If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વ્યસ્ત વર્ગનો નિયમ

બટર ગનની વાર્તા. વ્યસ્ત વર્ગના નિયમની સમજૂતી. Written by Willy McAllister.
કુલંબના નિયમમાં, વીજભારો વચ્ચેનું અંતર સમીકરણમાં 1/r2 તરીકે દેખાય છે. જે કુલંબના નિયમને વ્યસ્ત વર્ગનો નિયમ બનાવે છે. બીજો જાણીતો વ્યસ્ત વર્ગનો નિયમ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે. તે સાહજીક છે કે જેમ બે વીજભારિત પદાર્થો વચ્ચેનું અંતર વધે તેમ વિદ્યુત બળ ઘટે છે. પણ વર્ગમાં આ ઘટાડો અંતરના વર્ગ સાથે ચોક્કસ કઈ રીતે સંબંધિત છે? શું 2 સંયોગ છે? પ્રકૃતિની તરકીબ?
વ્યસ્ત વર્ગનો નિયમ એ કંઇકની લાક્ષણિકતા છે જે કોઈ પણ વ્યય વિના, સુરેખ રેખાઓમાં ફેલાય છે. ગુરુત્વ અને વિદ્યુતબળ બંને પાસે આ ગુણધર્મ છે. આપણે વાર્તા સાથે આ ખ્યાલને સમજીશું.

બટર ગનની વાર્તા

ધારો કે એક રેસ્ટોરન્ટ પાસે ટોસ્ટ પર બટર લગાડવાની સમસ્યા છે. તેઓને ખુબ જ આધુનિક અને ટોસ્ટ પર બટર લગાડે એવું મશીન જોઈએ છે. રેસ્ટોરન્ટનો મલિક બટર ગન શોધે છે, જેમાં હેન્ડલમાં પીગળેલું બટર છે, જે બટરની સુરેખ રેખાઓમાં બહાર નીકળી શકે.
અહીં ટોસ્ટનો ટુકડો છે, અને બટરની રેખાઓ બહાર આવે છે અને તે આખા પર પથરાય છે.
હવે ફક્ત એક જ ટોસ્ટની જગ્યાએ, બટરની રેખાઓ આવી શકે, અને તમે ટોસ્ટને થોડો પાંચ, બમણા અંતરે મૂકી શકો. ટોસ્ટના બે ટુકડાઓ પહોળા અને બે ટોસ્ટ ઊંચા.
એકસાથે, ટોસ્ટના ચાર ટુકડાઓ બટરના માર્ગને અવરોધે છે. બટર ચોથા ભાગ જેટલું જાડું છે. આ વ્યસ્ત વર્ગનો નિયમ છે (બટરનો).
ખ્યાલનું વિસ્તરણ: ત્રણ ગણા અંતર આગળ, તમે સ્પ્રે રેખાઓની અંદર 3 ટોસ્ટ બાય 3 ટોસ્ટ ગોઠવી શકો, કુલ 9 ટોસ્ટ, અને તમને બટરની 19 જાડાઈ મળશે, "આર્થિક" વ્યવહાર માટે.