If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્રની મોટવ શક્તિ

સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્ર પર દાખલો ઉકેલીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે પાસે સયુંકત માઇક્રોસ્કોપ છે તેના વસ્તુકાચની કેન્દ્રલંબાઇ 5 મિલીમીટર છે અને નેત્રકાચની કેન્દ્રલંબાઈ 2.5 સેન્ટીમીટર છે નમૂનાને વસ્તુકાચથી 6 મિલીમીટર જેટલા અંતરે રાખવામાં આવ્યું છે જો અનંત અંતર આગળ અંતિમ પ્રતિબિંબ રચાતું હોય તો મોટવણી એટલે કે મેગ્નીફાય પાવર શોધો આપે ઝડપથી સંયુક્ત માઈક્રોસ્કોપ દોરીએ તેઆ પ્રમાણે 2 લેન્સ ધરાવે છે વસ્તુકાચ અહીં છે એ વસ્તુકાચનું મુખ્ય કાર્ય ખૂબ જ મોટું પ્રતિબિંબ રચવાનું છે સામાન્ય રીતે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્રની ખૂબ જ નજીક રાખીએ છીએ પરંતુ આપણે તેને મુખ્ય કેન્દ્રની બહાર રાખીએ છીએ તમે અહીં જોઈ શકો કે વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ 5 મિલીમીટર છે જે આ અંતર થશે અને નમૂનાને વસ્તુકાચથી 6 મીલીમીટર જેટલા અંતરે રાખવામાં આવ્યો છે માટે તે આનાથી થોડું દૂર થશે વસ્તુકાચને કારણે આ બિંદુ આગળ ખૂબ જ મોટું પ્રતિબિંબ રચાય આપણે આ પ્રતિબિંબને હજુ પણ વધારે મોટું બનાવી શકીએ તેના માટે આપણે બિલોરી કાચ અથવા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકીએ આપણે અહીં એક બીજો લેન્સ મૂકીશું અને હવે આ બહિર્ગોળ લેન્સ માટે આ પ્રતિબિંબ વસ્તુ તરીકે કામ કરે આપણે અહીં અનંત અંતર આગળ અંતિમ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ માટે આપણે આંખ પર પડતા પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર હોવા જોઈએ અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આ પ્રથમ લેન્સ વડે ઉત્પન્ન થતું પ્રતિબિંબ અથવા બીજા લેન્સ માટેની વસ્તુ મુખ્ય કેન્દ્ર આગળ હોય કારણ કે આપણે જોઈ ગયા છીએ કે જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર આગળ મૂકવામાં આવે ત્યારે વક્રીભૂત થયેલા કિરણો એકબીજાને સમાંતર હોય છે તેથી આપણી પાસે આ પ્રકારની રચના છે અને હવે આપણે તેની મોટવણી એટલે કે મેગ્નિફાઇંગ પાવર શોધવાનો છે અને આપણે અગાઉના વિડિઓમાં જોઈ ગયા કે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી બરાબર વસ્તુકાચને કારણે ઉત્પન્ન થતી મોટવણી અને આ મોટવણી રેખીય છે ગુણ્યા નેત્ર કાચને કારણે ઉત્પન્ન થતી મોટવણી.આ મોટવણી કોણીય છે જો તમે આનાથી પરિચિત ન હોવ અથવા તમે તેના વિશે સમજવા માગતા હોવ તો તમે સૌ પ્રથમ તે વિડિઓ જુઓ અને પછી આ વિડિઓ પર આવો હવે જોઈએ કે તેને કઈ રીતે ઉકેલી શકાય વસ્તુકાચને કારણે ઉત્પન્ન થતી મોટવણી શોધવા આપણે ફક્ત પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર શોધવાની જરૂર છે અને આપણે તે શોધી શકીએ કારણ કે આપણને અહીં વસ્તુ અંતર આપવામાં આવ્યું છે અહીં વસ્તુઅંતર 6 મિલીમીટર છે તેમ જ આપણને વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ પણ આપવામાં આવી છે તે 5 મીલીમીટર છે જેનાથી આપણે પ્રતિબિંબ અંતર શોધી શકીએ પછી આપણે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરીને ગુણોત્તર શોધી શકીએ આમ આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરીને આ m0 શોધીશું પરંતુ આપણે નેત્રકાચ વડે ઉત્પન્ન થતી મોટવણી કઈ રીતે શોધી શકીએ? અહીં નેત્રકાચ એ ફક્ત સાદું માઈક્રોસ્કોપ છે તેથી આપણે સારા માઇક્રોસ્કોપ માટેની મોટવણીના સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને આના માટે ઉકેલી શકીએ સૌપ્રથમ તમે વિડિઓ અટકાવો અને તેને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો સૌ પ્રથમ આપણે વસ્તુકાચ વડે ઉત્પન્ન થતી મોટવણી શોધીશું સૌ પ્રથમ આપણે વસ્તુકાચ એટલે ઓબ્જેક્ટીવમાટે કરીશું સૌ પ્રથમ આપણે પ્રતિબિંબ અંતર શોધીશું અને પછી આપણે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને પ્રતિબીંબ અંતર  શોધવા આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરી શકીએ હું તે સૂત્રને અહીં લખીશ નહીં કારણકે આપણી પાસે પૂરતી જગ્યા નથી પરંતુ લેન્સનું સૂત્ર 1 ના છેદમાં f બરાબર 1ના છેદમાં b ઓછા 1 ના છેદમાં u થાય તો આપણે તે સૂત્રમાં કિંમત મૂકીશું 1ના છેદમાં f અહીં f શું છે? વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ 5 મિલીમીટર છે પરંતુ આપણે સંજ્ઞાપધ્ધતિને ધ્યાનમાં રાખવું પડશે આપણે હંમેશા આપાતકિરણની દિશાને ધન લઈએ છીએ માટે આ ઓપ્ટિકલકેન્દ્રની જમણીબાજુ ધન આવશે અને આપણું મુખ્ય કેન્દ્ર અહીં છે કારણકે પ્રકાશના કિરણો તેમાંથી પસાર થાય છે માટે કેન્દ્રલંબાઈ પણ ધન આવશે તેથી કેન્દ્રલંબાઈ ધન 5 મિલીમીટર આપણે અહીં બધું જ મિલિમીટરમાં રાખીશું બરાબર 1 ના છેદમાં v પ્રતિબિંબ અંતર આપણે જાણતા નથી તેથી તેને તે જ પ્રમાણે રાખીશું ઓછા 1 ના છેદમાં u  u એ વસ્તુઅંતર છે અને તે 6 mm છે પરંતુ તે ઓપ્ટિકલ કેન્દ્રની ડાબીબાજુએ છે માટે તે ઋણ આવશે. - 6 અહી આ બંને ઋણ છે તેથી તે ધન થઈ જશે અહીં આ ધન થાય અને હવે આપણે 1 ના છેદમાં v શોધી શકીએ 1 ના છેદમાં v બરાબર બંને બાજુથી એકના છેદમાં 6 ને બાદ કરીએ 1 ના છેદમાં 5 ઓછા 1 ના છેદમાં 6 બરાબર આપણે અહીં લ.સા.અ લઈશું અને આ બંનેનો લ.સા.અ 30 આવે આને 6 વડે ગુણીશું ઓછા આને 5 વડે  તેથી આપણને 1 ના છેદમાં v બરાબર 1 ના છેદમાં 30 મળે માટે v બરાબર 30 મિલીમીટર અને આ આપણું પ્રતિબિંબ અંતર છે જો આપણે આ આકૃતિમાં જોઈએ તો આ બિંદુથી શરૂ કરીને આ બિંદુ સુધીનું અંતર 30 મિલીમીટર થાય અથવા 3 સેન્ટીમીટર હવે આપણે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરીશું વસ્તુકાચને કારણે ઉત્પન્ન થતી મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ પરંતુ તેના બરાબર v ના છેદમાં u થાય લેન્સના સૂત્રમાં આપણે જોઈ ગયા કે તેના બરાબર v ના છેદમાં u થાય અહીં v એ 30 મિલીમીટર છે ભાગ્યા u બરાબર - 6 મિ.મી જેનાથી આપણને મોટવણી બરાબર - 5 મળશે તેનો અર્થ એ થાય કે આ પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ ઊંચાઈ કરતાં 5 ગણી છે અને ઋણની નિશાની દર્શાવે છે કે આ પ્રતિબિંબ ઉલટાયેલું છે માટે આપણે માઇનસની નિશાની વિશે વધુ વિચારવાની જરૂર નથી આમ આપણને વસ્તુકાચને કારણે ઉત્પન્ન થતી મોટવણી મળી જે - 5 છે અને આ રેખીય મોટવણી છે હવે આપણે નેત્રકાચ વડે ઉત્પન્ન થતી મોટવણી શોધીશું અને તેના બરાબર ફક્ત સાદા માઇક્રોસ્કોપની મોટવણી  થાય આપણે અગાઉના વિડિઓમાં જોઈ ગયા છીએ નેત્રકાચ વડે ઉદ્ભવતી સાદા માઇક્રોસ્કોપની મોટવણી બરાબર જે આ ઉદાહરણમાં આપણું નેત્રકાચ છે આના બરાબર નજીક બિંદુઅંતર near point distance ભાગ્યાં ipc કેન્દ્રલંબાઈ અથવા સાદા માઇક્રોસ્કોપની કેન્દ્રલંબાઈ આપણને સાદા માઇક્રોસ્કોપની કેન્દ્રલંબાઈ આપેલી છે તે 2.5 સેન્ટીમીટર છે તેથી અહીં આ અંતર અહીં આ અંતર 2.5 સેન્ટીમીટર થાય અને D જે નજીક બિંદુ અંદર છેતેને સામાન્ય રીતે 25 સેન્ટીમીટર લેવામાં આવે છે તેને પ્રશ્નમાં આપવામાં આવ્યો હોય છે પરંતુ જો તેનું મૂલ્ય આપવામાં ન આવ્યું હોય તો આપણે તેને સામાન્ય રીતે 25 સેન્ટીમીટર લઈએ છીએ તેથી D બરાબર 25 સેન્ટીમીટર ભાગ્યા નેત્રકાચની કેન્દ્ર લંબાઈ 2.5 સેન્ટીમીટર અને તેના બરાબર આપણને 10 મળે અને આપણે વસ્તુકાચ વડે ઉત્પન્ન થતી મોટવણી પણ શોધી નાખી. આ મોટવણી કોણીય હોય છે હવે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી બરાબર આ બંનેનો ગુણાકાર થશે અને આ યોગ્ય છે. આ પ્રથમ લેન્સ તેને 5 ગણું મોટું કરે છે અને પછી આ બીજો લેન્સ તેને 10 ગણું મોટું કરે છે માટે 10 ગુણ્યા 5 બરાબર 50 થશે આપણે સામાન્ય રીતે 50x એટલે કે 50 ગણો એમ લખીએ છીએ આપણેઅહીં minus ની નિશાનીને ધ્યાનમાં લેતા નથી કારણ કે તે ફક્ત પ્રતિબિંબ ઉલટાયેલું છે તે જ બતાવે છે આપણા માટે ફક્ત મૂલ્ય અગત્યનું છે કોઈક વાર તેઓ વસ્તુકાચ અને નેત્રકાચ વચ્ચેનું અંતર પણ પૂછી શકે તમે આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકો તે 3 સેન્ટિમીટર + 2.5 સેન્ટીમીટર થશે માટે જો તમને 2 લેન્સ વચ્ચેનું અંતર પૂછવામાં આવ્યું હોય તો તે 5.5 સેન્ટીમીટર થાય.