If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ

ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક હોય છે. અમુક બંને હોય છે. Ram Prakash દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડિઓમાં ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ વિશે વાત કરીશું પ્રાકૃતિક એટલે કે ધાતુના ઓક્સાઇડ એસિડિક છે કે બેઝિક તે જોઈશું ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક હોય છે તેનો અર્થ એ થાય કે તેઓ બેઇઝ તરીકે કામ કરે છે કેટલાક ધાતુના ઓક્સાઇડનો ઉપયોગ એન્ટી એસિડ તરીકે પણ થઇ શકે જયારે તમારા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે તેની અસરને દૂર કરવા તેની અસરને તટસ્થ કરવા આપણે બેઈઝનો ઉપયોગ કરીએ છીએ તો હવે મેટલ ઓક્સાઇડ બેઇઝ તરીકે કઈ રીતે કામ કરે છે તે જોઈએ જો તમને યાદ હોય તો એસિડ અને બેઇઝ એક બીજા સાથે પ્રક્રિયા કરીને તેઓ એક બીજાના ગુણધર્મનો નાશ કરે છે પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળે છે તમે જો તમને કોઈ પણ રસાયણ આપી દેવામાં આવે અને તમે તે રસાયણની એસિડ સાથે પ્રક્રિયા કરો જેના પરિણામે તમને ક્ષાર તેમજ પાણી મળતું હોય તો કહી શકાય કે તે રસાયણ બેઇઝ હોવું જોઈએ કારણ કે ફક્ત બેઇઝ જ એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર અને પાણી આપી શકે તો હવે આપણે ધાતુના ઓક્સાઇડના ઉદા લઈએ અને જોઈએ કે તેઓ એસિડ સાથે કઈ પ્રક્રિયા કરે છે સૌ પ્રથામ હું અહીં એસિડ તરીકે HCL લઈશ અને બેઇઝ તરીકે સોડિયમ ઓક્સાઇડ લઈશ Na2O અહીં સોડિયમ એ ધાતુ છે અને આ ધાતુનો ઓક્સાઇડ છે હવે આપણે આ બંનેની વચ્ચે પ્રક્રિયા કરાવીશું શું તમે અહીં અનુમાન લગાવી શકો કે આપણને નીપજ તરીકે શું મળે તમે વિડિઓ અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો આપણને અહીં દ્વિવિસ્થાપનની પ્રક્રિયા જોવા મળશે આયનો પોતાના સ્થાનની અદ્દલ બદલી કરે સોડિયમનો આયર્ન ક્લોરીનના આયર્ન તરફ આકર્ષાય પરિણામે આપણને સોડિયમ ક્લોરાઇડ મળે એટલે કે NaCl તેવી જ રીતે હાઇડ્રોજન આયર્ન ઓક્સિજનના આયર્ન તરફ આકર્ષાય અને આપણને પાણી આપે હવે આપણે ઝડપથી આ પ્રક્રિયાને સંતુલિત કરીએ અહીં આપણી પાસે બે સોડિયમ છે માટે અહીં બે લખીશું અહીં બે ક્લોરીન છે તેથી અહીં પણ 2 લખીશું બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન નીપજ બાજુ પણ આપણી પાસે તે જ પ્રમાણે છે આમ હવે આપણી પાસે અહીં રાસાયણિક સમીકરણ છે જે સંતુલિત છે તમે અહીં જોઇ શકો કે સોડિયમ ઓક્સાઇડ જે ધાતુનો ઓક્સાઇડ છે તે એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે આ અવલોકન પરથી આપણે કહી શકીએ કે ધાતુનો ઓક્સાઇડ બેઇઝ હોવો જોઈએ કારણ કે ફક્ત બેઇઝ અને એસિડ વચ્ચે જ પ્રકિયા થઇને આપણને ક્ષાર તેમ જ પાણી મળે છે હવે આપણે બીજું ઉદા જોઈએ આપણે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ લઈશું કેલ્શિયમ એ ધાતુ છે અને આ તેનું ઓક્સાઇડ છે આપણે તેની પ્રક્રિયા Hcl સાથે કરાવીએ અહીં પણ તમને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે આયનો પોતાના સ્થાનની અદ્દલ બદલી કરે કેલ્શિયમનો આયન ક્લોરાઇડ આયર્ન તરફ આકર્ષાય અને પરિણામે આપણને કેલ્શિયમ ક્લોરાઇડ મળે CaCl2 તેવી જ રીતે હાઇડ્રોજનનો આયર્ન ઓક્સિજન સાથે સંયોજાય અને પરિણામે આપણને પાણી મળે H20 જેનાથી આપણે સમીકરણને સંતુલિત કરીએ અહીં બે ક્લોરીન છે માટે 2 લખીશું બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન એક ઓક્સિજન અને એક કેલ્શિયમ આમ આ આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ છે અહીં પણ ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર તેમજ પાણી મળે છે ક્ષાર તેમ જ પાણી મળતું હોવાને કારણે આપણે કહી શકીએ કે ધાતુના ઓક્સાઇડ બેઇઝ હોવા જોઈએ આમ આ અવલોકનો પરથી આપણે કહી શકીએ કે ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે તેઓ બેઝ તરીકે વર્તે છે તેઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને તેને તટસ્થ કરે છે જેને કારણે આપણે ક્ષાર તેમજ પાણી મેળવી શકીએ છીએ આમ ધાતુના ઓક્સાઇડ બેઇઝ તરીકે વર્તે છે શું હંમેશા આ સાચું હશે ના ત્યાં કેટલાક અપવાદ પણ છે કેટલાક ધાતુના ઓક્સાઇડ એવા પણ છે જે ફક્ત બેઇઝ તરીકે નહિ પરંતુ એસિડ તરીકે પણ વર્તી શકે તેઓ એસિડ તરીકે વર્તે છે અને પછી બેઇઝ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે હું તમને કેટલાક ઉદા બતાવીશ સૌ પ્રથમ આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ લઈશું સૌથી પહેલા હું તમને એ બતાવીશ કે તે કઈ રીતે બેઇઝ તરીકે કામ કરે છે તો આપણે અહીં બેઇઝ તરીકે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ લઈએ હવે આપણે તેની પ્રક્રિયા HCl એટલે કે હાઈડ્રોક્લોરિક એસિડ સાથે કરાવીશું અને આપણને આ પ્રક્રિયામાં ક્ષાર તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને પાણી આપણે ઝડપથી આ પ્રક્રિયાને સંતુલિત કરીએ અહીં બે એલ્યુમિનિયમ છે માટે 2 લખીશું હવે આપણી પાસે ક્લોરીન 2 ગુણ્યાં 3 6 છે માટે અહીં પ્રક્રિયાક બાજુ 6 લખીએ પ્રક્રિયાક બાજુ 6 હાઈડ્રોજન છે અને અહીં ફક્ત 2 જ છે તેથી 3 વડે ગુણીએ તમે જોઈ શકો કે બંને બાજુ 3 ઓક્સિજન છે આમ હવે આ સમતોલીત સમીકરણ છે અહીં એલુયામિનીયમ ઓક્સાઇડ બેઇઝ તરીકે વર્તે છે કારણ કે તે એસિડ HCL સાથે પ્રક્રિયા કરે છે જેના પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળે છે માટે આ ફક્ત બેઇઝ હોઈ શકે હવે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડને એસિડ તરીકે લઈશું હું તેને અહીં લખીશ Al2O3 અને તેની પ્રક્રિયા બેઇઝ સાથે કરાવીએ આપણે અહીં બેઇઝ તરીકે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈશું જો અહીં આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને થોડી વિચિત્ર નીપજ મળશે હું તેને વિચિત્ર એટલા માટે કહું છું કારણ કે હું જાંમેશા તેનું સૂત્ર હુલી જાઉં છું આપણને અહીં NaAlO2 મળશે જે સોડિયમ એલ્યુમીનીડ છે અને તેની સાથે આપણને પાણી મળે આપણે ઝડપથી તેને સંતુલિત કરીએ અહીં બે એલ્યુમિનિયમ છે માટે અહીં 2 એલ્યુમિનિયમ હવે અહીં બે સોડિયમ છે માટે અહીં પણ 2 લખીશું હવે આ પ્રક્રિયા સંતુલિત થઇ ગઈ છે તમે અહીં જોઈ શકો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડની NaOH સાથે પ્રક્રિયા થઇને આપણને ક્ષાર તેમજ પાણી મળે છે જો કોઈકની બેઇઝ સાથે પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર અને પાણી મળતું હોય તો તે એસિડ થશે આમ આ ઉદામાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ તરીકે વર્તે છે ક્યારે આ ઉપરના ઉદામાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ બેઇઝ તરીકે વર્તે છે આમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અપવાદ છે તે એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે હવે આપણી પાસે બીજું ઉદા પણ છે અને તે ઝીંક ઓક્સાઇડ છે ઝીંક ઓક્સાઇડ પણ બંને એસિડ અને બેઇઝ તરીકે કામ કરી શકે તે માટેની પ્રક્રિયાઓ કંઈક આ પ્રમાણે છે અહીં આ ઉદામાં ZnO ઝીંક ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે માટે અહીં તે બેઇઝ તરીકે કામ કરતુ હોવું જોઈએ અને આ ઉદામાં ઝીંક ઓસકસાઇડ બેઇઝ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમ જ પાણી આપે છે માટે આ ઉદામાં તે એસિડ તરીકે કામ કરતુ હોવું જોઈએ આમ ઝીંક ઓક્સાઇડ એક અપવાદ છે આમ આપણે અત્યાર સુધી શીખી ગયા કે ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય છે કેટલાક ધાતુના ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ પણ હોય છે એટલે કે તેઓ એસિડિક અને બેઈઝીક બંને હોય છે આપણે તેના ઉદા પણ જોઈ ગયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ આપણે સોડિયમ ઓક્સાઇડથી શરૂઆત કરીશું આપણે જોઈ ગયા કે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે તેનો અર્થ એ થાય એ એસિડ સાથે તેની પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર તેમજ પાણી મળે છે હવે આપણે અગાઉના પ્રયોગો પરથી એ પણ જોઈ ગયા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH પણ બેઈઝ છે તે પણ એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે તો તમને થશે કે સોડિયમ ઓક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની વચ્ચે સંબંધ શું છે જો તમે સોડિયમ ઓક્સાઇડને પાણીમાં ઉમેરો તો તમે તેની પ્રક્રિયા પાણી સાથે કરો તો તે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જશે અને પરિણામે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે આ દ્વારા હું તમને એ કહેવાનો પ્રયત્ન કરી રહી છું કે કેટલાક ધાતુના ઓક્સાઇડ કેવા છે જે પાણીમાં ધરાવ્યા હોય છે અમુક ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રવ્ય હોય છે અને અમુક ધાતુના ઓક્સાઇડ પાણીમાં અદ્રવ્ય હોય છે પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્યનો અર્થ શું થાય તો તમે એક ચમચી ખાંડ લો અને પછી તેને પાણીમાં નાખો તો ખાંડ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જશે તે પાણીમાં સંપૂર્ણ રીતે મિશ્ર થઇ જશે આવું જ કંઈક ધાતુના ઓક્સાઇડ સાથે થાય છે કેટલાક ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે જેમ કે સોડિયમ ઓક્સાઇડ પોટેશિયમ ઓક્સાઇડ K2O કેલ્શિયમ ઓક્સાઇડ CaO આ બધા જ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થઇ જાય છે અને પરિણામે આપણને હાઇડ્રોક્સાઇડ મળે છે જયારે કેટલાક ધાતુના ઓક્સાઇડ એવા હોય છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 આ પાણીમાં અદ્રાવ્ય હોય છે જો આપણે અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડની વાત કરીએ તો તે પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે પરંતુ આપણે તેને અવગણી શકીએ જો તમારે સોડિયમ હાઈડ્રોઓક્સાઇડ જોઈતો હોય તો તમે સૌપ્રથમ સોડિયમ ધાતુને સળગાવો પરંતુ તેને સળગાવતી વખતે ધ્યાન રાખો કારણ કે તે ખુબ જ તીવ્રતાથી સળગે કે જેનાથી તમને સોડિયમ ઓક્સાઇડ મળશે અને પછી તેને પાણી સાથે મિશ્ર કરો જેનાથી તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે આપણે આ વિડિઓમાં જે જોઈ ગયા તેનું પુનરાવર્તન કરીએ આપણે જોઈ ગયા કે સામાન્ય રીતે ધારુંના ઓક્સાઇડની પાકૃતિ કેવી હોય છે કેટલાક ઓક્સાઇડ એસિડિક અને બેઝિક બંને હોય છે આપણે તેવા ઓક્સાઇડને શું કહીએ છીએ શું તમે તેના કોઈ પણ બે ઉદા આપી શકો આપણે એ પણ જોઈ ગયા કે કેટલાક ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે જયારે કેટલાક ઓક્સાઇડ અદ્રાવ્ય હોય છે આશા છે કે તમને ઓછામાં ઓછું એક ઉદા યાદ હશે જો તમને આ પ્રશ્નનો જવાબ ન આવળતા હોય તો તમે આ વિડિઓને ફરીથી જોઈ શકો