મુખ્ય વિષયવસ્તુ
વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત)
Course: વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત) > Unit 2
Lesson 6: સામાન્ય ક્ષાર પરથી રસાયણોરસાયણોને તેમના ઉપયોગના આધારે ઓળખો (યાદ કરો)
આ આર્ટીકલ -અધ્યયનની પ્રવૃત્તિ છે જેનો ઉપયોગ તમે સામાન્ય ક્ષાર પરથી મળતા રસાયણોના ઉપયોગને યાદ કરવા માટે કરી શકો.
અહીં, અમે સામાન્ય રીતે કોઈ પ્રશ્ન પૂછીશું નહિ. તેના બદલે, આપણે ઉકેલીશું કે, "હું કોણ છું?" રસાયણવિજ્ઞાનમાં જરૂરી હકીકતને શીખવા માટે પઝલ એક સારી રીત છે.
ચાલો શરુ કરીએ!
હાય! અમે રસાયણ (ક્ષાર) છીએ જેનો ઉપયોગ તમે રોજીંદા જીવનમાં કરો છો. આમારી ઘણી ઉપયોગિતા છે. અમારામાંના કેટલાકનો ઉપયોગ રસોડામાં રસોઈ માટે, ધોવામાં ડિટર્જન્ટ તરીકે, હોસ્પિટલમાં થાય છે.
જોઈએ કે અમારી ઉપયોગીતા જાણીને તમે અમારામાંના દરેકને ઓળખી શકો છો કે નહિ.
ચાલો શરુ કરીએ!
- હાય! હું સફેદ પાઉડર છું. ડૉકટર ભાંગેલા હાડકાંઓને આધાર આપવા મારો ઉપયોગ કરે છે.
હું કોણ છું?
- હાય! હું સોડિયમ ક્ષાર છું. કેક અને બ્રેડને નરમ બનાવવા માટે મને ઉમેરવામાં આવે છે. જો મને વધુ માત્રામાં ઉમેરવામાં આવે, તો હું કેકના સ્વાદને કડવો બનાવું છું.
હું કોણ છું?
- હાય! હું સોડિયમ ક્ષાર છું. હું ડિટર્જન્ટ માં હાજર હોઉં છું. હું તમારા બધા કપડાં સાફ કરું છું.
હું કોણ છું?
- હાય! હું સફેદ પાઉડર છું. હું પીવાના પાણીને જંતુરહિત બનાવું છું. તેમજ, હું સ્વિમિંગ પૂલને પણ જંતુરહિત બનાવું છું.
હું કોણ છું?
- હાય! હું સોડિયમ ક્ષાર છું. જ્યારે તમને એસિડિટી થાય, ત્યારે હું તમારા બચાવ માટે આવું છું. હું એન્ટાસિડ છું.
હું કોણ છું?
- હાય! હું સોડિયમ ક્ષાર છું. હું પાણીમાં કાયમી કઠિનાઈને દૂર કરું છું.
હું કોણ છું?
- હાય! હું સફેદ પાઉડર છું. ઘણા રાસાયણિક ઉદ્યોગમાં મારો ઉપયોગ ઓક્સિડેશન કર્તા તરીકે થાય છે.
હું કોણ છું?
- હાય! હું સફેદ પાઉડર છું. લોકો મારો ઉપયોગ લીસી સપાટી બનાવવા માટે રમકડાં, ડેકોરેટિવ, મોલ્ડ બનાવવા માટે કરે છે.
હું કોણ છું?
- હાય! હું સોડિયમ ક્ષાર છું. હું અગ્નિશામકમાં હાજર હોઉં છું*.
હું કોણ છું?
સારાંશ
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.