મુખ્ય વિષયવસ્તુ
વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત)
Course: વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત) > Unit 2
Lesson 6: સામાન્ય ક્ષાર પરથી રસાયણોસામાન્ય નામ પરથી ક્ષારના આણ્વીય સૂત્રને ઓળખો (યાદ કરો)
ચાલો રસાયણોના આણ્વીય સૂત્રને તેમના સામાન્ય નામ પરથી યાદ કરીએ.
ક્ષાર એ ઍસિડ અને બેઇઝની તટસ્થીકરણની પ્રક્રિયા વડે બનતું આયનીય સંયોજન છે.
રોજીંદા જીવનમાં, આપણે જુદા જુદા પ્રકારના ક્ષારનો ઉપયોગ કરીએ છીએ, અને આપણે રસોઈમાં, બેકિંગમાં, ડિટર્જન્ટના ઉત્પાદનમાં, અને ફ્રેક્ચર પામેલા હાડકાંઓને આધાર આપવામાં ઉપયોગ કરીએ છીએ. મોટે ભાગે, આપણે તેમને સામાન્ય નામ વડે જાણીએ છીએ. આ આર્ટીકલમાં, ચાલો તેમના સામાન્ય નામ પરથી રસાયણના આણ્વીય સૂત્રને યાદ કરવાનો પ્રયત્ન કરીએ.
- બેકિંગ સોડા ક્ષાર છે. આપણે તેનો બેકિંગમાં ઉપયોગ કરીએ છીએ તેથી "બેકિંગ" નામ આવ્યું અને તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે તેથી "સોડા" minus કાર્બોનેટેડ પીણું, સોડાની જેમ જ.
બેકિંગ સોડાના નાના પ્રમાણને કેકમાં ઉમેરતા તે નરમ અને સુંવાળી બને છે.
બેકિંગ સોડાનું આણ્વીય સૂત્ર શું છે?
- સિંધવ મીઠું સફેદ સ્ફટિક તરીકે કુદરતી રીતે જ મળી આવે છે. આપણે તેનું નિષ્કર્ષણ ખનિજ, હેલાઈટમાંથી કરીએ છીએ અથવા દરિયાના પાણીનું બાષ્પીભવન કરીને મેળવીએ છીએ.
સિંધવ મીઠાનું આણ્વીય સૂત્ર શું છે?
- પ્લાસ્ટર ઑફ પેરિસ (POP) સફેદ પાઉડર છે. તેને પેરિસમાં મોર્ટમાર્ટરેમાંથી મેળવવામાં આવે છે, તેથી આ નામ પડ્યું છે.
આજે, ભાંગેલા હાડકાંઓને આધાર આપવા ડોક્ટર તેમનો ઉપયોગ કરે છે.
પ્લાસ્ટર ઑફ પેરિસનું આણ્વીય સૂત્ર શું છે?
- ઐતિહાસિક રીતે, વોશિંગ સોડા સોડિયમ-ભરપૂર જમીનમાં ઉગતી વનસ્પતિની રાખમાંથી મેળવવામાં આવે છે.
તે ડિટર્જન્ટના ઉત્પાદનમાં ઉપયોગી છે.
વોશિંગ સોડાનું આણ્વીય સૂત્ર શું છે?
- બ્લીચિંગ પાઉડર minus સફેદ પાઉડર minus નો ઉપયોગ પીવાના પાણીને જંતુરહિત કરવા, લોન્ડ્રીના કપડાંને બ્લીચ કરવા માટે થાય છે.
રેસા અથવા કપડાંમાંથી રંગ દૂર કરવા ઔઘોગિક ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા કોઈ પણ રસાયણનું નામ બ્લીચ છે.
બ્લીચિંગ પાઉડરનું આણ્વીય સૂત્ર શું છે?
- જીપ્સમ શબ્દને ગ્રીક શબ્દ જીપસોસ પરથી તારવવામાં આવ્યો છે. જેનો અર્થ પ્લાસ્ટર થાય.
તેનો ઉપયોગ સિમેન્ટના ઉત્પાદનમાં થાય છે.
જીપ્સમનું આણ્વીય સૂત્ર શું છે?
સારાંશ
રસાયણના આણ્વીય સૂત્રને તેના સાચા સામાન્ય નામની બાજુમાં લઈ જઈને ચાલો સારાંશ લઈએ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.