If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

તટસ્થ, એસીસીકે, અથવા બેઝિક તરીકે ક્ષારને ઓળખો

તટસ્થ, એસીસીકે, અથવા બેઝિક તરીકે ક્ષારને કઈ રીતે ઓળખી શકાય તે જોઈએ. Ram Prakash દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જો તમે એમ વિચારતા હોવ કે ક્ષાર હંમેશા તટસ્થ હોય છે તો તમને આ વિડિઓ જોઈને નવાઈ લાગશે ક્ષાર એસિડિક અને બેઝિક બંને તરીકે વર્તી શકે આપણે આ વિડિઓમાં કેટલાક ક્ષાર લઈશું અને તેમની પ્રકૃતિ ઓળખવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ આપણે જે જાણીએ છીએ તેનાથી શરૂઆત કરીએ આપણે જાણીએ છીએ કે જયારે એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે તેઓ એક બીજાની અસરનો નાશ કરે છે અને આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ પરિણામે આપણને ક્ષાર અને પાણી મળે છે આપણે તેમના ઉંડા પણ જોઈ ગયા હતા ધારો કે HCl બેઇઝ NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડ NaCl બનાવે છે જેને આપણે મીઠું તરીકે ઓળખીએ છીએ અને આ ક્ષાર તટસ્થ છે તેનો અર્થ એ થાય કે જયારે આપણે મીઠાને પાણીમાં નાખીએ તો તે H + આયન કે OH - આયનની સાંદ્રતામાં વધારો કરતો નથી તેથી આ ક્ષાર તટસ્થ છે હવે અહીં નોંધવા જેવી બાબત છે કે HCl એ પ્રબળ એસિડ છે અને આ NaOH એ પ્રબળ બેઇઝ છે મારો કહેવાનો અર્થ એ છે કે જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને જે ક્ષાર મળે છે તે તટસ્થ હોય છે કારણ કે આ બંને એક બીજાની અસર સમાન રીતે દૂર કરે છે પરંતુ જો હવે પ્રબળ એસિડ નિર્બળ બેઇઝ સાથે પ્રક્રિયા કરે તો તેના પરિણામે આપણને જે ક્ષાર મળે છે તે એસિડિક હોય છે તે એસિડિક હોય છે તેવી જ રીતે જયારે નિર્બળ એસિડ નિર્બળ એસિડ પ્રબળ બેઇઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને જે ક્ષાર મળે છે તેની પ્રકૃતિ બેઝિક હોય છે હવે જો તમે એમ વિચારતા હોવ કે નિર્બળ એસિડ નિર્બળ બેઇઝ સાથે પ્રક્રિયા કરીને આપણને તટસ્થ ક્ષાર આપે તો એવું નથી તેને સમજવા આપણે ઘણા બધા ખ્યાલોની સમજ મેળવવી પડેશે અને તેની વાત આપણે પછીના વિડિઓમાં કરીશું અત્યારે આપણે ફક્ત આના પર જ ધ્યાન આપીએ હવે તમને એમ થતું હશે કે પ્રબળ એસિડ નિર્બળ બેઇઝ સાથે પ્રક્રિયા કરીને આપણને એસિડિક ક્ષાર કઈ રીતે આપે છે તો મેં તે પ્રશ્નનો જવાબ બીજા વિડિઓમાં આપ્યો છે આપણે ફક્ત આ વિડિઓમાં આ કોષ્ટકને આધારે જુદા જુદા ક્ષાર લઈશું અને તેમની પ્રકૃતિને ઓળખવાનો પ્રયત્ન કરીશું તો હવે આપણે શરૂઆત કરીએ આપણને આ ક્ષાર આપવામાં આવ્યો છે સોડિયમ એસિટેસ CH3COONa હવે આપણે આ ક્ષારની પ્રકૃતિ શોધવાની છે એ એસિડિક છે બેઝિક છે કે તટસ્થ છે અને તે શોધતા પહેલા મારે એ જાણવું પડશે કે કયો એસિડ અને કયો બેઇઝ કાયા એસિડ અને કયા બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને મને આ ક્ષાર મળે છે ત્યાર બાદ તે એસિડ અને બેઇઝની પ્રકૃતિ કેવી છે તેના આધારે આપણે આ ક્ષારની પ્રકૃતિ કહી શકીશું તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો તમે વિચારો કે કયા એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આ ક્ષાર મળે છે હવે આપણે તે સાથે મળીને કરીએ આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઇઝના આયનની અદ્દલ બદલી થાય છે અને પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળે છે હવે જો આપણે એસિડ અને બેઇઝ મેળવવા હોય તો આપણે ક્ષાર અને પાણીના આયનોની અદ્દલ બદલી કરી શકીએ પાણી અથવા H2O ને HOH તરીકે પણ લખી શકાય હવે આપણે આ બંનેમાં કયા આયન રહેલા છે તે જોઈએ અહીં આપણને CH3COO - એટલે કે એસિટેડ આયન મળે તેમજ બીજો આયન Na + છે તેવી જ રીતે પાણીમાં પણ બે આયન રહેલા છે H + અને OH - હવે આપણે એસિડ અને બેઇઝ મેળવવા આ આયનોના સ્થાનનીઅદલા બદલી કરીએ તો અહીં આ H + આયન એસિટેડ આયન સાથે આકર્ષાય અને પરિણામે આપણને CH3COOH મળે અને આ આપણો એસિડ છે હવે તેવી જ રીતે Na + આયન OH - આયન સાથે આકર્ષાય પરિણામે આપણને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે અને તે બેઇઝ છે આમ અહીં આ ક્ષાર કયા એસિડ અને બેઇઝ માંથી બનેલો છે તે આપણી શોધી નાખ્યું હવે આપણે જે એસિડ અને બેઇઝને શોધ્યા તેની પ્રકૃતિ શું છે તે જોઈએ આમાંથી કયું પ્રબળ અને કયું નિર્બળ છે શું તમે જાતે જ તે ચકાસી શકો જ તમને યાદ હોય તો NaOH એ પ્રબળ બેઇઝ છે અહીં આ પ્રબળ બેઇઝ છે અને તેનો અર્થ એ થાય કે NaOH નું પાણીમાં સંપૂર્ણ પણે વિયોજન થઇ જશે જેના કારણે આપણને આ આયન મળે છે સોડિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન જો તમને આ પ્રબળ અને નિર્બળનો અર્થ ન ખબર હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી મેં તેના પર એક વિડિઓ બનાવ્યો છે તમે તે વિડિઓ જોઈને તેનું પુનરાવર્તન પણ કરી શકો હવે અહીં આપણી પાસે એસિટિક એસિડ છે અને જો તમને યાદ હોય તો આ એસિટિક એસિડ નિર્બળ એસિડ છે તેનો અર્થ એ થાય કે આ એસિટિક એસિડના બધા જ અણુઓનું વિયોજન થશે નહિ તેનું વિયોજન આંશિક રીતે થાય હવે આપણે એસિડ અને બેઇઝની પ્રકૃતિ જાણીએ છીએ તો શું તમે તેના પરથી ક્ષારની પ્રકૃતિનું અનુમાન લગાવી શકો વિડિઓ અટકાવો અને તેના વિશે વિચારો અહીં એસિડ નિર્બળ છે પરંતુ બેઇઝ પ્રબળ છે માટે આ ક્ષારની પ્રકૃતિ બેઝિક છે આમ આપણો જવાબ આ પ્રમાણે થાય અહીં આપણને બેઝિક ક્ષાર મળે આમ સૌથી પહેલો સ્ટેપ એ છે કે આ ક્ષાર મેળવવા માટે કયા એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઇ હશે તે શોધો ત્યાર બાદ બીજું સ્ટેપ એ છે કે તે એસિડ અને બેઇઝની પ્રકૃતિ જુઓ અને પછી તે પ્રકૃતિ પરથી ક્ષારની પ્રકૃતિ કેવી આવશે તે જુઓ હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ અહીં મારી પાસે એક બીજો ક્ષાર છે જે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ છે હવે મારે તેની પ્રકૃતિ શું છે તે શોધવાનું છે તો શું તમે વિડિઓ અટકાવીને તે ત્રોણેય સ્ટેપ કરીને જવાબ શું આવે તે જોઈ શકો હવે આપણે તે સાથે મળીને કરીએ સૌ પ્રથમ એ જોઈએ કે કયા એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આ ક્ષાર મળે છે આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઇઝના આયનોના સ્થાનની અદલા બદલી થઈને આપણને ક્ષાર તેમજ પાણી મળે છે માટે એસિડ અને બેઇઝ પાછું મેળવવાની એક રીત એ છે કે આપણે આ ક્ષાર અને પાણીના આયનોની અદલાબદલી કરીએ પાણીને આપણે H2O અથવા HOH લખી શકીએ અને હવે આપણે આ બંને સંયોજનના આયન લખીએ અહીં આપણી પાસે NH4 + આયન છે અને Cl - આયન ક્લોરાઇડ આયન તેવી જ રીતે અહીં H + આયન અને OH - આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન હવે આપણે આયનોના સ્થાનની અદ્દલ બદલી કરીએ અહીં આ NH4 + OH - સાથે જોડાશે અને પરિણામે આપણને NH4OH મળશે અહીં આ બેઇઝ છે કારણ કે તેમાં OH - આયન છે તેવી જ રીતે H+ આયન ક્લોરાઇડ આયન સાથે સંયોજાય અને પરિણામે આપણને HCl મળે જે એસિડ છે કારણ કે તેમાં H + આયન છે આમ આપણે કયા એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આ ક્ષાર મળે છે તે શોધ્યું હવે આ એસિડ અને બેઇઝની પ્રકૃતિ કઈ છે તે જોઈએ આપણે જાણીએ છીએ કે HCl એ પબળ એસિડ છે તેનું સંપૂર્ણ વિયોજન થાય છે અને તેવી જ રીતે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્બળ બેઇઝ છે કારણ કે તેનું આંશિક વિયોજન થાય છે આમ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આ ક્ષાર મળે છે તો શું તમારે આના પરથી આ ક્ષારની પ્રકૃતિ જણાવી શકું અહીં એસિડ પ્રબળ છે પરંતુ બેઇઝ નિર્બળ છે માટે ઉત્પ્ન્ન થતો ક્ષાર એસિડિક થશે હવે આપણે આ વિડિઓમાં જે જોઈ ગયા તેનું ઝડપથી પુનરાવર્તન કરીએ આપણે જોઈ ગયા કે ક્ષાર એસિડિક બેઝિક અથવા તટસ્થ હોઈ શકે અને તેમની પ્રકૃતિ કઈ છે જે એસિડ અને બેઇઝ માંથી બનેલો છે તેની પ્રકૃતિ પર આધાર રાખે છે આપણે એ જોઈ ગયા કે જો એસિડ અને બેઇઝ બંને પ્રબળ હોય તો આપણને ક્ષારની પ્રકૃતિ કઈ મળે આપણે એ પણ જોઈ ગયા કે જો એકની પ્રકૃતિ પ્રબળ હોય અને બીજાની પ્રકૃતિ નિર્બળ હોય તો કઈ પ્રકૃતિનો ક્ષાર મળે આશા છે કે તમને આ યાદ રહ્યું હશે અને જો તમને તે યાદ ન રહ્યું હોય તો તમે આ વિડિઓ ફરીથી જોઈ શકો