આપણે આજે કમ્પ્યુટર વગર આપણા જીવનની કલ્પના કરી શકતા નથી. પણ કમ્પ્યુટરને શું બનાવે છે? કઈ બાબત આ ટેક્નોલોજીની વૃદ્ધિ ચરઘાતાંકીય દરે કરે છે?
આ બધું જ અર્ધવાહકોને કારણે છે. તે ન માનવામાં આવે એવું લાગે, અર્ધવાહકોના ગુણધર્મો બદલતા તે આપણને કમ્પ્યુટર બનવવામાં મદદરૂપ થાય છે.
આ વિષયમાં, આપણે અર્ધવાહકોની દુનિયાને સમજીશું અર્ધવાહકો શું છે ત્યાંથી લઈને કમ્પ્યુટરનો આધાર કઈ રીતે બનાવી શકાય એની આ મુસાફરી છે.