મુખ્ય વિષયવસ્તુ
વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત)
Course: વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત) > Unit 1
Lesson 2: રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવીસંતુલિત રાસાયણિક સમીકરણો
તમારી પાસે બંને બાજુએ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન જ છે તેની ખાતરી કરીને રાસાયણિક સમીકરણ સંતુલિત કઈ રીતે કરી શકાય.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
રસાયણ શાસ્ત્ર માં રસાયણિક સમીકરણને સંતુલિત કરવું એ એક એવો ખ્યાલ છે જે લોકો માં ઘણી વાર મૂંઝવણ ઉભી કરે છે પરંતુ જો તમે તેને ધ્યાન થી કરો તમે તેને ગાણિતિક રીતે કરો તો તે અઘરું નથી સૌ પ્રથમ રાસાયણિક સમીકરણ એટલે શું અહી આ રાસાયણિક સમીકરણ છે તે પ્રક્રિયા દર્શાવે છે જો હું એલ્યુમીનીયમ નો પરમાણુ લો અને તેમાં દાઇઓક્સિજન નો અણુ એટલે એક એવો અણુ કે જેની પાસે બે ઓક્સીજન છે તેને ઉમેરું તો યોગ્ય પરિસ્થિતિ ની અંદર તેઓ પ્રક્રિયા કરશે અને તેઓ પ્રક્રિયા કરીને એલ્યુમીનીયમ ઓક્સાઈડ બનાવશે અહી એલ્યુમીનીયમ ઓક્સાઈડ અણુ પાસે બે એલ્યુમીનીયમના અણુ અને ત્રણ ઓક્સીજન ના અણુ છે હવે તમે કહેશો કે સંતુલન એટલે શું મારી પાસે રાસાયણિક પ્રક્રિયા છે તો મારે શું સંતુલિત કરવાનું છે જો તમે અહી જોશો તો તમે નોંધશો કે બંને બાજુ દરેક પરમનું ની સંખ્યા સમાન નથી ઉદાહરણ તરીકે ડાબી બાજુ આપની પાસે કેટલા એલ્યુમીનીયમ છે અહી આપની પાસે એક એલ્યુમીનીયમ છે જમણી બાજુ આપની પાસે કેટલા એલ્યુમીનીયમ છે અહી આપની પાસે 2 એલ્યુમીનીયમ ના પરમાણુ છે તમારી પાસે બંને બાજુ સમાન એલ્યુમીનીયમ હોવા જોઈએ અને તે સમાન બાબત ઓક્સીજન માટે પણ સાચી છે અહી ડાબી બાજુ 2 ઓક્સીજન ના પરમાણુ એટલે કે ડાઈ- ઓક્સીજનનો અણુ છે જેની પાસે 2 ઓક્સીજન છે અને એલ્યુમીનીયમ ઓક્સાઈડ માં 3 ઓક્સીજન ના પરમનું છે તો આપણે બંને બાજુ એલ્યુમીનીયમ ની સંખ્યા ને સંતુલિત કરવા ની જરૂર છે આ સંખ્યા અને આ સંખ્યા અને તેવી જ રીતે બંને બાજુ ઓક્સીજન ની સંખ્યા ને પણ સંતુલિત કરવાની જરૂર છે આ સંખ્યા અને આ સંખ્યા તો આપણે તે કઈ રીતે કરી શકીએ જો હું એમ કહું કે અહી મારી પાસે 2 એલ્યુમીનીયમ છે અને અહી મારી પાસે 1 જ એલ્યુમીનીયમ છે તો હું શા માટે આ સંખ્યા ને બે ગણી ના કરી શકું હું અહી તેની આગળ 2 લખીશ તેથી હવે મારી પાસે અહી 2 એલ્યુમીનીયમ છે મારી પાસે 1 એલ્યુમીનીયમ નથી અહી મારી પાસે 2 એલ્યુમીનીયમ છે અને બંને બાજુ એલ્યુમીનીયમની સંખ્યા સમાન છે આપણે તેને સંતુલિત કરી પરંતુ ઓક્સીજન હજુ પણ બાકી છે અહી 2 ઓક્સીજન છે અને અહી 3 ઓક્સીજન છે 2 થી 3 પર કઈ રીતે જઈ શકાય આપણે 1.5 વડે ગુણી શકીએ આપણે અહી 1.5 વડે ગુણાકાર કરીએ તો 1.5*2 = 3 થશે હવે આપની પાસે ડાબી બાજુ ઓક્સીજન ના 3 પરમાણુ છે અને આપની પાસે જમણી બાજુ પણ ઓક્સીજનના 3 પરમાણુ છે પરંતુ પરંપરા ગત રીતે અહી 1.5 અણુ લખવું યોગ્ય નથી તે થોડું વિચિત્ર લાગે આપણને અહી આ સંખ્યા નથી જોઈતી આપણને અણુ તરીકે પૂર્ણ સંખ્યા જ જોઈએ તો આપણે શું કરી શકીએ તમે અલ્જેબ્રા માં જે બીજ ગણિતીય સમીકરણ સાથે કર્યું હતું આ તેને સમાન જ છે આપણે આ અપૂર્ણાંક અથવા દશાંશ ને દુર કરવા બંને બાજુ સમાન સંખ્યા વડે ગુણી શકીએ જો આપણે બંને બાજુ 2 વડે ગુણીએ તો અહી આ 4 થશે આ 3 થશે અને આ 2 થશે આપણે બંને બાજુ 2 વડે ગુણીએ સૌપ્રથમ આપણે આ સમીકરણ લખીએ એલ્યુમીનીયમ + દાઇઓક્સિજન કે જેની પાસે ઓક્સીજન ના 2 અણુ છે અહી આ પ્રક્રિયક છે અને આ નીપજ થશે એલ્યુમીનીયમ ઓક્સાઈડ હવે આપણે સમીકરણ ની બંને બાજુએ 2 વડે ગુણીએ આપણે આ અપૂર્ણાંક ને પૂર્ણ સંખ્યા માં ફેરવીએ અહી સ્પષ્ટ રીતે એક છે સમીકરણ ની બંને બાજુ 2 વડે ગુણતા 2*2 4 થાય 1.5 ગુણ્યા 2 3 થાય અને એક ગુણ્યા 2 2 થશે હવે આપણે બંને બાજુ કેટલા એલ્યુમીનીયમ છે તે ચકાસી શકીએ ડાબી બાજુ આપની પાસે 4 એલ્યુમીનીયમ છે અને અહી જમણી બાજુ 2*2 એટલે કે 4 એલ્યુમીનીયમ ના પરમાણુ છે હવે ડાબી બાજુ આપની પાસે કેટલા ઓક્સીજન છે ડાઈઓક્સીજન ના 3 અણુ દરેક ડાઈઓક્સીજન પાસે 2 ઓક્સીજન છે એટલે કે 3*2 6 ઓક્સીજન થશે અને તેવી જ રીતે જમણી બાજુ 2*3 એટલે કે 6 ઓક્સીજન થશે આમ આપણે રાસાયણિક સમીકરણ ને સંતુલિત કર્યું