મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9
Lesson 2: ગોળીય અરીસા વડે પ્રકાશનું પરાવર્તન- ગોળીય અરીસાના પ્રશ્નો
- અંતર્ગોળ અરીસા
- અંતર્ગોળ અરીસાનો ઉપયોગ
- બહિર્ગોળ અરીસા & ઉપયોગ
- અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ
- ગોલીય & પરવલય અરીસા
- ગોલીય અરીસા, વક્રતા ત્રિજ્યા & કેન્દ્ર લંબાઈ
- "અરીસામાં વસ્તુઓ ..." એ ખરેખર અરીસામાં પ્રતિબિંબ છે
- કિરણ આકૃતિ
- કિરણ આકૃતિ અને વક્ર અરીસો
- અરીસાના સૂત્રની તારવણી
- સંજ્ઞા પદ્ધતિ
- ઉદાહરણ: અરીસાનું સૂત્ર
- અરીસાના સૂત્રનો ઉપયોગ
- અરીસા માટે મોટવણીના સૂત્રનો ઉપયોગ
- મોટવણી પરથી પ્રતિબિંબનો પ્રકાર અને કદ
- અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
"અરીસામાં વસ્તુઓ ..." એ ખરેખર અરીસામાં પ્રતિબિંબ છે
શું તમે ક્યારેય તમારી જાતને અરીસામાં જોઈ છે અને કલ્પના કરી છે કે કાચની બીજી બાજુએ તમારા બીજા સ્વરૂપ સાથે આખું બીજું જ વિશ્વ છે? શું તમે જાણો છો કે અરીસાની બીજી બાજુએ એક આખી "આભાસી" દુનિયા છે?
સમતલ અરીસાઓ
ધારો કે તમારી પાસે રમકડાંની કાર છે, અને તે બાથરૂમના અરીસાની સામે ઊભી છે. કાર અને અરીસા વચ્ચેના અંતરને વસ્તુ અંતર કહેવાય છે, અને તે હંમેશા ધન હોય છે. જો તમે અરીસામાં રમકડાંની કારના પ્રતિબિંબને જુઓ, તો તે અરીસાની આગળ વાસ્તવિક કારની જેમ જ, સમાન ઊંચાઈએ, અરીસાની પાછળ સમાન અંતરે દેખાય છે. તે વાસ્તવિક કારની જેમ જ સમાન કદનું દેખાય છે. કારનું પ્રતિબિંબ અરીસાની પાછળ હોય એવું લાગે છે (અને આપણે જે પ્રકાશ જોઈએ છીએ એ સીધું જ પ્રતિબિંબમાંથી આવતો નથી), આપણે કહીએ કે પ્રતિબિંબ ચત્તુ અને આભાસી છે, અને પ્રતિબિંબ અંતર ઋણ છે.
ગોળીય બહિર્ગોળ અરીસો
બહિર્ગોળ અરીસાઓ જે ગોળા અથવા વર્તુળના ભાગ જેવા આકારના છે, તેઓ સમતલ અરીસા જેવા છે, હંમેશા તેની પાસે આભાસી પ્રતિબિંબ હોય છે: પ્રતિબિંબ હંમેશા અરીસાની બીજી બાજુએ હોય એવું લાગે છે, અને પ્રતિબિંબ અંતર હંમેશા ઋણ હોય છે. દૂરથી અરીસા તરફ આવતા પ્રકાશના કિરણો સમાંતર હોય છે, પણ જ્યારે તેઓ અરીસા સાથે અથડાય ત્યારે બધી જ દિશાઓમાં પરાવર્તિત થાય છે. તેમછતાં, જો આપણે અરીસાની પાછળ તેમને લંબાવીએ તો ત્યાં અરીસાની બીજી બાજુએ આભાસી મુખ્યબિંદુ હોય છે. આખી જ ગોઠવણી કંઈક આવી દેખાય છે:
આ આકૃતિમાં, અમે સ્થાન બતાવ્યું છે જ્યાં પ્રકાશના કિરણો મુખ્ય કેન્દ્ર તરીકે ભેગા થાય છે, અને અમે એ પણ બતાવ્યું છે કે આ સ્થાન વર્તુળાકાર અરીસાના કેન્દ્રને સમાન નથી. આપણે જોઈ શકીએ કે પ્રકાશના કિરણો જે ઘણા દૂરથી આવે છે, તે પરાવર્તન પામ્યા બાદ, અરીસાની પાછળ આભાસી મુખ્ય બિંદુ પરથી આવતા હોય એવું લાગે છે. પરાવર્તિત વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય એ શોધવા માટે આપણે આ મુખ્ય કેન્દ્રનો ઉપયોગ કરી શકીએ.
પ્રતિબિંબ આભાસી છે, તેથી તે અરીસાની પાછળ છે, અને તે ચત્તુ છે.
ગોળીય અંતર્ગોળ અરીસો
ગોળીય બહિર્ગોળ અરીસાની જેમ, ગોળીય અંતર્ગોળ અરીસા પાસે પણ મુખ્યકેન્દ્ર હોય છે. જો વસ્તુ મુખ્યકેન્દ્ર કરતા અરીસાની નજીક હોય, તો પ્રતિબિંબ આભાસી હશે, આપણે સમતલ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે વાત કરી એ મુજબ.
બીજી બાજુએ, અંતર્ગોળ અરીસાઓ, પાસે વાસ્તવિક પ્રતિબિંબ હોઈ શકે. જો વસ્તુ મુખ્ય કેન્દ્ર કરતા અરીસાથી દૂર હોય તો, પ્રતિબિંબ ચત્તુ અને વાસ્તવિક હશે---તેનો અર્થ થાય કે પ્રતિબિંબ વસ્તુની જેમ જ અરીસાની સમાન બાજુએ દેખાય છે.
વસ્તુ જેમ મુખ્ય કેન્દ્રની નજીક આવે (તેને પસાર કર્યા વગર), પ્રતિબિંબ મોટું થતું જશે.
તમે ચળકતી ચમચીની અંતર્ગોળ બાજુએ જોઈને આનો પ્રયત્ન તમારી જાતે જ કરી શકો. જો તમે હાથની લંબાઈએ ચમચીને પકડીને જુઓ, તો તમે તમારા ચહેરાનું ખુબ જ મોટું, ચત્તુ પ્રતિબિંબ જોશો. પણ જેમ તમે ચમચીને તમારી આંખોની નજીક લાવો, તેમ પ્રતિબિંબ મોટું ને મોટું થતું જશે.
નીચેનાને ધ્યાનમાં લો… કારના અરીસાઓ
ચાર રસ્તા પાસે આજુબાજુ જોવા માટે મદદ કરવા ટ્રાફિક અરીસાઓ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે જેથી પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ મળે, પણ વાસ્તવિક કદ કરતા નાનું હોય, જેથી તમે વધુ રસ્તાઓ જોઈ શકો. પણ આની આડઅસર એ છે કે આભાસી અંતર સંકોચાય જાય છે, તેથી બધે જ જોવા મળતું વાક્ય "અરીસામાં વસ્તુઓ દેખાય એના કરતા વધુ નજીક છે."
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.