If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઍસિડ બેઇઝ તટસ્થીકરણ પ્રક્રિયા

ઍસિડ અને બેઇઝ એકબીજાને તટસ્થ કરીને ક્ષાર અને પાણી બનાવે છે. Ram Prakash દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જયારે કોઈ પણ વ્યક્તિને એસીડીટી થાય ત્યારે તેને સામાન્ય રીતે એન્ટાસિડ નામની દવા લેવાનું કહેવામાં આવે છે એન્ટ સીડ અને આ એન્ટાસિડ દવા સામાન્ય રીતે બેઇઝ છે તેવી જ રીતે જયારે તમને મધમાખી ડંખ મારે જયારે તમને મધમાખી ડંખ મારે ત્યારે લોકો તેના પર તેમને ટુથ પેસ્ટ લગાવવાનું કહે છે અને તે પણ સામાન્ય રીતે બેઇઝ છે અને તેથી પછી તમને થોડો આરામ મળે છે તો જુઓ કે અહીં એક સામાન્ય બાબત થઇ રહી છે જયારે તમને એસીડીટી થાય ત્યારે તમારા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને જયારે તમે ઍનટા સીડ લો એટલે કે જયારે તમે બેઇઝ લો ત્યારે આ એસિડ અને બેઇઝ એક બીજાની અસરને દૂર કરે છે અને પરિણામે તમને આરામ મળે છે તેવી જ રીતે જયારે તમને મધમાખી ડંખ મારે ત્યારે તમારા શરીરમાં એસિડનું પ્રવેશ થાય છે જેના કારણે તમારી ચામડી બળે છે પરંતુ જયારે તમે તેના પર ટુથ પેસ્ટ અથવા બેકિંગ સોડા લગાવો જે બંને બેઇઝ છે તો અહીં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને તે એક બીજાની અસરને દૂર કરે છે અને પછી તમને આરામ મળે છે તો અહીં આ બંને વચ્ચે સામાન્ય બાબત એ છે કે એસિડ અને બેઇઝ એક બીજાની અસરને દૂર કરે છે હવે તે કઈ રીતે થાય છે તે જોઈએ તેના માટે હું એક ઉદા લઈશ ધારો કે આપણી પાસે એક એસિડ છે HCl અને હવે આપણે તેની પ્રક્રિયા બેઇઝ સાથે કરાવીએ છીએ અહીં આપણી પાસે બેઇઝ તરીકે NaOH છે હવે જયારે આપણે આ HCl ને પાણીમાં નાખીએ ત્યારે HCl તેના આયનોમાં વીયોજિત થાય છે પરિણામે આપણને H + આયન અને CL - આયન મળે છે તેવી જ રીતે જયારે આપણે NaOH ને પાણીમાં નાખીએ ત્યારે તેનું પણ તેના આયનોમાં વિયોજન થાય છે પરિણામે આપણને Na + અને OH - માઇનસ આયન મળે છે હવે જયારે આપણે આ બંને ને ભેગા કરીશું તો ત્યાં આપણને દ્વિ વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળશે આયનો પોતાના સ્થાનની અદ્દલ બદલી કરશે અને જોઈએ કે તેના કારણે આપણને શું મળે છે અહીં આ જે સોડિયમ આયન છે તે ક્લોરાઇડ આયન તરફ આકર્ષાય છે પરિણામે આપણને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl મળે છે જે એક ક્ષાર છે તેને આપણે સામાન્ય મીઠું કહીએ છીએ જેનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ તેવી રીતે OH - આયન H + આયન સાથે આકર્ષાય છે અને પરિણામે આપણને પાણી મળે છે તેથી અહીં નીપજ તરીકે પાણી પણ મળશે તેથી આપણે અહીં કહી શકીએ કે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ક્ષાર અને પાણી મળે છે સૌથી મઝાની વાત એ છે કે અહીં આ બંને નીપજ તટસ્થ છે તેઓ એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી હવે તમે કહેશો કે આ NaCl તટસ્થ છે તે એસિડિક કે બેઝિક નથી એવું તમે કઈ રીતે કહી શકો પાણી વિશે આપણે જાણીએ છીએ કે તે તટસ્થ હોય છે પરંતુ હું NaCl વિશે ચોક્કસ કઈ રીતે કહી શકું યાદ કરો કે આપણે એસિડને એ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે તે જલીય દ્રાવણમાં H + આયર્નની સાંદ્રતામાં વધારો કરે છે જયારે આપણે HCl ને પાણીમાં નાખીએ ત્યારે H+ આયનનું પ્રમાણ વધી જાય છે તેવી જ રીતે બેઇઝ એવા સંયોજન છે કે જયારે તેમને જલીય દ્રાવણમાં મિશ્ર કરવામાં આવે તો તેઓ OH - આયનની સાંદ્રતામાં વધારો કરે છે માટે જયારે આપણે NaOH ને પાણી સાથે મિશ્ર કરીએ ત્યારે OH - આયનનું પ્રમાણ વધી જાય છે હવે જયારે આપણે NaCl ને પાણી સાથે મિશ્ર કરીએ તો તે H + આયનની સાંદ્રતામાં વધારો કરતો નથી કે OH - આયનની સાંદ્રતામાં પણ વધારો કરતો નથી પરિણામે તે તટસ્થ છે આમ જયારે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તેઓ એક બીજાની અસરને નાબૂદ કરે છે અને આપણને તટસ્થ સંયોજન આપે છે આપણને નીપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે હવે તમને વધુ સમજણ પડે તેના માટે હું એક બીજું ઉદા લઈશ હું એસિડ તરીકે HCl ને જ લઈશ જયારે આપણે તેને પાણી સાથે મિશ્ર કરીએ ત્યારે HCl નું પાણીમાં વિયોજન થાય છે પરિણામે આપણને H + આયન અને Cl - આયન મળે છે પરંતુ હું અહીં બેઇઝ તરીકે બીજું સંયોજન લઈશ હવે હું અહીં બેઇઝ તરીકે CaOH તવાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઈશ જો તેને પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો તેનું આયનોમાં વિયોજન થાય છે પરિણામે આપણને Ca2 + આયન અને OH -1 આયન મળે છે અહીં મને OH - આયન મળે છે તેથી આપણે કહી શકીએ કે આ બેઇઝ છે હવે જો તેમની વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને દ્વિ વિસ્થાપન જોવા મળશે આયનો પોતાના સ્થાનની અદ્દલ બદલી કરે હવે અહીં આ કેલ્શિયમ આયર્ન ક્લોરાઇડ આયર્ન સાથે આકર્ષાય છે પરિણામે આપણને કેલ્શિયમ ક્લોરાઇડ મળશે જે CaCl2 છે તેમજ OH - આયન H + આયન સાથે આકર્ષાય છે પરિણામે આપણને પાણી મળે છે હવે હું ઝડપથી આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરીશ અહીં આપણી પાસે નીપજ બાજુ બે ક્લોરીન છે તેથી અહીં પ્રક્રિયાક બાજુ 2 લખીએ તેવી જ રીતે અહીં પ્રક્રિયાકની બાજુ બે હાઇડ્રોજન અને અહીં આ બીજા બે હાઇડ્રોજન છે એટલે કે કુલ 4 હાઇડ્રોજન છે જયારે નીપજ બાજુ ફક્ત બે જ હાઇડ્રોજન છે માટે અહીં પણ બે લખીશ હવે બે ઓક્સિજન અને અહીં પણ બે ઓક્સિજન છે અને બંને બાજુ એક કેલ્શિયમ છે આમ આપણી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઇ ગઈ છે અહીં પણ આપણે જોઈ શકીએ કે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે છે અહીં પણ આ બંને તટસ્થ સંયોજન છે તેનો અર્થ એ થાય કે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને તેઓ એક બીજાની અસરને દૂર કરે છે પરિણામે આપણને તટસ્થ સંયોજન મળે છે અહીં આ કેલ્શિયમ ક્લોરાઇડ એક ક્ષાર છે ક્ષાર સામાન્ય રીતે એવા સંયોજનો છે જે આયર્નના બનેલા હોય છે અહીં કેલ્શિયમ ક્લોરાઇડ એ C + 2 અને Cl -1 આયનનું બનેલું છે તેવી જ રીતે અહીં સોડિયમ ક્લોરાઇડ Na +1 અને Cl -1 આયનનું બનેલું છે અને ક્ષાર ત્યારે જ બને છે જયારે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થાય છે આમ અહીં તારણ એ છે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ક્ષાર અને પાણી મળે છે આપણને અહીં નીપજ તરીકે તટસ્થ સંયોજન મળે છે અહીં એસિડ અને બેઇઝ એક બીજાની અસરનો નાશ કરે છે અને પરિણામે આપણને તટસ્થ સાઇઓક્સિજન આપે છે અને આજ કારણે આપણે આ પ્રકારની પ્રક્રિયાઓને તટસ્થીકરણની પ્રક્રિયા કહીશું તટસ્થીકરણની પ્રક્રિયા એટલે કે ન્યુટરાઇઝેશન રિએક્શન પછી તે તમે ભણસો કે કેટલાક ક્ષાર એસિડિક અથવા બેઝિક હોય છે તેવું તટસ્થ જ હોય એવું જરૂરી નથી પરંતુ અત્યારે આપણે તેના વિશે વાત કરીશુ નહિ હવે અહીં હું તમને એક પ્રશ્ન પૂછીશ તમને આપવામાં આવ્યો છે કે કોઈક સંયોજન x NaOH સાથે પ્રક્રિયા કરે છે અને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે તો શું તમે આ x વિશે કઈ પણ કહી શકો વિડિઓ અટકાવો અને તેના વિશે જાતે જ વિચારો આપણે હવે તે સાથે મળીને જોઈશું આપણને એક પ્રક્રિયાક તરીકે NaOH આપેલું છે અને આપણે જાણીએ છીએ કે NaOH એ બેઇઝ છે આપણને અહીં નીપજ તરીકે ક્ષાર અને પાણી આપેલા છે તેથી આપણે x વિશે ચોક્કસ રીતે એ કહી શકીએ કે તે એસિડ હોવો જોઈએ તે કયો એસિડ છે તે હું જાણતી નથી પરંતુ તે ચોક્કસ પણે એસિડ હોવો જોઈએ હવે તેવી જ રીતે હું તમને બીજો પ્રશ્ન આપીશ અહીં H2SO4 ની પ્રક્રિયા કોઈક સંયોજન Y સાથે થઇ રહી છે અને પરિણામે આપણને ક્ષાર અને પાણી મળે છે આપણે જાણીએ છીએ કે આ H2H04 એસિડ છે તેથી અહીં આ Y બેઇઝ હોવો જોઈએ કારણ કે તો જ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ક્ષાર તેમજ પાણી મળી રહ્યું છે આમ આનો ઉપયોગ એસિડ અને બેઇઝને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે જો એસિડ કોઈક સંયોજન સાથે પ્રક્રિયા કરે અને પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળતું હોય તો તે સંયોજન બેઇઝ હશે અને જો બેઇઝ કોઈ સંયોજન સાથે પ્રક્રિયા કરતુ હોય જેના પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળે તો તે સંયોજન એસિડ હશે હવે આપણે આ સમાન બાબતનો પ્રયોગ જોઈએ મેં અહીં પાત્રમાં બેઇઝ NaOH ને લીધું છે અને તે ગુલાબી દેખાઈ રહ્યું છે તેનું કારણ એ છે કે મેં તેમાં સૂચક તરીકે ફિનોલિફ થેલીનને ઉમેર્યો છે આપણે અગાઉના વિડિઓમાં જોઈ ગયા છીએ કે જયારે આપણે ફિનોલિફ થેલીનને બેઇઝમાં ઉમેરીએ ત્યારે તેનો રંગ ગુલાબી થાય છે અને જો આપણે ફિનોલિફ થેલીનને એસિડ અથવા તટસ્થમાં ઉમેરીએ તો તેનો રંગ બદલાતો નથી હવે હું અહીં આ પાત્રમાં ડ્રોપર વડે HCl ના કેટલાક ટીપા ઉમેરીશ તમે કલ્પના કરી શકો કે શું થશે HCl નું દરેક ટીપું NaOH ના દરેક ટીપાને તટસ્થ કરે છે પરંતુ તમે અહીં જોઈ શકો કે આપણે NaOH ને વધારે પ્રમાણ લીધું છે માટે તેને સંપૂર્ણં રીતે તટસ્થ થવા માટે સમય લાગશે આપણે થોડું વધારે HCl ઉમેરીએ અને હવે તમે જોઈ શકો કે તેનો રંગ દૂર થઇ ગયો છે તેથી હવે હું અહીં શકું કે આ પાત્રમાં બેઇઝ હાજર નથી પાત્રમાં એસિડ અને બેઇઝનું પ્રમાણ એક સમાન છે અને તેઓ એક બીજાની અસરનો નાશ કરે છે અને હવે આપણી પાસે પાત્રમાં તટસ્થ નીપજ છે આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે હવે આપણે આ વિડિઓમાં જે શીખી ગયા તેનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ આપણે શીખી ગયા કે જયારે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આપણને નીપજ તરીકે શું મળે છે અને આપણે સામાન્ય રીતે આ પ્રક્રિયાને શું કહીએ છીએ