If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રિઝમ & પ્રકાશનું વિભાજન

પ્રયોગ કરીને જોઈએ કે, પ્રિઝમ શું છે અને પ્રિઝમ પર શ્વેત પ્રકાશ આપાત થતા તેનું શું થાય છે તેના વિશે સમજ મેળવીએ.  Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે એક રસપ્રત પ્રયોગ કરીએ આપણે આ પ્લાસ્ટિકની માપપટ્ટી માંથી ટ્યુબલાઈટને જોઈએ સૌ પ્રથમ વચ્ચેના ભાગ માંથી જોઈએ અને પછી ઉપરના ભાગ માંથી જોઈએ આપણને વચ્ચેના ભાગમાંથી જોતા ટ્યુબલાઈટ કઈક આ પ્રામાણે દેખાશે અને ઉપરના ભાગમાંથી જોતા તે કઈક આ પ્રમાણે દેખાશે જો આપણે પ્રકાશને ઓછો કરીએ તો આપણે અહી જોઈ શકીએ કે ઉપરની ટ્યુબલાઈટમાં રંગ જોવા મળે છે પરંતુ જયારે વચ્ચેથી જોઈએ તો તેમાં રંગ જોવા મળતા નથી આવું શા માટે થતું હશે આપણે આ આખી ધટનાને બાજુએથી નિહાળીએ આપણે બજુએથી જોઈએ એટલે કે તેનો સાઈડ વ્યુવ જોઈએ જે કઈક આ પ્રમાણે થશે તે આ માપપટ્ટી છે અને આ આંખ છે અને આ પ્રકાશનો સ્ત્રોત છે આપણે બે કિરણો દોરીએ જ્યાં એક ઉપરના ભાગ તરફ આવશે આ પ્રમાણે અને બીજું મધ્ય ભાગ તરફ આવશે આ પ્રમાણે અહી આપણને રંગ જોવા મળતું નથી જયારે ત્યાં આપણને રંગ જોવા મળે છે આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે આપણે અહી તેને થોડું ઝૂમ કરીએ જેથી જેથી તફાવત જોઈ શકાય મુખ્ય તફાવત નોધીએ તો અહી આ બંને બાજુ એક બીજાને સમાંતર છે જયારે આ બંને બાજુ એક બીજાને સમાંતર નથી તેથી સમાંતર બાજુ આગળ રંગ જોવા મળતા નથી જયારે સમાંતર ન હોય તેવી બાજુ આગળ રંગ જોવા મળે છે તો આવું શા માટે થાય છે તે શોધીએ સૌ પ્રથમ ઉપરના ભાગ કે જ્યાં બાજુઓ સમાંતર નથી આ ભાગ તેને આપણે અહી દોરેલો છે પછી આપણે જોઈશું કે જયારે સમાંતર બાજુ વાળા માધ્યમમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે શું થાય છે આ બાજુ માંથી જયારે આપણી પાસે સમાંતર ન હોય તેવી બાજુ ધરાવતો પદાર્થ હોય જેને સામાન્ય રીતે પ્રીઝમ કહેવાય છે જો આપણે પ્રીઝમ શબ્દને વાપરીએ ત્યારે ત્રિકોણ આકાર ધરાવતા પ્રીઝમનો અર્થ શું થાય જો આપણે ત્રિકોણાકાર પ્રીઝમને ત્રિપરિમાણમાં જોઈએ તો તે કઈક આવું દેખાય અહી બે ત્રિકોણાકાર ફલક છે જયારે આપણે ત્રિકોણાકાર પ્રીઝમને જોઈએ તો અહી આ સમાન ત્રિકોણ મળે અહી બે ત્રિકોણાકાર ફલક ત્રણ લંબચોરસ ફલક સાથે જોડાયેલા છે આ એક લંબચોરસ આ બીજો લંબચોરસ અને અહી નીચે ત્રીજું લંબચોરસ સામાન્ય રીતે પ્રીઝમને ત્રિકોણાકાર પ્રીઝમ કહેવાય છે ત્રિકોણાકાર પ્રીઝમ બે ત્રિકોણાકાર ફલક વડે બનતા ખૂણાને પ્રીઝમનો ખૂણો કહેવાય તેથી અહી આ પ્રીઝમનો ખૂણો છે અહી આ પણ ત્રિકોણાકાર પ્રીઝમ જ છે ધ્યાનથી જુઓ તો આ કાટકોણ ત્રિકોણ ધરાવતો પ્રીઝમ છે અને અહી આ ખૂણો એ પ્રીઝમનો ખૂણો થશે ત્રિકોણાકાર પ્રીઝમમાંથી પ્રકાશનું કિરણ આપત કરતા શું થાય તે જોઈએ ધારો કે ડાબીથી પ્રકાશનું કિરણ આપત થાય છે અહી આ બીજું માધ્યમ હોવાથી તે વળશે આપણે અહી આ સપાટીને લંબરેખા દોરીએ અહી પ્રકાશનું કિરણ શૂન્યવકાશમાંથી બીજું માધ્યમ એટલે કે કાચ અથવા પ્લાસ્ટિકમાં જાય છે પરિણામે પ્રકાશની ઝડપ ધીમી પડશે કારણ કે શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ સૌથીવધારે હોય છે જયારે પણ પ્રકાશ ધીમો પડે ત્યારે તે લંબ થારફ વળે આ બાબત આપણે વક્રીભવનના વિડીઓમાં સમજ્યા હતા જો તમે તે જોયું ન હોય તો તમે તેને ફરીથી જુઓ તેથી પ્રકાશ ધીમો પડે છે અને લંબ તરફ વળે છે કઈક આ પ્રમાણે તે ફરીથી સપાટી આગળ અથડાય તેથી ત્યાં વધુ એક લંબ રેખા દોરીએ કઈક આ પ્રમાણે હવે તે આ માધ્યમ માંથી શૂન્યવકાશમાં પ્રવેશે તેનો અર્થ એ થયો કે તેની ઝડપમાં વધારો થાય જયારે તેની ઝડપમાં વધારો થાય ત્યારે તે લંબથી દુર જાય છે તેથી કિરણ આ તરફ વળશે આ રીતે પ્રીઝમમાંથી પ્રકાશ પસાર થાય છે કઈક આ પ્રમાણે તમે જોઈ શકો કે પ્રકાશ એકજ દિશામાં બે વખત વળે છે બંને કિસ્સામાં તે નીચેની તરફ વળે પરિણામે નિર્ગમન કિરણ શરૂઆતના પદ પરથી વિચલન પામે શરૂઆતમાં પ્રકાશનું કિરણ આ દિશામાં જાય છે પરંતુ તે તે દિશામાં જશે નહિ અમુક ખૂણા આગળ વિચલન પામશે અને પછી તે આ દિશામાં નીર્ગમિક થાય તેથી આપતકિરણ આ રીતે વિચલન પામે યાદ રાખો કે આ પ્રકાશના એક રંગનું કિરણ છે પરંતુ જો આપણે સફેદ પ્રકાશને આપત કરીએ તો સફેદ રંગ એ મેધધનુષના સાથ રંગોનો બનેલો છે અગાઉના વિડીઓમાં આપણે જોયું હતું કે જયારે સફેદ પ્રકાશ એક માધ્યમ માંથી બીજા માધ્યમ માંથી બીજા માધ્યમમાં પ્રવેશે કે જુદા જુદા રંગ આગળ જુદી જુદી રીતે વિચલન પામે લાલ રંગનું વિચલન ઓછુ થશે અને વાદળી રંગનું વિચલન વધારે થાય પરિણામે જયારે જુદી જુદી રીતે રંગોનું વિચલન થઇને જુદા જુદા મળે અહી આપણે જોઈ શકીએ છીએ કે સફેદ પ્રકાશનું કિરણ આપત થાય છે અને નીચેની તરફ જુદી રીતે વિચલન પામે છે જે અહી છે લાલ રંગનું વિચલન ઓછુ થશે અને વાદળી રંગનું વિચલન વિચલન વધારે થાય પરિણામે તેઓ છુટા પડે તેથી આપણને ઉપરની બાજુએ રંગ જોવા મળે આ રીતે પરંતુ શા માટે આ બાબત અહી જોવા મળે જોવા મળતી નથી આપણે આપત કિરણને લઈએ અને અત્યારે પ્રકાશના વિભાજનને અવગણીએ સૌ પ્રથમ એક રંગ લઈએ આપણે અગાઉ જોયું હતું કે જયારે સમાંતર બાજુ ધરાવતા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આપત કરીએ તો નિર્ગમન કિરણ એ આપત કિરણની દિશામાં જ મળશે બીજા શબ્દમાં નિર્ગમનકિરણ એ આપત કિરણને સમાંતર મળે કારણ કે લંબઆગળ તેવળે છે અને પછી આ લંબ આગળ તે દુર જાય છેબંને બાજુ સમાંતર હોવાને કારણે આ બંને વળાંક દુર થશે પરિણામે નિર્ગમન કિરણ આપત કિરણને સમાંતર મળે અહી આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે કારણ કે બંને બાજુએ બનતા ખૂણા આગળ અહી આપત કિરણ અને નિર્ગમન કિરણ એક બીજાને સમાંતર નથી અહી આપત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર નથી આપણે હવે જોઈ શકીએ કે સફેદ રંગને લઈએ તો વિભાજન જોવા મળશે આપણે જોઈએ છે કે લાલ રંગનું વિચલન ઓછુ અને વાદળી રંગનું વિચલન સૌથી વાધારે થાય પરંતુ અહી નિર્ગમન કિરણને સમાંતર આપત કિરણ હોવાથી લાલ અને વાદળી રંગના નિર્ગમન કિરણ પણ સમાંતર થશે આ પ્રમાણે જયારે અહી લાલ અને વાદળી રંગના નિર્ગમન કિરણ સમાંતર નથી તમે અહી જોઈ શકો રંગ એક બીજાને સમાંતર હોવાને કારણે અહી કોઈ રંગ જોઈ શકતા નથી પરંતુ સફેદ રંગ જોઈ શકીએ શા માટે સફેદ રંગ જોઈ શકીએ વાસ્તવમાં આપણને એક કિરણ મળશે નહિ હંમેશા એક કરતા વધારે જ મળે આપણે પ્રકાશના વધુ એક કિરણને લઈએ અને જોઈએ કે શું થાય છે જો આપણે વધુ નીચે એક કિરણ લઈએ તો આપણને અનુમાન થશે કે અહી રંગ જોવા મળશે નહિ જો બંને સમાંતર કિરણો એક બીજાની પાસપાસે મળે તો વાદળી અને લાલ રંગ ભેગા મળશે તેજ રીતે આપણે જો વધુ એક સમાંતર કિરણ લઈએ તો વાદળી રંગ ભેગા મળીને પીળો મળે અને વધુ એક સફેદ પ્રકાશનું કિરણ લઈએ તો લીલો રંગ મળે ટુકમાં જો તમે અહી ઘણા બધા કિરણો લેશો તો અહી ઘણા બધા રંગો મળશે કારણ કે તેઓ એક બીજાની સમાંતર છે તેઓ હંમેશા એકબીજા પર ઓવરલેપ થાય છે તેથી માત્ર આપણને સફેદ રંગ જ મળે પરતું અહી એવું થતું નથી આપણે અહી એક બીજું કિરણ લઈએ કઈક આ પ્રમાણે તો અહી મુખ્ય તફાવત એ છે કે રંગ એક બીજાને સમાંતર મળતા નથી તેઓ ઓવાલેપ થઇને જુદા પડે છે વાદળી અને લાલ રંગ છુટા મળશે બીજી રીતે અનુમાન લગાવવો હોય તો આ પ્રમાણે સમજીએ જયારે આ કિરણો આપણી આંખમાં પ્રવેશે ત્યારે શું થાય કારણ કે તે મહત્વનું છે નોધો કે આ કિરણો આપણી આંખ પર પડે છે આપણી આંખમાં સામાન્ય રીતે અભિસારી લેન્સ અને રેટીના છે બધા કિરણો એક બીજાને સમાંતર છે પરિણામે આ બધા જ સમાંતર કિરણો આપણી આંખ પર પડે ત્યારે બધા જ કિરણો એક બિંદુ આગળ ભેગા થાય હવે તે ક્યાં ભેગા થશે તે મુખ્ય અક્ષ સાથે બનતા ખૂણા પર આધાર રાખે તે બધા એક બિંદુ આગળ ભેગા મળતા હોવાથી આપણને સફેદ ડૉટ દેખાય અહી આપણને રંગ જોવા મળતો નથી કારણ કે નિર્ગમન કિરણો એક બીજા ને સમાંતર હોય છે પરંતુ અહી લાલ કિરણ કોઈ ચોક્કસ ખૂણે મળે છે તેથી આ કિરણો કોઈ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે અને વાદળી કિરણો એક બીજાને સમાંતર નથી તેથી તેઓ જુદા ખૂણે મળે તેના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે જયારે સમાંતર કિરણ નિર્ગમન કિરણને જયારે આપત કિરણ જયારે સમાંતર નિર્ગમન કિરણ મળે તો આપણે રંગ જોઈ શકીએ નહિ પરંતુ તે જુદા જુદા ખૂણે મળે તો તેમને જોઈ શકાય ટુકમાં જયારે પ્રકાશનું કિરણ પ્રીઝમમાંથી પસાર થાય તો નિર્ગમન કિરણ આપત કિરણને સમાંતર ન મળે અને તેથી જયારે સફેદ પ્રકાશ આપત કરીએ તો રંગ છુટા પડે પરંતુ જયારે સફેદ પ્રકાશ સમાંતર બાજુ ધરાવતા માધ્યમ પર અપાત થાય તો નિર્ગમન કિરણ આપત કિરણને સમાંતર મળે તેથી બધાજ રંગો સમાંતર મળે આપણે રંગોને જોઈ ન શકીએ અને તેના કારણે જ માપપટ્ટીના મધ્ય ભાગ માંથી જોતા રંગ મળતા નથી જયારે માપપટ્ટીના ઉપરના ભાગ માંથી જોતા આપણને રંગ જોવા મળે છે.