If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2D માં ઘણા બધા વિદ્યુત ભારો પરથી ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર

આ વિડીયોમાં ડેવિડ બે વિદ્યુત ભારોની ઉપર આવેલા બિંદુ આગળ ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શોધવાના 2D વિદ્યુત ક્ષેત્રના પ્રશ્નોના ઉદાહરણ ઉકેલે છે. David SantoPietro દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે બે પદાર્થોમાં તે વોલ્ટેજ વિરુદ્ધકરણનો તે આલેખ છે અને પ્રશ્ન છે કે આ બંને પદાર્થો માંથી કોનો અવરોધ વધુ છે અગાઉના વિડિઓમાં આપણે જોઈ ગયા કે જયારે કોઈ પદાર્થ માટે વોલ્ટેજ વિરુદ્ધ કરંટનો આલેખ ઉગામ બિંદુ માંથી પસાર થતી સીધી રેખા હોય ત્યારે તે પદાર્થ ઓહમના નિયમનું પાલન કરે નોંધો કે અહીં બંને પદાર્થો ઉગામ બિંદુ માંથી પસાર થાય છે અને તે સીધી રેખા મળે છે આથી આ બંને પદાર્થ ઓહમના નિયમનું પાલન કરે છે હવે આપણે ચકાસીએ કે બંને પદાર્થ માંથી કોની પાસે વધુ અવરોધ છે તે કરવા માટે આપણે ઓહમના નિયમનો પુનરાવર્તન કરવું પડે ઓહમના નિયમના પ્રમાણે વોલ્ટેજ v = કરંટ ગુણ્યાં R અવરોધ શોધવા માટે બંને બાજુ આપણે કરંટ i વડે ભાગીએ તો આપણને V ભાગ્યા I = R મળે આપણે વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર શોધી પદાર્થનો અવરોધ શોધી શકીએ તેથી જે પદાર્થનો V ને I નો ગુણોત્તર વધુ હશે તે પદાર્થનો અવરોધ વધુ હશે આપણે આલેખ પરથી કાયા પદાર્થ V અથવા I ની કિંમત વધુ છે તે ચકાસીએ પરંતુ આપણે તે કઈ રીતે કરીએ કારણ કે આલેખમાં કિંમત આપી નથી તે કરવાની ઘણી રીત છે એક રીત મુજબ આપણે બંને પદાર્થો માટે આલેખ પરનું એક એવું બિંદુ લઈએ જેથી તેમની પાસે કરંટની કિંમત સમાન હોય જેથી તમને છેદ સમાન અને શોધો કોના વોલ્ટેજની કિંમત વધુ છે જેના અંશની કિંમત વધુ હોય તેના R ની કિંમત વધુ હશે માટે એક રીત એ છે કે સમાન I લો અને કોના વોલ્ટેજ વધુ છે તે ચકાસો બીજી રીત એ છે કે આલેખમાં એવા બિંદુઓ પસંદ કરો જેથી તેમના વોલ્ટેજનું મૂલ્ય સમાન મળે અને તેથી તેમનો અંશ સમાન બનશે કોની કરંટની કિંમત ઓછી છે તે ચકાસીએ કારણ કે છેદ નેનો બને તો V ની કિંમત વધુ મળે તમે કોઈ પણ રીતની મદદથી કાયા પદાર્થનો વધુ છે તે ચકાસી શકો તમે વિડિઓ થોભાવીને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો જેમાં કરંટની કિંમત સમાન થાય તે બાબતને હું પસંદ કરીશ અહીં આપણે કરંટની અંદાજિત કિંમત લઈએ અને આ આલેખ પર બિંદુઓ લઈએ જ્યાં તેની પાસે આટલો કરંટ હોય તેના માટે આપણે એક શિરોલંબ રેખા દોરીએ હવે આ આલેખ પરનો આ બિંદુ આ સમાન કરંટ દર્શાવે અને આ બિંદુ પણ આટલો સમાન કરંટ દાર્શવે છે માટે આ બંને બિંદુઓ હવે સમાન કિંમતનો કરંટ દર્શાવે છેહવે તે બંને માંથી કોની પાસે વધુ વોલ્ટેજ છે તે ચકાસીએ આ બિંદુ પાસે વોલ્ટેજ કંઈક અહીં મળશે અને આ બિંદુ પાસે વોલ્ટેજ કંઈક અહીં મળશે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ કે બીજા કરતા પહેલા પાસે સમાન કરંટ માટે વોલ્ટેજ વધુ છે બીજા શબ્દમાં કહીએ તો પ્રથમ પાસે આ ગુણોત્તર વધુ છે આથી પ્રથમ પદાર્થ પાસે વધુ અવરોધ છે આથી કહી શકીએ કે પ્રથમ પદાર્થનો અવરોધ બીજા પદાર્થ કરતા વધુ છે જો તમે વોલ્ટેજ પસંદ કરો અને કોની પાસે ઓછો કરંટ છે તે જુઓ તો તમને સમાન જવાબ મળશે તમે આ વિડિઓ અટકાવીને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો હવે વધુ એક ઉદાહરણ લઈએ ફરીથી કોનો અવરોધ વધારે છે તે આપણે શોધવાનું છે પરંતુ અહીં વોલ્ટેજ સમક્ષિતિજ અક્ષ પર છે અને કરંટ શિરોલંબ અક્ષ પર છે તે આપણને ગુંચવણ ભર્યું લાગવું જોઈએ નહિ કારણ કે તેની રીત સામન જ છે તેથી વીડીઓ અટકાવીને તમે જાતે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો ફરીથી આપણે એક એવું બિંદુ પસંદ કરીએ કે જ્યાં કરંટ સમાન હોય ધારો કે કરંટ અહીં છે તે બિંદુ આગળથી આપણે એક સમક્ષિતિજ લીટી દોરીએ કંઈક આ રીતે હવે આપણી પાસે આ બિંદુ છે અને આ બિંદુ છે આ બંને બિંદુ પાસે કરંટની કિંમત સમાન છે અહીં કરંટની કિંમત આટલી છે હવે આપણે ચકાસીએ કે આ બંને માંથી કોનો વોલ્ટેજ વધારે છે હવે આ બંને બિંદુઓ આગળ આપણે શિરોલંબ રેખા દોરીએ કંઈક આ રીતે પહેલા પદાર્થ માટે આપણને વોલ્ટેજ ની કિંમત અહીં મળશે અને બીજા પદાર્થ માટે વોલ્ટેજની કિંમત આપણને અહીં મળશે માટે સમાન કરંટ માટે પ્રથમની સરખામણીમાં બીજા પાસે વધુ વોલ્ટેજ છે આથી આના પાસે વધુ અવરોધ હશે આથી લખી શકીએ કે R2 R1 કરતા મોટું છે કયા અક્ષ પર વોલ્ટેજ છે અને કયા અક્ષ પર કરંટ છેતે મહત્વનું નથી આપણે એવું બિંદુ લેવાનું છે જ્યાં બંને આલેખ માટે કરંટની કિંમત સમાન હોય અને કોનો વોલ્ટેજ વધુ હોય તે ચકાસી શકાય અને પછી સરળતાથી શોધી શકાય કે કોનો અવરોધ વધુ છે.