If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ

ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ માટેની સમજ અને પરિચય.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વીડીઓમાં ફ્લ્ક્સનો સાહજિક ખ્યાલ મેળવીએ અને પછી તેના આધારે ચુંબકીય ફ્લક્સ એટલે કે મેગ્નેટિક ફ્લક્સનો ખ્યાલ મેળવીએ અહી આપેલ સમય ગાળામાં સપાટી પરથી કઈક કેટલું પસાર થઇ શકે તેના વિશે સમજી રહ્યા છીએ આપણે અહી હવાનું ઘનફળ વ્યાખ્યાયિત કરી શકીએ ધારો કે હવાનું ઘનફળ આ તળિયાના ભાગમાં વધારે છે અહી આ ભાગમાં તે વધારે છે અહી ઉપરના ભાગ કરતા તળિયાના ભાગમાં હવાનું ઘનફળ વધારે છે જેમ જેમ ઉચાઇ વધારતા જઈએ તેમ તેમ હવાની ઘનતા ઓછી થતી જાય છે આપણે અહી બધાજ ગણો ને દર્શાવી નથી રહ્યા પરંતુ આપણે હવાના કણોને આ પ્રમાણે દર્શાવી શકીએ ધારો કે આ હવાના વેગના સદિશ છે તે કઈક આં રીતે ગતિ કરે છે આ પ્રમાણે અહી તેનું માધ્યમ વેગ મળશે આ દિશામાં ગતિ કરતા સદીશનું વેગ વધારે હશે તે કઈક આ પ્રમાણે હશે આપણે અહી જોઈ શકીએ કે હવા આ દિશામાં ગતિ કરે છે તેવીજ રીતે ઉપરની બાજુ જ્યાં હવાની ઘનતા ઓછી છે ત્યાં આજ પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુ હવાનો વેગ મળે તે કઈક આ રીતે હશે હવે આપણે ફ્લક્સ વિશે વિચારીએ તેના પહેલા આપણે સપાટી ને સમજીએ ધારો કે અહી એક નેટ છે જે કઈક આ પ્રમાણે છે અને ફ્લક્સ વિશે વિચારવું હોય તો કોઈ એક ચોક્કસ સમય ગાળામાં નેટ માંથી કેટલી હવા પસાર થઇ શકે એટલે કે એક સેકન્ડ માં કેટલા અણુઓ પસાર થઇ શકે માટે અમુક પ્રમાણમાં તેની સાથે ફ્લક્સ સંકળાયેલો છે આપણે અહી એવી નેટ ધારીએ છીએ જે હવાને અટકાવતી નથી પરંતુ તે આપણને સપાટી જોવામાં મદદરૂપ થાય છે હવે જો આપણે નેટ ને જમણી બાજુ ખસેડીએ આપણે તે સમાન નેટ ને આ પ્રમાણે જમણી બાજુ ખસેડીએ જ્યાં ઘનતા સમાન છે પરંતુ હવાના કણો ઝડપથી ગતિ કરે છે તો હવે ફ્લક્સમાં વધારો થશે માટે અહી વધુ ફ્લક્સ મળશે શા માટે ફ્લક્સનો વધારો થયો અહી ઘનતા સમાન છે પરંતુ સપાટી પરથી થતા કણો વધારે છે હવે આ સમાન નેટ ને આપણે અહી ઉચાઈએ મુકીએ તેને કઈક આ પ્રમાણે દોરીએ આ રીતે અહી અણુનું વેગ સમાન છે અને તેઓ સમાન દિશામાં જ જાય છે પરંતુ એકમ સમય માં પસાર થતા કણોની સંખ્યા ઓછીછે માટેઅહી ફ્લાક્સ ઓછુમળે આપણને અહી ઓછુ ફ્લક્સ મળશે કારણ કે કણોની સંખ્યા ઓછી છે હવે આ સમાન નેટ ને હવાની દિશાની સપાટી ને લંબ લેવાને બદલે કઈક આ રીતે લઈએ હવે આપણે તેને કઈક આ પ્રમાણે દોરીએ અહી હવાની દિશા સપાટીને લંબ નથી તે કઈક આ રીતે છે તો હવે એકમ સમયમાં તેમાંથી કેટલી હવા પસાર થશે તેમાં એકમ સમયમાં 0 જેટલી હવા પસાર થશે અહી હવા સપાટી સાથે પસાર થાય છે સપાટી પરથી પસાર થતીનથી એટલે કે આ સપાટી ની દિશામાં હવા પસાર થાય છે પરંતુ તે સપાટી પરથી પસાર થતી નથી માટે અહી ફ્લક્સ 0 મળે આપણને અહી 0 ફ્લક્સ મળે હવે આપણે આ નેટ ને ખેચીને મોટી કે નાની કરી શકીએ તો આપણે હવે આ નેટને કઈક આપ્રમાણે લઈએ તેને આપ્રમાણે દોરીએ આ રીતે તો આ નેટ ને ફ્લક્સ વધારે મળે કારણ કે તેનો વિસ્તાર વધારે છે તેમાંથી વધુ હવા પસાર થશે માટે આ સપાટી માટે તેનું ફ્લક્સ વધારે મળશે કારણ કે તેમાંથી એકમ સમયમાં પસાર થતી હવા વધારે છે જો આપણે રીવાજીક રીતે એકમ સમયમાં કઈક કેટલું પસાર થઇ રહ્યું હોય તે સમજવું હોય તો તે પદાર્થની ધનતા પર આધાર રાખે છે તે વેગ પર પણ આધાર રાખે છે વેગ ના મુલ્ય અને તેની દિશા પર આધાર રાખે છે આપણે આ રીતે વિગ ને ગોઠવી શકીએ જો તે આ પ્રમાણે હશે તો તે સપાટી ને લંબ થશે નહિ માટે ફ્લક્સ ઓછુ મળે હવે આપણે એક વધુ નેટ લઈએ જેમાં હવાની દિશા એ સપાટી ને લંબ પણ નથી કે હવાની દિશા એ સપાટીની દિશામાં પણ નથી તે કઈક આ પ્રમાણે આવશે અહી આ ફ્લક્સ આપણને આ ઓરીજનલ ફ્લક્સ અને આ ફ્લક્સની વચ્ચે મળે તેની વાસ્તવિક સપાટી પરથી હવાના કણો આ રીતે પસાર થશે પરંતુ તે સપાટીને લંબ ન મળે જયારે આપણે ફ્લ્ક્સની ગણતરી કરીએ ત્યારે આપણે આ હવાના સદીશના ઘટકોને ધ્યાનમાં લેવા પડે જે સપાટીને લંબ હોય પરંતુ આ ફ્લક્સ એ આ ફ્લક્સ અને 0 ફ્લક્સની વચ્ચે મળે કારણ કે હવા લંબ રીતે પસાર થતી નથી હવે ચુંબકીય ફ્લક્સ એટલે શું આ ફ્લક્સની જેમ જ સપાટી પરથી કેટલી માત્રમાં પસાર થાય છે તેના આધારે સમાજ મેળવીએ પરંતુ હવાના કણો અથવા પાણીના અણુ લેવાને બદલે આપણે ચુંબકીય ક્ષેત્રને લઈશું આપણે સપાટી દોરીએ અહી આ બાર મેગ્નેટ છે આ ઉત્તર બાજુ અને આ દક્ષિણ બાજુ છે અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તથા મેં આ ચુંબકીય ક્ષેત્રના સદીશો પણ દોર્ય છે ધારો કે આપણી પાસે એક આ પ્રમાણે એક સપાટી છે આ રીતે જયારે આપને ચુંબકીય ક્ષેત્ર વિશે વાત કરીએ ત્યારે આપણે ચુંબકીય ક્ષેત્રના ઘટકો વિશે વિચારવું પડે ચુંબકીય ક્ષેત્રની ઘનતા સપાટી ને લંબ મળે ધારો કે અહી આ સપાટીનું ફ્લક્સ 5 છે અને તે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર આધાર રાખે છે તથા ચુંબકીય ક્ષેત્રના ઘટકો આ સપાટીને લંબ છે આ એક ચુંબકીય ફ્લક્સ છે પરંતુ જો આપણે સમાન સપાટી લઈએ અને આ ચુંબકીય ક્ષેત્રના ઘટકોને લંબ લેવાને બદલે સપાટીના સમાંતર બનાવીએ તો તે કઈક આવું દેખાશે આ પ્રમાણે જે સપાટીને સમાંતર છે માટે અહી ફ્લક્સ 0 મળે અથવા 0 ની નજીક મળે અહી તેનું ચુંબકીય ફ્લક્સ 0 થશે 0 ચુંબકીય ફ્લક્સ હવે સપાટીને આ રીતે લેવાને બદલે આપણે તેને અહી લઈએ આ પ્રમાણે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ છે તે ફ્લક્સમાં પણ ઘટકો હશે કઈક આ પ્રમાણે તો અહી ફ્લક્સમાં ઘટાડો થશે આમ આ ફ્લ્ક્સની જેમ જ ચુંબકીય ફ્લ્ક્સના ઘણા ગુણધર્મો સમાન છે હવાના અણુના વેગના સદિશ વિશે ચર્ચા કરવાને બદલે આપણે ચુંબકીય ક્ષેત્રના ઘટકો વિશે વિચારીએ છીએ અને તે કઈ રીતે સપાટી સાથે સંકળાયેલા છે તે વિચારીએ છીએ પરંતુ અહી વિચાર સમાન જ છે જો તેઓ લંબ હોય તો ફ્લક્સ વધુ મળે જો તેઓ એક જ સમાન દિશામાં હોય તો આપણને ફ્લક્સ 0 ની નજીક મળે અને જો અહી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર હોય તો ફ્લક્સ પણ ઓછુ મળે તેવી જ રીતે જો અહી વેગ અને ઘનતા વધારે હોય તો ફ્લક્સ પણ વધારે મળે ઓછો વેગ અને ઓછી ઘનતા હોય તો ફ્લક્સ ઓછો મળે હવે આપણે તેની સપાટીને આ પ્રમાણે ખેંચીને લાંબી કરી શકીએ આ રીતે અને તેમાંથી પસાર થતું ફ્લક્સ આના કરતા વધારે હશે ધારોકે આજ સમાન સપાટી આપણે અહી લઇ શકીએ આ પ્રમાણે ધારો કે બંને બાજુ ચુંબકીય ક્ષેત્ર સમાન છે તેથી અહી આ સપાટી અને આ સપાટી માંથી પસાર થતું ફ્લક્સ સમાન થાય જો આપને આ સપાટીને લાંબી બનાવીએ કઈક આ રીતે તો આપણને સપાટી ને લંબ વધુ ચુંબકીય ક્ષેત્ર મળે આમ આપણે ચુંબકીય ફ્લક્સ અને ફ્લક્સ વિશે સમજ મેળવી શકીએ.