If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: ટેલિસ્કોપની મોટવ શક્તિ

વસ્તુકાચ અને નેત્રકાચની કેન્દ્રલંબાઈ અપેલની સાથે, આપણે નોર્મલ એડજેસ્ટમેન્ટમાં ટેલિસ્કોપની મોટવ શક્તિની ગણતરી કરીશું. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ટેલિસ્કોપ પાસે 2 મીટર કેન્દ્ર લંબાઈનો વસ્તુકાચ એટલે કે ઓબ્જેક્ટીવ અને 10 સેન્ટીમીટર કેન્દ્રલંબાઈનો નેત્રકાચ એટલે કે આઈ પીસ છે. normal adjustment માટે મોટવણી એટલે કે મોટોવ શક્તિ અથવા મેગ્નિફાઇંગ પાવર શોધો. તો આપણને અહીં શું આપ્યું છે? આપણને અહીં ટેલિસ્કોપ આપ્યું છે અને આ ટેલિસ્કોપને normal adjustment માં રાખવામાં આવ્યું છે તેનો અર્થ શું થાય? તે આપણે થોડીવારમાં જોઈશું અને આપણને વસ્તુકાચની કેન્દ્રલંબાઈ આપી છે તેમજ નેત્રકાચની પણ કેન્દ્રલંબાઈ આપી છે. આપણે આ માહિતીને આધારે આપણે ટેલિસ્કોપની મોટવણી શોધવાની જરૂર છે સૌપ્રથમ ઝડપથી ટેલિસ્કોપનો સિદ્ધાંત શું છે? તે યાદ કરી લઈએ અને આ normal adjustmentનો અર્થ શું થાય તે જોઈએ ટેલિસ્કોપમાં વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ ખૂબ જ મોટી રાખવામાં આવે છે જે અનંત અંતરેથી આવતા સૂર્યના કિરણોને મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત કરે છે જેના કારણે અહીં તેનું ખૂબ જનાનું પ્રતિબિંબ રચાય છે જે વસ્તુને આપણી નજીક લાવે છે ત્યારબાદ આપણે અહીં નેત્રકાચનો એટલે કે આઈ પીસનો ઉપયોગ કરીએ છીએ જે અહીં આ ફક્ત બહિર્ગોળ લેન્સ છે અને પછી આપણે તેની ખૂબ જ નજીક જઈએ છીએ જેથી આપણે તેનું નિરીક્ષણ કરી શકીએ હવે normal adjustmentનો અર્થ એ થાય કે અહીં આપણી આંખમાં જે પ્રકાશના કિરણો પડે છે તે એકબીજાને સમાંતર છે તેનો અર્થ એ થાય કે આપણી આંખ આરામદાયક સ્થિતિમાં છે આવું કરવા માટે આપણે એ ખાતરી કરવી પડે. વસ્તુકાચ વડે રચાતું પ્રતિબિંબ એ નેત્રકાચના મુખ્યકેન્દ્રની જમણી બાજુએ છે જેના કારણે વક્રીભવન પછી પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર બનશે અને આપણે ત્યારબાદ normal adjustment માં છીએ.હવે આપણે આ કેન્દ્રલંબાઈ જાણીએ છીએ આપણે આ કેન્દ્રલંબાઈ પણ જાણીએ છીએ આપણને તેની કિંમત આપવામાં આવી છે અને આપણે તેની મોટવણી શોધવાની જરૂર છે હવે આપણે કોઈપણ પ્રકાશીય ઉપકરણ માટે મોટવણી કઈ રીતે શોધી શકીએ? આપણે સામાન્ય રીતે મોટવણીને સાધન વડે આપણી આંખ આગળ બનતો ખૂણો અને સાધન વગર બનતા ખૂણાના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અહીં ઉપકરણની મદદથી બનતો ખૂણો theta dash છે આપણે તેને લખીએ માટે theta dash. જો આપણે સીધી જ આંખને અહીં મૂકીએ તો વસ્તુ માંથી આવતા પ્રકાશના કિરણો આ રીતે આવશે અને તે theta 0 જેટલો ખૂણો બનાવે ભાગ્યાં theta 0 આપણે આ બંનેનો ગુણોત્તર લઈએ છીએ માટે આના બરાબર મોટવણી થાય અથવા મેગ્નેફિકેશન પાવર. આપણે મોટવણી શોધવાની જરૂર છે તો તમે વિડિયો અટકાવો અને આકૃતિ પરથી theta dash અને theta 0 નું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરો આપણને જે માહિતી આપી છે આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ અને આ પ્રશ્નને ઉકેલી શકીએ tetha dash આનાના ત્રિકોણ વડે શોધી શકાય યાદ રાખો કે આ બંને ખૂણા ખૂબ જનાના છે મેં તેમને આકૃતિમાં થોડા મોટા દર્શાવ્યા છે પરંતુ વાસ્તવમાં તેઓ ખૂબ જનાના હોય છે આપણે અહીં tangentનો ઉપયોગ કરી શકીએ tangent of theta dash જે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ થશે અહીં સામેની બાજુ એ પ્રતિબિંબની ઊંચાઈ છે ભાગ્યા પાસેની બાજુ એ નેત્રકાચની કેન્દ્ર લંબાઈ છે માટે fe હવે અહીં theta 0 શું થાય? અહીં theta 0 ને ગણવું કદાચ અઘરું છે પરંતુ અહીં આ ખૂણો એ પણ theta 0 થશે. તેથી આપણે theta 0 શોધવા આ ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ ફરીથી tangentનો ઉપયોગ કરીએ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ અહીં સામેની બાજુ ફરીથી પ્રતિબિંબની ઊંચાઈ થશે ભાગ્યાં પાસેની બાજુ જે વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ છે માટે પ્રતિબિંબની ઊંચાઈ કેન્સલ થઈ જશે અને આપણી પાસે ફક્ત વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ ભાગ્યાં નેત્રકાચની કેન્દ્ર લંબાઈ બાકી રહે અહી આ મોટવણીનું સૂત્ર થાય જ્યારે પણ તમને ટેલિસ્કોપ માટે normal adjustmentમાં પૂછ્યું હોય ત્યારે હું તેને આ પ્રકારે કરું છું તમારે મોટવણીનું સૂત્ર શું છે? તે યાદ રાખવાની જરૂર નથી જો તમે તે કઈ રીતે કામ કરે છે એ જાણતા હોવ તો તમે તેની તારવણી કરી શકો તો આપણે હવે આ બંને કેન્દ્રલંબાઈની કિંમત મૂકીએ માટે મોટવણી બરાબર વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ 2 મીટર છે 2 મીટર ભાગ્યા નેત્રકાચની કેન્દ્ર લંબાઈ 10 સેમી.છે 10 સેમી. આપણે અહીં એકમનો ધ્યાન રાખવું પડશે મીટરને સેન્ટીમીટર માં ફેરવીએ 2 મીટર બરાબર 200 સેમી.થાય. ભાગ્યા 10 સેમી. સેન્ટીમીટર કેન્સલ થઈ જશે અને એક 0 પણ કેન્સલ થઈ જાય તેથી આપણને મોટવણી અથવા મેગ્નિફાઇંગ પાવર બરાબર 20 મળે. આ આપણો જવાબ છે અને આનો અર્થ એ થાય કે જો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ તો આપણને તે વસ્તુ 20 ઘણી મોટી દેખાશે.હવે કેટલાક પ્રશ્નમાં તેઓ વસ્તુકાચ અને નેત્રકાચ વચ્ચેનું અંતર પણ પૂછે છે. આપણે તેમની વચ્ચેનું ચોક્કસ અંતર જાળવવું પડે. આપણે તે અંતરને શોધી શકીએ તે બંને વચ્ચેનું અંતર બરાબર વસ્તુકાચની કેન્દ્રલંબાઈ વત્તા નેત્રકાચની કેન્દ્રલંબાઈ તમે તેને અહીં જોઈ શકો માટે જો તેમની વચ્ચેનું અંતર પૂછ્યું હોય તો આપણે આ બંનેનો સરવાળો કરી શકીએ તે 2 મીટર વત્તા 10 સેન્ટીમીટર થશે એટલે કે 210 સેન્ટીમીટર અથવા 2.1 મીટર આમ આટલી મોટવણી મેળવવા આ ખૂબ જ મોટું ટેલિસ્કોપ હોવું જોઈએ.