મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9
Lesson 8: પ્રકાશીય ઉપકરણો: ટેલિસ્કોપ અને સૂક્ષ્મદર્શકયંત્રટેલિસ્કોપની મોટવ શક્તિ
ચાલો આપણા ટેલિસ્કોપની મોટવ શક્તિ (મોટવણી) શોધીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અગાઉના વિડિઓમાં આપણે જોયું હતું કાચના બે ટુકડાઓનો ઉપયોગ કરીને દૂર રહેલી વસ્તુઓને કઈ રીતે ખુબ જ મોટી જોઈ શકાય બીજા શબ્દોમાં કહીએ તો ટેલિસ્કોપની રચના કઈ રીતે કરી શકાય હવે આ વિડિઓમાં ટેલિસ્કોપની મોટાવાળી અથવા મોટાવશક્તિ અથવા મેગ્નિફાઇંગ પાવર શું થાય તે શોધીએ આપણે સામાન્ય રીતે મોતવણીને ટેલિસ્કોપની મદદથી આંખ આગળ રાચતો ખૂણો અને વસ્તુની મદદથી ટેલિસ્કોપ વગર રાચતા ખૂણાના ગુણોત્તતાર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ તમે અહીં જોઈ શકો આપણી આંખ આગળ ટેલિસ્કોપ વડે રાચતો ખૂણો આ થશે આપણે આ ખૂણાને થિટા પ્રાઈમ કહીશું હવે જો આપણે આ ટેલિસ્કોપનો ઉપયોગ ન કરીએ તો આ ચંદ્ર વડે રાચતો ખૂણો શું થાય જો આપણે ટેલીસ્કોપનો ઉપયોગ ન કરીએ તો અહીં આ કિરણો સીધા જ આપણી આંખ પર પડશે અને તેથી ચંદ્ર વડે બનતો ખૂણો આ થશે આપણે આ ખૂણાને થિટા 0 કહીએ અથવા થિટા નોટ અને આ બંને ખૂણાઓનો ગુણોત્તર ટેલિસ્કોપની મોતવણી થાય આપણે આ બંને ખૂણાઓનો ગુણોત્તર શા માટે લઇ રહ્યા છીએ કારણ કે આપણે અગાઉ જોઈ ગયા કે અહીં રેટિના આગળ ઉત્પન્ન થતા પ્રતિબિંબની ઊંચાઈ અથવા તે પ્રતિબિંબ કેવું દેખાશે તે આ ખૂણા વડે નક્કી થાય છે આમ આ ખૂણાઓનો ગુણોત્તર એ આપણી રેટિનામાં પ્રતિબિંબના કદનો ગુણોત્તર થશે આપણે તેના વિશે અગાઉ વાત કરી ગયા છીએ હવે તમે વિડિઓ અટકાવો અને આકૃતિ પરથી આ બંને ખૂણાઓ શું થાય તે શોધવાનો પ્રયત્ન કરો આશા છે કે તમે તે પ્રયત્ન કર્યો હશે થિટા પ્રાઈમ અથવા થિટા ડેસ એ આ ખૂણો છે તેના માટે આ ત્રિકોણનો ઉપયોગ કરી શકાય તમે તે ખૂણાનો અંદાજ મેળવવા તેંજેન્ટ વિધેયનો ઉપયોગ કરી શકો તેંજેન્ટ થિટા એ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ થશે માટે આના બરાબર સામેની બાજુ એ પ્રતિબિંબની ઊંચાઈ છે ભાગ્યા પાસેની બાજુ જે આ નેત્રકાચ અથવા આઈપીસની કેન્દ્ર લંબાઈ છે fe છેદમાં હવે આ થિટા 0 = શું થાય થિટા 0ની ગણતરી અહીં કરવાને બદલે આપણે થિટા 0ની ગણતરી અહીં કરી શકીએ કારણ કે તે બંને અભિકોણો છે અને તેમના મૂલ્ય સમાન હશે હવે થિટા 0 શોધવા આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ અને ફરીથી તેંજેન્ટ વિધેયનો ઉપયોગ કરીએ સામેની બાજુ જે ફરીથી પ્રતિબિંબની ઊંચાઈ થાય ભાગ્યા પાસેની બાજુ હવે અહીં પાસેની બાજુ એ વસ્તુકાચ એટલે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે f0 આપણે તેને સાદુંરૂપ આપીએ માટે આ પ્રતિબિંબની ઊંચાઈ કેન્સલ થઇ જશે તેથી મોટવાણી બરાબર વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ ભાગ્યા નેત્રકાચની કેન્દ્ર લંબાઈ તેનો અર્થ એ થાય કે જો આપણને ટેલિસ્કોપની મોટવશક્તિ ખુબ જ વધારે જોયતી હોય તો આ વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ ખુબ વધારે હોવી જોઈએ અને આ નેત્રકાચની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ હવે એક અંતિમ બાબત જોઈએ હું હંમેશા આ કિરણ આકૃતિમાં ગૂંચવણ અનુભવું છું જયારે કોઈ પણ એમ કહે કે આ પ્રકાશના કિરણો ખુબ જ દૂરથી આવી રહ્યા છે ત્યારે મારા મગજ માં હંમેશા આ ચિત્ર આવે છે હું હંમેશા એમ વિચારું છું કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બિંદુવત પ્રતિબિંબ બનાવે છે પરંતુ અહીં ટેલિસસ્કોપની આકૃતિમાં આ બિંદુવત પ્રતિબિંબ નથી એવું શા માટે અને તેના કારણે જ ટેલિસ્કોપની મોતવણી વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ પર આધાર શા માટે રાખે છે તે મને સમજાતું નથી કારણ કે જો કેન્દ્ર લંબાઈ વધે તો આ અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો દૂર કેન્દ્રિત થશે આ પ્રમાણે પરંતુ આપણને હજુ પણ બિંદુવાત પ્રતિબિંબ જ મળે તેનો અર્થ એ થાય કે તે વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ પર શા માટે આધાર રાખે છે અહીં કંઈક આવું થશે આ ફક્ત અંદાજ છે તમે જોશો કે વાસ્તવમાં જયારે પ્રકાશના કિરણો ખુબ જ દૂર આવેલા સ્ત્રોત માંથી આવતા હોય તો તેઓ મુખ્ય અક્ષને સમાંતર હોતા નથી તમે આકૃતિમાં જોઈ શકો કે તેઓ એક બીજાને સમાંતર હોય છે પરંતુ તેઓ મુખ્ય અક્ષને સમાંતર હોતા નથી તેઓ અહીં મુખ્ય અક્ષ સાથે નાનો ખૂણો બનાવે છે જેને આપણે થિટા નોટ અથવા થિટા 0 કહ્યું મોટા ભાગની પરિસ્થિતિમાં આપણે આ ખૂણાને 0 તરીકે લઈએ છીએ કારણ કે આપણા માટે પ્રતિ બિંબનું કદ મહત્વનું નથી પરંતુ તે 0 હોતો નથી અને તેના કારણે જ અહીં જે પ્રતિ બિંબ રચાય છે તેની નિશ્ચિત ઊંચાઈ હોય છે તેનું નિશ્ચિત કદ હોય છે પરંતુ તે પ્રતિબિંબ ખુબ બ જ નાનો હોય છે તે ચંદ્રની સરખામણીમાં ખુબ જ નાનો હોય છે ચંદ્રનો વ્યાસ હજારો કિલોમીટર છે જયારે આ આપણને ફક્ત અમુક સેન્ટિમીટર હોય એવું લાગે છે માટે આ બિંદુવટ પ્રતિબિંબ જથશે પરંતુ આ કદનું નહિ માટે આપણે આ અંદાજ ને દૂર કરી શકીએ હવે આપણે આ કેન્દ્ર લંબાઈ વધારીએ તો શું થાય જો આપણે આ કેન્દ્ર લંબાઈ વધારીએ તો અહીં આ મુખ્ય કેન્દ્ર ક્યાંક અહીં આવશે માટે પ્રકાશનું ભૂરું કિરણ અહીંથી પસાર થશે અને તે લેન્સ સાથે લગભગ અહીં અથડાશે અને પછી આ બંને પ્રકાશના કિરણો લગભગ અહીં ક્યાંક ભેગા થશે જો આપણે આ મુખ્ય કેન્દ્ર લઈએ કેન્દ્ર લંબાઈ વધારીએ તો પ્રકાશનું ભૂરું કિરણ કંઈક આ પ્રમાણે આવશે આ પ્રમાણે તેનું પ્રવર્તન થાય અને તમે હવે જોઈ શકો કે આ બંને કિરણો લગભગ અહીં ક્યાંક ભેગા થાય છે તે હવે આનાથી દૂર ભેગા થાય છે અને તેઓ અહીં ભેગા થાય છે જેના કારણે હવે પ્રતિબિંબનો કદ વધે છે આમ આપણને અહીં જે પ્રતિબિંબ મળે છે તે આ કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે જો કેન્દ્ર લંબાઈ વધારે તો પ્રતિબિંબનું કદ પણ વધારે હવે જો આપણે ચંદ્રને જોતા હોઈએ અને ખુબ જ વધારે કેન્દ્ર લંબાઈ ધરાવતા વસ્તુ કાચનો ઉપયોગ કરીએ તમે તેના વડે રાચતા પ્રતિબિંબનું કદ જુઓ હવે જો આપણે નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો વસ્તુ કાચનો ઉપયોગ કરીએ તો શું થાય તેની સરખામણી કરો આ કેન્દ્ર લંબાઈ નાની છે તમે જોઈ શકો કે રચાતું પ્રતિબિંબ નાના કદનું છે આ બંને ઉદામાં પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવે છે અને અનુરૂપ મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે અને તેમ છતાં પ્રતિબિંબના કદ કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે તેથી જ જો વધારે કેન્દ્ર લંબાઈ લઈએ તો આ પ્રતિબિંબનું કદ વધે જેના કારણે આ ખૂણો વધે અને ટેલિસ્કોપનું મેગ્નીફાઈં પાવર પણ વધે અને જો આપણે નેત્રકાચને કેન્દ્ર લંબાઈ ઓછી લઈએ તો આ પ્રતિબિંબ નજીક જશે જેના કારણે આ મોતવણી અથવા મૅગ્નિફાઇંગ પાવર વધશે આમ કોઈ પણ ટેલિસ્કોપનો હેતુ વસ્તુને નજીક લાવવાનો હોય છે અને આ નેત્રકાચનો હેતુ પ્રતિબિંબને મોટું કરવાનો હોય છે જેમ કે બિલોરી કાચ કોઈ પણ ટેલિસ્કોપમાં આ વસ્તુકાચ ખુબ જ મોટું બનાવવામાં આવે છે જેથી અનંત અંતરેથી આવતા ઘણા બધા પ્રકાશના કિરણો તેના પર આપત થઈ શકે અને અહીં રચાતી પ્રતિબિંબ આપણે સ્પષ્ટ રીતે જોઇ શકીએ.