રુધિરના રંગ પર ઓક્સિજનની અસર જોવા મળે છે (વધુ ઓક્સિજન વધુ લાલ બનાવે છે,અને ઓછું તેને ઝાંખું બનાવે છે),રુધિર વાસ્તવિકમાં ક્યારે ભૂરું ન હોય.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.