મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9
Lesson 6: પાતળા લેન્સમાં વક્રીભવન- બહિર્ગોળ લેન્સ
- બહિર્ગોળ લેન્સના ઉદાહરણ
- અંતર્ગોળ લેન્સ
- ગોળાકાર લેન્સ વડે રચાતું પ્રતિબિંબ
- ગોલીય લેન્સમાંથી પ્રકાશના કિરણોનો પથ
- પાતળા લેન્સનું સૂત્ર
- લેન્સના સૂત્ર પર ઉદાહરણ
- લેન્સ માટે મોટવણીના સૂત્રનો ઉપયોગ
- લેન્સના સૂત્રનો ઉપયોગ
- બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ
- પાતાળ લેન્સના પ્રશ્નો
- લેન્સનો પાવર
- લેન્સનો પાવર
- સંપર્કમાં પાતળા લેન્સ
- પાતળા લેન્સની સંજ્ઞા પદ્ધતિ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
બહિર્ગોળ લેન્સ
બહિર્ગોળ લેન્સ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે અરીસા વિશે ધણી બધી વાતો કરી કેટલાક પરવલય અરીસાઓ પ્રકાશનું પરાવર્તન કરે છે હવે આ વિડીઓમાં હું લેન્સ વિશે વાત કરવા જઈ રહી છુ લેન્સ શું છે તેમાંથી પ્રકાશ કઈ રીતે પસાર થાય છે અને તેનું જુદી જુદી દિશામાં પરાવર્તન કઈ રીતે થાય છે તો એક સાદો લેન્સ અને તમે બધા જ પ્રકારના લેન્સ જોયા છે તે કદાચ કાચના બનેલા હોય અથવા કોઈ બીજા પદાર્થ માંથી સૌ પ્રથમ હું બહિર્મુખ લેન્સ વિશે વાત કરવા જઈ રહી છુ અંતરમુખ એટલે અંદરની તરફ ખુલે છે જેમ કે ગુફા અને બહિર્મુખ એટલે કે બહારની તરફ ખુલે છે બહિર્મુખ લેન્સ કે જેમાં સંમિતા જોવા મળે છે તો આપણે તે લેન્સને દોરવાનો પ્રયત્ન કરીએ ધારો કે તેની એક બાજુ કઈક આ પ્રમાણે જોવા મળશે તેને હું હાથથી દોરી રહી છુ તમે તેને ખૂણાની એક સપાટીના ભાગ તરીકે જોઈ શકો ત્યાર બાદ અહી આ કેન્દ્ર છે જે તમે અહી જોઈ શકો છો અને પછી આ બીજી સપાટી છે લેન્સમાં સંમિતતા જોવા મળે છે માટે તેની બીજી સપાટી કઈક આ પ્રમાણે જોવા મળશે હું તેને અહી હાથથી દોરી રહી છુ હવે હું તેને કોપી કરી લઉં કે જેથી ભવિષ્યમાં હું તેનો ઉપયોગ કરી શકું હવે આપણે એ વિચારીએ કે લેન્સમાંથી પ્રકાશ પસાર થાય તો શું થશે કદાચ પ્રકાશ તેમાંથી પસાર થઇ જશે અથવા તેનું વીવર્તન થશે આપણે એવું માની લઈએ કે અહી આ બહાર હવા છે અને આ લેન્સ કાચનો બનેલો છે કેટલીક વસ્તુઓનો વક્રીભવન આંક ખુબ ઉચો હોય છે કેટલાક માંથી પ્રકાશ ખુબ જ ધીમી ગતિએ પસાર થાય છે માટે તમે અહી એવું વિચારી શકો કે પ્રકાશ અહીથી સમાંતર જાય છે તમે અહી મુખ્ય અક્ષને જોઈ શકો તો પ્રકાશ અહી મુખ્ય અક્ષને સમાંતર હશે આપણે પરવલય અરીસામાં મુખ્ય અક્ષ વિશે વાતો કરી હતી પ્રકાશ તેને સમાંતર જી રહ્યો છે અને તે સપાટી પર બિંદુએ લંબ થશે તો તે અહી કઈક આ પ્રમાણે દેખાશે કારણ કે લેન્સ વણાંક વાળો છે તે બહારની બાજુએ ખુબજ ઝડપથી ગતિ કરે છે માટે જમણી બાજુ બહારની તરફ તે લંબાઈમાં થોડોક વધારે હશે અથવા પ્રકાશની સૌથી ઉપર બાજુ જો તમે અહી કોઈ ગાડી જેવી વસ્તુની કલ્પના કરો તો નીચેની બાજુ અથવા નીચેના પૈડા કરતા તે બાજુ લેન્સની બહાર થોડી વધારે લાંબી હશે અથવા આપણે પ્રકાશની દિશામાં જઈએ તો ગાડીની ડાબી બાજુએ અહી આપણે આ ડાબી બાજુના પૈડા જોઈ શકીએ અને અહી જમણી બાજુના પૈડા જોઈ શકીએ ડાબી બાજુના પૈડાઓની બહાર રહેવાની શક્યતા અને થોડું વધારે ઝડપથી ગતિ કરવાની શક્યતા વધારે છે આપણે અહી લંબ દોરીએ તો તે નીચેની તરફ આ પ્રમાણે વક્રીભવન પામશે ફરી એક વખત તમે ઝાડી માધ્યમ માંથી હવાના માધ્યમમાં પસાર થાઓ છો હું અહી ફરીથી લંબ દોરીશ અને કિરણની ડાબી બાજુથી તે સૌથી પહેલા બહાર નીકળશે આ કિરણની ડાબી બાજુ અથવા આ પૈડાની ડાબી બાજુ સૌથી પહેલા બહાર આવશે અથવા તો કહી શકાય કે ઉપરના બધાજ પૈડાઓ સૌ પ્રથમ બહાર આવશે તેઓ વધુ ઝડપથી ગતિ કરશે તો હવે નીચેની તરફ તે કઈક આ રીતે દેખાશે અને પ્રકાશનું કિરણ કઈક આવું હોવું જોઈએ હવે અહી આ જગ્યાએ કોઈ પણ બિંદુ લઈએ કે જ્યાં હું એક કિરણ લઉં છુ કે જે આ મુખ્ય અક્ષને સમાંતર થશે અને લેન્સમાંથી વક્રીભવન પામીને તે એક બીજા બિંદુએ મળશે અહી હું એક પ્રકાશનું કિરણ લઈશ જે કઈક આ પ્રમાણે વક્રીભવન પામશે અને પછી અહી બીજા બિંદુએ ભેગા થશે હવે આપણે એક બીજું કિરણ લઈએ જે મુખ્ય અક્ષને સમાંતર છે તે થોડું ઓછુ વક્રીભવન પામશે અને પછી ફરીથી તેજ બિંદુએ ભેગું થશે તમે અનુમાન કરી શકો કે હું અહી શું કહેવા જઈ રહી છુ અહી આ બધાજ કિરણો સમાંતર છે તે પ્રકાશના કિરણો છે અને તે મોટે ભાગે સમાંતર હોય છે અને તેઓ લેન્સની બીજી બાજુએ એક બિંદુએ ભેગા થાય છે તેઓ અહી આ બિંદુએ ભેગા થાય છે માટે આપણે આબિંદુને મુખ્ય કેન્દ્ર ગણીશું લેન્સનું મુખ્યકેન્દ્ર અને અહી લેન્સની આ બિંદુ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાશે હવે અહી આ લેન્સ એ સંપૂર્ણ પણે સંમિત છે તે તમે એક બાજુએ કોઈ પણ કરો તો જમણી બાજુએ પણ તે જ વસ્તુ જોવા મળશે જો તમારી પાસે જમણી બાજુએથી આવતા સમાંતર કિરણ હોય તો આજ બાબત તમને અહી પણ જોવા મળશે બીજી બાજુથી એક કિરણ કઈક આ પ્રમાણે આવશે તે અહી વક્રીભવન પામશે અને પછી અહી આ પ્રમાણે આગળ વધશે તો તમારી પાસે અહી ખરેખર બે મુખ્ય કેન્દ્ર છે અહી સમાંતર કિરણો એક બાજુએથી આવે છે અને બીજી બાજુએ કોઈ એક બિંદુપર કેન્દ્રિત થાય છે તેવીજ રીતે જો સમાંતર કિરણો જમણી બાજુએથી આવે તો તેઓ અહી આ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થશે અથવા તો આબાજુથી આવતા કિરણો એ જમણી બાજુના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે અને આજ પ્રમાણે તે આગળ વધતું રહે છે હવે જયારે આપણે લેન્સ સાથે કામ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે એક ધારણા કારી શકીએ જે પાતળા લેન્સ માટે કરી શકાય જયારે તે ગતિ કરે છે ત્યારે અંતરમાં થોડો તફાવત હોય છે લેન્સ શેમાંથી પસાર થાય છે તેના પર તે આધાર રાખે છે ઉદાહરણ તરીકે અહીનું અંતર એ અહીના અંતર કરતા ઓછુ છે આપણે આ અંદરના તફાવતને ધ્યાનમાં લેતા નથી કારણ કે આ તફાવત તેના તરફ દોરે છે કે પ્રકાશ આ બધા માંથી કઈ રીતે પસાર થાય છે અને વક્રીભવન પામે છે અહી તે આ તફાવતને કારણે થોડી ઓછી ગાતો કરે છે આપણે આ તફાવતને ધ્યાનમાં નથી લઇ રહ્યા આપણે ફક્ત આ ધારણા પાતળા લેન્સ માટે કરીએ છીએ હવે જો આપણે પાતળા લેન્સ વિશે વિચારીએ તો આપણે થોડું પ્રકાશ વિશે વિચારીએ હવે આપણે એક ઉદાહરણ જોઈએ પ્રકાશના કિરણો જ્યારે લેન્સમાંથી બહાર નીકળે છે ત્યારે પોતાની દિશામાં સામાન્ય રીતે વક્રીભવન પામે છે માટે હું અહી એક સાદો લેન્સ લઈશ જે કઈક આ પ્રમાણે દેખાશે અને લેન્સ એ સંમિતા ધરાવે છે જે કઈક આ પ્રમાણેનો હશે તેને બે મુખ્ય કેન્દ્ર છે એક અહી અને બીજો તેટલાજ અંતરે લેન્સથી અહી હવે આપણે તેના વિશે વિચારીએ કે આ લેન્સ દ્વારા જુદી જુદી વસ્તુઓનું પ્રતિબીંબ કેવું મળશે આપણે અહી મુખ્ય અક્ષ લઈએ જેના પર બે મુખ્ય કેન્દ્ર આવેલા છે અને વસ્તુને કેન્દ્રલંબાઈથી થોડું દુર મુકીએ યાદ રાખો કે તમે અહિથી કોઈ પણ બિંદુ લઇ શકો છો પ્રકાશ તે દરેક બિંદુમાંથી નીકળશે પરંતુ આપણે અહી ટોચનું બિંદુ પસંદ કરીએ અને તેમાંથી મુખ્ય અક્ષને સમાંતર એવું એક કિરણ લઈએ અને વક્રીભવન પામ્યા બાદ તે કઈક આવું દેખાશે હવે આપણે પ્રકાશનું બીજું કિરણ તે વસ્તુની ટોચ પરથી લઈએ જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને વક્રીભવન પામ્યા બાદ લેન્સની બીજી બાજુએ સમાંતર જશે આ પ્રમાણે આશા રાખું છુ કે આ તમને સમજાયું હશે આ એક પ્રકારની સંમિતતા છે જમણી બાજુ પરથી કઈક સમાંતર આવી રહ્યું છે જે મુખ્ય કેન્દ્ર માંથી પસાર થશે અને પછી મુખ્ય કેન્દ્રમાંથી કઈક પસાર થઇને બીજી બાજુ સમાંતર આવશે માટે પ્રકાશના કિરણો આ બાજુ માંથી સ્વભાવિક રીતે બહાર આવે છે અને લેન્સ માંથી પસાર થઈને લેન્સની બીજી બાજુએ આ બિંદુ મળશે હવે તમે જયારે પ્રકાશને આ પ્રમાણે સીધી લીટીમાંથી પસાર કરો છો ત્યારે તેનું વક્રીભવન થતું નથી પરંતુ તે સીધું જ લેન્સ માંથી પસાર થઈ જશે અને બીજી બાજુએ તેનું પ્રતિબીંબ કઈક આ પ્રમાણે દેખાશે અહી તમે આ વસ્તુનું પ્રતિબીંબ જોઈ શકો જે ઉલટું અને વાસ્તવિક છે તે વાસ્તવિક પ્રતિબીંબ છે કારણ કે પ્રકાશના કિરણો બરાબર આ બિંદુએ ભેગા થાય છે અમુક પ્રકારનો તમે પરદો અહી મૂકી શકો અને તે પ્રતિબીંબને ઝીલી શકો હવે પછીના વિડીઓમાં આપણે વસ્તુ જે જગ્યાએ મુકેલી છે અને તેના આધારે તેનો પ્રતિબીંબ અને તેનો પ્રકાર મેળવવાનો પ્રયત્ન કરીશું આપણે આ કિરણોને દોરવાનો અભ્યાસ કરીશું જેમાં વસ્તુ મુખ્ય કેન્દ્ર પર મુખ્ય કેન્દ્રથી દુર મુખ્ય કેન્દ્રથી બે ગણી દુર અથવા તો મુખ્ય કેન્દ્રની અંદરની તરફ હશે આપણે તેનો અભ્યાસ કરીશું પ્રકાશના કિરણો દોરીશું અને કઈ રીતે તેનું વક્રીભવન થાય છે તે વિચારીશું.