If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

Unit: કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો

આ વિડીયો અને આર્ટીકલમાં, તમે પરાવર્તિત પ્રકાશનો ખૂણો કઈ રીતે શોધવો અને નિયમિત તેમજ અનિયમિત પરાવર્તનની વ્યાખ્યા શીખશો.
આ વિડીયો અને આર્ટીકલમાં, તમે શીખશો કે વક્ર ગોળીય અરીસા કઈ રીતે પ્રતિબિંબ બનાવે છે. વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબની વ્યાખ્યાની પણ ચર્ચા કરવામાં આવશે. તમે એ પણ શીખશો કે જ્યારે વક્ર અરીસા સાથે કામ કરીએ ત્યારે અરીસાના સમીકરણનો ઉપયોગ કરીને પ્રતિબિંબ અંતર, મોટવણી, પ્રતિબિંબ ઊંચાઈ, અને વસ્તુ ઊંચાઈ કઈ રીતે શોધી શકાય. ધન અને ઋણ પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, અને કેન્દ્ર લંબાઈ માટે સંજ્ઞા પ્રણાલીની પણ ચર્ચા થશે.
તમે કદાચ જોયું હશે કે પાણીના ગ્લાસમાં ડુબાડેલી સ્ટ્રો વળેલી દેખાય છે. સ્ટ્રો વળેલી હોતી નથી, તે પ્રકાશ છે. આ પ્રકરણમાં આપણે પ્રકાશના વળવા અથવા વક્રીભવનને સમજીશું. તે થાય ત્યારે શું થાય છે, તે શા માટે થાય છે અને તે થવાનું કારણ સ્નેલનો નિયમ જોઈશું.
પ્રિઝમ શ્વેત પ્રકાશને 7 રંગોમાં શા માટે વિભાજીત કરે છે? આ વિભાગમાં, આપણે આ પ્રશ્નનો જવાબ આપીશું અને ઊંડાણમાં પ્રિઝમને સમજીશું.
ચંદ્રથી ગુરુથી વાઇરસ સુધી જે બેક્ટેરિયા પર હુમલો કરે છે, અત્યારે આપણે આ બધું જ જોઈએ શકીએ છીએ. અને કાચના વક્ર ટુકડામાંથી પ્રકાશના વક્રીભવનને કારણે શક્ય બન્યું છે. તેથી આ વિભાગમાં, આપણે વક્ર સપાટીમાંથી થતા વક્રીભવનને સમજીશું.
આ વિભાગમાં, આપણે શીખીશું કે કિરણ ટ્રેસીંગનો ઉપયોગ કઈ રીતે કરવો અને વક્ર લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું કદ તેમજ સ્થાન શોધવા પાતળા લેન્સના સમીકરણનો ઉપયોગ કઈ રીતે કરવો.
સૂક્ષ્મદર્શકયંત્ર અને ટેલિસ્કોપ જાદુની જેમ કામ કરતા હોય એવું લાગે છે. પણ તે જાદુ નથી, તેઓ ફક્ત પ્રકાશના ગુણધર્મોનો ઉપયોગ કરે છે. આ પ્રકરણમાં, આપણે સાહજિક રીતે ટેલિસ્કોપ અને સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્ર બનાવીશું. આપણે એ પણ સમજીશું કે દરરોજનો બિલોરી કાચ કઈ રીતે કામ કરે છે.

આ એકમ વિશે

કેટલીક વાર નવું અને ઊંધું પ્રતિબિંબ બનાવવા પ્રકાશ તરંગો વળી શકે અને પરાવર્તન પામી શકે. પ્રકાશના કિરણોનો ઉપયોગ કરીને કઈ રીતે સંપર્ક લેન્સ, ઓપ્ટિકલ ફાઈબર કેબલ, અને વધુ પાવરવાળા ટેલિસ્કોપ બનાવી શકાય એ સમજીએ. આ એકમમાં, આપણે પરાવર્તન, વક્રીભવન, માનવ આંખમાં ખામીઓ અને તેમના નિવારણ માટે આપણે જે લેન્સનો ઉપયોગ કરીએ છીએ તે, તેમજ સૂક્ષ્મદર્શકયંત્ર અને ટેલિસ્કોપ જેવા પ્રકાશીય ઉપકરણો વિશે શીખીએ.