મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
કિર્ચોફનો લૂપનો નિયમનો સારાંશ
કિર્ચોફના લૂપના નિયમ સાથે સંબંધિત મુખ્ય શબ્દો અને કૌશલ્યોનું પુનરાવર્તન, ઘટક આગળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કઈ રીતે નક્કી કરી શકાય તે સહીત.
મુખ્ય શબ્દ
પદ | અર્થ | |
---|---|---|
લૂપ | બંધ પરિપથ જે એક જ બિંદુ આગળ શરુ થાય છે અને પૂર્ણ થાય છે. |
કિર્ચોફનો લૂપનો નિયમ
કિર્ચોફનો લૂપનો નિયમ જણાવે છે કે લૂપની આસપાસ બધા જ વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો સરવાળો શૂન્ય થાય છે. તેને ઘણી વાર કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અથવા કિર્ચોફનો બીજો નિયમ પણ કહેવામાં આવે છે. તેનો અર્થ થાય કે બેટરી વડે આપવામાં આવતી ઊર્જા લૂપના બાકીના ઘટકો વડે ઉપયોગમાં લેવાય છે, તેથી ઊર્જા બંધ પરિપથમાંથી બહાર નીકળી શકતી નથી કે દાખલ થઈ શકતી નથી. આ નિયમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત, delta, V ના સંદર્ભમાં ઊર્જાના સંરક્ષણની ઉપયોગીતા છે.
ગાણિતિક રીતે, આ મુજબ લખી શકાય:
પરિપથના ઘટકો આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતે નક્કી કરી શકાય
ઉદાહરણ તરીકે, આપણે અવરોધ આગળ અજ્ઞાત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા કિર્ચોફના લૂપના નિયમનો ઉપયોગ કરી શકીએ (આકૃતિ 1).
બેટરી આગળ શરૂઆતનું બિંદુ પસંદ કરીએ અને આપણે પાછા એ જ બિંદુએ ન આવી જઈએ ત્યાં સુધી લૂપમાં આગળ જઈએ.
બેટરી આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \epsilon છે. R, start subscript, 1, end subscript આગળ વિદ્યુત સ્થિતિમાન V, start subscript, 1, end subscript જેટલું ઘટે છે. આપણે R, start subscript, 2, end subscript આગળ વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો V, start subscript, 2, end subscript જાણતા નથી.
હવે આપણે V, start subscript, 1, end subscript અને \epsilon ના સંદર્ભમાં V, start subscript, 2, end subscript માટે ઉકેલવા લૂપના નિયમનો ઉપયોગ કરી શકીએ:
વધુ શીખો
વધુ ઊંડી સમજણ માટે, કિર્ચોફનો લૂપ નિયમ (અથવા વોલ્ટેજ નિયમ) ના નિયમ પરનો વિડીયો જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફ કૌશલ્ય કાર્ય ચકાસવા, મહાવરો તપાસો:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.