મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 3
Lesson 7: કિર્ચોફનો જંકશન નિયમકિર્ચોફનો જંકશન નિયમનું પુનરાવર્તન
કિર્ચોફના જંક્શન નિયમ સાથે સંબંધિત મુખ્ય શબ્દ અને કૌશલ્યનું પુનરાવર્તન કરીએ.
મુખ્ય શબ્દ
જંક્શન
પરિપથમાં ત્રણ કે તેથી વધુ પથનું છેદબિંદુ. સામાન્ય રીતે પરિપથની આકૃતિમાં ટપકાં વડે દર્શાવવામાં આવે છે. નોડ પણ કહેવામાં આવે છે.
બ્રાન્ચ
બે જંક્શનને જોડતો પથ.
કિર્ચોફનો જંકશન નિયમ
કિર્ચોફનો જંક્શન નિયમ કહે છે કે જંક્શનમાં દાખલ થતો કુલ વિદ્યુતપ્રવાહ જંક્શનમાંથી બહાર નીકળતા કુલ વિદ્યુતપ્રવાહને સમાન હોય છે. આ વીજભારના સંરક્ષણનું વિધાન છે. તેને કેટલીક વાર કિર્ચોફનો પ્રથમ નિયમ, કિર્ચોફનો વિદ્યુતપ્રવાહ નિયમ, જંક્શન નિયમ, અથવા નોડનો નિયમ પણ કહેવામાં આવે છે. ગાણિતિક રીતે, આપણે તેને આ મુજબ લખી શકીએ:
જંક્શન વિદ્યુતપ્રવાહનો સંગ્રહ કરી શકે નહિ, અને વિદ્યુતપ્રવાહ પાતળી હવામાં ગાયબ થઈ શકે નહિ કારણે વીજભારનું સંરક્ષણ થાય છે. તેથી, પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહનો કુલ જથ્થો અચળ રહેવો જોઈએ.
આકૃતિ 3 ના કુલ વિદ્યુતપ્રવાહ માટે, આપણે નીચે મુજબ નોડમાં દાખલ થતા અને બહાર નીકળતા વિદ્યુતપ્રવાહ વચ્ચેનો સંબંધ લખી શકીએ:
ઉદાહરણ તરીકે, આકૃતિ 4 માં, નોડમાં દાખલ થતો વિદ્યુતપ્રવાહ બરાબર નોડમાંથી બહાર નીકળતો વિદ્યુતપ્રવાહ.
નોડમાં દાખલ થતો વિદ્યુતપ્રવાહ છે. ત્યાં નોડમાંથી બે બ્રાન્ચ નીકળે છે. અવરોધ આગળ વિદ્યુતપ્રવાહ છે અને અવરોધ આગળ વિદ્યુતપ્રવાહ છે, તેથી આપણે લખી શકીએ કે:
વધુ શીખો
વધુ ઊંડી સમજણ માટે, કિર્ચોફના જંક્શન નિયમ (અથવા વિદ્યુતપ્રવાહ) ના નિયમ પરનો વિડીયો જુઓ.
કિર્ચોફના જંક્શન નિયમ તરફ તમારું કૌશલ્ય અને સમજ ચકાસવા માટે, કિર્ચોફના જંક્શન નિયમનો મહાવરો ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.