મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
વિદ્યુત ભારનો સારાંશ
ચોખ્ખા વિદ્યુત ભારની ગણતરી કઈ રીતે કરી શકાય તે સહીત, વિદ્યુત ભાર સાથે સંબંધિત મુખ્ય શબ્દો અને કૌશલ્યનો સારાંશ.
મુખ્ય શબ્દ
પદ | અર્થ | |
---|---|---|
પ્રાથમિક વીજભાર (e) | વીજભારનો શક્ય એટલો નાનો એકમ. એક પ્રોટોન પરનો વીજભાર અથવા એક ઈલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય બરાબર, જે 1, point, 6, times, 10, start superscript, minus, 19, end superscript, start text, C, end text છે. તેને ઈલેક્ટ્રોન વીજભાર પણ કહેવાય છે. ઘણીવાર સંજ્ઞા q, start subscript, e, end subscript નો ઉપયોગ કરે છે. | |
ચોખ્ખો વીજભાર | પદાર્થ પરના વીજભારોનો સરવાળો. | |
કુલંબ (C) | વીજભાર માટેનો SI એકમ. 1, start text, A, end text વિદ્યુતપ્રવાહ વડે 1, start text, s, end text માં સ્થળાંતર પામતો વીજભારનો જથ્થો. |
ચોખ્ખા વીજભારની ગણતરી કઈ રીતે કરવી
ત્યાં બે પ્રકારના વીજભાર છે, ધન અને ઋણ પરમાણ્વીય સ્તર પર, પ્રોટોન ધન વીજભારિત છે અને ઈલેક્ટ્રોન ઋણ વીજભારિત છે.
પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા ઘણું વધારે હોય છે, તેમના વીજભારના મૂલ્ય એકસમાન હોય છે.
જો પદાર્થ પાસે ઈલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ હોય, તો પદાર્થ પરનો ચોખ્ખો વીજભાર ધન છે. જો ત્યાં પ્રોટોન કરતા ઈલેક્ટ્રોન વધુ હોય, તો પદાર્થ પરનો ચોખ્ખો વીજભાર ઋણ છે. જો ત્યાં પ્રોટોન અને ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો પદાર્થ વિદ્યુતની રીતે તટસ્થ છે.
જ્યારે પદાર્થ વચ્ચે વીજભારનું સ્થળાંતરણ થાય, ત્યારે ફક્ત ઈલેક્ટ્રોન જ ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનું નાના ટુકડાઓમાં વિભાજન કરી શકાય નહિ, તેથી વીજભાર હંમેશા ઘણા બધા પ્રાથમિક વીજભારોમાં બદલાય છે. ઇલેક્ટ્રોનના આ ગુણધર્મનો અર્થ થાય કે વીજભારનું ક્વોન્ટમીકરણ થાય છે અને કોઈ પણ પદાર્થ પરનો વીજભાર પ્રાથમિક વીજભારના પૂર્ણાંક ગુણિતમાં જ હોવો જોઈએ. પદાર્થનો વીજભાર 0, e, comma, 1, e, comma, minus, 1, e, comma, 2, e, વગેરે હોઈ શકે, પણ start fraction, 1, divided by, 4, end fraction, e, comma, start fraction, 1, divided by, 2, end fraction, e, વગેરે નહિ.
વધુ શીખો
વીજભારની ઊંડી સમજણ માટે, ટ્રીબોઇલેક્ટ્રિક અસર અને વીજભાર પરનો આપણો વિડીયો જુઓ.
આ ખ્યાલ તરફ તમારા કૌશલ્ય અને સમજ ચકાસવા, પ્રાયોગિક માહિતીમાં વીજભારના ક્વોન્ટમીકરણ પર સ્વાધ્યાય ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.