કેટલીક વાર નવું અને ઊંધું પ્રતિબિંબ બનાવવા પ્રકાશ તરંગો વળી શકે અને પરાવર્તન પામી શકે. પ્રકાશના કિરણોનો ઉપયોગ કરીને કઈ રીતે સંપર્ક લેન્સ, ઓપ્ટિકલ ફાઈબર કેબલ, અને વધુ પાવરવાળા ટેલિસ્કોપ બનાવી શકાય એ સમજીએ. આ એકમમાં, આપણે પરાવર્તન, વક્રીભવન, માનવ આંખમાં ખામીઓ અને તેમના નિવારણ માટે આપણે જે લેન્સનો ઉપયોગ કરીએ છીએ તે, તેમજ સૂક્ષ્મદર્શકયંત્ર અને ટેલિસ્કોપ જેવા પ્રકાશીય ઉપકરણો વિશે શીખીએ.