જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

DC પરિપથ અને વિદ્યુત પાવરનો સારાંશ

પરિપથના ઘટકો અને તેની સંજ્ઞાઓ જેમ કે બેટરી, અવરોધ, અને કળનું પુનરાવર્તન કરીએ. અવરોધનો પાવર વિદ્યુપ્રવાહ અને અવરોધ આગળના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે કઈ રીતે સંબંધિત છે તેનું અવલોકન કરીએ.

સમીકરણ

સમીકરણસંજ્ઞાશબ્દોમાં અર્થ
P=IΔVP પાવર છે, I વિદ્યુતપ્રવાહ છે, અને ΔV વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેઅવરોધમાંથી વહન પામતી ઊર્જાનો દર બરાબર અવરોધ આગળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને અવરોધમાંથી વિદ્યુતપ્રવાહનો ગુણાકાર થાય. વોટ (W) એકમ સાથેની અદિશ રાશિ.

પરિપથ ઘટકની વ્યાખ્યાઓ અને સંજ્ઞાઓ

અવરોધ (R)

અવરોધ વિદ્યુત ઘટક છે જે વિદ્યુતપ્રવાહને અવરોધે છે અને પરિપથની અંદર વોલ્ટેજને ખર્ચે છે.
આકૃતિ 1. અવરોધની સંજ્ઞા.

બેટરી (ϵ)

બેટરી વિદ્યુત ઘટક છે જે વિદ્યુત ઊર્જા પુરી પાડે છે.
આકૃતિ 2. બેટરીની સંજ્ઞા. ટૂંકો છેડો ઋણ ધ્રુવ છે અને લાંબો છેડો ધન ધ્રુવ છે.
બેટરી પાસે ધન અને ઋણ છેડા હોય છે. ઋણ છેડો ટૂંકી લીટી સાથે દોરવામાં આવે છે, અને ધન છેડો લાંબી લીટી સાથે બતાવવામાં આવે છે.

કળ (S)

કળ ચાલુ અને બંધ થઈને વિદ્યુત પરિપથમાંથી વિદ્યુતપ્રવાહનું વહન કરાવે છે. જ્યારે કળ ચાલુ હોય, ત્યારે ત્યાં કોઈ વિદ્યુતપ્રવાહ નથી કારણકે તેમાં પરિપથમાં ખાલી જગ્યા છે (આકૃતિ 3).
આકૃતિ 3. ખુલ્લી કળની સંજ્ઞા. આ સ્થાનથી વિદ્યુતપ્રવાહ વહેતો નથી કારણકે વાહક પરિપથ પાસે ખાલી જગ્યા છે.
જ્યારે કળ બંધ હોય, ત્યારે તેમાં વિદ્યુતપ્રવાહનું વહન થાય છે કારણકે પરિપથ સતત છે (આકૃતિ 4).
આકૃતિ 4. બંધ કળની સંજ્ઞા. આ સ્થાનથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે કારણકે વિદ્યુત પરિપથ સતત છે.

નોડ

નોડ (અથવા જંક્શન) એવી જગ્યા છે જ્યાં બે કે તેથી વધુ પરિપથના ઘટકો એકસાથે જોડાય છે. નીચેની આકૃતિ 5 પાંચ વિદ્યુત ઘટકો (ટૂંકમાં નારંગી લંબચોરસ વડે દર્શાવ્યા છે) ના જંક્શન વડે બનતો એક જ નોડ (કાળું ટપકું) બતાવે છે.
આકૃતિ 5. 5 જુદા જુદા વિદ્યુત ઘટકોની વચ્ચે જંક્શન (લીલા રંગમાં બતાવ્યું છે).

DC પરિપથના પ્રકાર

સરળ પરિપથ

સરળ પરિપથમાં શકાય એટલા ઓછા ઘટકોનો સમાવેશ થાય છે જે તેને વિદ્યુત પરિપથ તરીકે કામ કરવા દે: વોલ્ટજનો સ્ત્રોત ε (બેટરી), અવરોધ R, અને વિદ્યુતપ્રવાહ I ના વહન માટે વાયરની લૂપ (નીચેની આકૃતિ 6 જુઓ). આપણે વાયરના અવરોધને અવગણીએ છીએ.
આકૃતિ 6. સરળ વિદ્યુત પરિપથ.
સરળ પરિપથમાં, બેટરી વε ડે આપવામાં આવતો વોલ્ટેજ એ અવરોધ R વડે ખર્ચાતો વોલ્ટેજ છે, અને ત્યાં પરિપથમાં ફક્ત એક જ વિદ્યુતપ્રવાહ I છે.

બંધ પરિપથ

બંધ પરિપથ એ વિદ્યુતપ્રવાહને વહેવા માટેનો સતત પરિપથ છે. બીજા શબ્દમાં, તેમાં પરિપથમાં કોઈ ખાલી જગ્યા હોતી નથી.
આકૃતિ 7. બંધ પરિપથની આકૃતિ.

ખુલ્લો પરિપથ

ખુલ્લા પરિપથ પાસે પરિપથમાં ખાલી જગ્યા હોય છે જે તેમાંથી વિદ્યુતપ્રવાહને પસાર થવા દેતો નથી. આ ખાલી જગ્યા ખુલ્લી કળ, તૂટેલો ઘટક, અથવા તૂટેલા વાયરને કારણે હોઈ શકે.
આકૃતિ 8. ખુલ્લા પરિપથની આકૃતિ.

શોર્ટ સર્કિટ

પરિપથની અંદર શૂન્ય અવરોધ સાથેનો પથ એ શોર્ટ છે (આકૃતિ 9 માં ભૂરો વાયર જુઓ). જ્યારે તેમાં શોર્ટ સર્કિટ હોય, ત્યારે બધો જ વિદ્યુતપ્રવાહ શોર્ટમાંથી પસાર થાય છે કારણકે વિદ્યુતપ્રવાહ ઓછા અવરોધવાળા પથને પસંદ કરે છે.
આકૃતિ 9. ભૂરા વાયર પાસે કોઈ અવરોધ નથી અને તે આ પરિપથમાં શોર્ટ છે. ત્યાં કોઈ અવરોધ નથી, તેથી બધો જ વિદ્યુતપ્રવાહ I અવરોધ R માંથી જવાને બદલે ભૂરા વાયરમાંથી પસાર થાય છે.
આકૃતિ 10 બતાવે છે કે કઈ રીતે કળ S બંધ કરવાથી અવરોધ R2 માંથી વિદ્યુતપ્રવાહ પોતાનો માર્ગ બદલે છે. જયારે કળ S ખુલ્લી હોય (આકૃતિ 10A જુઓ), ત્યારે વિદ્યુતપ્રવાહ I બેટરીના ધન ધ્રુવમાંથી નોડ N તરફ વહન કરે છે. કળ ખુલ્લી છે, તેથી કળમાંથી વિદ્યુતપ્રવાહનું વહન થતું નથી અને બધો જ વિદ્યુતપ્રવાહ R2 માંથી પસાર થાય છે. જ્યારે કળ બંધ હોય (આકૃતિ 10B જુઓ), ત્યારે તે અવરોધ R2 ને શોર્ટ કરે છે. હવે, જયારે વિદ્યુતપ્રવાહ I N સુધી પહોંચે, ત્યારે વિધુતપ્રવાહ R2 ને બાયપાસ કરે છે અને કળમાંથી વહન પામે છે.
આકૃતિ 10. જ્યારે કળ S ખુલ્લી (આકૃતિ A) થી બંધ (આકૃતિ B) થાય, ત્યારે અવરોધ R2 શોર્ટ થઈ જાય છે અને વિદ્યુતપ્રવાહ II કળમાંથી પસાર થવા માટે તેને બાયપાસ કરી દે છે.

વધુ શીખો

વિદ્યુત પાવર પર વધુ ઊંડી સમજ માટે, અવરોધ વડે ઉપયોગમાં લેવાતા પાવર પર આપણો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફ કૌશલ્ય કાર્ય ચકાસવા, મહાવરો તપાસો: