જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને ઓહમના નિયમનું પુનરાવર્તન

ઓહમના નિયમને સંબંધિત પદ, સમીકરણ, અને કૌશલ્યનું પુનરાવર્તન કરીએ, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, વિદ્યુતપ્રવાહ, અને અવરોધ કઈ રીતે સંબંધિત છે તેના સહીત.

મુખ્ય શબ્દ

પદઅર્થ
બેટરીસાધન જે રાસાયણિક ઊર્જાને વિદ્યુતઊર્જામાં ફેરવે છે. આદર્શ બેટરી પાસે કોઈ આંતરિક અવરોધ હોતો નથી.
વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (ΔV)બે બિંદુઓ વચ્ચે ઊર્જાનો તફાવત પ્રતિ એકમ વીજભાર. વોલ્ટેજ અથવા વિદ્યુતસ્થિતિમાન પણ કહેવામાં આવે છે. તેની પાસે SI એકમ વોલ્ટ V=JC છે.
ઈલેક્ટ્રોમોટિવ બળ (EMF, ϵ)એ આદર્શ બેટરી જેવા સ્ત્રોત વડે ઉત્પન્ન થતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. SI એકમ V છે.

સમીકરણ

સમીકરણસંજ્ઞાશબ્દોમાં અર્થ
I=ΔVRI વિદ્યુતપ્રવાહ છે, ΔV વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, અને R અવરોધ છેવિદ્યુતપ્રવાહ વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં અને અવરોધનાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

ઓહમનો નિયમ

ઓહમનો નિયમ બતાવે છે કે કેટલાક સાધનો માટે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુતપ્રવાહ, અને અવરોધ વચ્ચે સંબંધ હોય છે.
સમીકરણ: I=ΔVR
જ્યાં I વિદ્યુતપ્રવાહ, ΔV વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને R અવરોધ છે.

વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને વિદ્યુતપ્રવાહ કઈ રીતે સંબંધિત છે?

આપેલા અવરોધ R માટે, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ΔV વધારતા વિદ્યુતપ્રવાહ I વધે છે અને ઊલટું.

વિદ્યુતપ્રવાહ અને અવરોધ કઈ રીતે સંબંધિત છે?

આપેલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત ΔV માટે, જો અવરોધ R વધારવામાં આવે, તો વિદ્યુતપ્રવાહ I ઘટે છે અને ઊલટું.

અવરોધ અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કઈ રીતે સંબંધિત છે?

આપેલા વિદ્યુતપ્રવાહ I માટે, જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ΔV વધારવામાં આવે, તો અવરોધ R પણ વધે છે અને ઊલટું.

ઓહમના નિયમનો ઉપયોગ કરીને અવરોધ આગળ વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું નિરીક્ષણ કરવું

જો વિદ્યુતપ્રવાહ અવરોધમાં સમાય જાય, તો ઓહમના નિયમ મુજબ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઘટે છે. આપણે ઘણી વાર તેને વોલ્ટેજ ડ્રોપ કહીએ છીએ.
આકૃતિ 1: અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાનનો ડ્રોપ

બેટરી આગળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને વિદ્યુતપ્રવાહનું અવલોકન કરવું

વિદ્યુત સ્થિતિમાનનો સામાન્ય સ્ત્રોત બેટરી છે, જેને નીચેની સંજ્ઞા વડે આકૃતિમાં બતાવવામાં આવ્યું છે (આકૃતિ 2). ટૂંકો છેડો ઓછા વિદ્યુત સ્થિતિમાન સાથે ઋણ ધ્રુવ છે, અને લાંબો છેડો વધુ વિદ્યુત સ્થિતિમાન સાથે ધન ધ્રુવ છે.
ઈલેક્ટ્રોન ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ વહન કરે છે. રૂઢિગત વિદ્યુતપ્રવાહ I ધન ધ્રુવમાંથી (વધુ વિદ્યુતસ્થિતિમાન) , પરિપથમાં, અને અંતે ઋણ ધ્રુવ (ઓછું વિદ્યુતસ્થિતિમાન) સુધી જાય છે
આકૃતિ 2. બેટરીની સંજ્ઞા. લાંબો છેડો ધન ધ્રુવ છે, અને ટૂંકો છેડો ઋણ ધ્રુવ છે.
વિદ્યુતપ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાનના તફાવતને ખડક પરથી નીચે ગબડતા પથ્થરનો ઉપયોગ કરી વધુ સારી રીતે સમજી શકાય ખડકની ઊંચાઈ પર, પથ્થર પાસે વધુ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હોય છે. સમાન રીતે, ઈલેક્ટ્રોન જ્યારે બેટરીના ઋણ ધ્રુવ આગળ હોય ત્યારે તેની પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાયેલી ઊર્જા હોય છે. પથ્થર કુદરતી રીતે જ જમીન તરફ ગબડે છે જ્યાં સ્થિતિ ઊર્જા ઓછી હોય છે. બેટરીના ઋણ ધ્રુવ આગળ રહેલો ઈલેક્ટ્રોન કુદરતી રીતે જ ધન ધ્રુવ તરફ જાય છે, જ્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય છે.
પથ્થર જેમ નીચેની તરફ ગબડે, તેમ સંગ્રહાયેલી ઊર્જા ગતિઊર્જામાં ફેરવાય છે. જેમ ઈલેક્ટ્રોન વિદ્યુત ઘટકોમાંથી પસાર થાય, તેમ સંગ્રહાયેલી ઊર્જા ઉષ્મા અને પ્રકાશ જેવા ઊર્જાના વિવિધ સ્વરૂપોમાં ફેરવાય છે.

સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો

કેટલીક વાર લોકો માને છે કે બધા જ સાધનો ઓહમના નિયમનું પાલન કરે છે. જ્યારે વિદ્યુતપ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં અને અવરોધનાં વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે જ સાધન ઓહમિક હોય છે. જો આપણે ઓહમિક સાધન માટે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ વિદ્યુતપ્રવાહનો આલેખ દોરીએ, તો સંબંધ સુરેખ થશે (આકૃતિ 3 જુઓ).
આકૃતિ 3: ઓહમિક અને ઓહમિક ન હોય તેવા સાધનો માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુતપ્રવાહ વચ્ચેનો સંબંધ.
કેટલાક સાધનો જેમ કે લાઈટ બલ્બ ઓહમિક હોતા નથી. તેનો અર્થ થાય કે આકૃતિ 3માં બતાવ્યા મુજબ, તેમના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત-વિદ્યુતપ્રવાહનો આલેખ અસુરેખ હોય છે. ઓહમિક ન હોય તેવા પદાર્થો માટે, આપણે અજ્ઞાતને ઉકેલવા I=ΔVR નો ઉપયોગ કરી શકીએ નહિ.

વધુ શીખો

વિદ્યુત સ્થિતિમાન અને ઓહમના નિયમ પર વધુ ઊંડી સમજ માટે, પરિપથ અને ઓહમના નિયમ પરનો વિડીયો જુઓ.
આ ખ્યાલ તરફ તમારી સમજ અને કૌશલ્યને ચકાસવા, ઓહમના નિયમ પર સ્વાધ્યાય ચકાસો.